અક્ષય કુમાર: ભારતીય અભિનેતા અને નિર્માતા

રાજીવ હરીઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે.

તેમણે ૧૨૦થી વધારે હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

અક્ષય કુમાર
અક્ષય કુમાર: પૂર્વજીવન, અંગત જીવન, ચલચિત્રો
Akshay Kumar at press conference of Once Upon A Time In Mumbai Dobaara
જન્મ૯ સપ્ટેમ્બર ૧૯૬૭ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Don Bosco High School Edit this on Wikidata
જીવન સાથીTwinkle Khanna Edit this on Wikidata
સહી
અક્ષય કુમાર: પૂર્વજીવન, અંગત જીવન, ચલચિત્રો

૧૯૯૦ના દાયકા દરમિયાન અક્ષય કુમારને બોલિવુડના એક્શન હિરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા, જેમણે ખિલાડી (૧૯૯૨), મોહરા (૧૯૯૪) અને સબસે બડા ખિલાડી (૧૯૯૫) જેવી સફળ એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની "ખિલાડી શ્રેણી" થી તેઓ જાણીતા હતા. જોકે યે દિલ્લગી (૧૯૯૪) અને ધડકન (૨૦૦૦) જેવી રોમેન્ટિક અને એક રિશ્તા (૨૦૦૧) જેવી નાટકીય ફિલ્મોમાં કરેલા અભિનય માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.

૨૦૦૧ની અજનબી ફિલ્મમાં "શ્રેષ્ઠ ખલનાયક"ના અભિનય બદલ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. પોતાની હઠીલી છાપમાં ફેરફાર કરવા મથતા કુમારે પાછળથી મોટે ભાગે હાસ્યપ્રધાન ફિલ્મોમાં જ પોતાનું નસીબ અજમાવ્યું હતું. હેરા ફેરી (૨૦૦૦), મુઝસે શાદી કરોગી (૨૦૦૪), ગરમ મસાલા (૨૦૦૫) અને જાનેમન (૨૦૦૬) જેવી ફિલ્મોમાં તેમણે ભજવેલી હાસ્યપ્રધાન ભૂમિકાથી વિવેચકોમાં પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ૨૦૦૭માં તેમની સફળતામાં વધારો થયો હતો, જ્યારે તેમણે સતત ચાર વ્યાપારી રીતે સફળ થયેલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ થવાથી, તેમણે પોતાની જાતને હિંદી ફિલ્મ ઉદ્યોગના આગળ પડતા અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી હતી. 2008માં, કેનેડાના ઓન્ટારિયા ખાતેની યુનિવર્સિટી ઓફ વિન્ડસરે ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ઓનરરી ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી. 2009માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પૂર્વજીવન

અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી હતા. ખૂબ યુવાન ઉંમરથી, તેઓ અભિનયકર્તા, વિશેષરૂપે ડાન્સર તરીકે પ્રસિદ્ધી પામ્યા હતા. કુમાર મુંબઇ આવ્યા તે પહેલા દિલ્હીમાં ચાંદની ચોક નજીક ઉછેર પામ્યા હતા. મુંબઇમાં, તેઓ કોલિવાડા વિસ્તારમાં રહેતા હતા, જે પંજાબીઓનું વર્ચસ્વ ધરાવતો વધુ એક વિસ્તાર હતો. તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રમતગમતમાં રસ લીધો હતો.

તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર બાદ તેઓ ફરી મુંબઇ આવ્યા હતા, જ્યાં તેમણે માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો હતો. તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી. વિદ્યાર્થીએ તેમને એક નાની કંપનીનું મોડલિંગ કામ અપાવ્યું હતું. તેમને અગાઉ દર મહિને વેતન તરીકે રૂ. 4,000 મળતા હતા તેને બદલે કેમેરા સામે બે કલાક સુધી પોઝ આપવાના તેમને રૂ. 5,000 મળ્યા. તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. મોડલિંગના બે ત્રણ મહિનાઓ બાદ, કુમારને અંતે નિર્માતા પ્રમોદ ચર્કવર્તી દ્વારા તેમની ફિલ્મ દીદાર માટે અગ્રણી ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.

