કેનેડા

કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે.

વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસીઓ વસતા હતા, જેઓ હવે નેટિવ ઇન્ડિયન કે ફર્સ્ટ નેશનથી ઓળખાય છે. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપીઅન વંશના લોકોએ લગભગ સમગ્ર દેશ કબ્જે કરીને વસવાટ કર્યો હતો.

કેનેડા

કેનેડાનો ધ્વજ
ધ્વજ
કેનેડા નું
રાજચિહ્ન
સૂત્ર: A mari usque ad mare (લેટિન)
"સમુદ્રથી સમુદ્ર સુધી"
રાષ્ટ્રગીત: "ઓ કેનેડા"

શાહી ગીત: "ગોડ સેવ ધ ક્વિન"
Location of કેનેડા
રાજધાનીઓટાવા
45°24′N 75°40′W / 45.400°N 75.667°W / 45.400; -75.667
સૌથી મોટું શહેરટોરેન્ટો
અધિકૃત ભાષાઓ
વંશીય જૂથો
(૨૦૧૬)
વંશીયતાની યાદી
  • 72.9% યુરોપિયન
  • 17.7% એશિયન
  • 4.9% મૂળ નિવાસીઓ
  • 3.1% આફિક્રન
  • 1.3% લેટિન અમેરિકન
  • 0.2% ઓસેનિયન
ધર્મ
(૨૦૧૧)
ધર્મોની યાદી
  • 67.2% ખ્રિસ્તી
  • 23.9% કોઇ ધર્મ નહી
  • 3.2% ઇસ્લામ
  • 1.5% હિંદુ
  • 1.4% શીખ
  • 1.1% બૌદ્ધ
  • 1.0% યહુદી
  • 0.6% અન્ય
લોકોની ઓળખકેનેડિયન
સરકારFederal parliamentary
constitutional monarchy
• રાજા
Charles III
• ગવર્નર જનરલ
 સંચાલક
vacant
રિચાર્ડ વેગનર
• વડા પ્રધાન
જસ્ટિન ટ્રુડાઉ
સંસદસંસદ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
હાઉસ ઓફ કોમન્સ
સ્વતંત્રતા 
યુનાઇટેડ કિંગડમથી
• સંગઠન
જુલાઇ ૧, ૧૮૬૭
• Statute of Westminster
ડિસેમ્બર ૧૧, ૧૯૩૧
• Patriation
એપ્રિલ ૧૭, ૧૯૮૨
વિસ્તાર
• કુલ વિસ્તાર
9,984,670 km2 (3,855,100 sq mi) (2nd)
• જળ (%)
11.76 (૨૦૧૫ પ્રમાણે)
• કુલ જમીન વિસ્તાર
9,093,507 km2 (3,511,023 sq mi)
વસ્તી
• Q1 ૨૦૨૧ અંદાજીત
Neutral increase 38,048,738 (37th)
• ૨૦૧૬ વસ્તી ગણતરી
35,151,728
• ગીચતા
3.92/km2 (10.2/sq mi) (185th)
GDP (PPP)૨૦૨૧ અંદાજીત
• કુલ
Increase $1.979 trillion (15th)
• Per capita
Increase $51,713 (20th)
GDP (nominal)2021 અંદાજીત
• કુલ
Increase $1.883 trillion (9th)
• Per capita
Increase $49,222 (18th)
જીની (૨૦૧૮)positive decrease 30.3
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.929
very high · 16th
ચલણકેનેડિયન ડોલર ($) (CAD)
સમય વિસ્તારUTC−3.5 to −8
• ઉનાળુ (DST)
UTC−2.5 to −7
તારીખ બંધારણyyyy-mm-dd (AD)
વાહન દિશાright
ટેલિફોન કોડ+1
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .ca (canada.ca or gc.ca used by most federal government entities)

કેનેડામાં સંસદીય પદ્ધતિથી સરકાર ચાલે છે પરંતુ બંધારણીય રાજાશાહીને પણ ચાલુ રાખી છે. પ્રધાન મંત્રી દેશની સરકારના વડા છે અને સંસદને જવાબદાર છે. ઇંગ્લેન્ડની રાણી દ્વારા નિયુક્ત થતા ગવર્નર જનરલ દેશના બંધારણીય વડા છે. કેનેડામાં સત્તાવાર રીતે બે ભાષાનું ચલણ છે - અંગ્રેજી અને ફ્રેન્ચ. માનવ સંશાધન વિકાસાંકમાં કેનેડા ખુબ જ આગળ છે. કેનેડા યુનો, નાટો, કોમનવેલ્થ, જિ20 અને NAFTA જેવી આંતર રાષ્ટ્રીય સંસ્થાનોમાં સભ્ય દેશ છે.

