સૂર્યમંડળ

સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે.

આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળોનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળ પરિવારના લગભગ 8 જેટલા ગ્રહોની પરિભ્રમણ કક્ષા ગોળાકાર હોય છે. આ પ્રકારના ગ્રહોની સપાટી સમતળ હોય છે, જેને કાન્તિવૃત્ત કહેવામાં આવે છે. અંદરની બાજુના ચાર નાના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહો ખડકો અને ધાતુઓના બનેલા હોય છે અને સપાટીની દ્રષ્ટિએ ઠોસ હોય છે. બહારની બાજુના ચાર ગ્રહોઃ આ ગ્રહોમાં ગુરૂ,શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. આ ગ્રહોને ગેસના ગોળાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા હોય છે તેમજ તેઓ પાર્થિવ ગ્રહો કરતા વિશાળ કદના હોય છે.

સૂર્યમંડળ
સુર્યમંડળના ગ્રહો અને નાના ગ્રહોકદને માપવાના છે, પરંતુ સૂર્થી સંબધિત અંતર નથી.

સૂર્યમંડળને નાના અવકાશી પદાર્થોથી બનેલા બે અન્ય પ્રાંતોનું પણ ઘર માનવામાં આવે છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે ઉલ્કા ઓના સમૂહનો એક પટ્ટો પથરાયેલો હોય છે જેમાં રહેલા અવકાશી પદાર્થો પાર્થિવ ગ્રહો જેવા જ હોય છે. આ ગ્રહો પણ ધાતુ તેમજ ખડકોના બનેલા હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાથી આગળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે. આ તમામ પદાર્થો મુખ્યત્વે ઠંડા પદાર્થો જેવા કે પાણી, બરફ, એમોનિયા અને મિથેન જેવા પદાર્થોના બનેલા છે. આ પ્રદેશોમાં પાંચ સ્વતંત્ર અવકાશી પદાર્થો જેવા કે સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ આવેલા છે. આ પદાર્થોનું ઘનત્વ ખૂબ જ વધારે હોય છે તેમજ તેમનું ગુરૂત્વાકષર્ણ બળ પણ વધારે હોય છે. એટલે જ તેમને વામન કદના વિશાળ તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પ્રદેશોમાં હજારોની સંખ્યામાં નાના અવકાશી તત્વો ઉપરાંત નાના અવકાશી પદાર્થોની વસતી પણ રહેલી છે. જેમાં કોમેટ્સ, સેન્ટાર્સ અને અંતિરક્ષની રજકણોનો સમાવેશ થાય છે. આ પદાર્થો બંને પ્રદેશોની વચ્ચે મુક્તપણે અવર-જવર કરતાં હોય છે.

સૂર્ય પવનોમાં આયન અને વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતો વાયુ ધરાવે છે. આ વાયુ તારાઓની વચ્ચેના રહેલા માધ્યમમાં એક પરપોટાનું નિર્માણ કરે છે જેને હિલિઓસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિસ્તરણ સમતળ સપાટી સુધી થાય છે. પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ લાંબાગાળાના ધૂમકેતુના સ્રોત તરીકેની ભૂમિકા ભજવે છે. આ વાદળ હિલોસ્ફિયર કરતાં હજારો ગણું દૂર હોઇ શકે છે. છ ગ્રહો અને ત્રણ દ્વાર્ફ ગ્રહોની ફરતે કુદરતી ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. સામાન્યતઃ તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ચંદ્ર બાદ તમામ ચાર બહારના ગ્રહો અવકાશી રજકણ અને અન્ય પદાર્થોથી બનેલી રિંગથી ઢંકાયેલા હોય છે.

શોધ અને નીરિક્ષણ

હજારો વર્ષો સુધી માનવજાતિમાં કેટલાક અપવાદોને બાદ કરતાં સૂર્યર્મંડળના અસ્તિત્વનો કોઇને ખ્યાલ નહોતો. તેઓ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને તે બ્રહ્માંડની મધ્યમાં આવેલી છે. તેમજ અવકાશમાં વિહરતા પવિત્ર પદાર્થોથી તે નિરપવાદપણે અલગ છે. જોકે ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ અને ગ્રીકના તત્વચિંતક એરિસ્ટ્રેશસ ઓફ સામોસે સૂર્યકેન્દ્રી બ્રહ્માંડ અંગેનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ નિકોલસ કોપરનિકસ ગાણિતિક દ્રષ્ટિએ સૂર્યકેન્દ્રી વ્યવસ્થાનું ભાવિ ભાખનાર પ્રથમ વૈજ્ઞાનિક હતો. સત્તરમી સદીના તેના અનુગામીઓ ગેલિલિયો ગેલિલી,જ્હોન્સ કેપલર અને આઇસેક ન્યૂટન આ બધાએ ભૌતિકશાસ્ત્ર અંગેની સમજ ઊભી કરી હતી જેના કારણે ધીમે-ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેમજ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવી જ રીતે અન્ય ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તાજેતરના સમયમાં ટેલિસ્કોપમાં આવેલાં પરિવતર્નો અને માનવરહિત અવકાશયાનના ઉપયોગ મારફતે ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા ખડકો અને ક્રેટર્સ જેવા ભૂસ્તરશાસ્ત્રને લગતા પદાર્થોના અભ્યાસ અને સંશોધન સક્ષમ બન્યાં છે. આ ઉપરાંત ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા વાદળો, રજકણનાં તોફાનો અને આઇસ કેપ્સ જેવા મોસમગત સંશોધનો પણ સરળ બન્યાં છે.

માળખું

સૂર્યમંડળ 
સૂર્ય મંડળના શરીરમાંના ગ્રહોને માપવાના છ (ઘડિયાળના કાંટા પ્રમાણે ટોચથી ડાબી તરફ)

સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય છે. સૂર્યમંડળનો જી2 પ્રકારનો આ [[મુખ્ય તારો|મુખ્ય તારો]] મંડળના 99.86 ટકા જેટલા ભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમના ઉપર ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભુત્વ ધરાવે છે. સૂર્યની ભ્રમણકક્ષાના ચાર મુખ્ય અંગો છે. ગેસના ગોળાઓ બાકીના 99 ટકા પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ ગુરૂ અને શનિનું પ્રદાન 90 ટકા જેટલું રહેલું છે.[c]

સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા વિશાળ કદના પદાર્થો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેલા છે. જેને કાન્તિવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહો કાન્તિવૃત્તની ખૂબ જ નજીક આવેલા હોય છે જ્યારે ધૂમકેતુઓ અને ક્વાઇપર પટ્ટે તેના કરતાં નોંધપાત્ર રીતે દૂર આવેલો છે. તમામ ગ્રહો અને મોટા ભાગના અન્ય અવકાશી પદાર્થો સૂર્યની સાથે જ અને તેની દિશામાં જ પરિભ્રમણ કરે છે. (સૂર્યના ઉત્તર ધ્રુવ ઉપરથી જોઇ શકાય છે તે રીતે દક્ષિણાવર્ત). જોકે આમાં હેલીના ધૂમકેતુ જેવા અપવાદો પણ છે. વધારે પડતાં અંતર સાથે તાલ મિલવવા માટે સૂર્યમંડળના ઘણા અવકાશી પદાર્થો સરખા અંતરે આવેલા હોય છે. હકીકતમાં જોઇએ તો થોડા અપવાદો સાથે ગ્રહો કે પટ્ટાનું અંતર સૂર્યથી અને તેની આગલી ભ્રમણકક્ષાથી વધારે હોય છે. દા.ત. શુક્ર બુધ કરતાં સૂર્યથી 0.33 એસ્ટ્રો યુનિટ (એયુ) (AU)[d] દૂર આવેલો છે. જ્યારે શનિ ગુરૂ કરતાં 4.3 એયુ અને નેપ્ચ્યુન યુરેનસ કરતા 10.5 એયુ દૂર આવેલો છે. ભ્રમણ કક્ષા વચ્ચે રહેલાં અંતર વચ્ચેનો સહસબંધ જાણવા અંગેના ટિટિયસ બોડે નિયમ જેવા પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ કોઇ ચોક્કસ અભ્યાસને માન્યતા આપીને સ્વીકારવામાં આવ્યો નથી.

કેપલરના ગ્રહોની ગતિના નિયમમાં સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા પદાર્થોની ભ્રમણ કક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેપલરના નિયમ અનુસાર દરેક પદાર્થ સૂર્ય સાથે એક જ કેન્દ્રની આસપાસ દીર્ઘ વર્તુળાકારે ફરે છે. નાની તેમજ મધ્યમ ધરી ધરાવનારા અને સૂર્યની નજીક રહેલા ગ્રહોનાં વર્ષો ટૂંકા હોય છે. લંબગોળાકારે પરિભ્રમણ દરમિયાન દરેક ગ્રહનું સૂર્યથી અંતર તેનાં વર્ષોને આધારે અલગ અલગ થાય છે. જ્યારે કોઇ ગ્રહ સૂર્યની સૌથી વધુ નજીક આવી જાય તેને પેરિહિલિયન કહેવામાં આવે છે જ્યારે તે સૂર્યથી ખૂબ જ દૂર જતો રહે તેને એફેલિયન કહેવામાં આવે છે. પેરિહિલિયન દરમિયાન દરેક ગ્રહો ઝડપી ગતિએ ભ્રમણ કરતા હોય છે જ્યારે એફિલિયન દરમિયાન તેઓ ધીમી ગતિએ પરિભ્રમણ કરતા હોય છે. મોટાભાગના અવકાશી પદાર્થોની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર જેવી હોય છે પરંતુ ધૂમકેતુઓ, એસ્ટોઇડ્સ અને ક્વાઇપર પટ્ટામાં રહેલા અવકાશી પદાર્થો અતિશય લંબગોળાકારે પરિભ્રમણ કરતા હોય છે.

સૂર્યમંડળમાં રહેલા દરેક ગ્રહોને પોતાનું એક ગૌણ મંડળ પણ હોય છે. ઘણા બધા પદાર્થો ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે જેમને કુદરતી ઉપગ્રહો અથવા તો ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકીના કેટલાક તો બુધ ગ્રહ કરતાં પણ વિશાળ હોય છે. મોટાભાગના વિશાળ કુદરતી ઉપગ્રહો સરખી ગતિએ ફરતા હોય છે તેમનો એક ભાગ તે જે ગ્રહની આસપાસ ફરતો હોય તેની તરફ રહે છે. ચાર વિશાળ ગ્રહોને એટલે કે ગેસના ગોળાઓને ફરતે અવકાશી પદાર્થોથી બનેલી એક રિંગ આવેલી હોય છે. આ રિંગો અવકાશી પદાર્થોની બનેલી પાતળી પટ્ટી જેવી હોય છે અને તે ગ્રહોને ફરતે એકાકારે ફરતી હોય છે.

પરિભાષા

કેટલીક વખત સૂર્યમંડળને વિવિધ પ્રાંતોમાં વહેંચવામાં આવે છે. અંદરનાં સૂર્યમંડળમાં ચાર ટેરેસ્ટેરિયલ એટલે કે પાર્થિવ ગ્રહો અને મુખ્ય એસ્ટરોઇડ પટ્ટાનો સમાવેશ થાય છે. ચાર ગેસના વિશાળ ગોળાઓ સહિતનું બહારનું સૂર્યમંડળ એસ્ટરોઇડ પટ્ટાની બહાર આવેલું હોય છે. સૂર્યમંડળના સૌથી બહારના કે દૂરના ભાગ તરીકે ક્વાઇપર પટ્ટાને ઓળખવામાં આવે છે. આ પટ્ટો સ્પષ્ટપણે જોઇ શકાય તેવો છે અને તેમાં નેપ્ચ્યુનની પેલે પાર આવેલા પદાર્થોનો સમાવેશ થાય છે.