કારકીર્દિ

કુમારે બોલિવુડમાં અભિનય કરવાનો પ્રારંભ 1991ની ફિલ્મ સૌગંધ થી કર્યો હતો, જેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ ન હતું. 1992ની રોમાંચક ફિલ્મ ખિલાડી તેમની સૌપ્રથમ મોટી સફળતા હતી, જ્યારે તેમની મોટા ભાગની ફિલ્મો સારી કામગીરી બજાવવામાં નિષ્ફળ જતા 1993માં તેમની પડતી થઇ હતી. જોકે, 1994નું વર્ષ કુમાર માટે સારૂ સાબિત થયું હતું, કેમકે મેં ખિલાડી તુ અનાડી અને મોહરા જેવી ફિલ્મો ખિલાડી ની સફળતા બાદ સારી ચાલી હતી, જે તે વર્ષની સૌથી કમાણી કરનારી ફિલ્મોમાંની હતી. તે વર્ષના અંતમાં, યશ ચોપરાએ તેમને યે દિલ્લગી ફિલ્મમાં લીધા, જે પણ સફળ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેમણે તેમની ભૂમિકા બદલ પ્રશંસા મેળવી હતી, જ્યાં તેમણે રોમેન્ટિક ભૂમિકા બજાવી હતી, જે તેમની એકશન ભૂમિકાઓ કરતા અલગ હતી. પરિણામે તેમણે ફિલ્મફેર અને સ્ટાર સ્ક્રીન પુરસ્કાર સમારંભોમાં શ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકન મેળવ્યું હતું. સમાન વર્ષમાં, કુમારને તેમની ફિલ્મ જેવી કે સુહાગ અને ઓછા ખર્ચે બનેલી એક્શન ફિલ્મ એલાન માં પણ સફળતા મળી હતી. આ તમામ સિદ્ધીઓએ, કુમારને તે વર્ષના સૌથી સફળ કલાકાર તરીકે સ્થાન આપ્યું. 1995માં, તેમની અસફળ ફિલ્મોની સાથે, તેમણે ખિલાડી શ્રેણીની ત્રીજી ફિલ્મ સબસે બડા ખિલાડી ની શરૂઆત કરી, જે સફળ નિવડી હતી. ખિલાડી શ્રેણી સાથે સફળતા સંકળાયેલી છે તે તેમણે સાબિત કરી દીધુ હતું, તેથી તે પછીના વર્ષે તેમણે ખિલાડી નું શીર્ષક ધરાવતી સતત ચોથી સફળ ફિલ્મ ખિલાડીયો કા ખિલાડી માં અભિનય કર્યો, જેમાં તેમણે રેખા અને રવીના ટંડન સાથે કામ કર્યું.

આ ફિલ્મ તે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.

1997માં, કુમારે યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈ માં અભિનય કર્યો હતો, જેના માટે તેણે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું હતું. સમાન વર્ષમાં, તેમણે ખિલાડી શ્રેણીની પાંચમી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસીસ ખિલાડી માં હાસ્યપ્રધાન ભુમિકા કરવાનો પ્રયત્ન કર્યો હતો. શીર્ષકમાં ખિલાડી શબ્દ ધરાવતી તેમની અગાઉની ફિલ્મોમાં બન્યુ હતુ, તેનાથી વિરુદ્ધ તે ફિલ્મ વ્યાપારીક રીતે નિષ્ફળ ગઇ હતી. તે જ રીતે, તેના પછીના વર્ષોમાં પછીની ખિલાડી શ્રેણીની ફિલ્મની રજૂઆત બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. 1999માં, સંઘર્ષ અને જાનવર માં કુમારે તેની ભૂમિકા બદલ વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નફો ન કર્યો હોવા છતાંયે બાદમાં સફળ સાબિત થઇ હતી.