ઇતિહાસ

કેનેડામાં ફર્સ્ટ નેશન, ઇન્યુઇટ અને મેટીઝ લોકો યુરોપીઅન પ્રજાના આગમન પહેલા સદીઓ થી વસતા હતા. યુરોપીઅન વસાહતીઓએ ૧૫મી અને ૧૬મી સદીમાં દરિયાઈ માર્ગે આવીને આ પ્રદેશમાં વસવાનું ચાલુ કર્યું હતું. જ્હોન કેબેટે ૧૪૯૭માં એટલાન્ટિક મહાસાગરના કાંઠે ઇંગ્લેન્ડના રાજા હેનરીના નામે ન્યુ ફૌલેન્ડમાં પહેલી વસાહત કરી હતી જયારે જેકવા કાર્ટીએરે ૧૫૩૪ની સાલમાં સેન્ટ લોરેન્સ નદીના મુખપ્રદેશમાં ન્યુ ફ્રાન્સની વસાહત સ્થાપી હતી. ૧૮૬૭ ની ૧ જુલાઈના દિવસે કેનેડા ના સંઘીય પ્રદેશની રચના થઇ હતી અને બ્રિટનના સીધા કબ્જાનો અંત આવ્યો હતો. દર વર્ષે ૧ જુલાઈનો દિવસ કેનેડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભૂગોળ

કેનેડાનો કુલ વિસ્તાર દુનિયામાં રશિયા પછી બીજે ક્રમે આવે છે. કેનેડાની ઉતરે આર્કટિક મહાસાગર પૂર્વે એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર આવેલા છે. કેનેડાના પશ્ચિમ ભાગમાં રોકીઝ અને કોસ્ટલ પર્વતોની ગિરિમાળાઓ આવેલ છે. કેનેડાનો મોટા ભાગ નો પ્રદેશ બરફ અને શંકુદ્રુમ પ્રકારના જંગલોથી છવાયેલ છે જ્યારે મધ્ય ભાગમાં પ્રેરીના સપાટ મેદાનોનો બનેલ છે. ગ્રેટ લેક તરીકે ઓળખાતા લેક ઓન્ટારીઓ, લેક એરી, લેક સુપિરિયેર અને લેક હ્યુરોન કેનેડા અને અમેરિકાની વચ્ચે આવેલા છે. સેન્ટ લોરેન્સ, મેકેન્ઝી, ફ્રેઝર, કોલંબિયા, યુકોન, નેલ્સન અને પીસ જેવી મોટી નદીઓ પણ કેનેડામાં આવેલી છે. ઓન્ટારિયો રાજ્યમાં આવેલુ ઓટાવા શહેર કેનેડાની રાજ્ધાની છે. કેનેડાના મુખ્ય શહેરો ટોરન્ટો, મોન્ટ્રીયલ,વાનકુવર, કેલગરી, એડમન્ટન, હેલિફેક્ષ, વિનિપેગ અને રજાઇના છે.

કેનેડામાં નીચે મુજબના રાજ્યો અને પ્રદેશો આવેલા છે:

