દાદાભાઈ નવરોજી

'હિંદના દાદા' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં નવસારીમાં થયો હતો.

તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા.

દાદાભાઈ નવરોજી
दादाभाई नौरोजी
દાદાભાઈ નવરોજી
દાદાભાઈ નવરોજી (આશરે ૧૮૯૦)
લોક સભા (યુકે)ના સભ્ય
ફિન્સબરી સેન્ટ્રલ
પદ પર
૧૮૯૨ – ૧૯૯૫
પુરોગામીફેડ્રિક થોમસ પેન્ટન
અનુગામીવિલિયમ ફેડ્રિક બાર્ટન મેસી-મેનવેરિંગ
બહુમત
અંગત વિગતો
જન્મ૪ સપ્ટેમ્બર ૧૮૨૫
મુંબઈ, બ્રિટિશ ભારત
મૃત્યુ૩૦ જૂન ૧૯૧૭ (૯૧ વર્ષ)
રાજકીય પક્ષલિબરલ પક્ષ (યુકે)
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીગુલબાઇ
નિવાસસ્થાનલંડન, યુનાઇટેડ કિંગડમ
ક્ષેત્રશિક્ષણશાસ્ત્રી, રાજકારણી, લોક સભા સભ્ય
સહીદાદાભાઈ નવરોજી

જીવન

બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરી ૨૭ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલફિસ્ટન ઈન્સ્ટિટયુટમાં હેડમાસ્તર બન્યા હતા. પ્રોફેસર તરીકે નિમણૂંક પામનારા સૌ પ્રથમ હિંદી હતા. ધંધામાં પોતાની કારકીર્દી શરૂ કરવા માટે ૩૦ વર્ષની ઉંમરે તેઓએ ઈંગ્લેન્ડ ભણી પ્રયાણ કર્યુ હતું. ૧૮૫૫માં નવરોજી લંડનમાં ઈમ્પોર્ટન્ટ પારસી કોમર્શીયલ પેઢીમાં ભાગીદાર બન્યા હતા ત્યાર બાદ તેમણે ત્યાં પોતાનુ કોમર્શયીલ હાઉસ ઉભુ કર્યુ હતું. ૩૧ ઓક્ટોબર ૧૮૬૧માં ધ લંડન અંજુમન નામનું સંગઠન સ્થપાયુ હતુ અને ડો. દાદાભાઈ નવરોજી તેના સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા.

અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સુધારણા માટે ઈ.સ. ૧૮૫૧માં 'રહનુમા-ઇ-મઝદયરન સભા' ની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ 'રાશ્ત ગોફતાર'નામનુ મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું.

૧૮૫૯માં તેમને ઈન્ડિયન સિવિસ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે એક આંદોલન શરૂ કર્યુ હતું.ભારતીય પબ્લિકમાં બુધ્ધિજીવીઓની ઉન્નત્તિ માટે પધ્ધતિસર કામ કરનારા પ્રથમ વ્યક્તિ હતા.

૧૮૬૨માં તેમણે ઈંગ્લિશ પ્રજાને ભારતીય બાબતોથી માહિતગાર બનાવવા માટે ઈસ્ટ ઈન્ડિયન એસોશિયેશન નામનુ વગદાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ બ્રિટનને ભારતની દુર્દશા અને જરૂરિયાતો વિશે સારી રીતે માહિતગાર કરવાનો હતો.

૧૮૭૪માં તેઓ ભારત પાછા ફર્યા હતા. બરોડા રાજ્યના દિવાન તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવવાના હેતુથી ૧૮૮૬માં ફરીથી ઈંગ્લેડ પાછા ફર્યા હતા. ૫ જુલાઈ ૧૮૯૨ ના રોજ તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તેઓ ઈન્ડિયન નેશનાલિઝમના પિતા તરીકે જાણીતા બન્યા હતા.