ગતિની દૃષ્ટિએ અને સ્થૂળ રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થોનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કરી શકાય ગ્રહો , દ્વાર્ફ ગ્રહો અને સૂર્યમંડળના નાના પદાર્થો . ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એ પ્રકારનો પદાર્થ છે કે જેની પાસે પોતાને ગોળાકાર આકાર આપવા માટે પૂરતાં તત્વો ધરાવે છે અને તેણે તેની આસપાસના નાના અવકાશી પદાર્થોને સાફ કરી નાખ્યા છે. આ વ્યાખ્યા અનુસાર જોવામાં આવે તો સૂર્ય મંડળમાં 8 જાણીતા ગ્રહો આવેલા છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ વ્યાખ્યા પ્લુટોને લાગુ નથી પડતી, કારણ કે તેણે તેની ભ્રમણ કક્ષામાં રહેલા અવકાશી પદાર્થોને સાફ નથી કર્યા.દ્વાર્ફ ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એવો અવકાશી પદાર્થ છે કે જે પોતાના ગુરૂત્વાકર્ષણ બળને આધારે પરિભ્રમણ કરવાને સક્ષમ છે પરંતુ તેણે તેની આસપાસના અવકાશી પદાર્થોના સમૂહને સાફ નથી કર્યા તેમજ તે ઉપગ્રહ પણ નથી. આ વ્યાખ્યા પ્રમાણે જોઇએ તો સૂર્યમંડળમાં કુલ પાંચ દ્વાર્ફ ગ્રહો આવેલા છે. સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ ભવિષ્યમાં કેટલાક અવકાશી પદાર્થોને પણ દ્વાર્ફ ગ્રહો તરીકે ગણવામાં આવી શકે છે જેમાં સેધા, ઓર્કસ અને ક્વાઓરનો સમાવેશ થાય છે. જે દ્વાર્ફ ગ્રહો ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશમાં પરિભ્રમણ કરે છે તેમને "પ્લુટોઇડ"ના નામે ઓળખવામાં આવે છે. આ સિવાયના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થોને સૂર્યમંડળના નાના પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે.

ખગોળ વૈજ્ઞાનિકો સૂર્યમંડળમાં મળી આવેલા વિવિધ પદાર્થોને ધ્યાનમાં રાખીને ગ્રહોનું વર્ગીકરણ કરતી વખતે વાયુ , બરફ અને ખડક જેવી પરિભાષાનો પ્રયોગ કરે છે. ખડક શબ્દનો પ્રયોગ ઊંચુ તાપમાન ધરાવતા વરાળ જેવા પદાર્થોથી બનેલા તત્વોના કે ગલનબિંદુના વર્ણન માટે વાપરવામાં આવે છે. આ પ્રકારના તત્વો અવકાશી પદાર્થોના સમૂહની વચ્ચે તમામ પ્રકારની સ્થિતિમાં સખત રહે છે. ખડકોમાં રહેલા પદાર્થોમાં સિલિકેટ્સ અને નિકલ તેમજ લોખંડ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે. સામાન્યતઃ અંદરના સૂર્યર્મંડળમાં અમુક વસ્તુઓ સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ તેનાથી બનેલા હોય છે. વાયુઓ અત્યંત નીચું ગલનબિંદુ અને વરાળનું ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા પદાર્થો છે. જેમાં રાસાયણિક રૂપલ ગુમાવ્યા વિનાનો હાઇડ્રોજન, હિલિયમ, નિયોન વગેરેનો સમાવેશ થાય છે. આ પદાર્થો અવકાશના ગેસવાળા વિસ્તારોમાં રહે છે. આ તમામ સૂર્યમંડળના મધ્યભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે જેમાં ગુરૂ અને શનિનો સમાવેશ થાય છે. પાણી, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા બરફ નું ગલનબિંદુ અમુક સો કેલ્વિન જેટલું હોય છે. જ્યારે તેમની કળા પરિસરતું દબાણ અને તાપમાન ઉપર આધાર રાખે છે. આ તમામ પદાર્થો સૂર્યમંડળની વિવિધ જગ્યાઓ ઉપર બરફ, પ્રવાહી અને વાયુના સ્વરૂપે જોવા મળે છે. જ્યારે સૂર્યમંડળથી દૂરના પ્રદેશોમાં તેઓ સખત કે ગેસવાળા પદાર્થો તરીકે જોવા મળે છે. મોટા ભાગના વિશાળ ઉપગ્રહો ઉપર બર્ફીલા પદાર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન (કહેવાતા બરફના વિશાળ ગોળાઓ) ઉપરાંત નેપ્ચ્યુનની પેલે પાર રહેલા અસંખ્ય અવકાશી પદાર્થો ઉપર તે જોવા મળે છે. ગેસ અને બરફ બંનેને સંયુક્ત રીતે વોલેટાઇલ એટલે કે અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્ય

સૂર્યમંડળ 
સંકેતસ્થાનનું વહન, ગ્રાહની તુલનામાં સૂર્યનું કદ દર્શાવે છે.

સૂર્ય એ સૂર્યમંડળનો એક તારો છે. તે તેના મુખ્ય ઘટકોથી દૂર આવેલો છે. તેનું [[વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના ગર્ભ|વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના [[ગર્ભ]][16]વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના [[ગર્ભ]]માં તાપમાન અને ઘનત્વ પેદા કરે છે જે પરમાણુ સંયોજનનો ભાર ઝીલવાને સક્ષમ હોય છે. સૂર્ય પ્રચંડ ઉર્જા પેદા કરે છે. મોટાભાગની ઊર્જા અવકાશમાં રેલાઇ જતી હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી 400 થી 700 NM બેન્ડ જેટલો પ્રકાશ ઉત્પાન્ન થાય છે જેને આપણે દૃશ્યમાન પ્રકાશ તરીકે ઓળખીએ છીએ.

સૂર્યનું વર્ગીકરણ પીળા રંગના દ્વાર્ફ ગ્રહ તરીકે જી2 પ્રકારના તારા તરીકે કરી શકાય. પરંતુ આના કારણે ગેરસમજ થશે કારણ કે આપણી આકાશગંગાના મોટાભાગના તારાઓ આ જ પ્રકારના છે. સૂર્ય તેના કરતા જરા વિશાળ અને વધારે પ્રકાશમાન છે. તારાઓનું વર્ગીકરણ હર્ટ્ઝસ્પ્રુન્ગ રસેલની આકૃતિ પ્રમાણે કરી શકાય. આ આકૃતિ તારાની જમીન પર તેના તાપમાનની સરખામણીએ તેની તેજસ્વીતા દર્શાવે છે. સામાન્યતઃ ગરમ તારાઓ વધારે તેજસ્વી હોય છે. તારાઓ દ્વારા અનુસરવામાં આવતી આ પ્રક્રિયાને મુખ્ય ઘટના ક્રમ કહેવામાં આવે છે. સૂર્ય બરાબર તેની મધ્યમાં રહેલો હોય છે. જોકે સૂર્ય કરતાં પણ તેજસ્વી અને ગરમ તારાઓ ખૂબ જ ઓછા છે. પરંતુ નોંધપાત્ર રીતે ઝાંખા અને ઠંડા તારાઓને લાલ દ્વાર્ફ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ગ્રહો સામાન્ય છે. આકાશગંગામાં લગભગ 85 ટકા આ પ્રકારના ગ્રહો આવેલા છે.

એમ માનવામાં આવે છે કે સૂર્ય મુખ્ય ઘટના ક્રમમાં તેની સ્થિતિ તેને તારાઓના જીવનનો અગત્યનો સ્રોત બનાવે છે. આ કારણોસર તેણે તેનું પરમાણુ સંયોજન માટે જરૂરી એવું હાઇડ્રોજનનું તત્વ ગુમાવ્યું નથી. સૂર્યની તેજસ્વિતા સતત વિકાસ પામતી રહી છે. અગાઉ તેના ઇતહાસમાં સૂર્ય આજે જેટલો છે તેના કરતા 70 ટકા જેટલો તેજસ્વી હતો.


સૂર્ય એ પોપ્યુલેશન I પ્રકારનો તારો છે. તેનો ઉદ્ભવ બ્રહ્માંડના વિકાસના અંતિમ ચરણમાં થયો હતો. અને તેથી જ તે જૂના પોપ્યુલેશન II ગ્રહોની સરખામણીએ હાઇડ્રોજન, ધાતુઓ (ખગોળીય ભાષામાં) અને હિલિયમ કરતાં વધારે ભારે પદાર્થો ધરાવે છે. હાઇડ્રોજન અને હિલિયમ કરતા પણ ભારે તત્વોનું નિર્માણ જૂના તેમજ ધડાકા સાથે ફાટતા તારાઓના ગર્ભમાં થાય છે. એટલે બ્રહ્માંડ જ્યારે નવાતારાઓથી ભરાઇ જાય ત્યારે જૂના તારાઓ નષ્ટ થઇ જશે. જૂના તારાઓમાં ધાતુઓનું પ્રમાણ ઓછુ હોય છે જ્યારે નવા તારામાં તેનું પ્રમાણ વધારે હોય છે. ધાતુનું વધારે પડતું પ્રમાણ સૂર્ય માટે ગ્રહમંડળની રચનામાં મહત્તવનું સાબિત થાય છે. કારણ કે ગ્રહોનું નિર્માણ દ્રવ્ય પ્રકારના ધાતુઓથી થતું હોય છે.

સૂર્યમંડળ 
હેલીસ્ફિયરીક પ્રવર્તમાન પત્રક

આંતરગ્રહીય માધ્યમ

પ્રકાશ ઉપરાંત સૂર્ય સતત સૂક્ષ્મકણોથી બનેલા પવનો રેલાવતો રહે છે જેને સૂર્યપવનના નામે ઓળખવામાં આવે છે. આ સૂક્ષ્મકણોનો પ્રવાહ અંદાજે 15 લાખ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય છે. જેના કારણે સૂક્ષ્મ વાતાવરણ (હિલોસ્ફિયર)નું નિર્માણ થાય છે. રજકણોનો આ પ્રવાહ સૂર્યમંડળને કમ સેકમ 100 AU બહાર લઇ જાય છે. (જુઓ હેલિયોપોઝ) આને આંતરગ્રહીય માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સપાટી ઉપર આવતા સોલાર ફ્લેર અને કોરોનલ માસ ઇજેક્શન જેવા ચુંબકીય તોફાનો હિલોસ્ફિયરને અવકાશનું વાતાવરણ નિર્માણ કરવામાં નડતરરૂપ બને છે. હિલોસ્ફિયરમાં રહેલું સાૈથી વિશાળ માળખું હિલોસ્ફેરિક કરન્ટ શીટ તરીકે ઓળખાય છે. શંકુ અાકારના ગૂંચળા જેવો અવકાશી પદાર્થ આંતરગ્રહીય માધ્યમ ઉપર રહેલા સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાંથી બને છે.

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના વાતાવરણને સૂર્યપવનોથી ધોવાઇ જતાં બચાવે છે. શુક્ર અને મંગળને પોતાનાં ચુંબકીય ક્ષેત્ર હોતા નથી જેના કારણે સૂર્યપવન તેના વાતાવરણને અવકાશમાં દૂર સુધ ઢસડી જાય છે. કોરોનલ માસ ઇજેક્શન અને તેના જેવી ઘટનાઓ સૂર્યની સપાટી ઉપરથી ચુંબકીય ક્ષેત્રોને સાફ કરી નાખે છે તેમજ જંગી જથ્થામાં વિવિધ પ્રકારના પદાર્થોને ફૂંકી મારે છે. આ ચુંબકીય ક્ષેત્રોની જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રતિક્રિયા થાય છે ત્યારે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં આ કણોની પ્રતિક્રિયા થાય છે જેના પરિણામે ચુંબકીય ધ્રુવની નજીક જોવા મળતા ઓરોરેનું નિર્માણ થાય છે.