2000માં તેમણે હાસ્યપ્રધાન ફિલ્મ હેરા ફેરી (2000)માં અભિનય કર્યો હતો, જેને ટીકાત્મક અને વ્યાપારી એમ બંને રીતે સફળતા મળી હતી, અને તેઓ જેમ એકશન અને રોમેન્ટિક ભૂમિસ્ટરાની જેમ હાસ્યપ્રધાન ફિલ્મો પણ કરી શકવાની ક્ષમતા દર્શાવી હતી. તેમણે સમાન વર્ષમાં રોમેન્ટિક ફિલ્મ ધડકન માં પણ અભિનય કર્યો હતો, જેણે બોક્સ ઓફિસ પર વ્યાજબી કમાણી કરી હતી. 2001માં, કુમારે અજનબી ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તેમને ભારે પ્રશંસા કમાવી આપી હતી, એટલું જ નહીં તેમને શ્રેષ્ઠ ખલનાયકનો પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. કુમારની આંખે ફિલ્મમાં આંધળા વ્યક્તિની ભૂમિકા બદલ કદર પણ થઇ હતી, તે ફિલ્મ તે વર્ષમાં બોક્સ ઓફિસ પર પણ સફળ થઇ હતી.

હેરા ફેરી ની સફળતાને પગલે, કુમારે આવારા પાગલ દિવાના (2002), મુઝસે શાદી કરોગી (2004) અને ગરમ મસાલા (2005) સહિતની અસંખ્ય હાસ્યપ્રધાન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી અને તેમની ભૂમિકાએ તેમને શ્રેષ્ઠ હાસ્યકલાકાર માટેનો બીજો ફિલ્મફેર પુરસ્કાર જીતાવી આપ્યો હતો.

તેમની એકશન, હાસ્યપ્રધાન અને રોમેન્ટિક ભૂમિકાઓ સિવાય, કુમારે એક રિશ્તા (2001), આંખે (2002), બેવફા (2005) અને Waqt: The Race Against Time (2005)માં નાટ્યાત્મક ભૂમિકા બદલ સ્વાભાવિક અભિરુચિ ભૂમિકા પણ બજાવી હતી.

2006માં તેમણે હેરા ફેરી ના શીર્ષકવાળી ફિલ્મ ફિર હેરા ફેરી માં અભિનય કર્યો હતો. અગાઉ જેમ બન્યુ હતું તેમ સીક્વલ ફિલ્મે બોક્સ ઓફિસ પર ભારે સફળતા પ્રાપ્ત કરી હતી. તે વર્ષના પછીના ભાગમાં તેમણે રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ જાન-એ-મન માં સલમાન ખાન સાથે પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મને તેની ધારણા પ્રમાણે સારો આવકાર મળ્યો હતો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવા છતાં બોક્સ ઓફિસ પર સારી કામગીરી બજાવી શકી ન હતી. ફિલ્મે કંગાળ દેખાવ કર્યો હોવા છતાંયે તેમની શરમાળ, પ્રેમાળ છોકરા તરીકેની ભૂમિકાને વખાણવામાં આવી હતી. તેમણે હાસ્યપ્રધાન ફિલ્મ ભાગમ ભાગ માં અભિનય કરીને વર્ષ પૂરું કર્યું હતું, જે સફળ થઇ હતી. સમાન વર્ષમાં, તેમણે સૈફ અલી ખાન, પ્રિતી ઝીન્ટા, સુસ્મિતા સેન અને સેલિના જેટલી સાથે હીટ 2006 વૈશ્વિક પ્રવાસનું નેતૃત્ત્વ કર્યું હતું.

