રફેલ નડાલ: સ્પેનિશ ટેનિસ ખેલાડી

રફેલ રફા નડાલ પરેરા (Catalan pronunciation: ; Spanish pronunciation: ; જન્મ 3 જૂન 1986) એ એક સ્પેનિશ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી છે.

એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપી (ATP)) દ્વારા તેને અત્યારે પ્રથમ ક્રમે પદાંકિત કરાયો છે. તેને અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડીઓ પૈકીનો એક ગણવામાં આવે છે. માટી પર તેની સફળતાએ તેને "માટીનો રાજા" એવું હુલામણું નામ અપાવ્યું અને ઘણા નિષ્ણાતોને તેને માટીના મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી મહાન ખેલાડી ગણવા પ્રેર્યા છે. નડાલે નવ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ, સિંગલ્સમાં 2008 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક, વિક્રમી 18 એટીપી (ATP) વર્લ્ડ ટૂર માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટ્સ જીત્યાં છે અને તે 2004, 2008 અને 2009માં ફાઇનલ્સ જીતનાર સ્પેન ડેવિસ કપ ટીમનો ભાગ હતો. તેણે 2010 યુએસ (US) ઓપન જીતીને કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યું હતું. ઓપન યુગમાં આ દરજ્જો હાંસલ કરનાર તે ઇતિહાસમાં સાતમો અને સૌથી નાનો ખેલાડી હતો. તે કરિયર ગોલ્ડન સ્લેમ (ચાર ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા) પૂર્ણ કરનાર આંદ્રે અગાસી બાદનો બીજો પુરૂષ ખેલાડી છે.

રફેલ નડાલ
રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ
રફેલ નડાલ યુ.એસ. ઓપનમાં
પૂરું નામરફેલ નડાલ પરેરા
દેશSpain સ્પેન
રહેઠાણManacor, Majorca, Spain
ઊંચાઈ1.85 m (6 ft 1 in)
વજન85 kg (187 lb; 13.4 st)
Turned pro2001
PlaysLeft-handed (two-handed backhand)
કારકિર્દીની પુરસ્કાર રકમ$103251975
  • 3rd All-time leader in earnings
Singles
કારકિર્દીનો રેકર્ડ918-189 (82.93%)
કારકિર્દીના ટાઈટલ્સ80
સર્વોચ્ચ રેન્કિંગNo. 1 (18 August 2008)
હાલનું રેન્કિંગNo. 1 (21 October 2018)
Grand Slam Singles results
ઓસ્ટ્રેલિયન ઓપનW (2009)
ફ્રેંચ ઓપનW (2005, 2006, 2007, 2008, 2010),2012,2013,2014,2017
વિમ્બલ્ડનW (2008, 2010,2013)
યુએસ ઓપનW (2010,2013,2017)
Other tournaments
Tour FinalsF (2010)
Olympic Gamesરફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ Gold medal (2008)
Doubles
Career record86–52
Career titles
Highest rankingNo. 26 (8 August 2005)
Grand Slam Doubles results
Australian Open3R (2004, 2005)
Wimbledon2R (2005)
US OpenSF (2004)
Last updated on: 31 January 2011.

નડાલે ટોચનું સ્થાન હાંસલ કર્યું તે અગાઉના સળંગ 160 સપ્તાહ સુધી તે રોજર ફેડરર બાદના બીજા ક્રમે હતો. નડાલે 18 ઓગસ્ટ 2008થી 5 જુલાઈ 2009 સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેણે પાંચમું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા બાદ 7 જૂન 2010ના રોજ તેનું દુનિયાના પ્રથમ ક્રમના ખેલાડીનું સ્થાન હાંસલ કર્યું હતું.

પ્રારંભિક જીવન

રફેલ નડાલનો જન્મ સ્પેનમાં મેનાકર, મેજરકામાં પોતાની માલિકીની સા પુન્ટા નામની રેસ્ટોરાં ધરાવતા અને બારીના કાચનું ઉત્પાદન કરતી કંપની વિડ્રેસ મેલોર્કાનું સંચાલન કરતા વેપારીને ત્યાં થયો હતો. તેઓ એક વીમા કંપની પણ ધરાવે છે. તેની માતા અના મારીયા પરેરા ગૃહિણી છે. તેની નાની બહેનનું નામ મારીયા ઇસાબેલ છે. તેના કાકા મિગ્યુએલ એન્ગલ નડાલ એક નિવૃત્ત પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી છે જેઓ આરસીડી (RCD) મેલોર્કા, એફસી (FC) બાર્સિલોના, અને સ્પેનિશ નેશનલ ટીમ માટે રમ્યાં હતા. નડાલ ફૂટબોલ ક્લબ્સ રીયલ મેડ્રિડ અને આરસીડી (RCD) મેલોર્કાનું સમર્થન કરે છે. નડાલ ટેનિસ માટે કુદરતી કુશળતા ધરાવે છે તેવું ઓળખ્યા બાદ તેના અન્ય એક કાકા ટોની નડાલ, જે એક ભૂતપૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હતા તેમણે, તેને ટેનિસની રમતમાં નાંખ્યો. આ વખતે તેની ઉંમર ત્રણ વર્ષની હતી. ટોની તેને ત્યારથી કોચિંગ આપે છે. તેણે નડાલના કોચિંગ માટે એક પણ પૈસો મેળવ્યો નથી.

આઠ વર્ષની ઉંમરે નડાલ અન્ડર-12 રિજનલ ટેનિસ ચેમ્પિયનશીપ જીત્યો. તે સમયે તે ફૂટબોલનો પણ એક આશાસ્પદ ખેલાડી હતો. આને કારણે ટોની નડાલે રફેલની ટેનિસમાં તાલીમ તીવ્ર બનાવી અને ટેનિસ કોર્ટ પર ડાબોડી રમતનો કુદરતી લાભ લેવા માટે નડાલને તે સમયે ડાબા હાથે રમવા પ્રોત્સાહન આપ્યું હતું કારણકે ટોનીએ જોયું હતું કે નડાલ ફોરહેન્ડ શોટ બે હાથથી રમતો હતો. નડાલ જ્યારે 12 વર્ષનો થયો ત્યારે તેણે તેના વયજૂથમાં સ્પેનિશ અને યુરોપિયન ટેનિસ ટાઇટલ જીત્યાં હતા અને ટેનિસ અને ફૂટબોલ બંને રમતો હતો. નડાલના પિતાએ તેને ફૂટબોલ અથવા ટેનિસ બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું જેથી તેના શાળાના અભ્યાસને સંપૂર્ણપણે નુકસાન ના થાય. નડાલ કહ્યું: "મેં ટેનિસ પસંદ કર્યું છે. ફૂટબોલને તાત્કાલિક અટકવું પડશે."

