રામનવમી: ભગવાન શ્રીરામનો જન્મદિવસ

ભારતીય ઉપખંડના હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો.

તે સમય હતો મધ્યાહ્નનો અને તીથિ હતી ચૈત્ર સુદ નોમ. રામના આ જન્‍મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્નિ અને નાના ભાઈભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું જીવન વ્‍યતિત કર્યુ હતું.

શ્રીરામ નવમી
રામનવમી: ભગવાન શ્રીરામનો જન્મદિવસ
ઉજવવામાં આવે છેભારત, નેપાળ, હિંદુઓ વસવાટ કરતા હોય તેવા બધા જ દેશ
પ્રકારહિંદુ
મહત્વરામનો જન્મ
ઉજવણીઓચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ
ધાર્મિક ઉજવણીઓપૂજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી
અંતચૈત્ર સુદ નોમ
તારીખ૧૭ એપ્રિલ (બુધવાર)
આવૃત્તિવાર્ષિક

રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.

આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ​ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.

આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.

સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

સંદર્ભો

Tags:

ચૈત્ર સુદ ૯રામહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ડોંગરેજી મહારાજબારોટ (જ્ઞાતિ)સ્વામિનારાયણ સંપ્રદાયએશિયાઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહપોરબંદર જિલ્લોભરૂચભારતીય સ્વતંત્રતા ચળવળસતાધારજલિયાંવાલા બાગ હત્યાકાંડભારતના રજવાડાઓની યાદીરૂઢિપ્રયોગપુરાણગુજરાતીકાશ્મીરસીતાઆદિ શંકરાચાર્યદમણખાદ્ય પદાર્થની સાચવણીજામનગર જિલ્લોઆસામપ્રથમ પંચવર્ષીય યોજનાદ્રૌપદી મુર્મૂભારતના રાષ્ટ્રપતિઓની યાદીસરસ્વતી દેવીઆતંકવાદકાકોરી કાંડરવીન્દ્ર જાડેજાધોળાવીરાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએડોલ્ફ હિટલરરવિશંકર વ્યાસઘોડોભારતગેની ઠાકોરચૈતન્ય મહાપ્રભુવિધાન સભાકાલ ભૈરવવિઘારાજા રવિ વર્માભારતીય સિનેમાહરિશ્ચંદ્રવિશ્વ વેપાર સંગઠનખજુરાહોસામાજિક નિયંત્રણરાણકી વાવગુજરાતી ભાષાવિષાણુહાથીભાવનગર જિલ્લોગુજરાતી થાળીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકાદુ મકરાણીપશ્ચિમ બંગાળમહાગુજરાત આંદોલનરાધાઇન્સ્ટાગ્રામમાનવ શરીરભારતીય ધર્મોસૂર્યમંડળવડઓખાહરણપુ્ષ્ટિમાર્ગ બેઠકમાધવપુર ઘેડકાકાસાહેબ કાલેલકરઅનિલ અંબાણીડાકોરવાયુનું પ્રદૂષણહિતોપદેશકલાપીઉપનિષદવૃશ્ચિક રાશી🡆 More