બ્રહ્માંડના કિરણોનો ઉદ્ભવ સૂર્યમંડળની બહાર થાય છે. હિલોસ્ફિયર સૂર્યમંડળ અને ગ્રહોનાં (જે ગ્રહોને પોતાના ચુંબકીય ક્ષેત્રો હોય છે તેવા ગ્રહોના) ચુંબકીય વિસ્તારોનું આંશિક રીતે રક્ષણ કરે છે. તેમજ તેમને સુરક્ષા પણ પૂરી પાડે છે. બ્રહમાંડના ઇન્ટરસ્ટેલરમાં રહેલા કિરણોની ક્ષમતા અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રોની તાકાત લાંબા સમયગાળા ાદ હદલાય છે. એટલે સૂર્યમંડળમાં કોસ્મિક રેડિયેશનનું પ્રમાણ બદલાતું રહે છે જોકે તે કટલા પ્રમાણમાં બદલાય છે તે જાણી કાયું નથી.

આંતરગ્રહીય માધ્યમ એ બ્રહ્માંડની રજકણોથી બનેલા અને થાળી જેવો આકાર ધરાવતા કમ સેકમ બે પ્રાંતોનું ઘર છે. તેમાંનો પ્રથમ પ્રાંત ઝોડિયેકલ રજકણોથી બનેલાં વાદળોનો બનેલો હોય છે જે સૂર્યમંડળના અંદરના ભાગમાં આવેલો હોય છે અને જેનાં પરિણામે ઝોડિયેકલ પ્રકાશનું નિર્માણ થાય છે. તેનું ઉદ્ભવ સ્થાન એસ્ટરોઇડ પટ્ટામાં ઊભા થતા પ્રતિરોધને કારણે થતું હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિરોધ ગ્રહો સાથે સંપર્ક થવાને કારણે થાય છે. જ્યારે બીજા પ્રાંતનો ઉદ્ભવ 10થી 40 પ્રકાશવર્ષ દૂર ક્વાઇપર પટ્ટામાં થતાં આ જ પ્રકારનાં પ્રતિરોધથી થાય છે.

આંતરિક સૂર્યમંડળ

જે પ્રાંતમાં પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ આવેલા છે તેવા પ્રાંતનું પરંપરાગત નામ આંતરિક સૂર્યમંડળ છે. મુખ્યત્વે સિલિકેટ અને ધાતુઓથી બનેલા આંતરિક સૂર્યમંડળના તમામ પદાર્થો સૂર્યની વધારે નજીક આવેલા છે.

આંતરિક ગ્રહો

સૂર્યમંડળ 
આંતરિક ગ્રહો ડાબથી જમણી તરફઃ મર્ક્યુરી, વેનુ, પૃથ્વી અને મંગળનો ગ્રહ (કદ માપવાના છે)

અંદરના ચાર પાર્થિવ ગ્રહોનું બંધારણ ઘન અને ખડકોનું હોય છે. આ ગ્રહોને ઓછા ચંદ્ર હોય છે અથવા તો હોતા જ નથી તેમજ તેમની ફરતે રિંગ પણ હોતી નથી. તેઓ મુખ્યત્વે ઉષ્ણ પ્રતિકારક પદાર્થો જેવા કે સિલિકેટ કે જે તેમના ઉપરના પોપડાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત તેઓ પ્રવાહી અને લોખંડ અને નિકલ જેવી ધાતુઓના બનેલા હોય છે કે જે તેમના ગર્ભનું નિર્માણ કરે છે. અંદરની ભાગે આવેલા ચાર પૈકી ત્રણ ગ્રહો શુક્ર, પૃથ્વી અને મંગળને સુવ્યવસ્થિત વાતાવરણ હોય છે. તમામ ગ્રહોને જ્વાળામુખીનાં મુખો, ટેક્ટોનિક ઉપરાંત ભૂમિગત લાક્ષણિકતાઓ જેવી કે ખીણ અને જ્વાળામુખીઓ વગેરે હોય છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે આંતરિક ગ્રહો અને લઘુ ગ્રહો વચ્ચે તફાવત છે જે અંગે ગેરસમજ ન થવી જોઇએ. આંતરિક ગ્રહો જે ગ્સૂરહો પૃથ્વી કરતાં સૂર્નીયની વધારે નજીક આવેલા ગ્રહોને કહેવામાં આવે છે. (દા. ત. બુધ અને શુક્ર)

બુધ

    બુધ એ સૂર્યની સૌથી વધુ નજીક આવેલો ગ્રહ છે (0.4 પ્રકાશવર્ષ) બુધ સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે અને તેનું કદ 0.055 માસ (અવકાશી પદાર્થોનું કદ માપવાનો એકમ) જેટલું છે. બુધને કોઇ જ કુદરતી ઉપગ્રહો નથી.અગાઉ તેના ઇતિહાસમાં થયેલા પ્રતિરોધોને કારણે તેના ઉપર જ્વાળામુખીના મુખો ધરાવતી ગીરિમાળાઓ આવેલી છે. બુધ ઉપર નગણ્ય પ્રકારનું વાતાવરણ હોય છે. જેમાં વિસ્ફોટોનો સમાવેશ થાય છે. સૂર્યપવનોના કારણે તેની સપાટી નષ્ટ થઇ જાય છે. તેના ગર્ભમાં વિશાળ માત્રામાં લોખંડ રહેલું છે અને થોડું પ્રવાહી પણ રહેલું છે જોકે પ્રવાહી કેટલી માત્રામાં છે તેનો અંદાજ હજી મળ્યો નથી. એક પૂર્વધારણા અનુસાર મોટી તેમજ ગંભીર અસરોના કારણે તેનું બહારનું વાતાવરણ નાશ પામ્યું હતું પરંતુ હવે તેની રક્ષા સૂર્યની ઊર્જા દ્વારા થાય છે.બુધ પર આજ સુધી મા સૌથી વધુ તાપમાન રાત મા -૧૯૫ અને દિવસ મા ૩૬૦ સુધી નોધાયુ છે.

શુક્ર

    શુક્ર એ વધુ ચમકતો ગ્રહ છે. તેના વાતાવરણ માં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૯૭% હોય છે. શુક્રને પૃથ્વીનો જોડિયો પણ કહેવાય છે (આકાર અને દ્રવ્યમાનના આધારે). એ પૃથ્વીના કદ જેટલો સૂર્યની નજીક આવેલો છે (૦.૭ એસ્ટ્રો યુનિટ (AU)) અને તેનું કદ ૦.૮૧૫ અર્થ માસ જેટલું છે. પૃથ્વીની જેમ જ શુક્રની ફરતે સિલિકેટ પ્રવાહીનું આવરણ આવેલું છે તેમજ તેનું ગર્ભ લોખંડનું છે. શુક્રને સુવ્યવસ્થિત વાતાવરણ છે તેમજ તેની ઉપર આંતરિક ખગોળીય ઘતિવિધિઓના પણ પુરાવાઓ છે. જોકે પૃથ્વીની સરખામણીએ તે એકદમ સૂકોગ્રહ છે અને તેનું વાતાવરણ પૃથ્વીની સરખામણીએ ૯૦ ગણું ઘનતા વાળું છે. શુક્રને પણ કોઇ જ કુદરતી ઉપગ્રહ નથી. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે તેની સપાટી ઉપરનું તાપમાન ૪૦૦ અંશ સેલ્સિયસ જેટલું છે. જેની પાછળ શુક્રનાં વાતાવરણમાં રહેલા વધારે પડતા ગ્રીનહાઉસ વાયુઓ જવાબદાર ગણાવી શકાય. બીજી રસપ્રદ વાત એ છે કે શુક્ર ગ્રહ પૃથ્વીની નજીકનો ગ્રહ હોવાને કારણે તેને રાત્રીના સમયે આકાશમાં તારા સ્વરૂપે જોઈ શકાય છે. હાલના તબક્કે શુક્ર ઉપર કોઇ નિશ્ચિત ખગોળીય ગતિવિધિઓ બની રહી હોય તેવું નોંધાયું નથી. પરંતુ શુક્રને પોતાનું ચુંબકીય ક્ષેત્ર ન હોવાને કારણે તેના સુવ્યવસ્થિત વાતાવરણમાં થતો ઘટાડો અટકે છે. જેનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે તેના ઉપર ફાટતા જ્વાળા મુખીઓને કારણે તેનું વાતાવરણ ફરી ફરીને નિર્માણ પામે છે. ગ્રીક સંસ્કૃતિમાં શુક્રને પ્રેમ અથવા સૌન્દર્યની દેવી કહેવામાં આવે છે.

પૃથ્વી

    પૃથ્વી પર જળની ઉપસ્થિતિને કારણે તે ભૂરા રંગનો દેખાય છે. પૃથ્વી પોતાની ધરી પર ૨૩° નમેલી છે. પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરી ને ૧૬૧૦0 કિ.મિ./કલાકની ગતિથી ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪ સેકન્ડમાં એક ચક્કર લગાવે છે જેને પૃથ્વીનું પરિભ્રમણ કહેવાય છે. સૂર્યની પરિક્રમા પૂરી કરતા તેને ૩૬૫ દિવસ ૫ કલાક ૪૮ મિનિટ અને ૪૬ સેકન્ડનો સમય લાગે છે. તેને પૃથ્વીની પરિક્રમા કહે છે. સૂર્ય પછી પૃથ્વીને સૌથી નજીકનો તારો પ્રોકિસમાં સૅનચુરી છે જે આલ્ફા સેન્ચ્યુરી સમૂહનો તારો છે. તે પૃથ્વીથી ૪.૨૨ પ્રકાશવર્ષ દૂર છે. (૧ એસ્ટ્રો યુનિટ (AU)) આંતરિક ગ્રહોમાં પૃથ્વી સહુથી વિશાળ કદની અને ઘનતા ધરાવતી છે. આ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર ખગોળીય ગતિવિધિઓ ચાલી રહી છે. ઉપરાંત સમગ્ર બ્રહ્માંડમાં એક માત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીમાં રહેલું પ્રવાહી હાઇડ્રોસ્ફિયર તમામ પાર્થિવ ગ્રહો કરતાં અલગ છે. આ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર પ્લેટ કેક્ટોનિક્સ જોવા મળે છે. અન્ય ગ્રહોની સરખામણીએ પૃથ્વી ઉપરનું વાતાવરણ ધરમૂળથી અલગ હોય છે. તેનું વાતાવરણ જીવસૃષ્ટિઓથી બદલાયા કરે છે અને તેમાં ૨૧ ટકા જેટલો મુક્ત પ્રાણવાયુ રહેલો હોય છે.ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. જેનું પૃથ્વીથી અંતર ૩,૮૫,૫૦૦ કિમિ છે. પાર્થિવ ગ્રહને મળેલો આ સહુથી મોટો ઉપગ્રહ છે.