તે જ્યારે 14 વર્ષનો હતો ત્યારે સ્પેનિશ ટેનિસ ફેડરેશને તેને તેની ટેનિસ તાલીમ ચાલુ રાખવા મેલોર્કા છોડીને બાર્સિલોના જવા વિનંતી કરી હતી. નડાલના પરિવારે આ વિનંતીનો આંશિક ઇનકાર કર્યો હતો કારણકે તેમને ભય હતો કે તેનાથી રફેલના અભ્યાસને નુકસાન થશે. રફેલના પરિવારે એટલે પણ ઇનકાર કર્યો હતો કે ટોનીએ કહ્યું હતું કે, "હું નથી માનતો કે તારે એક સારા એથલિટ બનાવ અમેરિકા કે અન્ય કોઇ સ્થળે જવું પડે. તે તું તારા ઘરેથી પણ કરી શકે છે." ઘરે રહેવાના નિર્ણયનું પરિણામ તે આવ્યું કે નડાલને ફેડરેશન તરફથી ઓછી આર્થિક સહાય મળી. તેના સ્થાને નડાલના પિતાએ ખર્ચ ભોગવ્યો. મે 2001માં, ક્લે-કોર્ટ પ્રદર્શન મેચમાં તેણે ભૂતપૂર્વ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન પાટ કેશને હરાવ્યો.

15 વર્ષની ઉંમરે તે પ્રોફેશનલ ખેલાડી બન્યો. નડાલે આઇટીએફ (ITF) જુનિયર સર્કિટ પર બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. 2002માં 16 વર્ષની ઉંમરે નડાલ તેની સૌ પ્રથમ આઇટીએફ (ITF) જુનિયર ઇવેન્ટ, વિમ્બલ્ડન ખાતે બોઇઝ સિંગલ્સ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.

17 વર્ષની ઉંમર સુધીમાં તેણે ફેડરરને હરાવ્યો અને વિમ્બલ્ડન ખાતે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચનાર બોરિસ બેકર બાદનો સૌ પ્રથમ સૌથી નાનો ખેલાડી બન્યો હતો. આ મેચમાં ફેડરર અને રફેલ સૌ પ્રથમ વખત આમને સામને આવ્યા હતા. 18 વર્ષની ઉંમરે, આઇટીએફ (ITF) જુનિયર સર્કિટ પર જુનિયર ડેવિસ કપમાં તેના સેકન્ડ અને ફાઇનલ દેખાવે સ્પેનને અમેરિકા કરતા આગળ વધવામાં મદદ કરી હતી. 19 વર્ષની ઉંમરે નડાલ સૌ પ્રથમ વખત ફ્રેન્ચ ઓપન રમ્યો હતો અને તે જીત્યો હતો. 20 વર્ષથી વધુ સમયથી પેરિસમાં આ સિદ્ધિ હાંસલ કરાઇ ન હતી. તેણે રોલેન્ડ ગેરોસ ખાતે તેને ચાર વખત જીત્યું હતું. નડાલને વિશ્વના ટોચના 50 ખેલાડીમાં સ્થાન મળ્યું હતું. 2003માં તેણે એટીપી (ATP) ન્યૂકમર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. નડાલે તેના કારકિર્દીના પ્રારંભિક સમયમાં તે જે ટ્રોફી જીતે તેને બચકું ભરવાની ટ્રેડમાર્ક આદત પાડી હતી.

ટેનિસ કારકિર્દી

2002–2004

નડાલ તેની પંદર વર્ષ અને 10 મહિનાની ઉંમરે એપ્રિલ 2002માં વિશ્વનો 762માં ક્રમનો ખેલાડી હતો. તેણે રેમોન ડેલગાડોને હરાવીને તેની સૌ પ્રથમ એટીપી (ATP) મેચ જીતી અને ઓપન યુગમાં 16 વર્ષથી નીચેની ઉંમરે આવું કરનાર નવમો ખેલાડી બન્યો. ત્યાર બાદના વર્ષમાં નડાલ બે ચેલેન્જર ટાઇટલ જીત્યો અને ટોચના 50 ખેલાડીમાં સ્થાન મેળવવાની સાથે વર્ષ પૂર્ણ કર્યું. 2003માં વિમ્બલ્ડનમાં તેની સૌ પ્રથમ રમતમાં નડાલ ત્રીજા રાઉન્ડ સુધી પહોંચનાર, 1984થી બોરિસ બેકર બાદનો સૌથી નાનો ખેલાડી બન્યો હતો. 2004 દરમિયાન નડાલ 2004 મિયામી માસ્ટર્સમાં વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી રોજર ફેડરર સામે તેની સૌ પ્રથમ મેચ રમ્યો અને સ્ટ્રેટ સેટ્સમાં તે જીતી ગયો હતો. નડાલ તે વર્ષે ફેડરરને હરાવનાર છ ખેલાડી પૈકીનો એક હતો. (જેમાં ટિમ હેનમેન, એલ્બર્ટ કોસ્ટા, ગુસ્તાવો કુએર્ટેન, ડોમિનિક હર્બેટી, અને ટોમસ બર્ડિકનો સમાવેશ થાય છે). તેણે તેના ડાબા પગની ઘૂંટીમાં ફ્રેક્ચરને કારણે ફ્રેન્ચ ઓપન સહિતની મોટા ભાગની ક્લે કોર્ટ સીઝન ગુમાવી હતી. નડાલ 18 વર્ષ અને છ મહિનાની ઉંમરે ડેવિસ કપ ફાઇનલમાં વિજેતા દેશ માટે સિંગલ્સ વિજેતા નોંધાવનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો. તેણે વિશ્વના બીજા ક્રમના ખેલાડી એન્ડી રોડ્ડિકને હરાવીને યુનાઇટેડ સ્ટેટ સામે 3-2થી વિજયી બનીને સ્પેનને 2004નું ટાઇટલ મેળવવામાં મદદ કરી હતી. તેણે તે વર્ષ વિશ્વના 51માં ક્રમના ખેલાડી બનીને પૂર્ણ કર્યું.

2005

2005 ઓસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ ચોથા રાઉન્ડમાં અંતિમ ઉપ-વિજેતા લેટન હેવિટ સામે હાર્યો. બે મહિના બાદ, નડાલ 2005 મિયામી માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યો અને સ્ટ્રેટ સેટ્સ વિજયથી બે પોઇન્ટ દૂર હોવા છતાં તે વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી રોજર ફેડરર સામે પાંચ સેટમાં હાર્યો હતો. બંને દેખાવ નડાલ માટે સફળ ગણવામાં આવે છે.