દાદાભાઈ નવરોજી 
નવરોજી ૧૮૯૨માં

દાદાભાઈની ગણના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક તરીકે થાય છે. તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસના શરૂઆતના વર્ષોમાં સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેમણે ઉદારમતવાદી રસ્તો અપનાવ્યો હતો. તેઓને બ્રિટિશરોમાં વિશ્વાસ હતો પરંતુ બ્રિટિશ રાજકીય વ્યવસ્થાથી તેમની ભ્રમણામાં વધારો થતા તેઓ નિરાશ બન્યા હતા. ૧૯૦૪માં તેમણે સ્વરાજની માંગણી કરી હતી. ગોપાલ કૃષ્ણ ગોખલે અને મોહનદાસ કરમચંદ ગાંધી સહિત યુવા રાષ્ટ્રીય નેતાઓની પેઢી તેમનો એક સલાહકાર તરીકે આદર કરતા હતા.

દાદાભાઈ નવરોજી 
ફ્લોરા ફાઉન્ટેન, મુંબઈ નજીક દાદાભાઇ નવરોજીનું પૂતળું

તેઓનુ સમગ્ર જીવન સાદગી, શુધ્ધતા અને પ્રભાવશાળી રહ્યુ હતું.આવા પ્રભાવશાળી અને સાદગીથી ભરેલા જીવનનો ૩૦ જૂન ૧૯૧૭ ના રોજ અંત આવ્યો હતો. ૯૩ વર્ષની પરિપક્વ ઉંમરે દાદાભાઈનુ મૃત્યુ થયુ હતું. તેમણે એકવાર કહ્યું હતું કે, સંગઠિત થાઓ, સતત પ્રયત્ન કરો અને સેલ્ફ ગવર્મેન્ટ હાંસલ કરો, જેથી લાખો લોકો હાલમાં ગરીબી, દુષ્કાળ અને પ્લેગથી મરી રહ્યા છે તેઓને બચાવી શકાશે.

દાદાભાઈ નવરોજી 
ભારતીય ટપાલ ટિકિટ પર દાદાભાઇ નવરોજી

લેખન કાર્ય

‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા’ (૧૯૦૧) નામે તેમણે કરેલા અધ્યયને ભારતને આર્થિક રાષ્ટ્ર તરીકે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રિ ગોફ્તાર અખબારના સ્થાપક હતા. પારસીઓને તેમના ધર્મ અંગેનુ શિક્ષણ આપવા માટે દાદાભાઈએ ધર્મ માર્ગદર્શક અને રાશ્ત ગોફ્તાર નામના બે ધાર્મિક મેગેઝીન શરૂ કર્યા હતા.

સંદર્ભ

Tags:

નવસારીપારસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

HTMLજન ગણ મનજળ શુદ્ધિકરણસામાજિક નિયંત્રણકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકોળીબીલીસંસ્કૃત વ્યાકરણત્રિપિટકભારતીય ભૂમિસેનાસુષ્મા સ્વરાજવેણીભાઈ પુરોહિતઇસ્લામીક પંચાંગશનિદેવજગન્નાથપુરીરસાયણ શાસ્ત્રગુજરાતી વિશ્વકોશમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ડેન્ગ્યુSay it in Gujaratiહિંદુ ધર્મસ્વદેશીલસિકા ગાંઠભારતનો રાષ્ટ્રધ્વજઅંકશાસ્ત્રસંત કબીરવાલ્મિકીબાબાસાહેબ આંબેડકરરાજા રવિ વર્માબંગાળની ખાડીચામાચિડિયુંઉત્તર પ્રદેશભારતમાં મહિલાઓકાકોરી કાંડગુજરાતનો નાથમણિશંકર રત્નજી ભટ્ટસુંદરવનસંગણકવૈશ્વિકરણગુજરાતી સાહિત્યમહાવીર જન્મ કલ્યાણકપર્વતગુપ્ત સામ્રાજ્યબુધ (ગ્રહ)નગરપાલિકાચોટીલાખેતીકૂચિપૂડિ નૃત્યસંસ્કૃત ભાષાઅમદાવાદ જિલ્લોબારડોલી સત્યાગ્રહનવસારીગોંડલ રજવાડુંઔદ્યોગિક ક્રાંતિએલર્જીવીર્ય સ્ખલનગરબાહનુમાન મંદિર, સાળંગપુરએપ્રિલભરૂચપરશુરામભારતીય ચૂંટણી પંચકાંગડાદુબઇસૂર્યગુજરાતના લોકમેળાઓક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાઘરણનાગલીહિતોપદેશવિરામચિહ્નોછોટાઉદેપુર જિલ્લોબનાસકાંઠા જિલ્લોકૃષ્ણરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)પશ્ચિમ બંગાળ🡆 More