મંગળ

    મંગળ (1.5 પ્રકાશવર્ષ) એ શુક્ર અને પૃથ્વી કરતા નાના કદનો ગ્રહ છે અને તેનું કદ 0.107 અર્થ માસ જેટલું છે.તેની વેરનભૂમિ આયન ઓક્સાઇડને કારણે લાલ છે.આથી તેને લાલ ગ્રહ અથવા યુદ્ધનો દેવતા પણ કહે છે.પૃથ્વી સમાન ઋતુપરિવર્તન થાય છે કારણકે તે ધરી પર 25°ખૂણે નમેલો છે.ફોબોસ અને ડિમોસ એમ બે ઉપગ્રહ છે.માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઉંચો પર્વત 'નિક્સ ઓલપિયા' છે.જે સોંરમંડલ નો સોંથી ઉંચો પર્વત છે. સોંરમંડલ નો મોટો જ્વાળામુખી ઓલિપ્સ મેસી મંગળ પર અતિથ છે. તેના ઉપર મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ હોય છે. અને તેની સપાટી ઉપરનું દબાણ 6.1 મિલિબાર્સ જેટલું (અંદાજે પૃથ્વીની સરખામણીએ 0.6 ટકા) હોય છે. તેની સપાટી ઓલિમ્પસ મોન્સ જેવા જ્વાળામુખીઓથી પથરાયેલી છે. તેમજ વેલ્સ મારિનરિઝ જેવી ઊંડી ખીણો પણ મંગળ ઉપર આવેલી છે. આ બાબત ઉપરથી સાબિત થાય છે કે મંગળ ઉપર ખગોળીય ગતિવિધિઓ 20 લાખ વર્ષો પૂર્વે શરૂ થઇ છે. મંગળની ધરતી ઉપર રહેલા આયર્ન ઓક્સાઇડની ધૂળને કારણે તેનો રંગ લાલ દેખાય છે. મંગળને દેઇમોસ અને ફોબોસ નામના બે ખૂબ જ નાના કુદરતી ઉપગ્રહો છે. જે મંગળ અને ગુરૂની વચ્ચે આવેલા પટ્ટામાં રહે છે.

મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો પટ્ટો

સૂર્યમંડળ 
મુખ્ય મંગળ અને ગુરુની વચ્ચેના અંસંખ્ય તારાઓનો પટ્ટો અને ત્રોજન મંગળ અને ગુરના અસંખ્ય તારાઓ

મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો પટ્ટો (એસ્ટરોઇડ) સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો સમૂહ છે. આ પદાર્થો મુખ્યત્વે ઉષ્ણતાના પ્રતિરોધક, ખડકો અને ધાતુઓ જેવા ખનીજના બનેલા છે.એસ્ટરોઇડ પટ્ટાનો મુખ્ય ભાગ મંગળ અને ગુરૂની વચ્ચે આવેલો છે. તે સૂર્ય કરતાં 2.3થી 3.3 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. ગુરૂના ભારે ગુરૂત્વાકર્ષણને કારણે સૂર્યમંડળ તેના આસપાસના તમામ પદાર્થોને એકત્રિત કરી રાખવામાં નિષ્ફળ જાય છે.

સ્ટરોઇડનું કદ માઇક્રોસ્કોપિકથી અમુક સો કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. સમગ્ર એસ્ટરોઇડ વિશાળ કદના સેરેસને બચાવે છે. જેનું વર્ગીકરણ સૂર્યમંડળના નાના પદ્રાથો તરીકે કરવામાં આવે છે. પરંતુ વેસ્ટા, હાઇજિયા, વગેરે જેવા કેટલાક એસ્ટરોઇડ સ્થિરપ્રવાહીતા જેવું સંતુલન જાળવવામાં પાર ઉતરે તો તેમનું વર્ગીકરણ બદલીને દ્વાર્ફ ગ્રહો તરીકે પણ કરવામાં આવે છે.

એસ્ટરોઇડ પટ્ટો પોતાના એક કિલોમિટરના વ્યાસમાં જ હજારો અને કરોડોની સંખ્યામાં અવકાશી પદાર્થો ધરાવે છે. આમ છતાં પણ મુખ્યપટ્ટામાં રહેલા પદાર્થો પૃથ્વીની ફરતે રહેલા પદાર્થોના હજારમાં ભાગ જેટલા પણ નહીં હોય. મુખ્યપટ્ટા ઉપર રહેલા અવકાશી પદાર્થો ખૂબ જ છૂટાછવાયયેલા હોય છે. અવકાસયાન તેની વચ્ચેથી વિના કોઇ અકસ્માતે પસાર થઇ શકે છે. 10 અને 10-4 એમ જેટલો વ્યાસ ધરાવતા એસ્ટરોઇડને મિટરોઇડ કહેવામાં આવે છે.

સેરેસ

    સેરેસ (2.77 પ્રકાશવર્ષ) એસ્ટરોઇડ પટ્ટામાં રહેલો સહુથી મોટો અવકાશી પદાર્થ છે અને તેનું વર્ગીકરણ દ્વાર્ફ ગ્રહ તરીકે કરવામાં આવે છે. તેનો વ્યાસ 1000 કિલોમિટર કરતા થોડો નાનો છે ગુરૂત્વાકર્ષણ બળના આધારે પોતાનો આકાર ગોશ રાખવા માટે તેની પાસે પૂરતું કદ રહેલું છે. 19મી સદીમાં જ્યારે સેરેસની શોધ થઇ ત્યારે તેને એક ગ્રહ તરીકે સ્વીકૃતી આપવામાં આવી હતી પરંતુ જ્યારે 1850માં અન્ય એસ્ટરોઇડની શોધ થઇ ત્યારે તેનું વર્ગીકરણ બદલી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી 2006માં તેનું વર્ગીકરણ દ્વાર્ફ ગ્રહ તરીકે કરવામાં આવ્યું હતું.

એસ્ટરોઇડ જૂથો

    મુખ્ય પટ્ટામાં આવેલા એસ્ટરોઇડને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એસ્ટરોઇડ જૂથો અને એસ્ટરોઇડ કુટુંબો. તેમનું વર્ગીકરણ તેમની ભ્રમણકક્ષાની લાક્ષણિકતાઓને આધારે કરવામાં આવે છે. એસ્ટરોઇડ ચંદ્રો એસ્ટરોઇડેઝ છે કે જેઓ એસ્ટરોઇડના વિશાળ વિસ્તારમાં પરિભ્રમણ કરે છે. ખરા અર્થમાં જોઇએ તો આ પ્રકારના ચંદ્રોને ગ્રહો પ્રકારના ચંદ્રો ન કહી શકાય કારણ કે ઘણી વખત તેઓ તેના ભાગીદારો જેટલા જ વિશાળ હોય છે. એસ્ટરોઇડમાં મુખ્ય પટ્ટાના ધૂમકેતુઓ પણ આવેલા હોય છે. તેઓ પૃથ્વી ઉપર રહેલા પાણીના મુખ્ય સ્રોતો પણ હોઇ શકે.

ટ્રોજાન એસ્ટરોઇડ ગુરૂના L4 અથવા તો L5 બિંદુઓ પાસે આવેલો હોય છે. (ગુરૂત્વાકર્ષણની દ્રષ્ટિએ આ વિસ્તાર સ્થિર માનવામાં આવે છે. તે ગ્રહોને પોતાની ભ્રમણ કક્ષામાં રાખે છે.) ટ્રોજાન શબ્દનો પ્રયોગ નાના અવકાશી પદાર્થો અને ઉપગ્રહ લેગ્રેન્જ પોઇન્ટ માટે પણ પ્રયોજવામાં આવે છે. હિલ્દા એસ્ટરોઇડ્સ ગુરૂ સાથે 2:3 રેઝનન્સ ઉપર આવેલા હોય છે. જેના કારણે તેઓ ગૂરૂના દર બે પરિભ્રમણે સૂર્યના ત્રણ પરિભ્રમણ કરે છે.આંતરિક સૂર્યમંડળ રોગ એસ્ટરોઇડથી પણ ઘેરાયેલું હોય છે. જેમાંના કેટલાક ગ્રહો આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષા ઓળંગી જતા હોય છે.

બાહ્ય સૂર્યમંડળ

સૂર્યમંડળની બહારની બાજુએ આવેલો વિસ્તાર ગેસના ગોળાઓનું અને તેમના વિશાળ ચંદ્રોનું આશ્રયસ્થાન છે. સેન્ટોર્સ સહિતના અલ્પજીવી ધૂમકેતુઓ આ પ્રાંતમાં પરિભ્રમણ કરતા હોય છે. સૂર્યથી ખૂબ જ દૂરના અંતરે હોવાને કારણે બાહ્ય સૂર્યમંડળના અવકાશી પદાર્થો બરફ ના (જેમ કે પાણી, એમોનિયા, મિથેન વગેરે જેવા પદાર્થોને ખગોળીય વિજ્ઞાનની ભાષામાં બરફ કહેવામાં આવે છે.) બનેલા હોય છે. જ્યારે આંતરિક સૂર્યમંડળના ગ્રહો ખડકોના બનેલા હોય છે. બાહ્ય સૂર્યમંડળનું તાપમાન ખૂબ જ નીચું હોવાને કારણે આ પદાર્થો બરફની જેમ જામી રહે છે.

બાહ્ય ગ્રહો

સૂર્યમંડળ 
ટોચથી નીચે સુધીઃ નેપ્ચ્યુન, યુરેનસ, સેટર્ન અને ગુરુ(કદ માપવાના નથી)

ચાર બાહ્ય ગ્રહો અથવા તો ગેસના ગોળાઓ (ક્યારેક તેમને જોવેઇન ગ્રહો પણ કહેવામાં આવે છે.) સંયુક્ત રીતે જોઇએ તો સૂર્યની પરિભ્રમણ કક્ષાનો લગભગ 99 ટકા વિસ્તાર આવરી લે છે.[c] ગુરૂ અને શનિ પ્રચુર માત્રામાં હાઇડ્રોજન અને હિલિયમનો જથ્થો ધરાવે છે. જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન પુષ્કળ માત્રામાં બરફ ધરાવે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓએ એવું સૂચન કર્યું હતું કે તેમને વિશાળ બરફના ગોળાઓ તરીકે ઓળખવા જોઇએ. ગેસના વિશાળ એવા દરેક ગોળાઓની ફરતે વલયો આવેલા છે પરંતુ માત્ર શનિને ફરતે આવેલાં વલયોને જ પૃથ્વી ઉપરથી નરી આંખે નિહાળી શકાય છે. બાહ્યગ્રહો ને ગુરૂ ગ્રહો માની લેવાની ભૂલ ન કરવી જોઇએ.બાહ્ય ગ્રહો એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની બહાર આવેલા ગ્રહો છે જેમાં મંગળ અને બાહ્ય ગ્રહોનો સમાવેશ થાય છે.

ગુરુ

    ગુરુ (5.2 એસ્ટ્રો યુનિટ (AU)) નું કદ 318 અર્થ માસિઝ જેટલું છે.તમામ ગ્રહોનાં સંયુક્ત કદ કરતાં પણ તેનું કદ 2.5 ગણું વધારે છે. ગુરૂ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. ગુરૂમાં રહેલી પ્રચંડ ગરમીના કારણે તેના વાતાવરણમાં વાદળોના પટ્ટાઓ તેમજ ગ્રેટ રેડ સ્પોટ જેવી ઘણી અસ્થાયી વસ્તુઓનું નિર્માણ થાય છે.
      ગુરૂને 63 જાણીતા ઉપગ્રહો છે. ગેનિમિડ, કેલિસ્ટો, આઇઓ અને યુરોપા જેવા ચાર વિશાળ ઉપગ્રહો જ્વાળા મુખી અને આંતરિક ગરમી પ્રકારની પાર્થિવ ગ્રહો જેવી સમાનતા ધરાવે છે. ગેનિમિડ સૂર્યમંડળનો સહુથી વિશાળ ઉપગ્રહ છે. તે બુધ કરતાં પણ મોટો છે.