બાદમાં તેણે સ્પ્રિંગ ક્લે કોર્ટ સીઝનમાં પ્રભુત્વ નોંધાવ્યું હતું. તે સળંગ 24 સિંગલ્સ મેચ જીત્યો હતો. તેણે આંદ્રે અગાસીનો પુરુષ ટીનએજરનો સળંગ 24 મેચ જીતવાનો ઓપન યુગ વિક્રમ તોડ્યો હતો. નડાલ બાર્સિલોનામાં ટોર્નિયો કોન્ડી દી ગોડોમાં જીત્યો અને 2005 મોન્ટે કાર્લો માસ્ટર્સ અને 2005 રોમ માસ્ટર્સની ફાઇનલમાં 2004 ફ્રેન્ચ ઓપન ઉપ-વિજેતા ગુલેર્મો કોરિયાને હરાવ્યો. આ વિજયે તેનો ક્રમ ઉંચે લઇ જઇને વિશ્વનો પાંચમાં ક્રમનો ખેલાડી બનાવ્યો અને કારકિર્દી-પ્રથમ ફ્રેન્ચ ઓપનમાં તેને લોકપ્રિય ખેલાડીઓ પૈકીનો એક બનાવ્યો. તેની 19મી વર્ષગાંઠ પર નડાલે 2005 ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં ફેડરરને હરાવ્યો અને ટોચના ખેલાડીને હરાવનાર માત્ર ચાર ખેલાડીઓ પૈકીનો એક બન્યો (જેમાં મરાટ સફિન, રિચાર્ડ ગેસ્કેટ, અને ડેવિડ નાલબંદિયનનો સમાવેશ થાય છે). બે દિવસ બાદ, ફાઇનલમાં તેણે મેરિઆનો પુએર્ટાને હરાવ્યો અને પ્રથમ પ્રયાસે ફ્રેન્ચ ઓપન જીતનાર 1982માં મેટ્સ વિલાન્ડર બાદનો બીજો પુરુષ ખેલાડી બન્યો. તે ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર સૌ પ્રથમ ટીનએજર પણ બન્યો. પેટે સામ્પ્રાસએ 19 વર્ષની ઉંમરે 1990 યુએસ (US) ઓપન ટાઇટલ જીત્યું હતું. ફ્રેન્ચ ઓપન જીતીને નડાલ વિશ્વનો ત્રીજા ક્રમનો ટોચનો ખેલાડી બન્યો હતો.

પેરિસમાં તેના વિજયના ત્રણ દિવસ બાદ જર્મનીમાં હેલે ખાતે ગ્રાસ કોર્ટ ગેરી વેબર ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર વાસ્કે સામે હારી ગયો હતો અને તેની સળંગ 24 મેચ જીતવાની વિજય શ્રેણી તૂટી હતી. બાદમાં તે 2005 વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં લક્ઝમબર્ગના ગીલ્સ મુલર સામે હાર્યો.

વિમ્બલ્ડનની તુરંત જ બાદ નડાલ સળંગ 16 મેચ અને 3 ટુર્નામેન્ટ જીત્યો અને 25 જુલાઈ 2005ના રોજ વિશ્વનો બીજા ક્રમનો ખેલાડી બન્યો.

નડાલે 2005 કેનેડા માસ્ટર્સની ફાઇનલમાં અગાસીને હરાવીને તેની નોર્થ અમેરિકન સમર હાર્ડ-કોર્ટ સીઝનનો પ્રારંભ કર્યો હતો. પરંતુ 2005 સિનસિનાટી માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં હાર્યો હતો. નડાલ 2005 યુએસ (US) ઓપનમાં બીજા ક્રમે હતો જ્યાં તેને વિશ્વના 49માં ક્રમના ખેલાડી જેમ્સ બ્લેકીએ ત્રીજા રાઉન્ડમાં ચાર સેટમાં અપસેટ કર્યો હતો.

સપ્ટેમ્બરમાં બીજિંગ ખાતે યોજાયેલી ચાઇના ઓપનની ફાઇલનમાં તેણે કોરીયાને હરાવ્યું હતો અને ઇટાલી સામેની તેની બંને ડેવિસ કપ મેચ જીતી હતી. ઓક્ટોબરમાં 2005 મેડ્રિડ માસ્ટર્સની ફાઇનલમાં ઇવાન એલજ્યુબિસિકને હરાવીને ચોથું એટીપી (ATP) સિરીઝ ટાઇટલ જીત્યું હતું. તેને બાદમાં પગમાં ઇજા થઇ હતી તેને કારણે તે વર્ષના અંતે રમાઇ રહેલા ટેનિસ માસ્ટર્સ કપમાં રમી શક્યો ન હતો.

2005માં નડાલ અને ફેડરર બંનેએ અગિયાર સિંગલ્સ ટાઇટલ અને ચાર એટીપી (ATP) માસ્ટર્સ સિરીઝ ટાઇટલ્સ જીત્યા હતા. નડાલે 1983માં મેટ્સ વિલાન્ડરનો અગાઉનો નવનો ટીનએજ વિક્રમ તોડ્યો હતો. નડાલના આઠ ટાઇટલ ક્લે કોર્ટ પર હતા અને બાકીના હાર્ડ કોર્ટ પરના હતા. નડાલે 79 મેચ જીતી હતી જે ફેડરરની 81 મેચની જીત બાદની મહત્તમ હતી. નડાલે 2005માં વર્ષ દરમિયાન અગિયાર 6-0 સેટ જીતીને તે વર્ષનો ગોલ્ડન બાગેલ એવોર્ડ જીત્યો હતો. તેણે સ્પેનૈર્ડ દ્વારા સર્વોચ્ચ વર્ષાંત રેન્કિંગ હાંસલ કર્યું હતું અને અને એટીપી (ATP) મોસ્ટ ઇમ્પ્રૂવ્ડ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો.

2006

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ અને ફેડરર 2006 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સ ફાઇનલ દરમિયાન

નડાલે પગમાં ઇજાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવ્યો હતો. ફેબ્રુઆરીમાં તેણે રમેલી પ્રથમ ટુર્નામેન્ટ, જે માર્સીલે, ફ્રાન્સમાં યોજાઇ હતી તે, ઓપન 13ની સેમિફાઇનલમાં હાર્યો હતો. બે સપ્તાહ બાદ દુબઇ ડ્યુટી ફ્રી મેન્સ ઓપનની ફાઇનલમાં તેણે રોજર ફેડરરને તેની વર્ષની પ્રથમ હાર આપી હતી. (2006માં માત્ર રફેલ નડાલ અને એન્ડી મુરે જ ફેડરરને હરાવી શક્યા હતા). સ્પ્રિંગ હાર્ડ-કોર્ટ સીઝનમાં નડાલ ઇન્ડિયન વેલ્સ, કેલિફોર્નિયામાં રમાયેલી પેસિફિક લાઇફ ઓપનની સેમિફાઇનલમાં જેમ્સ બ્લેકી દ્વારા અપસેટ થયો હતો અને 2006 મિયામી માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પણ અપસેટ થયો હતો.

