દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન

દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન (અંગ્રેજી: Dachigam National Park) ભારત દેશમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગર ખાતેથી ૨૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક સંરક્ષિત વન્ય વિસ્તાર છે.

દાચીગામનો અર્થ સ્થાનિક ભાષામાં દસ ગામ એવો થાય છે.

દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
સરબંડ જળવિસ્તારની પર્શ્ચાદભૂમિમાં દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
Map showing the location of દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થળજમ્મુ અને કાશ્મીર, ભારત
નજીકનું શહેરશ્રીનગર
અક્ષાંશ-રેખાંશ34°8′14″N 75°2′16″E / 34.13722°N 75.03778°E / 34.13722; 75.03778
વિસ્તાર141 km2 (54 sq mi)
મહત્તમ ઉંચાઇ4267 m (14,000 ft)
ન્યૂનતમ ઉંચાઇ1676 m (5,499 ft)
સ્થાપના૧૯૮૧

આ ઉદ્યાનની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. સમુદ્ર સપાટી કરતાં આ વિસ્તારની સરેરાશ ઊંચાઇ ૨૯૯૦ મીટર જેટલી છે. ઉદ્યાન ઉચ્ચ ઊંચાઇ પર શીતોષ્ણ ક્ષેત્રમાં સ્થિત થયેલ છે. તે ૧૪૧ ચોરસ કિ. મી. વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાનથી સૌથી નજીકનું શહેર શ્રીનગર છે. આ ઉદ્યાન ખાતે જોવા મળતાં મુખ્ય વૃક્ષો– હિમાલયન ભેજવાળી શીતોષ્ણ સદાબહાર વનસ્પતિઓ, ભેજવાળાં પાનખર વૃક્ષો અને ઝાડીઓ, દેવદાર, ચીડ (પાઈન) અને શાહબલુત (ઓક) વગેરે છે. આરંભમાં દાચીગામની સ્થાપના શ્રીનગર શહેરને સ્વચ્છ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે કરવામાં આવી હતી. આ ઉદ્યાન હંગુલ તરીકે ઓળખાતા કાશ્મીર હરણનું નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. વસંત અને શરદ ઋતુમાંના સમયગાળામાં નીચેના વિસ્તારોમાં હિમાલયન કાળા રીંછ જોવા મળે છે. શિયાળામાં હવામાન તે ઊંઘી જાય છે. લાંબી પૂંછડીવાળા માર્મોટ (એક પ્રકારની ખિસકોલી) ઉનાળાની ઋતુમાં ઉપલા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોઇ શકાય છે, જ્યારે ઉંદર પ્રજાતિનાં હરે સસલાં (માઉસ હરે) આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત દાલ સરોવરના સ્ત્રોત વિસ્તારના લગભગ અડધા ક્ષેત્ર પર ફેલાયેલ છે અને આજે પણ શ્રીનગરના રહેવાસીઓ માટે સ્વચ્છ પીવાના પાણી પુરવઠા પૂર્તિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્યાન ખાતે મહત્વની વન્ય પ્રજાતિઓ છે– ચિત્તો, બરફ્ના ચિત્તા, કાળા રીંછ, ભૂરા રીંછ, જંગલી બિલાડી, હિમાલયન માર્મોટ, કસ્તુરી હરણ, સીરો અને લાલ શિયાળ. પક્ષીઓમાં તેતર કોકલાસ અને મોનલ, બુલબુલ, મિનિવેટ, બાર્ડ ગીધ, સોનેરી બાજ સામાન્ય છે. આ ઉદ્યાનમાં ફરવા માટે શ્રેષ્ઠ હવામાન માર્ચ અને જૂન મહિનાઓ વચ્ચે હોય છે. પ્રવાસીઓ માટે આ ઉદ્યાનનમાં લોજ અને આરામગૃહ છે. દાચીગામ બે ભાગમાં વહેંચાયેલું છે. નીચલા દાચીગામ ખાતે પ્રવાસી સરળતાથી જઈ શકે છે, જ્યારે ઉપરના દાચીગામ ખાતે ફરવા માટે આખા દિવસ જેટલો સમય લાગે છે અને મુલાકાત પણ થોડી મુશ્કેલ હોય છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

જમ્મુ અને કાશ્મીરભારતશ્રીનગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાજવાદગુજરાતની ભૂગોળઅવિભાજ્ય સંખ્યાપોલિયોઓઝોન સ્તરવાલ્મિકીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસિરિયારમત-ગમતગાંઠિયો વાપાટલીપુત્રલુણેજભવાઇગુજરાતની નદીઓની યાદીગુજરાતના રાજ્યપાલોઇન્સ્ટાગ્રામપાળીયાદ (તા. ભાવનગર)દાંડી સત્યાગ્રહરામાયણનર્મદબાવળરવિન્દ્રનાથ ટાગોરસુરેન્દ્રનગર જિલ્લોદ્રૌપદીપન્નાલાલ પટેલસીદીસૈયદની જાળીહસ્તમૈથુનમેઘખીજડો૦ (શૂન્ય)ચાણક્યવડોદરાકેરીવિક્રમાદિત્યદ્વારકારાવણકૃષ્ણકુમારસિંહ ગોહીલજય શ્રી રામરાશીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસ્ટીફન હોકિંગરાજકોટવડાપ્રધાનકેદારનાથતાપી નદીહોકાયંત્રC (પ્રોગ્રામિંગ ભાષા)આહીરહર્ષ સંઘવીદિવ્ય ભાસ્કરવિદ્યા બાલનઆયંબિલ ઓળીસંત દેવીદાસલીંબડીવીર્યમહમદ બેગડોમુસલમાનદેવાયત બોદરઅહિંસાઅશ્વગંધા (વનસ્પતિ)શામળાજીવૃશ્ચિક રાશીસરસ્વતીચંદ્રઅબ્દુલ કલામદત્તાત્રેયસપ્ટેમ્બર ૧૭યુગમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કાદુ મકરાણીલજામણીહિંદુદિનકરરાય કેશવલાલ વૈદ્યરાત્રિ સ્ખલનપુ્ષ્ટિમાર્ગ બેઠકબુર્જ દુબઈથરાદજાપાનરામનવમી🡆 More