શનિ

    શનિ (9.5 પ્રકાશવર્ષ) તેની ફરતે આવેલા વિશાળ વલયોને કારણે પ્રખ્યાત છે. ગુરૂમાં અને શનિમાં વાતાવરણ તેમજ ચુંબકીય ક્ષેત્રની દૃષ્ટિએ ઘણી સામ્યતા રહેલી છે. શનિનું વોલ્યૂમ ગુરૂના 60 ટકા જેટલું હોવા છતાં પણ કદમાં તે ત્રીજા ભાગનો એટલે કે 95 અર્થ માસિસ (ગ્રહોના કદ માપવાનો એક એકમ) જેટલો છે. તેથી તે સૂર્યમંડળમાં સહુથી ઓછું ઘનત્વ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે.
      શનિને પાકે પાયે 60 ઉપગ્રહો છે. જે પૈકીના ટાઇટન અને એન્સિલેડસ પ્રખ્યાત છે. આ બંને ઉપગ્રહો બરફના બનેલા હોવા છતાં પણ તેમના ઉપર ખગોળીય ગતિવિધિ થતી હોવાના સંકેતો મળ્યા છે. ટાઇટન બુધ કરતાં પણ વિશાળ ઉપગ્રહ છે અને સૂર્યમંડળમાં રહેલો તે એકમાત્ર ઉપગ્રહ છે કે જે નોંધપાત્ર વાતાવરણ ધરાવતો હોય છે,

યુરેનસ

    યુરેનસ (19.6 પ્રકાશવર્ષ)નું કદ 14 અર્થ માસિસ જેટલું છે અને તે બાહ્ય ગ્રહોમાં સહુથી ઓછું વજન ધરાવતો ગ્રહ છે. અન્ય ગ્રહોની સરખામણીએ આ ગ્રહની વિશેષતા એ છે કે તે પોતાની દિશામાં રહીને સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તેની ધરીની સ્થિતિ કાન્તિવૃત્તથી 90 અંશના ખૂણે નમેલી હોય છે. અન્ય ગેસના ગોળાઓની સરખામણીએ તેનું ગર્ભ વધારે ઠંડું હોય છે. તેમજ અવકાશમાં તે ખૂબ જ નહિવત માત્રામાં ગરમી છોડે છે.
      યુરેનસને 27 જાણીતા ઉપગ્રહો આવેલા છે જે પૈકી સહુથી મોટા ઉપગ્રહોમાં ટાઇટાનિયા, ઓબેરોન, અમ્બ્રિયલ, એરિયલ અને મિરાન્ડાનો સમાવેશ થાય છે.

નેપ્ચ્યુન

    નેપ્ચ્યુન(30 પ્રકાશવર્ષ) યુરેનસ કરતા નાનો હોવા છતાં પણ તેનું કદ મોટું છે.(લગભગ 17 પૃથ્વીઓ જેટલું) જેના કારણે તેનું ઘનત્વ વધારે છે. તે આંતરિક ગરમી પુષ્કળ પ્રમાણમાં અવકાશમાં ફેકે છે જોકે ગુરૂ અને શનિ જેટલી માત્રામાં તો નહીં જ
      નેપ્ચ્યુનને 13 જાણીતા ઉપગ્રહો છે. તે પૈકીનો ટ્રાઇટોન સહુથી વિશાળ ઉપગ્રહ છે કે જે ખગોળીય રીતે સક્રિય છે. તેના ઉપર પ્રવાહી નાઇટ્રોજનના ઝરાઓ આવેલા છે. ટ્રાઇટોન અધોગામી રીતે પરિભ્રમણ કરતો એકમાત્ર વિશાળ ઉપગ્રહ છે. નેપ્ચ્યુનની ભ્રમણ કક્ષામાં ઘણા નાના ગ્રહો પણ આવેલા છે જેમને નેપ્ચ્યુન ટ્રોજાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ નેપ્ચ્યનના 1:1 રેઝનન્સ સાથે હોય છે.

ધૂમકેતુઓ

સૂર્યમંડળ 
કોમેટ હેલ બોપ

ધૂમકેતુઓ એ સૂર્યમંડળમાં આવેલા નાના પદાર્થો છે. તેઓ થોડા કિલોમિટરના અંતરે જ આવેલા છે અને મુખ્યત્વે અસ્થિર બરફના બનેલા હોય છે. તેમની ભ્રમણ કક્ષા ખૂબ જ અનિયમિત હોય છે. સામાન્ય રીતે તેમની ભ્રમણ કક્ષા આંતરિક ગ્રહોની ભ્રમણ કક્ષાની માફક સૂર્યની નજીકમાં નજીકથી લઇને પ્લુટોની પેલે પાર સુધીની હોય છે. ધૂમકેતુ જ્યારે આંતરિક સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્ય સાથેની તેની નિકટતાના કારણે તેની બરફથી બનેલી સપાટી પીગળે છે. જેના કારણે આયન અણુઓ દ્વારા એક કોમા અને ગેસ તેમજ રજકણોની બનેલી એક લાંબી પૂંછડીનું નિર્માણ થાય છે. મોટે ભાગે આ પૂંછડીને નરી આંખે પણ જોઇ શકાય છે.

અલ્પજીવી ધૂમકેતુઓની ભ્રમણ કક્ષાનો સમયગાળો 200 વર્ષ કરતાં ઓછો હોય છે. જ્યારે દીર્ઘાયુ ધૂમકેતુઓની પરિભ્રમણ કક્ષાનો સમયગાળો હજારો વર્ષોનો હોય છે. અલ્પજીવી ધૂમકેતુઓએ ક્ાઇપર પટ્ટાનું સર્જનકર્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે હેલી બોપ જેવા દીર્ઘાયુ ધૂમકેતુઓએ ઊર્ટ વાદળનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. ક્રેયુટ્ઝ સનગ્રેઝર્સ જેવા કેટલાક ધૂમકેતુના જૂથોનું સર્જન એક જ ગ્રહના તૂટી પડવાને કારણે થયું હોવાનું અનુમાન છે. શંકુ આકારની પરિભ્રમણ કક્ષા ધરાવતા કેટલાક ધૂમકેતુઓનું સર્જન સૂર્યમંડળની બહાર થયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેમની ભ્રમણકક્ષાનું ચોક્કસ માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ છે. સૂર્ય ઊર્જાને કારણે ઘણા ધૂમકેતુઓ ઉપર વરાળ ઉત્પન્ન થતી જોવા મળે છે જેના કારણે તેનો સમાવેશ એસ્ટરોઇડ્ઝમાં પણ કરવામાં આવે છે.

સેન્ટોર્સ

સેન્ટોર્સ એ બર્ફીલા ધૂમકેતુઓ જેવા અવકાશી પદાર્થો હોય છે. તેમની ધરી ગુરૂ કરતા મોટી (5.5 એસ્ટ્રો યુનિટ (AU)) અને નેપ્ચ્યુન કરતા નાની ( 30 પ્રકાશ વર્ષ) જેટલી હોય છે. સહુથી વધુ જાણીતો અને વિશાળ સેન્ટોર્સ 10199 ચારિક્લો છે તેનો વ્યાસ આશરે 250 કિલોમિટરનો છે. પ્રથમ સેન્ટોર તરીકે 2060 શિરોનની શોધ કરવામાં આવી હતી જેનું વર્ગીકરણ ધૂમકેતુ તરીકે પણ કરવામાં આવે છે. (95P) જેવી રીતે ધૂમકેતુ સૂર્યની નજીક જાય તેમ તેમની પૂંછડી લાંબી થતી જાય તેમ શિરોનમાં પણ તે જ લાક્ષણિકતાઓ છે.

ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશ

નેપ્ચ્યુનથી આગળનો વિસ્તાર અથવા તો ટ્રાન્સ નેપ્ચ્યનિયન પ્રદેશ એવો વિસ્તાર છે કે હજી સુધી આ પ્રાંત બાજુ ખાસ મોટાપાયે નીરિક્ષણ કરવામાં આવ્યું નથી. આ પ્રદેશ કદમાં ખૂબ જ નાનો છે તેનો વ્યાસ પૃથ્વી કરતાં પાંચમા ભાગનો છે અને તેનું કદ ચંદ્ર કરતાં પણ ઓછું છે. તે મુખ્યત્વે ખડકો અને બરફનો બનેલો છે. આ પ્રદેશને ક્યારેક બાહ્ય સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ઘણા લોકો બાહ્ય સૂર્યમંડળ પરિભાષાનો પ્રયોગ એસ્ટરોિડ પટ્ટાની પેલે પાના વિસ્તારો માટે ઉપયોગમાં લેતા હોય છે.

ક્વાઇપર પટ્ટો

સૂર્યમંડળ 
તમામ જાણીતા કુઇપીર પટ્ટા પદાર્થોનો પ્લોટ, ચાર બહારના ગ્રહોની સામે બેસાડેલ

ક્વાઇપર પટ્ટાનાં બંધારણમાં અેસ્ટરોઇડ પટ્ટે જેવા જ કાટમાળથી ભરેલા વલયો આવેલા હોય છે જે બધા મુખ્યત્વે બરફના બનેલા હોય છે. આ તમામ સૂર્યથી 30થી 50 એસ્ટ્રો યુનિટ (AU) દૂર ફેલાયેલા હોય છે. ક્વાઇપર પટ્ટો મુખ્યત્વે સૂર્યમંડળના નાના અવકાશી પદાર્થોનો બનેલો હોય છે પરંતુ તેમાં રહેલા ક્વાઓઆર, વરૂણ અને ઓરકસ જેવા મોટા અવકાશી પદાર્થોને દ્વાર્ફ ગ્રહો તરીકે પમ ઓળખવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા 1 લાખ કરતાં પણ વધારે અવકાશી પદાર્થોનો વ્યાસ 50 કિલોમિટર જેટલો હોય છે પરંતુ સમગ્ર ક્વાઇપર પટ્ટાનું કદ પૃથ્વી કરતાં 10 કે 100 માસ ઓછું માનવામાં આવે છે. ક્વાઇપર પટ્ટામાં રહેલા ઘણા અવકાશી પદાર્થોને બહુવિધ ઉપગ્રહો હોય છે. આ પૈકીના મોટાભાગના ઉપગ્રહોની ભ્રમણકક્ષા તેમને કાન્તિવૃત્તની બહાર લઇ જાય છે.

ક્વાઇપર પટ્ટાને ક્લાસિકલ અને રેઝનન્સિસ એમ બે ભાગમાં વહેચવામાં આવે છે. રેઝનન્સની ભ્રમણ કક્ષા નેપ્ચ્યુન સાથે સંકળાયેલી છે. (દા. ત. નેપચ્યુનની ત્રણ ભ્રમણ કક્ષાએ બે અવા તો દર બે ભ્રમણ કક્ષાએ એક) પ્રથમ રેઝનન્સની શરૂઆત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાંથી જ થાય છે. ક્લાસિકલ પટ્ટામાં એ પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે કે જેમને નેપ્ચ્યુન સાથે કોઇ રેઝનન્સ નથી તેઓ 39.4થી 47.7 એસ્ટ્રો યુનિટ (AU) સુધી ફેલાયેલા હોય છે. પ્રથમ વખત જ્યારે શોધ થઇઢાંચો:Mpl ત્યારે ક્લાસિકલ ક્વાઇપર પટ્ટામાં રહેલા પદાર્થોનું વર્ગીકરણ ક્યુબ્યુનોસ તરીકે પણ કરવામાં આવ્યું હતું. તેમની ભ્રમણકક્ષા હજી પણ ઓછી અનિયમિત માનવામાં આવે છે.