યુરોપીયન ક્લે પર નડાલ જે પણ ચાર ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો તે તમામ ટુર્નામેન્ટ અને સળંગ 24 મેચ જીત્યો હતો. તેણે માસ્ટર્સ સિરીઝ મોન્ટે કાર્લોની ફાઇનલમાં ફેડરરને ચાર સેટમાં હરાવ્યો હતો. ત્યાર બાદના સપ્તાહમાં તેણે બાર્સિલોનામાં રમાયેલી ઓપન સબાડેલ એટલાન્ટિકોની ફાઇનલમાં ટોમી રોબ્રેડોને હરાવ્યો હતો. એક સપ્તાહના વિરામ બાદ, નડાલે રોમમાં રમાયેલી માસ્ટર્સ સિરીઝ ઇન્ટરનેઝનાલી બીએનએલ (BNL) ડીટાલિયા જીતી હતી. તેણે બે મેચ પોઇન્ટ બચાવ્યા બાદ અને બીજોર્ન બોર્ગની ટીનએજર તરીકે 16 એટીપી ટાઇટલ (ATP) વિજેતાની ટેલીને સમકક્ષ બન્યા બાદ ફાઇનલમાં પાંચમાં સેટ ટાઇબ્રેકરમાં ફેડરરને હરાવ્યો હતો. નડાલે ફ્રેન્ચ ઓપનમાં પ્રથમ રાઉન્ડ મેચ જીતીને અર્જેન્ટિનાના ગુલેર્મો વિલાસનો સળંગ 53 ક્લે-કોર્ટ મેચ જીતવાનો 29 વર્ષીય પુરૂષનો વિક્રમ તોડ્યો હતો. વિલાસે નડાલને ટ્રોફી એનાયત કરી હતી પરંતુ બાદમાં ટિપ્પણી કરી હતી કે નડાલની સિદ્ધિ તેના કરતા ઓછી પ્રભાવક છે કારણકે નડાલને વિજયની સળંગ શ્રેણી રચતા બે વર્ષ લાગ્યા હતા અને તેના શિડ્યુલમાં સરળ ટુર્નામેન્ટો ઉમેરીને આ સિદ્ધિ મેળવી હતી. નડાલ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ફેડરર સામે રમ્યો હતો. મેચના પ્રથમ બે સેટ બહુ ઓછા સ્પર્ધાત્મક હતા કારણકે પ્રતિસ્પર્ધીએ 6-1 સેટનો સ્કોર કર્યો હતો. નડાલ ત્રીજો સેટ સરળતાથી જીતી ગયો હતો અને ફેડરરે તેને તોડીને ટાઇબ્રેકર માટે ફરજ પાડી તે પહેલા તેણે ચોથા સેટમાં મેચ માટે સર્વિસ કરી હતી. નડાલ ટાઇબ્રેકર જીતી ગયો તો અને ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ફેડરરને હરાવનાર સૌ પ્રથમ ખેલાડી બન્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2006 રોલેન્ડ ગેરોસ ચેમ્પિયન

આર્ટોઇસ ચેમ્પિયનશિપ્સમાં ક્વાર્ટરફાઇનલમાં લેટન હેવિટ સામે રમતા નડાલના ખભામાં ઇજા થઇ હતી. તે લંડનમાં ક્વિન્સ ક્લબ ખાતે ઘાસ પર રમાઇ હતી. નડાલ મેચ પૂર્ણ કરી શક્યો ન હતો. જેને કારણે તની સળંગ 26 મેચ જીતવાની શ્રેણીનો અંત આવ્યો હતો. નડાલ વિમ્બલ્ડનમાં બીજા તરીકે ક્રમે સીડ કરાયો હતો પરંતુ પાંચ સેટમાં જીતમાં પાછા ફરતા પહેલા બીજા રાઉન્ડમાં અમેરિકન ક્વોલિફાયર રોબર્ટ કેન્ડ્રિક સામે હારમાંથી બે પોઇન્ટ હતો. ત્રીજા રાઉન્ડમાં નડાલે વિશ્વના બીજા ક્રમના ટોચના ખેલાડી આંદ્રે અગાસીને વિમ્બલ્ડન ખાતે તેની કારકિર્દીની અંતિમ મેચમાં સ્ટ્રેઇટ સેટ્સમાં હરાવ્યો હતો. નડાલ તેની આગામી ત્રણ મેચો પણ સ્ટ્રેઇટ સેટ્સમાં જીત્યો હતો. જેણે તેની પ્રથમ વિમ્બલ્ડન ફાઇનલ સ્થાપી હતી. તેની પ્રથમ વિમ્બલ્ડન ફાઇનલ અગાઉના ત્રણ વર્ષ સુધી આ ટુર્નામેન્ટ જીતનાર ફેડરર સામે હતી. વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચનાર નડાલ મેન્યુઅલ સાંતના બાદનો સૌ પ્રથમ સ્પેનિશ ખેલાડી હતો. આ અગાઉ સ્પેનિશ ખેલાડી મેન્યુઅલ સાંતના 1966માં વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ આ વિમ્બલ્ડન ફાઇનલ, ફેડરર ચાર સેટમાં 6–0, 7–6(5), 6–7(2), 6–3થી જીત્યો હતો અને સતત ચોથી વખત વિમ્બલ્ડન ટાઇટલ હાંસલ કર્યું હતું.

યુએસ (US) ઓપન તરફ આગળ વધતા દરમિયાન, નડાલે ઉત્તર અમેરિકામાં બે માસ્ટર્સ સિરીઝ રમી હતી. નડાલ ટોરોન્ટોમાં રમાયેલા રોજર્સ કપના ત્રીજા રાઉન્ડમાં અને સિનસિનાટી, ઓહિયોમાં રમાયેલી વેસ્ટર્ન એન્ડ સધર્ન ફાઇનાન્સિયલ ગ્રૂપ માસ્ટર્સની ક્વાર્ટરફાઇનલમાં અપસેટ થયો હતો. નડાલ યુએસ (US) ઓપનમાં બીજા ક્રમે સીડ કરાયો હતો પરંતુ ક્વાર્ટરફાઇનલમાં વિશ્વના 54 ક્રમના ટોચના ખેલાડી રશિયાના મિખાઇલ યુઝની સામે હાર્યો હતો.

