ઈંડિયા ગેટ

ઈંડિયા ગેટ (હિંદી: इंडिया गेट) ભારતનું એક રાષ્ટ્રીય સ્મારક છે.

તે ભારતના સૌથી મોટા યુદ્ધ સ્મારકોમાંનું એક છે. નવી દીલ્હીના હૃદય સ્થાને આવેલ આ સ્મારકની પ્રતિકૃતિ સર એડવીન લ્યુટાઈંસ દ્વારા પરિકલ્પિત હતી. શરૂઆતમાં અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું આ સ્થળ દીલ્હીનું પ્રમુખ સ્થળ છે અને તે સમયની બ્રિટિશ ભારતીય સેનાના ૯૦,૦૦૦ સૈનિકોના નામ તેના પર અંકિત છે જેમણે ભારતભૂમિ માટે લડતા ખરેખર તો ભારતમાંની બ્રિટિશ સત્તા માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં અને અફઘાન યુદ્ધોમાં લડતાં લડતાં પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.

ઈંડિયા ગેટ
ઈંડિયા ગેટ ભારત
ઈંડિયા ગેટ
ઈંડિયા ગેટ
For ભારતીય સિપાહીઓ જેઓ
પ્રથમ વિશ્વ યુદ્ધ અને અફઘાન યુદ્ધોમાં શહીદ થયેલા
Established ૧૯૨૧
Unveiled ૧૯૩૧
Location 28°36′46.31″N 77°13′45.5″E / 28.6128639°N 77.229306°E / 28.6128639; 77.229306 near દિલ્હી, ભારત
Designed by એડવીન લ્યુટાઈંસ

શરુઆતમાં કિંગ જ્યોર્જ ૫ ની પ્રતિમા આ ગેટની સામેની અત્યારની ખાલી ચંદરવામાં બિરાજમાન હતી જેને અત્યારે અન્ય મૂર્તિઓ સાથે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા પછી આ સ્થળ ભારતીય સેનાના અજ્ઞાત સિપાહીનો મકબરો જેને અમર જવાન જ્યોત તરીકે પણ ઓળખાય છે તેણે લીધું છે.

ચંદરવો

આ ગેટની એકદમ પાછળ એક ખાલી ચંદરવો આવેલો છે તેની રૂપરેખા પણ લ્યુટાઈંસ દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. આ ચંદરવો ૧૮મી સદીમાં સ્થાપિત મહાબલીપુરમ મંડપોથી પ્રેરીત છે. તેમાં ભારતની સ્વતંત્રતા સુધી કિંગ જ્યોર્જ – ૫ ની પ્રતિમા મૂકાયેલી હતી જેને અત્યારે કોરોનેશન પાર્કમાં મૂકવામાં આવી છે. પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારા જવાનોના નામ આ ગેટ પર લખવામાં આવ્યાં છે.[સંદર્ભ આપો]

અમર જવાન જ્યોતિ

ઈંડિયા ગેટ 
અમર જવાન જ્યોતિ સમાધિ.

ઈંડિયા ગેટની કમાનની નીચે જવાનોની સમાધિ પર ૧૯૭૧થી અજ્ઞાત શહીદ સિપાહીઓની યાદમાં એક જ્યોત અવિરત સળગે છે જેને અમર જવાન જ્યોત કહે છે. આ સમાધિ એક કાળા આરસના કેનોટાફ સ્વરૂપે છે જેના પર એક નાળચા પર ઊભેલી એક રાઈફલ (બંદૂક) છે જેના પર સિપાહીનું હેલ્મેટ છે.

આ કેનોટાફ પોતે પણ એક મંચ પર છે, જેના ચાર ખૂણે ચાર મશાલ અવિરત બળ્યાં કરે છે. આને ૨૬ જાન્યુઆરી ૧૯૭૨માં વડા પ્રધાને ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પગલે પ્રદીપ્ત કરાઈ હતી.

આજે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને તેમજ રાજ મહેમાન માટે આ સ્મારક પર રાષ્ટ્રીય પર્વના દિવસે અને ગણતંત્ર દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરવી આવશ્યક છે. આમ કર્યાં પછી જ તેઓ રાજપથ પરથી પસાર થતી વાર્ષિક પરેડની સલામી ઝીલવા જાય છે.

સ્થળ

૪૨મી ઊંચા ઈંડિયા ગેટની રચના એવા સ્થળ પર છે જ્યાંથી વિવિધ દિશામાં અનેક રસ્તાઓ ફૂટે છે. ત્રાસવાદીઓના હુમલાના ભયને ટાળવા આ સ્થળની આજુ બાજું વાહન પર બંદી આવવાથી હવે વાહન વ્યવહાર ઓછો થયો છે. આ પહેલાં અહીં સતત ટ્રાફિક રહેતું.

રાજપથની આસપાસ બનાવાયેલી ઘાસ બગીચા સાંજના સમયે લોકો દ્વારા ભરાઈ જાય છે, જ્યારે ઈંડિયા ગેટને રોશનીથી સજાવાય છે.

ચિત્રમાલા

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

ઈંડિયા ગેટ ચંદરવોઈંડિયા ગેટ અમર જવાન જ્યોતિઈંડિયા ગેટ સ્થળઈંડિયા ગેટ ચિત્રમાલાઈંડિયા ગેટ આ પણ જુઓઈંડિયા ગેટ બાહ્ય કડીઓઈંડિયા ગેટદિલ્હીપ્રથમ વિશ્વ યુદ્ધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કોણાર્ક સૂર્ય મંદિરસૂર્યમંડળગૂગલબર્માસપ્તર્ષિમીન રાશીનરસિંહ મહેતાબનારસ હિંદુ યુનિવર્સિટીપરેશ ધાનાણીકમ્પ્યુટર હાર્ડવેરકુદરતી આફતોચાંપાનેરગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગુજરાતના રાજ્યપાલોભૂસ્ખલનગુજરાતની નદીઓની યાદીવિરાટ કોહલીભારતીય અર્થતંત્રભાવનગર જિલ્લો૨૦૦૧ ગુજરાત ધરતીકંપસુરતઆંગણવાડીકુંવરબાઈનું મામેરુંલોકનૃત્યસંસ્થાબાવળમણિશંકર રત્નજી ભટ્ટઅહોમભુજભારતના રાષ્ટ્રપતિઓની યાદીવર્ણવ્યવસ્થામહર્ષિ દયાનંદદશરથપૃથ્વીરાજ ચૌહાણઔરંગઝેબમાંડવી (કચ્છ)જામનગરપાલનપુર (વિધાન સભા બેઠક)સમઘનખાવાનો સોડાબહારવટીયોકરાડગેની ઠાકોરહરિશ્ચંદ્રઆખ્યાનકાશ્મીરઉત્તરાખંડસિંધુઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમહાત્મા ગાંધીનું કુટુંબપેશવાસૂર્યમંદિર, મોઢેરાતાનસેનઆરઝી હકૂમતતીર્થંકરશક સંવતઉમાશંકર જોશીલોક સભાપ્રાથમિક શાળાપુ્ષ્ટિમાર્ગ બેઠકધનુ રાશીઆત્મહત્યારૂઢિપ્રયોગઅરવલ્લી જિલ્લોગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)હનુમાન જયંતીયજ્ઞોપવીતમહાત્મા ગાંધીરાજ્ય સભાગુજરાતી સાહિત્યકારોની યાદીમહંત સ્વામી મહારાજપર્વતવીર્ય સ્ખલનપાંડુરંગ શાસ્ત્રી આઠવલેદક્ષિણ ગુજરાતબનાસકાંઠા જિલ્લો🡆 More