પ્લુટો અને શેરોન

ત્રુટિ: પહેલી લીટીમાં ચિત્રની સ્પષ્ટાતા કરેલી હોવી જ જોઈએ

    પ્લુટો (સરેરાશ 39 એસ્ટ્રો યુનિટ (AU) દ્વાર્ફ ગ્રહ, ક્વાઇપર પટ્ટામાંનો સહુથી વધુ જાણીતો ગ્રહ જ્યારે 1939માં તેની શોધ કરવામાં આવી ત્યારે તેને નવમો ગ્રહ માનવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2006માં ગ્રહોની વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવતા આ માન્યતા બદલાઇ છે. પ્લુટો લંબગોળાકારે પરિભ્રમણ કરે છે. તેની ધરી કાન્તિવૃત્તથી 17 ડિગ્રી જેટલી હોય છે અને તેનું અંતર સૂર્યથી 29.7 એસ્ટ્રો યુનિટ (AU) (નેપ્ચ્યુનની ભ્રમણ કક્ષા નજીક)થી માંડીને 49.5 પ્રકાશ વર્ષ જેટલું હોય છે.
    પ્લુટોના સહુથી વિશાળ ચંદ્ર શેરોનને પણ દ્વાર્ફ ગ્રહ ગણવામાં આવે છે કે નહીં તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. પોતાની સપાટી ઉપર રહેલા ગુરૂત્વાકર્ષણને આધારે પ્લુટો અને શેરોન બંને બારિસેન્ટરમાં ભ્રમણ કરતા હોય છે. જેના કારણે પ્લુટો અને શેરોનની દ્વિસંગી સિસ્ટમ બને છે. નિક્સ અને હાઇડ્રા નામના બે નાના ચંદ્રો પ્લુટો અને શેરોનની આસપાસ પરિભ્રમણ કરે છે.
      પ્લુટો રેઝનન્ટ પટ્ટામાં આવેલો છે અને તેની રેઝેનન્સ 3 :2ની છે એનો મતલબ એ થાય કે નેપ્ચ્યુન સૂર્યની ફરતે ત્રણ ચક્કર મારે ત્યારે પ્લુટોના બે ચક્કર પૂરાં થાય છે. ક્વાઇપર પટ્ટામાં વસતા અવકાશી પદાર્થો કે જેમની ભ્રમણ કક્ષા આ રેઝનન્સ સાથે વહેંચાયેલી હોય તેમને પ્લુટિનો તરીકે ઓળખવામાં આવે છે.

હાઉમિયા અને માકેમાકે

    હાઉમિયા (સરેરાશ 43.34 પ્રકાશવર્ષ) અને માકેમાકે (સરેરાશ 45.79 એસ્ટ્રો યુનિટ (AU) પ્લુટો કરતા કદમાં નાના છે. આ પદાર્થો ક્લાસિકલ ક્વાઇપર પટ્ટામાંના વિશાળ પદાર્થો માનવામાં આવે છે. તેથી તેમનું નેપ્ચ્યુન સાથેનું રેઝનન્સ નક્કી નથી. હાઉમિયા ઇંડાં આકારનો બે ચંદ્રો ધરાવતો અવકાશી પદાર્થ છે. પ્લુટો બાદ મેકેમેક ક્વાઇપર પટ્ટાનો સહુથી વધારે પ્રકાશિત પદાર્થ છે. મૂળ અનુક્રમે 2003 ઇએલ 61 અને 2005 એફવાય 9 તરીકે જાણીતા બનેવા આ અવકાશી પદાર્થોને 2008માં દ્વાર્ફ ગ્રહોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમની ભ્રમણ કક્ષા પ્લુટો કરતાં વધારે નમતી એટલે કે 28 અને 29 અંશની હોય છે.

સ્કેટર્ડ ડિસ્ક

સ્કેટર્ડ ડિસ્ક ક્વાઇપર પટ્ટાને ઢાંકી દે છે અને તે ખૂબ જ દૂર સુધી ફેલાયેલી છે. અલ્પજીવી ધૂમકેતુઓના ઉદ્ભવ સ્થાન તરીકે તેની ગણના કરવામાં આવે છે. નેપ્ચ્યુનની અગાઉ બહારની તરફ કરવામાં આવેલી હિજરતને કારણે તેના ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઇને સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોની પરિભ્રમણ કક્ષા અવ્યવસ્થિત બની ગઇ હોવાનું માનવામાં આવે છે. સ્કેટર્ડ ડિસ્કના મોટાભાગના પદાર્થો (એસઓડી)નો પેરિહિલિયા ક્વાઇપર પટ્ટામાં આવેલો હોય છે પરંતુ તેમનો એફેલિયા સૂર્યથી 150 પ્રકાશવર્ષ જેટલો દૂર આવેલો છે. એસઓડીની ભ્રમણ કક્ષા કાન્તિવૃત્ત તરફ નમેલી હોય છે. મોટાભાગે તે લંબગોળાકારની હોય છે. કેટલાક ખગોળ શાસ્ત્રીઓ સ્કેટર્ડ ડિસ્કને ક્વાઇપર પટ્ટાનો બીજો પ્રાંત માનતા નથી અને તેઓ સ્કેટર્ડ ડિસ્કના અવકાશી પદાર્થોને સ્કેટર્ડ ક્વાઇપર પટ્ટાના અવકાશી પદાર્થો તરીકે ઓળખે છે. કેટલાક ખગોળશાસ્ત્રીઓ સેન્ટોર્સનું વર્ગીકરણ પણ ક્વાઇપર પટ્ટાની અંદરની બાજુએ આવેલા પદાર્થો તરીકે કરે છે.એવા અવકાશી પદાર્થો કે જે સ્કેટર્ડ ડિસ્કમાં જેમનું ઠેકાણું બહારની બાજુએ આવેલું હોય.

એરિસ

    એરિસ (સરેરાશ 68 એસ્ટ્રો યુનિટ (AU) ને સ્કેટર્ડ ડિસ્કના સૌથી મોટા અવકાશી પદાર્થ તરીકે ગણવામાં આવે છે. આ પદાર્થ શેનો બનેલો છે તે અંગે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ પદાર્થ પ્લુટો કરતાં 5 ટકા જેટલો મોટો છે અને તેનો વ્યાસ 2400 કિમી છે. જાણીતા દ્વાર્ફ ગ્રહો પૈકીનો આ સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહના ચંદ્રને ડાયસ્નોમિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્લુટોની જેમ જ આ ગ્રહની ઙ્રમણ કક્ષા ખૂબ જ અનિયમિત કે અવ્યવસ્થિત હોય છે.તેનું પેરિહિલિયન 38.2 એસ્ટ્રો યુનિટ (AU) (અંદાજે પ્લુટોથી સૂર્ય જેટલા અંતરે) એ એફિલિયન 97.6 પ્રકાશ વર્ષ જેટલું હોય છે. તેની ભ્રમણ કક્ષા કાન્તિવૃત્ત તરફ ખૂબ જ નમેલી હોય છે.

દૂરના પ્રદેશો

સૂર્યમંડળના અંત અને તારાઓ વચ્ચેનું અંતરિક્ષ શરૂ થવાના બિંદુ ઉપર આવેલી જગ્યાની સ્પષ્ટ વ્યાખ્યા આપી શકાઇ નથી. જોકે તેની સીમારેખાઓનું નિર્માણ સૂર્યપવનો અને સૂર્યના ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવે છે. સૂર્યપવનોનો પ્રભાવ સૂર્યથી પ્લુટોના અંતર કરતાં ચારગણો વધારે દૂર સુધી ફેલાયેલો હોય છે. આ હેલિયોપોઝ ને તારાઓ વચ્ચેના માધ્યમની શરૂઆતનો ભાગ માનવામાં આવે છે. જોકે સૂર્યનું રોશેસ્ફિયર, તેના ગુરૂત્વાકર્ષણની પ્રભુત્વતા તેના કરતા હજારો ગણી દૂર ફેલાયેલી હોવાનું માનવામાં આવે છે.

હેલિયોપોઝ

સૂર્યમંડળ 
વોયેજરો હિલીયોશિયાથમાં પ્રવેશે છે.

હેલિયોસ્ફિયરને બે અલગ પ્રાંતમાં વહેચવામાં આવે છે. તારાઓ વચ્ચે રહેલી જગ્યા (ઇન્ટરસ્ટેલર)ના પવનો જે ઇન્ટર સ્ટેલર મિડિયમમાં ફૂંકાતા વાયુઓ છે. તેની સાથે અથડાય નહીં ત્યાં સુધી સૂર્ય પવનોની ઝડપ અંદાજે 400 કિ.મિ. જેટલી હોય છે. આ બંને પવનો વચ્ચેની અથડામણ ટર્મિનેશન શોકમાં થાય છે. આ ઘટના ઇન્ટર સ્ટેલર માધ્યમથી 80થી 100 એસ્ટ્રો યુનિટ (AU) ઉપર વહેતા સૂર્ય પવનો અને નીચેથી વહેતા સૂર્ય પવનોથી 200 પ્રકાશ વર્ષ દૂર બને છે. અહીં પવન નાટકીય ઢબે ધીમો પડી જાય છે અને તે સંકોચાઇને વધુ તોફાની બને છે.અહીં તે મોટા ઇંડાકાર માળખાંની રચના કરે છે જેને હેલિયોશિથના નામથી ઓળખવામાં આવે છે. તેનો દેખાવ અને તેમાં થતી પ્રક્રિયા ધૂકેતુંની પૂંછડી જેવી હોય છે. તે ઉપરના સૂર્યપવનોથી 40 પ્રકાશવર્ષ પરંતુ તેની પૂંછડી ઘમી વખત નીચેના પવનો તરફ વળેલી હોય છે. વોયેજર 1 અને વોયેજર 2 એ ટર્મિનેશન શોક પસાર કરીને હિલિયોશિથમાં પ્રવેશ કરી લીધો છે. સૂર્યથી વોયેજર 1નું અંતર 94 એસ્ટ્રો યુનિટ (AU) અને વોયેજર 2નું અંતર 84 પ્રકાશ વર્ષનું છે. હિલિયોસ્ફિયરની સીમારેખા તરીકે ઓળખાતા હેલિયોપોઝને એક એવું બિંદુ માનવામાં આવે છે કે જ્યાં સૂર્યપવનોનો અંત આવે છે અને તારાઓ વચ્ચેનાં અવકાશ (ઇન્ટર સ્ટેલર સ્પેસ)ની શરૂઆત થાય છે.

હિલોસ્ફિયરની બહારની ધરીનો આકાર તેમજ તેનું બંધારણ ઇન્ગટર સ્તિટેલર મિડિયમ સાથેના સંપર્શીકથી ઉદદ્ભવનારા ગતિશીલ પ્રવાહીથી અસરગ્રસ્ત છે. તેવી જ રીતે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ઉપર પ્રભુત્વ ધરાવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો આકાર ઉત્તરીય હેમિસ્ફિયરમાં થાય છે. જે દક્ષિણ હેમિસ્ફિયરથી 9 એસ્ટ્રો યુનિટ (AU) અંદાજે 90 કરોડ માઇલ) દૂર આવેલું છે. હેલિયોપોઝથી 230 એસ્ટ્રો યુનિટ (AU)ના અંતરે બો શોક આવેલું છે. એવા પ્રકારની રજકણોનો બનેલો અવકાશી પદાર્થ કે જે સૂર્ય આકાશ ગંગામાંથી પસાર થતી વખતે છોડતો જાય છે.

હેલિયોપોઝની પેલેપાર કોઇ જ અવકાશ યાન જઇ શક્યું નથી એટલે સ્થાનિક ઇન્ટર સ્ટેલર સ્પેસની સ્થિતિ કેવી છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. એવી આશા રાખવામાં આવી રહી છે કે નાસાનું વોયેજર અવકાશયાન આગામી દાયકા સુધીમાં હેલિયોપોઝ સુધી પહોંચશે ત્યારબાદ સૂર્યપવનો દ્વારા પૃથ્વી તરફ કેટલી માત્રામાં કિરણોત્સર્ગ કરવામાં આવે છે તેની માહિતી મેળવી શકાશે. બ્રહ્માંડના કિરણોથી હેલિયોસ્ફિયર સૂર્યમંડળનું રક્ષણ કેવી રીતે કરે છે તે બાબત ખૂબ જ નજીવી માત્રામાં જાણી શકાઇ છે. નાસા દ્વારા ભંડોળ આપવામાં આવેલી એક ટુકડી વિઝન મિશન નામનો એક કોન્સેપ્ટ બનાવી રહી છે જેનું ધ્યેય હિલિયોસ્ફિયર અંગેનું સંશોધન કરવાનું છે.