વર્ષના બાકીના ભાગ દરમિયાન નડાલ માત્ર ત્રણ ટુર્નામેન્ટ રમ્યો હતો. સ્ટોકહોમ ઓપનના બીજા રાઉન્ડમાં વિશ્વના 690 ક્રમના ખેલાડી જોઆકિમ જોહનસનએ 6–4, 7–6થી અપસેટ કર્યો હતો. ત્યાર બાદના સપ્તાહમાં, નડાલ વર્ષની છેલ્લી માસ્ટર્સ સિરીઝ, મેડ્રિડમાં યોજાયેલી મુટુઆ મેડ્રિલેના માસ્ટર્સમાં ક્વાર્ટરફાઇનલમાં ટોમસ બર્ડિક સામે હાર્યો હતો. વર્ષાતમાં ટેનિસ માસ્ટર્સ કપના રાઉન્ડ રોબિન તબક્કા દરમિયાન નડાલ જેમ્સ બ્લેકી સામે હાર્યો હતો પરંતુ નિકોલે ડેવિડેન્કો અને રોબ્રેડોને હરાવ્યા હતા. આ બે જીતને કારણે તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયો હતો પરંતુ તે ફેડરર સામે 6–4, 7–5થી હાર્યો હતો. ફેડરર સામે રમેલી નવ કારકિર્દી મેચમાં નડાલની આ ત્રીજી હાર હતી.

નડાલ 1994-95થી પ્રથમ ક્રમનો ખેલાડી બનવા તરફ આગળ વધતો ગયો હતો કારણકે આંદ્રે અગાસીએ બાદના વર્ષો બીજા ક્રમના ખેલાડી તરીકે પૂર્ણ કર્યા હતા.

2007

નડાલે છ હાર્ડ-કોર્ટ ટુર્નામેન્ટમાં રમીને વર્ષનો પ્રારંભ કર્યો હતો. તે તેની પ્રથમ બે ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ અને પ્રથમ રાઉન્ડમાં હાર્યો હતો અને બાદમાં ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં અંતિમ ઉપવિજેતા ફર્નાન્ડો ગોન્ઝાલીઝ સામે હાર્યો હતો. દુબઇ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં વધુ એક ક્વાર્ટરફાઇનલમાં હાર્યા બાદ તે 2007 ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ જીત્યો હતો અને બાદમાં 2007 મિયામી માસ્ટર્સની ક્વાર્ટરફાઇનલમાં નોવાક ડીજોકોવિક સામે હાર્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2007 યુએસ (US) ઓપનમાં નડાલ સર્વિસ કરી રહ્યો છે

પાંચ ક્લે-કોર્ટ ટુર્નામેન્ટ રમવા યુરોપમાં પાછા ફર્યા બાદ તેણે પ્રમાણમાં વધુ સફળતા મળી હતી. માસ્ટર્સ સિરીઝ હેમ્બર્ગની ફાઇનલમાં રોજર ફેડરર સામે હારતા પહેલા તેણે માસ્ટર્સ સિરીઝ મોન્ટે કાર્લો અને બાર્સિલોનામાં રમાયેલી ઓપન સબાડેલ એટલાન્ટિકો અને રોમમાં રમાયેલી માસ્ટર્સ સિરીઝ ઇન્ટરનેઝનાલી બીએલએલ ડીઇટાલિયા ખાતે ટાઇટલ જીત્યા હતા. આ હારથી તેની ક્લે-કોર્ટ પર સતત 81 મેચની વિજય શ્રેણીનો અંત આવ્યો હતો જે એક જ સપાટી પર સતત વિજય માટે પુરૂષ ઓપન યુગ વિક્રમ હતો. બાદમાં તે સીધા ત્રીજા વર્ષ માટે ફ્રેન્ચ ઓપન જીતવા પાછો ફર્યો હતો અને ફાઇનલમાં ફરી એક વાર ફેડરરને હરાવ્યો હતો.

બાર્સિલોના અને રોમમાં યોજાયેલી ટુર્નામેન્ટ્સની વચ્ચે નડાલે મજરકા, સ્પેનમાં યોજાયેલી પ્રદર્શન મેચ "બેટલ ઓફ સરફેસ"માં ફેડરરને હરાવ્યો હતો તેમાં ટેનિસ કોર્ટ અડધુ ગ્રાસ (ઘાસનું) હતું અને અડધું ક્લે (માટીનું) હતું.

નડાલ સતત બીજા વર્ષે લંડનમાં ક્વિન્સ ક્લબ ખાતે આર્ટોઇસ ચેમ્પિયનશિપ્સ રમ્યો હતો. 2006ની જેમ નડાલ ક્વાર્ટરફાઇનલમાં અપસેટ થયો હતો. નડાલ બાદમાં વિમ્બલ્ડનના ત્રીજા અને ચોથા રાઉન્ડ દરમિયાન સળંગ પાચ સેટ મેચ જીત્યો હતો અને છેલ્લે પાંચ સેટ ફાઇનલમાં ફેડરરના હાથે હાર્યો હતો. ફેડરરની વિમ્બલ્ડન ખાતે 2001 બાદની સૌ પ્રથમ પાંચ સેટ મેચ હતી.

જુલાઈમાં, નડાલ સ્ટટગાર્ટમાં ક્લે કોર્ટ મર્સિડિસ કપ જીત્યો હતો જે તેનું તે વર્ષનું છેલ્લું ટાઇટલ પુરવાર થયું હતું. ઉત્તર અમેરિકા સમર હાર્ડ કોર્ટ સીઝન દરમિયાન તે ત્રણ મહત્ત્વની ટુર્નામેન્ટ રમ્યો હતો. મોન્ટરીયલમાં યોજાયેલી માસ્ટર્સ સિરીઝ રોજર્સ કપમાં તે સેમિફાઇનલ વિજેતા હતો ત્યાર બાદ તે સિનસિનાટી, ઓહિયોમાં રમાયેલી વેસ્ટર્ન એન્ડ સધર્ન ફાઇનાન્સિયલ ગ્રૂપ માસ્ટર્સમાં તેની પ્રથમ મેચમાં હાર્યો હતો. યુએસ (US) ઓપનમાં તે બીજા ક્રમનો સીડેડ ખેલાડી હતી પરંતુ ચોથા રાઉન્ડમાં ડેવિડ ફેરરે તેને હરાવ્યો હતો.