2007નું વર્ષ આ ઉદ્યોગમાં તેમની કારકીર્દી દરમિયાનનું સૌથી વધુ સફળ વર્ષ સાબિત થયું હતું અને જેમ બોક્સ ઓફિસના વિશ્લષકો દ્વારા વર્ણવવામાં આવ્યું હતું તેમ, "આ અભિનેતા એકપણ નિષ્ફળ ફિલ્મ સિવાય સતત ચાર સફળ ફિલ્મો સાથે અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનેતા છે." તેમની પ્રથમ રજૂઆત, નમસ્તે લંડન , વિવેચનાત્મક અને વ્યાપારી રીતે સફળ થઇ હતી અને તેમની ભૂમિકાએ ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન અપાવ્યું હતું. વિવેચક તરન આદર્શે ફિલ્મમાં તેમની ભૂમિકા બદલ લખ્યું હતું, "તેઓ ફિલ્મમાં દમદાર ચિત્રાંકન સાથે ફિલ્મ જોનારા કરોડો દર્શકોના હૃદય જીતી લેશે તે ચોક્કસ છે." તે પછીની તેમની બે ફિલ્મો, હે બેબી અને ભૂલભૂલૈયા , ને પણ બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. કુમારની તે વર્ષની છેલ્લી રજૂઆત, વેલકમ , બોક્સ ઓફિસ પર ભારે સફળ થઇ હતી, જેણે બ્લોકબસ્ટરનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો અને સાથે સાથે સતત પાંચમી સફળ ફિલ્મ પૂરવાર થઇ હતી. તે વર્ષમાં રજૂ થયેલી કુમારની તમામ ફિલ્મોએ વિદેશી બજારોમાં પણ સારી કામગીરી બજાવી હતી.

2008ની કુમારની પ્રથમ ફિલ્મ, ટશન દ્વારા 11 વર્ષ પછી યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ પરત ફર્યા. લોકો દ્વારા ખૂબ આશાઓ હોવા છતાં, આ ફિલ્મ વિવેચનાત્મક અને વ્યાપારી દ્રષ્ટિએ નિષ્ફળ નિવડી હતી. તેમની બીજી ફિલ્મ, સિંઘ ઇઝ કિંગ બોક્સ ઓફિસ પર ભારે સફળ નીવડી હતી અને જે અગાઉ સૌથી વધુ આંક ધરાવતી હતી તેવી ઓમ શાંતિ ઓમ નો પ્રથમ સપ્તાહનો વૈશ્વિક રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેમની તે પછીની ફિલ્મ એનિમેટેડ ફિલ્મ હતી જંબો.

2009માં, કુમારે વોર્નર બ્રધર્સ-રોહન સિપ્પીના પ્રોડક્શન હેઠળની ચાંદની ચોક ટુ ચાઇના માં દિપીકા પાદુકોણ સાથે અભિનય કર્યો. નિખીલ અડવાણી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટીકાત્મક અને વ્યાપારી રીતે નિષ્ફળ નીવડી હતી. કુમારની તે પછીની રજૂઆત 8 x 10 તસવીર હતી. નાગેશ કુકુનૂર દિગ્દર્શિત, ફિલ્મ ટીકાત્મક અને વ્યાપારી રીતે નિષ્ફળ નીવડી હતી. તે પછીની ફિલ્મ કમ્બખ્ત ઇશ્ક બોક્સ ઓફિસ પર સરેરાશથી થોડી વધુ સફળ સાબિત થઇ હતી. કુમારની ફિલ્મ બ્લ્યુ 16 ઓક્ટોબર, 2009ના રોજ રજૂ થઇ હતી. બ્લ્યુ એ બોક્સ ઓફિસ પર આશરે રૂ. 42 કરોડ એકત્ર કર્યા હતા અને સરેરાશ ફિલ્મ જાહેર કરાઇ હતી. તેમની 2009ની છેલ્લી રજૂઆત પ્રિયદર્શનની દે ધના ધન હતી, જેને સરેરાશથી થોડી વધારે સફળ જાહેર કરવામાં આવી હતી.

