સ્મૃતિવન

સ્મૃતિવન અથવા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે.

મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે.

સ્મૃતિવન
સ્થાપના૨૮ ઓગસ્ટ ૨૦૨૨
સ્થાનભૂજ, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°14′31″N 69°41′29″E / 23.24206469°N 69.69133959°E / 23.24206469; 69.69133959
પ્રકારસંગ્રહાલય અને સ્મારક ઉદ્યાન

ઇતિહાસ

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ૨૦૦૪માં ૨૦૦૧ના ગુજરાત ધરતીભૂકંપના પીડિતોને સમર્પિત અને કચ્છના લોકોની માટે સ્મૃતિઉદ્યાન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તુ-શિલ્પ કન્સલ્ટન્ટ્સ દ્વારા તેની રચના કરવામાં આવી છે. તેનું ઉદ્ઘાટન ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્મૃતિવન 
૨૦૧૬માં નિર્માણાધીન સ્મૃતિવન

વિશેષતા

સ્મૃતિવન ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ઉદ્યાનમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષો છે, જે દરેક પીડિતને સમર્પિત છે. અહીં ૫૦ ચેકડેમ, એક સૂર્યાસ્ત દર્શન કેન્દ્ર, ૮ કિમી લાંબા માર્ગો અને ૧.૨ કિમી અંતરના આંતરિક રસ્તાઓ, ૧ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ અને ૩,૦૦૦ લોકોના વાહનો માટેનું પાર્કિંગ સ્થળ જેવી સુવિધાઓ છે.

સંગ્રહાલયમાં ૧૧,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સાત વિભાગો છે. આ વિભાગોમાં સાત વિષયો છે: પુન:ર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુન:સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુન:જીવન અને નવીનીકરણ.

વિભાગનો વિષય પ્રદર્શન
પુનર્જન્મ પૃથ્વીની ઉત્ક્રાંતિ
પુનઃપ્રાપ્તિ ગુજરાતનું ભૂસ્તર અને કુદરતી આપત્તિનું જોખમ
પુન:સ્થાપના ૨૦૦૧ના ધરતીકંપ પછીની રાહત કાર્ય દર્શાવતી છબીઓ
પુનઃનિર્માણ ૨૦૦૧ના ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો
પુનઃવિચાર વિવિધ આફતો પ્રકારો અને તૈયારી
પુન:જીવન ૫-ડી ભૂકંપ સિમ્યુલેટર
નવીનીકરણ ૨૦૦૧ના ધરતીકંપના પીડિતો માટેનું સ્મારક

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

સ્મૃતિવન ઇતિહાસસ્મૃતિવન વિશેષતાસ્મૃતિવન આ પણ જુઓસ્મૃતિવન સંદર્ભસ્મૃતિવનકચ્છ જિલ્લોભુજભુજિયો ડુંગર૨૦૦૧ ગુજરાત ધરતીકંપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જંડ હનુમાનઈરાનભગત સિંહલીમડોસમય માપવાનાં સાધનોનો ઇતિહાસગુજરાતી વિશ્વકોશહનુમાન જયંતીગેની ઠાકોરઇડરસૂર્યનમસ્કારઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગુજરાતરાશીવેદસાબરકાંઠા જિલ્લોગુજરાતી લિપિમહારાણા પ્રતાપરમણભાઈ નીલકંઠનેહા મેહતાગુજરાત સાહિત્ય સભાભાવનગર જિલ્લોબ્રાહ્મણશીતળાદશેરાસરખેજ રોઝાજીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનઆંગણવાડીવાંદરોગીર કેસર કેરીઆખ્યાનદેવાયત બોદરનરેશ કનોડિયાનેપાળગ્રહમોરસામાજિક સમસ્યા૧૮૫૭ની ભારતીય ક્રાંતિકુરુક્ષેત્ર યુદ્ધપ્રથમ પંચવર્ષીય યોજનાકોળીપારસીમગજરાજકોટકરીના કપૂરશાહબુદ્દીન રાઠોડબીજું વિશ્વ યુદ્ધસાર્થ જોડણીકોશકચ્છ ઘોરાડ અભયારણ્યઆંબેડકર જયંતિગરુડ પુરાણમિથુન રાશીદામોદર બોટાદકરસચિન તેંડુલકરઈટલીપ્રહલાદ જેઠાલાલ પારેખનવગ્રહભારતીય ભૂમિસેનાવિશ્વકર્માબૌદ્ધ ધર્મઑસ્ટ્રેલિયાવશઆણંદ જિલ્લોસંજ્ઞાસંક્ષિપ્ત શબ્દગૌતમ બુદ્ધરૂઢિપ્રયોગધોળાવીરાગુજરાતી સાહિત્યવ્યાસસ્વપ્નવાસવદત્તાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ધારાસભ્યઅશ્વગંધા (વનસ્પતિ)સીતાઘર ચકલીકબજિયાતગોહિલ વંશબિન-વેધક મૈથુન🡆 More