ટુર્નામેન્ટ ટેનિસમાંથી એક મહિના લાંબો વિરામ લીધા બાદ નડાલ મેડ્રિડમાં યોજાયેલી મુટુઆ મેડ્રિલેના માસ્ટર્સ અને પેરિસમાં યોજાયેલી બીએનપી (BNP) પારિબાસ માસ્ટર્સમાં રમ્યો હતો. આ ટુર્નામેન્ટોની ક્વાર્ટરફાઇનલ અને ફાઇનલમાં ડેવિડ નાલબંદિયનએ તેને અપસેટ કર્યો હતો. વર્ષના અંતે, નડાલ તેની બે ત્રણ રાઉન્ડ રોબિન મેચ જીત્યો હતો અને શાંઘાઇમાં ટેનિસ માસ્ટર્સ કપની સેમિફાઇનલ તરફ આગેકૂચ કરી હતી, જ્યાં ફેડરરે તેને 6–4, 6–1થી હાર આપી હતી.

વર્ષના પાછળના છ મહિનાના સમયગાળા દરમિયાન નડાલ વિમ્બલ્ડન ફાઇનલ દરમિયાન તેને ઘૂંટણમાં થયેલી ઇજા સામે ઝઝુમ્યો હતો. વધુમાં, વર્ષના અંતે એવી અફવાઓ ઉડી હતી કે 2005 દરમિયાન તેને પગમાં થયેલી ઇજાએ લાંબા ગાળાનું નુકસાન કર્યું છે, આ અફવાઓને કોચ ટોની નડાલના તે દાવાએ વિશ્વસનીયતા અપાવી હતી કે સમસ્યા "ગંભીર" હતી. નડાલ અને તેના પ્રવક્તાએ અટકળોને દ્રઢપણે નકારી હતી છતાં, નડાલ પોતે આ વાર્તાને "સંપૂર્ણપણે ખોટી" ગણાવતો હતો.

2008

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2008 ફ્રેન્ચ ઓપન ક્વાર્ટરફાઇનલમાં નિકોલસ અલમાર્ગો સામે નડાલ

નડાલે વર્ષનો પ્રારંભ ભારતમાંથી કર્યો હતો જ્યાં તે ચેન્નાઇ ઓપનની ફાઇનલમાં મિખાઇલ યુઝની દ્વારા હાર્યો હતો. ત્યાર બાદ નડાલ, પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. 2008 ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં જો-વિલ્ફ્રીડ ત્સોંગાએ નડાલને 6–2, 6–3, 6–2થી હરાવ્યો હતો. ત્સોંગાનો સેમિફાઇનલ દેખાવ અદભૂત રહ્યો હતો. તેના શક્તિશાળી અને ચોક્કસ સર્વિસ, અતિચોક્કસ વોલીસ અને આક્રમક બેઝલાઇન ખેલ પર મેલબોર્નના દર્શકો આફરીન પોકારી ગયા હતા. ત્સોંગાએ ત્રીજા સેટ સુધી બ્રેક પોઇન્ટનો સામનો કર્યો ન હતો જ્યારે નડાલે મેચમાં પાંચ વખત તોડ્યો હતો. નડાલ પણ બીજી વખત મિયામી માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યો હતો.

સ્પ્રિંગ ક્લે-કોર્ટ સીઝન દરમિયાન નડાલ ચાર સિંગલ્સ ટાઇટલ જીત્યો હતો અને ત્રણ ફાઇનલમાં રોજર ફેડરરને હરાવ્યો હતો. માસ્ટર્સ સિરીઝ મોન્ટે કાર્લોમાં સતત ત્રીજા વર્ષે તેણે ફેડરરને હરાવ્યો હતો અને ત્યાં તેનો ઓપન યુગ વિક્રમ સતત ચોથા ટાઇટલ સાથે કબજે કર્યો હતો. બીજા સેટમાં ફેડરર 4–0ની લીડ ધરાવતો હોવા છતાં નડાલ સ્ટ્રેટ સેટ્સમાં જીતી ગયો હતો. નડાલ બાદમાં બાર્સિલોનામાં યોજાયેલી ઓપન સબાડેલ એટલાન્ટિકો ટુર્નામેન્ટમાં તેનું સતત ચોથું ટાઇટલ જીત્યો હતો. કેટલાક સપ્તાહ બાદ, નડાલ ત્રણ-સેટ ફાઇનલમાં ફેડરરને હરાવીને તેનું પ્રથમ માસ્ટર્સ સિરીઝ હેમ્બર્ગ ટાઇટલ જીત્યો હતો. તે બાદમાં ફ્રેન્ચ ઓપન જીત્યો હતો અને ઓપન યુગમાં એક પણ સેટ ગુમાવ્યા વગર ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર પાંચમો ખેલાડી બન્યો હતો. તેણે સતત ત્રીજા વર્ષે ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો પરંતુ આ મેચ તેમની તમામ મેચોમાં સૌથી વધુ એકતરફી હતી કારણકે નડાલે માત્ર ચાર ગેમ ગુમાવી હતી અને ફેડરરને 1999 બાદની તેની પ્રથમ બાગેલ આપી હતી. નડાલનું આ સળંગ ચોથું ફ્રેન્ચ ટાઇટલ હતું અને બીજોર્ન બોર્ગના ઓલ-ટાઇમ વિક્રમને સમકક્ષ બન્યું હતું. નડાલ ઓપન યુગ દરમિયાન એક જ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટુર્નામેન્ટ સતત ચાર વર્ષ સુધી જીતનાર પાંચમો ખેલાડી બન્યો હતો (અન્ય ખેલાડીઓમાં બોર્ગ, પેટે સામ્પ્રાસ અને ફેડરરનો સમાવેશ થતો હતો).

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2008 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સના પ્રથમ રાઉન્ડમાં નડાલ એન્ડ્રીઝ બેક સામે