કુમારે કલર્સ ચેનલ દ્વારા સફળ ફિયર ફેક્ટર-ખતરો કે ખિલાડી ના યજમાન તરીકે નાના પડદે સૌપ્રથમ વાર દેખા દીધી હતી.

અંગત જીવન

પીઢ અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડીયાની પુત્રી, અભિનેત્રી, ટ્વીન્કલ ખન્ના સાથે બે વાર સગપણ કર્યા બાદ અંતે તેમણે 14 જાન્યુઆરી 2001ના રોજ તેની સાથે લગ્ન કરી લીધા હતા. 15 સપ્ટેમ્બર, 2002ના રોજ તેમના પુત્ર આરવનો જન્મ થયો હતો.

2007માં મુંબઇના અગ્રણી ટેબ્લોઇડે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે કુમાર અને તેમના પત્ની અલગ પડી ગયા છે અને કુમાર ઘરમાંથી ચાલ્યા ગયા છે અને હોટેલમાં રહે છે. 26 જુલાઇ, 2007ના રોજ આ દંપતિએ ટેબ્લોઇડને કાનૂની નોટિસ મોકલી હતી, જેમાં આ અફવા ખોટી હોવાની જાહેરાત કરી હતી. કુમારે જણાવ્યું:

The article is a clear representation of careless and irresponsible journalism. The freedom of press comes with responsibilities, which seems to have been put aside to give way to shock value journalism.

લેક્મે ફેશન વીક દરમિયાન ખન્નાએ કુમારના જિન્સના બટન ખોલી નાખ્યા હતા, તે ક્રિયા સામે એપ્રિલ 2009માં વાકોલા પોલીસ સ્ટેશને અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 294 હેઠળ એક એફઆઇઆર નોંધાઇ હતી.

