ગૅલિલિયો ગૅલિલિ

ગેલેલિયો ગેલિલી (Italian pronunciation:ɡaliˈlɛːo ɡaliˈlɛi)(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ – ૮ જાન્યુઆરી ૧૬૪૨), જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો.

તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ", અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે."

ગૅલિલિયો ગૅલિલિ
ગૅલિલિયો ગૅલિલિ
Retrat de Galileu
જન્મ૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ Edit this on Wikidata
પીસા (Duchy of Florence) Edit this on Wikidata
મૃત્યુ૮ જાન્યુઆરી ૧૬૪૨ Edit this on Wikidata
Arcetri (Grand Duchy of Tuscany) Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University of Pisa Edit this on Wikidata
વ્યવસાયAstronomer, તત્વજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, વિશ્વવિદ્યાલયના શિક્ષક, વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની Edit this on Wikidata
સંસ્થા
  • University of Padua (૧૫૯૨–)
  • University of Pisa (૧૫૮૯–) Edit this on Wikidata
માતા-પિતા
  • Yeico Cáceres Edit this on Wikidata
પુરસ્કારો
  • International Space Hall of Fame (૧૯૯૧) Edit this on Wikidata
સહી
ગૅલિલિયો ગૅલિલિ


તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.

તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. સ્ટેલર પેરેલાક્ષ(stellar parallax)ના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા, તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો. આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન(Roman Inquisition) દ્વારા કરવામાં આવી, તેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી. ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.

શરૂઆત નું જીવન

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં થયો હતો. તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતી ના છ બાળક પૈકી એક હતો. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પર થી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચ ના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા, તેજ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

ગૅલિલિયો ગૅલિલિ 
ગેલેલિઓની વહાલસોયી મોટી પુત્રી, વર્જીનીયા (સિસ્ટર મારિયા સેલેસ્ટે), જે પોતાના પિતાને સમર્પિત હતી. તેણીને તેના પિતાની કબર માં દફનાવવામાં આવી.

આમતો ખરેખર ધાર્મિક રોમન કેથોલિક હોવા છતાં, ગેલેલિઓએ મરીના ગમ્બા સાથે ત્રણ અનૌરસ સંતાનો ને જન્મ આપ્યો. અનૌરસ જન્મને કારણે ગેલેલિઓ તેમની પુત્રીઓને પરણાવવા લાયક સમજતો નહોતો, આથી તેમનો એકમાત્ર સંમાનનીય વિકલ્પ ધાર્મિક જીવન હતો. બંને પુત્રીઓ ને સાન માટેઓ ની કોન્વેન્ટમાં મોકલી દેવામાં આવી, જ્યાં તેઓએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યું. જયારે પુત્રને ગેલેલિઓએ કાયદેસર રીતે અપનાવી લીધો અને તેના લગ્ન કરવામાં આવ્યા.

Notes

બાહ્ય કડીઓ

ગૅલિલિયો ગૅલિલિ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
ગૅલિલિયો ગૅલિલિ  શબ્દકોશ
ગૅલિલિયો ગૅલિલિ  પુસ્તકો
ગૅલિલિયો ગૅલિલિ  અવતરણો
ગૅલિલિયો ગૅલિલિ  વિકિસ્રોત
ગૅલિલિયો ગૅલિલિ  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
ગૅલિલિયો ગૅલિલિ  સમાચાર
ગૅલિલિયો ગૅલિલિ  અભ્યાસ સામગ્રી

Tags:

en:Nicolaus Copernicusen:Scientific Revolutionen:Stephen Hawkingen:observational astronomyભૌતિક શાસ્ત્રસ્ટીફન હોકિંગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાવળકમળોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળતાલુકા મામલતદારઅશ્વગંધા (વનસ્પતિ)રાશીદ્વારકાધીશ મંદિરરાજકોટ જિલ્લોપૂનમભારતીય ચૂંટણી પંચઆશાપુરા માતાનિરોધદિલ્હીઅવિભાજ્ય સંખ્યાક્ષય રોગસામાજિક પરિવર્તનભારતમાં પરિવહનચિત્રલેખાચાણક્યએશિયાઇ સિંહજુનાગઢ જિલ્લોબારડોલી સત્યાગ્રહનાગલીસંજુ વાળામીટરકુન્દનિકા કાપડિયાશામળ ભટ્ટરાષ્ટ્રવાદલક્ષદ્વીપએરિસ્ટોટલઅટલ બિહારી વાજપેયીકમ્પ્યુટર હાર્ડવેરરંગપુર (તા. ધંધુકા)મનમોહન સિંહબુધ (ગ્રહ)રમત-ગમતદાહોદવેણીભાઈ પુરોહિતમીન રાશીદલિતબારીયા રજવાડુંચામુંડાજય શ્રી રામઅક્ષાંશ-રેખાંશબહારવટીયોસિકંદરભુજમગરનર્મદદિવેલઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજનેપાળસરસ્વતીચંદ્રલૂઈ ૧૬મોમાણસાઈના દીવાસોમનાથસ્વચ્છતામકર રાશિપંચમહાલ જિલ્લોમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ગ્રહમહેન્દ્ર સિંઘ ધોનીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)જીસ્વાનયુટ્યુબવિદ્યુતભારસપ્તર્ષિતબલાઅશ્વત્થામાહેમચંદ્રાચાર્યઆંકડો (વનસ્પતિ)સંયુક્ત રાષ્ટ્રસંઘભારતીય જનતા પાર્ટીતત્વમસિકેન્દ્રશાસિત પ્રદેશચાચંદ્રગુપ્ત પ્રથમપી.વી. નરસિંહ રાવ🡆 More