ઊર્ટ વાદળ

સૂર્યમંડળ 
ઉર્ટ ક્લાઉડ, ધી હિલીસ ક્લાઉડ અને કુઇપીર બેલ્ટ(ઇનસેટ)નું કલાકારનું ચિત્ર

પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ એ લાખો કરોડો બર્ફીલા પદાર્થોનું બનેલું ગોળાકાર વાદળ છે. આ વાદળને દીર્ઘાયુ ધૂમકેતુઓના સ્રોત તરીકે માનવામાં આવે છે. આ વાદળ સૂર્યમંડળમાં 50,000 AU (એક પ્રકાશ વર્ષ) સુધી ફેલાયેલું છે અને તેનો વિસ્તાર 1,00,000 AU સુધી (1.87 પ્રકાશ વર્ષ સુધી પણ હોઇ શકે છે. બાહ્ય ગ્રહો સાથે સર્જાતી ગુરૂત્વાકર્ષણ પ્રક્રિયાને કારણે આંતરિક સૂર્યમંડળમાંથી બહાર ધકેલાઇ આવતા ધૂમકેતુઓથી ઊર્ટ વાદળનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. ઊર્ટ વાદળમાં રહેલા અવકાશી પદાર્થોની ગતિ ખૂબ જ ધીમી હોય છે. તેમજ અથડામણો, પસાર થતાં તારાની ગુરૂત્વાકર્ષણ અસરો, આકાશ ગંગામાંથી ઉછળતા મોજાંઓ કે તેના બળ વગેરે જેવી અનિશ્ચિત ઘટનાને કારણે તેની ગતિમાં અવરોધો આવે છે.

સેડના

90377 સેડના (સરેરાશ 525.86 AU) એક વિશાળ, લાલાશ પડતો પ્લુટો પ્રકારનો અવકાશી પદાર્થ છે. તેની પરિભ્રમમ કક્ષા ખૂબ જ વિશાળ અને લંબગોળ છે.તે પેરિહિલિયનથી 76 AU અને એફેલિયનથી 928 AU દૂર આવેલો છે.તેની ભ્રમણ કક્ષા પૂરી કરતાં 12,050 વર્ષનો સમય લાગે છે. આ પદાર્થની શોધ માઇક બ્રાઉને વર્ષ 2003માં કરી હતી. તેના મતાનુસાર નેપ્ચ્યુનની હિજરતથી અસરગ્રસ્ત થઇને તેનું પેરિહિલિયન ખૂબ જ દૂર હોવાને કારણે સેડના સ્કેટર્ડ ડિસ્ક કે ક્વાઇપર પટ્ટાનો ભાગ નથી. તેના સહિત અન્ય કેટલાક ખગોળ શાસ્ત્રીઓના મતાનુસાર આ એક નવા પ્રકારનો પદાર્થ છે. તેના પોતાના પણ અવકાશી ઢાંચો:Mplપદાર્થો હોઇ શકે જેનું પેરિહિલિયન 45 AU અને એફિલિયન 415 AU નું હોઇ શકે છે તેમજ તેનો ભ્રમણ કાળ 3,420 વર્ષ સુધીનો હોઇ શકે છે. આ પ્રકારના પદાર્થોને બ્રાઉને ઊર્ટ વાદળની અંદરના પદાર્થો તરીકે ઓળખાવ્યા છે. કારણ કે સૂર્યની ખૂબ જ નજીક હોવા છતાં પણ તે એક જ પ્રકારની પ્રક્રિયામાંથી બનેલા છે. સેડનાનો આકાર ચોક્ક્સપણે માપી શકાયો નથી તેમ છતાં પણ તે દ્વાર્ફ ગ્રહો જેવો જ પદાર્થ છે.

સીમારેખાઓ

આપણા મોટાભાગના સૂર્યમંડળને હજી પૂરી રીતે જાણી શકાયું નથી. સૂર્યનું ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર તેની આસપાસ રહેલા તારાઓના ગુરૂત્વાકર્ષણ બળને પ્રભાવિત કરે છે. તેની અસર બે પ્રકાશ વર્ષ (1,25,000 AU) સુધી ફેલાયેલી છે. ઊર્ટ વાદળની ત્રિજ્યાનો ઓછામાં ઓછો અંદાજ 50,000 AU થી વધારે નથી તેમ માનવામાં આવે છે. સેડના જેવા પદાર્થોનું સંશોધન થયું હોવા છતાં પણ ક્વાઇપર પટ્ટો અને ઊર્ટ વાદળની વચ્ચે આવેલો હજારો AU જેટલા વિસ્તારનું સંશોધન કરી શકાયું નથી. બુધ અને સૂર્યની વચ્ચે આવેલા પ્રદેશનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે. જે પ્રદેશો અંગે સૂર્યમંડળમાં હજી સુધી સંશોધન થયું નથી કે ચાલી રહ્યું છે તેમાંથી પણ નવા પદાર્થો અંગેની જાણકારી મળવાની શક્યતા છે.

આકાશ ગંગા સાથે સંબંધ

સૂર્યમંડળ 
આપણી આકાશગંગામાં સૂર્ય મંડળનું સ્થાન

આપણું સૂર્યમંડળ આકાશગંગામાં આવેલું છે. આ એક ગૂંચળા જેવો આકાર ધરાવતી આકાશગંગા છે જેનો વ્યાસ 1,00,000 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે અને આકાશ ગંગામાં 200 અબજ જેટલા તારાઓ આવેલા છે. સૂર્ય આકાશ ગંગાની બહારની બાજુએ આવેલા ગૂંચળાવાળા વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તારને ઓરિયન આર્મ અથવા તો સ્થાનિક ધાર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય આકાશ ગંગાના કેન્દ્રથી, 25,000થી 28,000 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. આકાશ ગંગામાં તેની પરિભ્રમણની ઝડપ 220 કિ.મિ. પ્રતિ સેકન્ડની છે. તેથી તેને આખું પરિભ્રમણ પૂરૂં કરતાં 22.5 કરોડથી 25 કરોડ વર્ષનો સમય લાગે છે. સૂર્યના આ પરિભ્રમણને સૂર્યમંડળના બ્રહ્માંડ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટર સ્ટેલર સ્પેસમાંથી સૂર્યપથની શરૂઆત થાય છે તે હરક્યુલિસ નાં ઝૂમખાં પાસેથી નીકળીને વેગા તારાના હાલના સ્થાન ભણી ગતિ કરે છે.

પૃથ્વી ઉપર જીવનની જે ઉત્ક્રાન્તિ થઇ તેના માટે આકાશ ગંગામાં સૂર્યમંડળની સ્થિતિ પણ ખૂબ જ અગત્યનું પાસું ગણાવી શકાય. તેની પરિભ્રમણ કક્ષા એકદમ ગોળ છે અને અંદાજે તેની ઝડપ પણ આકાશ ગંગાના સ્પાઇરલ આર્મ જેટલી જ છે. તેથી પૃથ્વી સ્પાઇરલ આર્મને ક્યારે વટાવતી નથી. સ્પાઇરલ આર્મ સુપરનોવા જેવા ખતરનાક પદાર્થોનું આશ્રયસ્થાન હોવાને કારણે પૃથ્વીને લાંબા સમય સુધી જીવનકાળ ચલાવવાનો મોકો મળ્યો છે. સૂર્યમંડળ આકાશ ગંગાના સહુથી વધારે તારાઓથી ભરેલા ગીચ વિસ્તારથી પણ દૂર આવેલું છે. કેન્દ્રની નજીક તારાઓના ગુરૂત્વાકર્ષણ બળથી ખેંચાઇને કેટલાય અવકાશી પદાર્થો ઊર્ટ વાદળમાં આવે છે. જેમાંથી આંતરિક સૂર્યમંડળમાં અનેક પ્રકારના ધૂમકેતુઓનું નિર્માણ થાય છે અને તે ધડાકાઓ સાથે અવકાશમાં અથડાય છે. જેના કારણે પૃથ્વી ઉપર જોખમ હોવાની શક્યતા છે. આકાશ ગંગાના મધ્ય ભાગમાંથી આવતા પ્રચંડ કિરણોત્સર્ગને કારણે પણ જટિલ જીવનના વિકાસમાં અવરોધ આવી શકે છે. સૂર્યમંડળની હાલની સ્થિતિને જોતાં ખગોળશાસ્ત્રીઓએ એવું અનુમાન કર્યું છે કે તાજેતરના સુપરનોવે છેલ્લા 35,000 વર્ષો દરમિયાન પૃથ્વી ઉપરનાં જીવનને સૂર્યના વાતાવરણમાં મોટા ધૂમકેતુઓ તેમજ અન્ય અવકાશી પદાર્થો ફેંકીને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.

પડોશીઓ

સ્થાનિક ઇન્ટર સ્ટેલર વાદળને આકાશ ગંગાનું પ્રથમ પડોશી માનવામાં આવે છે. આ વાદળને લોકલ ફ્લફ તેમજ આ વાદળના વિસ્તારને સ્થાનિક પરપોટો એટલે કે લોકલ બબલ તરીકે પણઓળખવામાં આવે છે. તેનો આકાર રેતીની ઘડિયાળ જેવો છે અને તેનું સ્થાન ઇન્ટર સ્ટેલર મિડિયમથી 300 પ્રકાશ વર્ષ સુધી ફેલાયેલો છે. આ પરપોટાનું નિર્માણ અતિશય ગરમ કિરણો દ્વારા થયું છે. આ પરપોટાનું નિર્માણ કેટલાક સુપરનોવા દ્વારા કરવામાં આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે.

સૂરેયની આસપાસ દસ પ્રકાસ વર્ષના વિસ્તાર (95 લાખ કરોડ કિ.મિ.)ના વિસ્તારમાં ખૂબ જ ઓછાં તારાઓ આવેલાં છે. સૂર્યની સૌથી નજીક ત્રેવડા તારાની એક સિસ્ટમ આલ્ફા સેન્ટાઉરી આવેલી છે જેનું અંતર સૂર્યથી 4.4 પ્રકાશ વર્ષ જેટલું છે. આલ્ફા સેન્ટાઉરીમાં એ અને બી તારાની જોડી નજીકમાં આવેલી છે. તેઓ સૂર્ય પ્રકારના જ તારાઓ છે. જ્યારે ત્રીજો લાલ રંગનો તારો નાનો દ્વાર્ફ ગ્રહ જેવો છે. જેને આલ્ફા સેન્ટોરી સી તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા સેન્ટોરીને પ્રોક્સિમા સેન્ટોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે તારાની જોડી 0.2 પ્રકાશ વર્ષના અંતરે પરિભ્રમણ કરે છે. ત્યારબાદ બર્નાર્ડ તારા નામનો અન્ય એક લાલ દ્વાર્ફ સૂર્યની સહુથી નજીક આવેલો તારો છે.(5.9 પ્રકાશ વર્ષ) ત્યાર બાદ વુલ્ફ 359 (7.8 પ્રકાશ વર્ષ), લેલેન્ડે 21185 (8.3 પ્રકાશ વર્ષ) સૂર્યના કરતા દસ પ્રકાશ વર્ષ કરતાં પણ નજીક આવેલા તારાઓ પૈકીનો સહુથી મોટો તારો સાઇરિયસ માનવામાં આવે છે. તે ખૂબ જ ચળકતો અને મેઇન સિક્વન્સ તારો છે તેનું માસ સૂર્ય કરતાં બમણું છે.તેની આસપાસ સફેદ રંગનો દ્વાર્ફ ગ્રહ પરિભ્રમણ કરે છે. તેને સાઇરિયસ બીના નામથી ઓળખવામાં આવે છે. તે 8.6 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. દસ પ્રકાશ વર્ષમાં બાકી રહેલાં મંડળને લાલ દ્વાર્ફ મંડળ કહેવામાં આવે છે. જેમાં લુઇટેન 726-8 (8.7 પ્રકાશ વર્ષ), તેમજ એકલવાયો લાલ દ્વાર્ફ રોઝ 154 (9.7 પ્રકાશ વર્ષ) આવેલા છે. આપણી નજીક સૂર્ય જેવો એક માત્ર તારો તાઉ સેટી છે. જે 11.9 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. તેની પાસે સૂર્યનું 80 ટકા જેટલું માસ છે પરંતુ તેની તેજસ્વીતા માત્ર 60 ટકા જેટલી છે. એપ્સિલોન ઇરેડાની નામનો ગ્રહસૂર્યથી 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે જેને અધિક સઉર ગ્રહ પણ કહેવામાં આવે છે. આ તારો સૂર્ય કરતાં થોડો ઝાંખો અને લાલાશ પડતો છે જે 10.5 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. એક નિશ્ચિત ગ્રહ એપ્સિલોન ઇરેડાની બી છે તેનું માસ ગુરૂના માસ કરતા 1.5 ગણું છે તે દર 6.9 વર્ષે તેના તારાનું પરિભ્રમણ કરે છે.