ચલચિત્રો

વર્ષ શીર્ષક પાત્ર નોંધ
૧૯૯૧ સૌગંધ શિવા
૧૯૯૨ ડાન્સર રાજા
મિસ્ટર બોન્ડ મિસ્ટર બોન્ડ
ખિલાડી રાજ મલ્હોત્રા
દીદાર આનંદ મલ્હોત્રા
૧૯૯૩ અશાંત વિજય
દિલ કી બાઝી વિજય
કાયદા કાનૂન દૌડ
વક્ત હમારા હૈ વિકાસ સબકુચવાલા
સૈનિક સુરજ દત્ત
૧૯૯૪ એલાન વિશાલ ચૌધરી
યે દિલ્લગી વિજય સેહગલ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
જય કિશન જય વર્મા/કિશન
મોહરા અમર સક્સેના
મેં ખિલાડી તું અનાડી કરન જોગલેકર
ઇક્કે પે ઇક્કા રાજીવ
અમાનત અમર
સુહાગ રાજ
નઝર કે સામને જય કુમાર
ઝખ્મી દિલ જયદેવ આનંદ
ઝાલિમ રવિ
હમ હૈ બેમિસાલ વિજય સિન્હા
૧૯૯૫ પાંડવ વિજય
મૈદાન એ જંગ કરન
સબસે બડા ખિલાડી વિજય કુમાર/લલ્લુ
૧૯૯૬ તુ ચોર મે સિપાહી અમર વર્મા
ખિલાડીયો કા ખિલાડી અક્ષય મલ્હોત્રા
સપૂત પ્રેમ
1997 લહુ કે દો રંગ સિકંદર દવાઇ
ઇન્સાફ: ધ ફાઇનલ જસ્ટિસ વિક્રમ
દાવા અર્જુન
તરાઝુ ઇન્સ્પેક્ટર રામ યાદવ
મિસ્ટર એન્ડ મીસીસ ખિલાડી રાજા
દિલ તો પાગલ હૈ અજય
અફલાતૂન રોકી/રાજા
૧૯૯૮ Keemat: They Are Back દેવ
અંગારે અમર
બારુદ જય શર્મા
૧૯૯૯ આરઝૂ વિજય ખન્ના
ઇન્ટરનેશલ ખિલાડી રાહુલ "દેવરાજ"
ઝુલ્મી રાજ
સંઘર્ષ પ્રોફેસર અમન વર્મા
જાનવર બાદશાહ/બાબુ લોહાર
૨૦૦૦ હેરા ફેરી રાજુ
ધડકન રામ
ખિલાડી ૪૨૦ દેવ કુમાર/આનંદ કુમાર
૨૦૦૧ Ek Rishtaa: The Bond of Love અજય કપૂર
અજનબી વિક્રમ બજાજ વિજેતા , ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર
૨૦૦૨ હા મૈને ભી પ્યાર કિયા રાજ મલ્હોત્રા
આંખે વિશ્વાસ પ્રજાપતિ
આવારા પાગલ દિવાના ગુરૂ ગુલાબ ખત્રી
જાની દુશ્મન: એક અનોખી કહાની અતુલ તૂતુલ કાર્પૂલ
૨૦૦૩ તલાશ અર્જુન
અંદાઝ રાજ મલ્હોત્રા
૨૦૦૪ ઘર ગૃહસ્થી વિશેષ કલાકાર
ખાકી સિનીયર ઇન્સ્પેક્ટર શેખર વર્મા નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
પોલીસ ફોર્સ વિજય સિંહ
આન ડીસીપી હરિઓમ પટનાયક
મેરી બીવી કા જવાબ નહી ઇન્સ્પેક્ટર અજય
મુઝશે શાદી કરોંગી અરૂણ "સન્ની" નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર
નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ કોમેડિયન પુરસ્કાર
હત્યા: ધ મર્ડર રવિ
ઐતરાઝ રાજ મલ્હોત્રા
અબ તુમ્હારે હવાલે વતન સાથીયો મેજર રાજીવ
૨૦૦૫ ઇન્સાન અમજદ
બેવફા રાજા
વક્ત આદિત્ય ઠાકુર
ગરમ મસાલા મકરંદ "મેક" વિજેતા , ફિલ્મફેર બેસ્ટ કોમેડીયન એવોર્ડ
દીવાને હુયે પાગલ રોકી હીરાનંદાણી
દોસ્તી: ફ્રેન્ડસ ફોરેવર રાજ મલ્હોત્રા
૨૦૦૬ ફેમિલી- ટાઇઝ ઓફ બ્લડ શેખર ભાટિયા
મેરે જીવન સાથી વિકી
હમકો દીવાના કર ગયે આદિત્ય મલ્હોત્રા
ફિર હેરા ફેરી રાજુ
જાન-એ-મન અગત્સ્ય રાવ "ચંપુ"
ભાગમ ભાગ બંટી
૨૦૦૭ નમસ્તે લંડન અર્જુન સિંહ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
