તા. લખપત કોટેશ્વર

કોટેશ્વર (તા.

લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભારત - પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.

કોટેશ્વર (તા. લખપત)
—  ગામ  —
કોટેશ્વર (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°41′15″N 68°31′42″E / 23.687594°N 68.528219°E / 23.687594; 68.528219
દેશ તા. લખપત કોટેશ્વર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
તા. લખપત કોટેશ્વર
દરિયાકિનારે આવેલું કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર
તા. લખપત કોટેશ્વર
કોટેશ્વર મંદિર

નામ

કોટેશ્વરનો અર્થ "એક કરોડ ભગવાન" થાય છે.

ઇતિહાસ

આ બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે શોધ્યું હતું એમ મનાય છે. એ વખતે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોવાનું હ્યુ-એન-ત્સાંગના વણન ઉપરથી લાગે છે. આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે. દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સં. ૧૮૭૭માં બંધાયું છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી. અત્યારે કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે એમ લાગે છે. કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો વિખેરાયેલા જોવા મળે છે.

કથા

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

પરિવહન

કોટેશ્વર ભૂજથી ૧૨૫ કિમી દૂર આવેલું છે અને અન્ય હિંદુ ધાર્મિક સ્થાન નારાયણ સરોવર માત્ર ૪ કિમી દૂર છે. કોટેશ્વર રોડથી જિલ્લા મથક ભુજ સાથે જોડાયેલું છે. ભુજથી બસ દ્વારા અને નારાયણ સરોવરથી ચાલીને પણ જઇ શકાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન

Tags:

તા. લખપત કોટેશ્વર નામતા. લખપત કોટેશ્વર ઇતિહાસતા. લખપત કોટેશ્વર પરિવહનતા. લખપત કોટેશ્વર સંદર્ભતા. લખપત કોટેશ્વર બાહ્ય કડીઓતા. લખપત કોટેશ્વરઆંગણવાડીકચ્છકરાચીખેતમજૂરીખેતીગુજરાતજુવારતલપંચાયતઘરપશુપાલનપાકિસ્તાનપ્રાથમિક શાળાબાજરીભારતમગરજકોલખપત તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્રિકેટનો ઈતિહાસરુધિરાભિસરણ તંત્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)દેવભૂમિ દ્વારકા જિલ્લોભચાઉ તાલુકોગંગાસતીગુજરાતી લિપિખેડા જિલ્લોC (પ્રોગ્રામિંગ ભાષા)કમળોશિક્ષકભારતીય સંસદકેન્દ્રશાસિત પ્રદેશSay it in Gujaratiચરક સંહિતાકાઠિયાવાડલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ડીસાભારતીય સિનેમાજામા મસ્જિદ, અમદાવાદજલિયાંવાલા બાગ હત્યાકાંડબોટાદબહારવટીયોમીન રાશીસ્ત્રીખરીફ પાકહનુમાન જયંતીપોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા)ભવાઇબચેન્દ્રી પાલભારતીય ધર્મોભારતીય સ્વતંત્રતા ચળવળપટેલગંગા નદીભારતનું બંધારણગુજરાતીહેલ્લારોદાસી જીવણમહેસાણારવિશંકર વ્યાસકન્યા રાશીદ્વારકાધીશ મંદિરગ્રામ પંચાયતગુજરાતના ધોરીમાર્ગોની યાદીચેતક અશ્વતત્ત્વપ્રીટિ ઝિન્ટામોરારીબાપુચિત્તોડગઢમેઘઅગિયાર મહાવ્રતટાઇફોઇડઆયંબિલ ઓળીકેન્સરઉજ્જૈનતુલા રાશિરબારીમહારાણા પ્રતાપઆંકડો (વનસ્પતિ)ઉત્તર પ્રદેશવર્તુળનો વ્યાસનવરાત્રીભરતનાટ્યમતાપમાનરવિ પાકકાલરાત્રિતાલુકા મામલતદારભેંસપાલીતાણાએપ્રિલ ૧૬વલ્લભભાઈ પટેલનાઝીવાદઇન્દ્રખાવાનો સોડાવલસાડ જિલ્લો૦ (શૂન્ય)🡆 More