બાદમાં નડાલ સતત ત્રીજા વર્ષે વિમ્બલ્ડનની ફાઇનલમાં ફેડરર સામે રમ્યો હતો. તે તેમની સ્પર્ધાની સૌથી અપેક્ષિત મેચ હતી. નડાલ સતત 23 મેચની વિજય શ્રેણી સાથે ફાઇનલમાં પ્રવેશ્યો હતો જેમાં વિમ્બલ્ડન પહેલા લંડન ખાતે ક્વિન્સ ક્લબ ખાતે રમાયેલી આર્ટોઇસ ચેમ્પિયનશિપ્સ ખાતે તેના સૌ પ્રથમ કારકિર્દી ગ્રાસ-કોર્ટ ટાઇટલનો પણ સમાવેશ થાય છે. ફેડરરે હાલેમાં યોજાયેલી ગેરી વેબર ઓપનમાં તેનું વિક્રમી પાંચમું ગ્રાસ કોર્ટ ટાઇટલ જીત્યું હતું અને બાદમાં એક પણ સેટ ગુમાવ્યા વગર વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચ્યો હતો. તેની અગાઉની બે વિમ્બલ્ડન ફાઇનલથી વિપરિત ફેડરર પ્રતિબંધાત્મક પ્રિય ન હતો છતાં ઘણા વિશ્લેષકોએ જીત માટે નડાલની ધારણા કરી હતી. તેમણે વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી (કોર્ટ પર સમયની દૃષ્ટિએ, ગેમની સંખ્યાની દૃષ્ટિએ નહીં) ફાઇનલ રમી હતી અને વરસાદને કારણે થયેલા વિલંબને કારણે નડાલ લગભગ અંધારામાં પાંચમો સેટ 9-7થી જીત્યો હતો. આ મેચની અત્યાર સુધીની સૌથી મહાન વિમ્બલ્ડન ફાઇનલ તરીકે સરાહના થઇ હતી. કેટલાક ટેનિસ વિવેચકો તેને ટેનિસ ઇતિહાસની સૌથી મહાન મેચ ગણાવે છે. તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ જીતીને નડાલ ઓપન યુગમાં એક જ વર્ષમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન એમ બંને જીતનાર, 1969માં રોડ લેવર અને 1978-80માં બોર્ગ બાદનો, ત્રીજો ખેલાડી બન્યો હતો (બાદના વર્ષમાં ફેડરરે આ સિદ્ધિ હાંસલ કરી હતી) અને વિમ્બલ્ડન જીતનાર બીજો સ્પેનિશ ખેલાડી બન્યો હતો. તેણે ફેડરરના સતત પાંચ વિમ્બલ્ડન ટાઇટલ અને ગ્રાસ કોર્ટ પર 65 સતત વિજય શ્રેણીના વિક્રમનો પણ અંત આણ્યો હતો. નડાલ એક પછી એક બે ગ્લાન્ડ સ્લેમ જીત્યો હોય તેવું પ્રથમ વખત બન્યું હતું.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
રફેલ નડાલ રોજર્સ કપ ટ્રોફી સાથે

વિમ્બલ્ડન બાદ નડાલે તેની વિજય શ્રેણી કારકિર્દી-શ્રેષ્ઠ 32 મેચ સુધી લંબાવી હતી. તે ટોરોન્ટોમાં તેનું બીજું રોજર્સ કપ ટાઇટલ જીત્યો હતો અને બાદમાં સિનસિનાટી, ઓહિયોમાં રમાયેલી વેસ્ટર્ન એન્ડ સધર્ન ફાઇનાન્સિયલ ગ્રૂપ માસ્ટર્સની સેમિફાઇનલમાં વિજયી બન્યો હતો. પરિણામે, નડાલ યુએસ (US) ઓપન સિરીઝ જીત્યો હતો. આ બંને ટુર્નામેન્ટમાં ફેડરર શરૂઆતના રાઉન્ડમાં હાર્યો હતો. નડાલે અંતે 18 ઓગસ્ટના રોજ વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડીનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ફેડરરના સાડા ચાર વર્ષ સુધી ટોચના સ્થાને રહેવાના એકહથ્થુ શાસનનો સત્તાવાર રીતે અંત લાવ્યો હતો.

2008 બીજિંગ ઓલિમ્પિક્સમાં નડાલે સેમિફાઇનલમાં સર્બિયાના નોવાક ડીજોકોવિકને 6–4, 1–6, 6–4થી અને ફાઇનલમાં ચિલેના ફર્નાન્ડો ગોન્ઝાલીઝને હરાવ્યો હતો અને તેનો સૌ પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. નડાલ સુવર્ણ ચંદ્રક વિજેતા ટોચના પાંચ ખેલાડીઓમાં સ્થાન પામનાર પ્રથમ પુરૂષ ખેલાડી બન્યો.

યુએસ (US) ઓપનમાં નડાલ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં સૌ પ્રથમ વખત ટોચના સ્થાને સીડ થયેલો ખેલાડી હતો. તેની પ્રથમ ત્રણ મેચમાં તેણે એક પણ સેટ ગુમાવ્યો ન હતો અને પ્રથમ અને બીજા રાઉન્ડમાં ક્વોલિફાયર્સ અને ત્રીજા રાઉન્ડમાં વિક્ટર ટ્રોઇકીને હરાવ્યા હતા. બાદમાં ચોથા રાઉન્ડમાં સેમ ક્વેરી અને ક્વાર્ટરફાઇનલમાં માર્ડી ફિશને હરાવવા ચાર સેટની જરૂર હતી. સેમિફાઇનલમાં તે અંતિમ ઉપવિજેતા એન્ડી મુરે સામે 6–2, 7–6(5), 4–6, 6–4થી હાર્યો હતો. તે વર્ષમાં બાદમાં મેડ્રિડમાં નડાલે ડેવિસ કપ સેમિફાઇનલમાં અમેરિકાને હરાવવામાં સ્પેનને મદદ કરી હતી.

મેડ્રિડમાં યોજાયેલી મુટુઆ મેડ્રિલેના માસ્ટર્સમાં સેમિફાઇનલમાં નડાલ ગિલ્સ સાઇમન સામે 3–6, 7–5, 7–6(6)થી હાર્યો હતો. જોકે, મેચમાં તેના દેખાવે તે વાતની ખાતરી આપી હતી કે ઓપન યુગ દરમિયાન તે સૌ પ્રથમ સ્પેનિશ ખેલાડી બનશે કે જેણે વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી તરીકે વર્ષ પૂર્ણ કર્યું હોય. 24 ઓક્ટોબરના રોજ સ્પેનના ઓવીડોમાં આવેલા કેમ્પોમોર થિયેટર ખાતે નડાલને ટેનિસમાં હાંસલ કરેલી સિદ્ધિની સરાહના તરીકે રમતગમત માટે પ્રિન્સ ઓફ ઓસ્ટ્રિયસ એવોર્ડ અપાયો હતો. મેડ્રિડ માસ્ટર્સના બે સપ્તાહ બાદ ફ્રાન્સમાં બીએનપી (BNP) પારિબાસ માસ્ટર્સમાં નડાલ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તેનો નિકોલે ડેવિડેન્કો સાથે સામનો થયો હતો. નડાલે પ્રથમ સેટ 6–1થી ગુમાવ્યો હતો અને બીજા રાઉન્ડમાં ઘૂંટણમાં ઈજાને કારણે નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદના સપ્તાહમાં નડાલે ઘૂંટણમાં ટેન્ડિનિટિસનું કારણ આપીને વર્ષના અંતે શાંઘાઇમાં યોજાઇ રહેલા ટેનિસ માસ્ટર્સ કપમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 10 નવેમ્બરના રોજ નડાલે આર્જેન્ટિના સામે સ્પેનની ડેવિસ કપ ફાઇનલમાંથી ઉમેદવારી પાછી ખેંચી હતી કારણકે તેની ઘૂંટણની ઈજા સંપૂર્ણપણે સાજી ન્હોતી થઇ.