હે બેબી આરુષ મેહરા
ભૂલ ભૂલૈયા ડો. આદિત્ય શ્રીવાસ્તવ
ઓમ શાંતિ ઓમ પોતે વિશેષ કલાકાર
વેલકમ રાજીવ સૈની
૨૦૦૮ ટશન બચ્ચન પાંડે
સિંઘ ઇઝ કિંગ હેપ્પી સિંહ નામાંકન, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર
નામાંકિત, શ્રેષ્ઠ અભિનેતા માટે એસિયન ફિલ્મ એવોર્ડ
જંબો જંબો (voice) પ્રથમ એનિમેટેડ ફિલ્મ માટે અવાજ આપ્યો
૨૦૦૯ ચાંદની ચોક ટુ ચાઈના સિધુ શર્મા
૮ X ૧૦ તસવીર જય પુરી /જીત
કમ્બખ્ત ઇશ્ક વિરાજ શેરગીલ
બ્લ્યુ આરવ
દે ધના ધન નિતીન બન્કર
૨૦૧૦ હાઉસફુલ આરૂષ
ખટ્ટા મીઠા સચિન ટીચકુલે
એકસન રિપ્લે કિશન કુમાર
“તીસ માર ખાન” તરબેઝ મિર્ઝા ખાન
૨૦૧૧ પતિયાલા હાઉસ પ્રગટ સિંહ કહલોન
થેંક યુ કિશન
દેસી બોયઝ જીગ્નેશ પટેલ
૨૦૧૨ હાઉસફુલ -2 સની
રાઉડી રાઠોર વિક્રમ રાઠોર
જોકર રાજકુમાર
ઓહ માયગોડ ભગવાન ક્રિષ્ના
ખિલાડી ૭૮૬ બહતર સિંહ
૨૦૧૩ બોસ સૂર્ય કાન્ત શાસ્ત્રી
બોમ્બે ટોકીઝ
દિલ પરદેસી હો ગયા
સ્પેશિયલ ૨૬
વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ દોબારા શોએબ ખાન
૭૨ માઈલ – એક પ્રવાસ
૨૦૧૪ હોલિડે વિરાટ બક્ષી
અંતર અખીલ લોખંડે
ફુગલી
એન્ટરટેઇન્મેન્ટ
ધ શૌકિન્સ
૨૦૧૫ બેબી અજય
ગબ્બર ઇસ બેક ગબ્બર
બ્રધર્સ ડેવિડ ફર્નાન્ડિઝ
સિંહ બ્લિન્ગ ઝડપ સિંહ
૨૦૧૬ એરલિફ્ટ રણજીત કાત્યાલ
હાઉસફુલ ૩ સેન્ડી
રૂસ્તમ રૂસ્તમ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અક્ષય કુમાર પૂર્વજીવનઅક્ષય કુમાર અંગત જીવનઅક્ષય કુમાર ચલચિત્રોઅક્ષય કુમાર સંદર્ભોઅક્ષય કુમાર બાહ્ય કડીઓઅક્ષય કુમાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હેમચંદ્રાચાર્યપ્લેટોહનુમાન જયંતીહિસાબી ધોરણોજામ રાવલમહાત્મા ગાંધીકચ્છ જિલ્લોહરદ્વારભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગુજરાતનાં હવાઈમથકોવિનાયક દામોદર સાવરકરહુમાયુસુંદરવનબુધ (ગ્રહ)મકરંદ દવેસાપુતારાચાવડા વંશસિદ્ધપુરચોરસસુરેન્દ્રનગર જિલ્લોગૌતમ બુદ્ધવિશ્વ હિમોફિલિયા દિવસનરેશ કનોડિયાખીજડોમોહેં-જો-દડોયુનિફોર્મ રિસોર્સ લોકેટરજય શ્રી રામઅંજીરઑસ્ટ્રેલિયાવિઘાસંયુક્ત આરબ અમીરાતક્રોમાબ્રાઝિલગુરુત્વાકર્ષણઆનંદીબેન પટેલકલમ ૩૭૦વાઘકલાપાકિસ્તાનપર્યટનગોળમેજી પરિષદદશેરાબ્રહ્માંડઇતિહાસહોકાયંત્રઆખ્યાનલોકસભાના અધ્યક્ષયુટ્યુબદ્વારકાગંગા નદીદહીંઆણંદ જિલ્લોગુજરાતી ભાષાવિકિપીડિયાકોળુંઆસનહિંમતનગરસ્વાધ્યાય પરિવારલોકનૃત્યજિજ્ઞેશ મેવાણીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)નારાયણ સ્વામી (ભજનીક)ચરક સંહિતાબારડોલી સત્યાગ્રહબાલમુકુન્દ દવેગાંધી આશ્રમગુજરાતનો નાથવાસુદેવ બળવંત ફડકેવાલ્મિકીચિત્તોડગઢસુરેશ જોષીહસમુખ પટેલદ્રૌપદીમાર્ચવર્ણવ્યવસ્થાઉંબરો (વૃક્ષ)આહીરકામસૂત્રમોખડાજી ગોહિલ🡆 More