૧. આલ્બર્ટા

૨. બ્રિટિશ કોલમ્બિઆ

૩. સાસ્કાચુએન

૪. મેનિટોબા

૫. ઓન્ટારિયો

૬. કયુબેક

૭. નોવા સ્કોશીયા

૮. ન્યુ બ્રુન્સવીક

૯. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ

૧૦. ન્યુ ફાઉન્ડલેન્ડ અને લાબ્રાડોર

૧૧. યુકોન

૧૨. નુનાવત

૧૩. નોર્ધન ટેરિટેરી

અર્થતંત્ર

કેનેડાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો પર આધારિત છે. ખેતીના મુખ્ય પાકોમાં ઘઉં, રાયડો અને મકાઈ છે આ ઉપરાંત પશુપાલન અને એને સંલગ્ન ડેરી તથા પશુ માંસ આધારિત ઉદ્યોગોનો પણ ખુબજ વિકાસ થયેલ છે. ઉદ્યોગોમાં મુખ્યત્વે ખનિજતેલનું શુદ્ધિકરણ, વાહનવ્યહારના સાધનો બનાવવાનો, ખનીજ શુદ્ધિકરણ, લાકડા અને કાગળ બનાવાના ઉદ્યોગો અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે. પ્રવાસ, સોફ્ટવેર સેવાઓ અને ફિલ્મનિર્માણ પણ સેવાઉદ્યોગમાં મોટો ભાગ ભજવે છે. કેનેડામાં જસત, સોનું, એલ્યુમિનિયમ, નિકલ, કોલસો અને લોખંડ જેવી ધાતુઓના મોટા ભંડારો આવેલા છે.

વસ્તીવિષયક

૨૦૧૬ ની વસ્તી ગણતરી અનુસાર કેનેડાની કુલ વસ્તી ૩,૫૧,૫૧,૭૨૮ છે.. દેશની સત્તાવાર ભાષા અંગ્રેજી અને ફ્રેન્ચ છે. આ ઉપરાંત ચાઇનીસ,પંજાબી, અરબી, ટેગેલોગ અને સ્પેનિસ ભાષાઓ પણ પ્રચલિત છે. કેનેડાના મોટાભાગના લોકો અંગ્રેજ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને યુક્રેનીયન વંશીય છે. તે સિવાય ચાઇનીસ, ભારતીય, આરબ, આફ્રિકન અને ફિલિપિનો વંશીય લોકો પણ માટી સંખ્યામાં વસે છે. દેશમાં ૫% જેટલી વસ્તી ઇન્યુઇટ કે 'ફર્સ્ટ નેશન'તરીકે ઓળખાતા મૂળ નિવાસીઓની છે. કેનેડાની મોટાભાગની પ્રજા રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની છે, જયારે ઈશ્વરમાં નહિ માનનારા નાસ્તિકો, મુસ્લિમ, હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકો પણ વસે છે.

સંદર્ભો

Tags:

કેનેડા ઇતિહાસકેનેડા ભૂગોળકેનેડા અર્થતંત્રકેનેડા વસ્તીવિષયકકેનેડા સંદર્ભોકેનેડાઅમેરિકાઆર્કટિક મહાસાગરએટલાન્ટિક મહાસાગરપ્રશાંત મહાસાગરયુ.એસ.એ.

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામદેવપીરફ્રાન્સસિદ્ધરાજ જયસિંહવિક્રમોર્વશીયમ્રાની મુખર્જીદિવાળીબેન ભીલભારતીય ભૂમિસેનાદાંડી (જલાલપોર)રાણકદેવીનળાખ્યાન (પ્રેમાનંદ)મકર રાશિવેદવીર્યચૈતન્ય મહાપ્રભુગુજરાતના તાલુકાઓનક્ષત્રકેન્દ્રશાસિત પ્રદેશવનરાજ ચાવડાપાણી (અણુ)અંગ્રેજી ભાષાકબજિયાતપ્રતિક ગાંધીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસમહેસાણા તાલુકોઘોરખોદિયુંરક્તપિતઝૂલતા મિનારાલોકશાહીઅવકાશ સંશોધનભાઈ બીજગુજરાતના લોકમેળાઓકીર્તિદાન ગઢવીમૃણાલિની સારાભાઈટાઇફોઇડઘોડોજયંત પાઠકસૂર્યગ્રહણભારતનું બંધારણદ્રોણજાડેજા વંશHIV/AIDS વિશે ગેરમાન્યતાઓવિશ્વ વન દિવસઅમરેલી જિલ્લોભજનઉંચા કોટડાધ્યાનમહીસાગર જિલ્લોતાલુકોઅનસૂયારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકશ્યપમાધુરી દીક્ષિતસોનુંવિક્રમ ઠાકોરપ્લાસીની લડાઈસાળંગપુરમળેલા જીવમેષ રાશીસીસમભારતીય દંડ સંહિતાભગત સિંહરા' ખેંગાર દ્વિતીયકેદારનાથ જ્યોતિર્લિંગગામમટકું (જુગાર)રુદ્રચંદ્રયાન-૩ઉમાશંકર જોશીહરિશ્ચંદ્રકર્ક રાશીપંડિત ઓમકારનાથ ઠાકુરહનુમાન મંદિર, સાળંગપુરસી. વી. રામનપત્ની🡆 More