A diagram of our location in the Local Supercluster– click here to view more detail

બંધારણ અને ઉત્ક્રાન્તિ

સૂર્યમંડળનું સર્જન 4.6 અબજ વર્ષો પહેલા મોટાં વાદળનું ગુરૂત્વાકર્ષણના કારણે તૂટી પડવાથી થયું હતું શરૂઆતમાં આ વાદળ દ્વારા કેટલાક તારાઓનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

જેના હાલમાં સૂર્યમંડળ તરીકે ઓળખવામાં આવે છે તેને અગાઉ પ્રિ સોલાર નેબ્યુલાના નામથી ઓળખવામાં આવતી હતી. તીત્ર્ણ ઝડપમાં વાદળ તૂટી પડવાને કારણે તેની ગતિ વધારે ઝડપી બની ગઇ હતી. કેન્દ્ર સ્થાનમાં જ મોટાભાગના અવકાશી પદાર્થો ભેગા થતાં તે ભાગ આજુ બાજુના વલયો કરતાં વધારે ગરમ બની ગયો. જેમ જેમ નેબ્યુલા પરિભ્રમણ કરવા માેડી તેમ તેમ તેણે પ્રોટો પ્લેનેટરી ડિસ્કને સમતળ કરી નાખી આ ડિસ્કનો વ્યાસ 200 AUનો હતો અને તે ઘટ્ટ તેજ ગરમ હતી તેની મધ્યમાં પ્રોટો સ્ટાર આવેલો હતો. હાલની ઉત્ક્રાન્તિ અનુસાર સૂર્યને ટી ટોરી તારો માનવામાં આવી રહ્યો છે. ટી ટોરી તારાના અભ્યાસ ઉપરથી માલુમ પડે છે કે તેઓની આસપાસ 0.001થી 0.1 સોલાર માસ ધરાવતા પ્રિ પ્લેનેટરી અવકાશી પદાર્થો જોવા મળે છે. આ પ્રકારના પદાર્થો નેબ્યુલામાંથી કે તે તારામાંથી જ છૂટા પડેલા હોય છે. સેન્દ્રિય વૃદ્ધિથી જન્મેલાં ગ્રહો આ પ્રકારની ડિસ્કનું નિર્માણ કરે છે.

પાંચ કરોડ વર્ષો સુધીમાં પ્રોટોસ્ટારની મધ્યમાં રહેલા હાઇડ્રોજનની ઘનતા તેને થર્મોન્યુક્લિયર મિશ્રણ બનાવવાને પર્યાપ્ત હતાં. હાઇડ્રોસ્ટેટિક સમતુલાનું નિર્માણ ન થાય ત્યાં સુધી દબાણ, તાપમાન, પ્રતિક્રિયાનો દર અને ઘનતા વધતા રહે છે. થર્મલ એનર્જી ગુરૂત્વાકર્ષણનો પ્રતિકાર કરે છે. આ મુદ્દે સૂર્ય એક પૂર્ણરૂપી મેઇન સિક્વન્સ તારો બને છે.

હર્ટ્જસ્પ્રન્ગ રસેલની આકૃતિની મુખ્ય શ્રેણી સુધી સૂર્ય તેનો વિકાસ શરૂ કરશે ત્યાં સુધી આજે આપણે જાણઈએ છીએ તેમ સૂર્ય મંડળ અસ્તિત્વમાં રહેશે. જેમ સૂર્ય તેના હાઇડ્રોજન ઇંધણ મારફતે બળે છે, તેમ ઉર્જા ઉત્પાદન ઘટાડાના કડક વલણને ટેકો આપે છે, જે તેને તેની પર જ પડી ભાંગવામાં પરિણમે છે. દબાણમાં વધારો કોરને ગરમ કરે છે, તેથી વધુ ઝડપથી બળે છે. પરિણામે, સૂર્ય દરરોજના આશરે 1.1 અબજ વર્ષોના દરે તેજસ્વી વૃદ્ધ પામે છે.

અત્યારથી આશરે 5.4 અબજ વર્ષો પછી સૂર્યના ગર્ભની અંદરનો હાઇડ્રોજન સંપૂર્ણ રીતે હિલીયમમાં રૂપાંતર પામશે, જે મુખ્ય શ્રેણીના તબક્કાનો અંત લાવશે. આ સમયે, સૂર્યના બહારના આવરણ તેના પ્રવર્તમાન વ્યાથી આરે 260 ગણા સુધી વિસ્તરશે; સૂર્ય રેડ જાયંટ (લાલ ગોળો) બની જશે. તેની બહોળા પ્રમાણમાં વધેલી સપાટી વિસ્તારને કારણે, સૂર્યની સપાટી, મુખ્ય શ્રેણી (ઠંડામાં ઠંડુ 26000 કે) ની તુલનામાં નોંધપાત્ર રીતે ઠંડો થઇ જશે.

આખરે, સૂર્યના બહારના સ્તરો ખરી જશે, અને સફેદ નાનો તારો છોડી દેશે, જે અત્યંત અદભૂત ઘન પદાર્થ છે, અને સૂર્યના મૂળ જથ્થાથી અર્ધો છે, પરંતુ પૃથ્વીના કદ જેટલો છે. ખરી ગયેલા બહારના સ્તરો ગ્રહને લગતો નિહારીકાતરીકે જાણીતાનું સર્જન કરશે, જે તારાઓની વચ્ચે જે સમાગ્રીઓથી સૂર્યની રચના થઇ હતી તેમાંથી થોડી સામગ્રી પરત કરશે.

નોંધ

  • આઠ ગ્રહ અને પાંચ નાના ગ્રહોની કુદરતી ઉપગ્રહોની સંપૂર્ણ યાદી માટે ^ જુઓ કુદરતી ઉપગ્રહોની યાદી
  • ^ સૂર્ય, ગુરુ અને સેટ્રન સિવાયના સૂર્ય મંડળના સમૂહને ગણતરીપૂર્વકના તમામ સમૂહોના મોટા પદાર્થોનો એકી સાથે ઉમેરો કરીને અને ઉર્ટ ક્લાઉડ (આશરે 3 પૃથ્વી સમૂહો અંદાજત)ના સમૂહો માટે કાચી ગણતરીનો ઉપયોગ કરીને, કુપીયર બેલ્ટ (આશરે 0.1 પૃથ્વી સમૂહને અંદાજિત)અને મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચેના પટ્ટાનો એક ગ્રહ (0.0005 પૃથ્વી સમૂહ હોવાનો અંદાજ) આમ કુલ થઇને, 37 પૃથ્વી સમૂહોના ઉપર ગોળાકાર, અથવા સૂર્યની ફરતેના ગ્રહમાં 8.1 ટકા સમૂહ યુરેનસ અને નેપ્ચ્યુન(~31 પૃથ્વી સમૂહો)ના સંલગ્ન સમૂહોની બાદબાકી કરાઇ છે ત્યારે, બાકીના ~6 પૃથ્વી સમૂહ સામગ્રીઓમાં કુલના 1.3 ટકાનો સમાવેશ થાય છે.
  • ^ ખગોળશા્ત્રીઓ ખગોળશાસ્ત્રીય એકમ(AU)માં સૂર્યમંડળ સુધીનું અતર માપે છે. એક AU બરાબર પૃથ્વી અને સૂર્યના કેન્દ્રની વચ્ચેનું સરેરાશ અંતર અથવા 149,598,000કીમી થાય છે. સૂ્ર્યથી પ્લુટો આશરે 38 AU છે અને સૂર્ય ગુરુથી આશરે 5.2 AU છે. એક પ્રકાશ વર્ષએ 63,240 AU.
  • સંદર્ભો

    બાહ્ય લિન્ક્સ

    Tags:

    સૂર્યમંડળ શોધ અને નીરિક્ષણસૂર્યમંડળ માળખુંસૂર્યમંડળ પરિભાષાસૂર્યમંડળ સૂર્યસૂર્યમંડળ આંતરિક સૂર્યમંડળ બાહ્ય સૂર્યમંડળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશસૂર્યમંડળ દૂરના પ્રદેશોસૂર્યમંડળ આકાશ ગંગા સાથે સંબંધસૂર્યમંડળ બંધારણ અને ઉત્ક્રાન્તિસૂર્યમંડળ નોંધસૂર્યમંડળ સંદર્ભોસૂર્યમંડળ બાહ્ય લિન્ક્સસૂર્યમંડળગુરૂત્વાકર્ષણનેપ્ચ્યુનપૃથ્વીબુધમંગળયુરેનસશનિશુક્રસમૂહસૂર્ય

    🔥 Trending searches on Wiki ગુજરાતી:

    ગુણાતીતાનંદ સ્વામીઅબ્દુલ કલામગેની ઠાકોરશહેરરબારીતિરૂપતિ બાલાજીમાધવસિંહ સોલંકીમકર રાશિકેન્સરગુજરાતના તાલુકાઓભારતીય બંધારણ સભાબારીયા રજવાડુંબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસોમનાથગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવૈશ્વિક આબોહવા પરિવર્તનનવોદય વિદ્યાલયમહમદ અલી ઝીણાખુદીરામ બોઝઋગ્વેદસીતાવારાણસીઅમરેલી જિલ્લોરશિયાવિષ્ણુઈન્દિરા ગાંધીહરજી ભાટીભાથિજીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનવડગામ તાલુકોહમીરજી ગોહિલગુજરાત મેટ્રોમિથુન રાશીપ્રીટિ ઝિન્ટાસપ્તર્ષિમોટરગાડીહનુમાન ચાલીસારુધિરાભિસરણ તંત્રગુજરાતના લોકમેળાઓગુજરાતી ભાષાવેદવલ્લભાચાર્યભારતીય રૂપિયા ચિહ્નસ્વામિનારાયણ મંદિર, અમદાવાદચુલનો મેળોગુજરાતી ફિલ્મોની યાદીકેશુભાઈ પટેલપારોસધી માતાનું મંદિર, ખેરવામીન રાશીધૂમકેતુઅરડૂસીત્રેતાયુગનરનારાયણસોલર પાવર પ્લાન્ટબનાસ ડેરીહાથીઅયોધ્યાશ્રીમદ્ ભગવદ્ ગીતાચંદ્રકાંત બક્ષીરાજા રામમોહનરાયરવિ પાકગારીયાધાર તાલુકોવનસ્પતિપુ્ષ્ટિમાર્ગ બેઠકક્ષેત્રફળવાઘગુજરાતનું રાજકારણમીરાંબાઈતલાટી-કમ-મંત્રીફેસબુકશ્યામજી કૃષ્ણ વર્માઅહિલ્યાબાઈ હોલકરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપાટણહસ્તમૈથુનરસાયણ શાસ્ત્રબગદાણા (તા.મહુવા)🡆 More