વેરાવળ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વેરાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનું મહત્વનું શહેર છે અને વેરાવળ તાલુકાનું મુખ્ય મથક છે.

વેરાવળ
—  શહેર  —
વેરાવળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°54′53″N 70°21′56″E / 20.914825°N 70.365672°E / 20.914825; 70.365672
દેશ વેરાવળ: ભૂગોળ, ઇતિહાસ, વસ્તીવિષયક ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
વસ્તી ૧,૫૩,૬૯૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 0 metres (0 ft)

કોડ
  • • પીન કોડ • 362265, 362266
    • ફોન કોડ • +91(2876)

ભૂગોળ

વેરાવળ: ભૂગોળ, ઇતિહાસ, વસ્તીવિષયક 
વેરાવળ સોમનાથ નકશો, ૧૯૧૧

વેરાવળ સોમનાથથી ૭ કિ.મી.ના અંતરે આવેલું છે. વેરાવળ 20°54′N 70°22′E / 20.9°N 70.37°E / 20.9; 70.37 પર સ્થિત છે. તેની સરેરાશ ઊંચાઈ ૦ મીટર (૦ ફુટ) છે

ઇતિહાસ

૧૩મી-૧૪ સદીમાં રાજપૂત રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયે જુનાગઢના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છે, જેમાં સુંદર નવાબી ઉનાળાના મહેલનો સમાવેશ થાય છે. વેરાવળની આસપાસ નવાબી કિલ્લા અને નવાબી દ્વારોના ખંડેરો છે. બંદરની જૂની દિવાલો હવે ખંડેર બની છે. જુનાગઢ દ્વાર અને પાટણ દરવાજો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.

નવાબી મહેલ જે મુખ્ય આકર્ષણોમાંથી એક છે, તે સોમનાથ કોલેજ તરીકે જાણીતું છે (આ મહેલને નવાબ દ્વારા છોડી દેવામાં આવ્યા પછી કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો). હાલમાં તે સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ફેરવાઈ છે. આ શહેરને ઘણીવાર સોમનાથના ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે અને પ્રભાસ પાટણ અને ભાલકાના યાત્રાધામો તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળ ગીર અભ્યારણ્યનું (૪૨ કિ.મી. દૂર) સૌથી નજીકનું શહેર છે.

સુરતના ઉદય પહેલાં, વેરાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું. તેનું મહત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે. કોઈ પણ આધુનિક તકનીકીના ઉપયોગ વિના માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં આવે છે. આ પરંપરાગત કુશળતા પિતાથી પુત્ર સુધી પસાર થાય છે. વેરાવળથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઐતિહાસિક સવાની ગામ આવેલું છે.

વસ્તીવિષયક

૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી મુજબ, વેરાવળની વસ્તી ૧,૫૩,૬૯૬ હતી. કુલ વસ્તીના ૫૧% પુરુષો છે અને સ્ત્રીઓ ૪૯% છે. વેરાવળનો સરેરાશ સાક્ષરતા દર ૬૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધારે છે. પુરૂષ સાક્ષરતા ૭૧% છે અને સ્ત્રી સાક્ષરતા ૫૩% છે. વેરાવળમાં, ૧૪% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની છે.

લોકો

વેરાવળની મુખ્ય ગુજરાતી વસ્તી છે. જૈન (ઓસવાલ), સોની, ખારવા, આહીર બ્રહ્મ સમાજ અને કોળી, રાજવાડી ભોઇ, હાડી, લોહાણા, મલિક, મેમણો, પટણી અને રાયકા જ્ઞાતિની વસ્તી છે. સિંધી ની પણ મોટી વસ્તી છે. શહેરમાં ગુજરાતી અને હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.

ઉદ્યોગો

મત્સ્યોદ્યોગ હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અને ખારવા (માછીમારો)ઓનું તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ જીઆઇડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે અમેરિકા, જાપાન, દક્ષિણ-પૂર્વ એશિયા, આરબ અને યુરોપિયન યુનિયનના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

વેરાવળમાં આદિત્ય બિરલા નુવો લિમિટેડ (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.

વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં ગુજરાત અંબુજા સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિધ્ધિ સિમેન્ટ લિમિટેડ અને ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના કારખાના છે.

પરિવહન

વેરાવળ જંકશન પશ્ચિમ રેલવે માટે ખૂબ જ વ્યસ્ત રેલવે જંકશન સ્ટેશન છે અને 14 પ્રાદેશિક અને લાંબી-અંતર માટેની રેલગાડીઓ દ્વારા સેવા અપાય છે.

દૈનિક (અથવા બહુવિધ દૈનિક) રેલગાડીઓ ગુજરાતમાં અમદાવાદ, ભરૂચ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોને જોડે છે. ગુજરાતમાં કેશોદ, જેતલસર, ગોંડલ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડીઆદ, આણંદ, વલસાડ, વાપી, દાહોદ અને ગોધરા જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.

દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં ભોપાલ, જબલપુર, ઈટારસી, રતલામ, ઉજ્જૈન અને મુંબઇનો સમાવેશ થાય છે. પૂણે, ત્રિવેન્દ્રમ, કોચી, કોલ્મમ, કોટ્ટાયામ, થ્રિસુર, કોળિક્કોટ્, કુન્નુર, મેંગલોર, કરવર, મડગાંવ, રત્નાગિરી અને પાનવેલ જેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.

નજીકના વિમાનમથક દીવ અને રાજકોટ છે .

હવામાન

હવામાન માહિતી વેરાવળ
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 33
(91)
36
(97)
42
(108)
40
(104)
40
(104)
39
(102)
38
(100)
39
(102)
38
(100)
38
(100)
37
(99)
37
(99)
42
(108)
સરેરાશ મહત્તમ °C (°F) 27
(81)
27
(81)
30
(86)
30
(86)
31
(88)
31
(88)
30
(86)
28
(82)
30
(86)
32
(90)
31
(88)
28
(82)
30
(85)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 16
(61)
17
(63)
20
(68)
23
(73)
26
(79)
28
(82)
27
(81)
26
(79)
26
(79)
24
(75)
21
(70)
18
(64)
23
(73)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 8
(46)
7
(45)
8
(46)
18
(64)
20
(68)
16
(61)
16
(61)
20
(68)
21
(70)
19
(66)
11
(52)
7
(45)
7
(45)
સરેરાશ વરસાદી દિવસો 1 1 1 1 1 9 16 16 8 2 2 1 59
Average relative humidity (%) 60 66 73 81 85 85.5 88 88.5 86 78 66.5 61.5 76.6
સ્ત્રોત: Weatherbase

મહત્વ

વેરાવળ: ભૂગોળ, ઇતિહાસ, વસ્તીવિષયક 
વેરાવળ મત્સ્ય બંદર

વેરાવળ એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ-સોમનાથનું પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ-સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. વેરાવળથી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામની બાજુમાં પાંડવ તપોવન ભૂમિ નામનું રમણિય પર્યટન સ્થળ આવેલું છે. કહેવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિં વસવાટ કર્યો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

વેરાવળ: ભૂગોળ, ઇતિહાસ, વસ્તીવિષયક 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

વેરાવળ ભૂગોળવેરાવળ ઇતિહાસવેરાવળ વસ્તીવિષયકવેરાવળ લોકોવેરાવળ ઉદ્યોગોવેરાવળ પરિવહનવેરાવળ હવામાનવેરાવળ મહત્વવેરાવળ સંદર્ભવેરાવળ બાહ્ય કડીઓવેરાવળગીર સોમનાથ જિલ્લોગુજરાતભારતવેરાવળ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલીતાણારાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ગુજરાતી અંકપાટડી (તા. દસાડા)ગુજરાતના શક્તિપીઠોઅશ્વગંધા (વનસ્પતિ)સંજુ વાળાઆસનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવલ્લભી વિશ્વવિદ્યાલયરામદેવપીરવાઘબાવળગાંધીનગરભૂપેન્દ્ર પટેલદેવભૂમિ દ્વારકા જિલ્લોગરમાળો (વૃક્ષ)એડોલ્ફ હિટલરમેષ રાશીસલામત મૈથુનચરોતરનરેન્દ્ર મોદીબ્રહ્માંડહોકાયંત્રખોડિયારસમાનાર્થી શબ્દોરાજકોટ જિલ્લોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓડાંગરસુઝલોનકલમ ૩૭૦વિશ્વ પર્યાવરણ દિવસકનૈયાલાલ મુનશીભારતીય રૂપિયોતરબૂચપાંડવઇસ્લામઅલંગગુજરાતી લોકોગ્રીનહાઉસ વાયુપંચમહાલ જિલ્લોસ્વામિનારાયણબોટાદ જિલ્લોસોનુંઅખા ભગતસોલંકી વંશમધ્ય ઝોન, અમદાવાદ શહેરસીદીસૈયદની જાળીવાઘરીક્રિકેટનું મેદાનચીનકમળોગુજરાતના જિલ્લાઓગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગણિતઆદિ શંકરાચાર્યમહાત્મા ગાંધીનું કુટુંબકિષ્કિંધાજુનાગઢઅનિલ અંબાણીરામગીર સોમનાથ જિલ્લોપર્યટનઉંબરો (વૃક્ષ)રક્તના પ્રકારમહિનોપાણીનું પ્રદૂષણઅશ્વત્થામાડાકોરહમીરજી ગોહિલધીરુબેન પટેલચુનીલાલ મડિયાચેસકાંકરિયા તળાવરામાયણગુરુત્વાકર્ષણમહેન્દ્ર સિંઘ ધોની🡆 More