2009

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2009 ઓસ્ટ્રેલિયન ઓપનમાં, હાર્ડ કોર્ટ પર તેની પ્રથમ સ્લેમ

નડાલની વર્ષની સૌ પ્રથમ સત્તાવાર એટીપી (ATP) ટૂર દોહામાં રમાયેલી 250 સિરીઝ કતાર એક્સઝોનમોબિલ ઓપન હતી. ફેબ્રિસ સેન્ટોરો સાથે તેની પ્રથમ રાઉન્ડની મેચ બાદ નડાલને 2008 એટીપી (ATP) વર્લ્ડ ટૂર ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાઇ હતી. નડાલ ક્વાર્ટરફાઇનલમાં ગેલ મોનફિલ્સ સામે હાર્યો હતો. નડાલ ભાગીદાર માર્ક લોપેઝ સાથે ટુર્નામેન્ટની ડબલ્સ ઇવેન્ટમાં પ્રવેશ્યો હતો અને ફાઇનલમાં વિશ્વની પ્રથમ ક્રમની ડેનિયલ નેસ્ટર અને નેનાદ ઝિમેન્જિકની ડબલ્સ ટીમને હરાવી હતી. આંકડાશાસ્ત્રી ગ્રેગ શાર્કોના નોંધ્યા મુજબ, 1990 બાદની આ પ્રથમ વખત એવું બન્યું હતું કે વિશ્વનો પ્રથમ ક્રમનો સિંગલ્સ ખેલાડી ફાઇનલમાં વિશ્વના પ્રથમ ક્રમના ડબલ્સ ખેલાડી સામે રમ્યો હોય.

2009 ઓસ્ટ્રેલિયન ઓપનમાં નડાલ એક પણ સેટ ડ્રોપ કર્યા વગર તેની પાંચ મેચ જીતી ગયો હતો. ત્યાર બાદ તેણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી, 5 કલાક અને 14 મિનીટ, મેચમાં પોતાના જ દેશના ખેલાડી ફર્નાન્ડો વર્ડાસ્કોને હરાવ્યો હતો. આ વિજયે રોજર ફેડરર સામે ચેમ્પિયનશિપ મેચ મુકરર કરી હતી. હાર્ડ-કોર્ટ ગ્રાન્ડ સ્લેમ પર આ તેમની પ્રથમ અને એકંદર ઓગણીસમી ટક્કર હતી. નડાલે ફેડરરને પાંચ સેટમાં હરાવ્યો હતો અને તેનું સૌ પ્રથમ હાર્ડ-કોર્ટ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. આ જીતે તેને ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌ પ્રથમ સ્પેનિશ ખેલાડી અને ત્રણ અલગ સપાટી પર ગ્રાન્ડ સિંગલ્સ ટાઇટલ જીતનાર જીમી કોનોર્સ, મેટ્સ વિલાન્ડર, અને આંદ્રે અગાસી બાદનો ચોથો પુરૂષ ટેનિસ ખેલાડી બનાવ્યો હતો. આ જીતે નડાલને એક જ સમયે ત્રણ અલગ સપાટી પર ત્રણ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ મેળવનાર સૌ પ્રથમ પુરૂષ ટેનિસ ખેલાડી બનાવ્યો હતો. નડાલ બાદમાં રોટરડેમમાં એબીએન એમ્રો (ABN AMRO) વર્લ્ડ ટેનિસ ટુર્નામેન્ટ રમ્યો હતો. ફાઇનલમાં તે બીજા ક્રમે સીડ કરાયેલા મુરે સામે ત્રણ સેટમાં હાર્યો હતો. ફાઇનલ દરમિયાન, નડાલે તેના જમણા ઘૂંટણમાં ટેન્ડનની સમસ્યાનું ધ્યાન રાખવા ટ્રેનરનો બોલાવ્યો હતો, જેણે ફાઇનલ સેટમાં તેની રમતને નોંધપાત્ર રીતે અસર કરી હતી. ઘૂંટણની આ સમસ્યા નડાલના જમણા ઘૂંટણના ટેન્ડનિટિસ સાથે જોડાયેલી ન હતી છતાં તેણે એક સપ્તાહ બાદ બાર્કલેઝ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાંથી ઉમેદવારી પાછી ખેંચવા પ્રેરવા જેટલી ગંભીર હતી.

માર્ચમાં નડાલે બેનિડોર્મ, સ્પેનમાં યોજાયેલા ડેવિસ કપ વર્લ્ડ ગ્રૂપમાં પ્રથમ રાઉન્ડ ટાઇમાં ક્લે કોર્ટ સર્બિયાને હરાવવામાં મદદ કરી હતી. નડાલે જાન્કો તિપ્સારેવિક અને નોવાક ડીજોકોવિકને મહાત આપી હતી. વિશ્વના ત્રીજા ક્રમના ખેલાડી ડીજોકોવિક સામેનો વિજય નડાલનો ડેવિસ કપ સિંગલ્સ મેચમાં સતત બારમો વિજય હતો અને ડીજોકોવિક સામે તેનો કારકિર્દી જીત-હાર વિક્રમ વધીને 11-4 થયો હતો જેમાં ક્લે પર 6-0નો પણ સમાવેશ થાય છે.

2009 ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં નડાલે તેની તેરમી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીતી હતી. ચોથા રાઉન્ડમાં નડાલે પાંચ મેચ પોઇન્ટ બચાવ્યા હતા અને બાદમાં સૌ પ્રથમ વખત ડેવિડ નાલબંદિયનને હરાવ્યો હતો. નડાલે ફાઇનલમાં મુરેને હરાવતા પહેલા ક્વાર્ટર ફાઇનલમાં જુઆન માર્ટિન ડેલ પોટ્રોને અને સેમિફાઇનલમાં એન્ડી રોડ્ડિકને હરાવ્યો હતો. આગામી એટીપી (ATP) ટૂર ઇવેન્ટ 2009 મિયામી માસ્ટર્સ હતી. નડાલ ક્વાર્ટરફાઇનલ તરફ આગળ વધ્યો હતો જેમાં તેનો આર્જેટિનાના ખેલાડી ડેલ પોટ્રો સામે ફરી એકવાર મુકાબલો થયો હતો પરંતુ આ વખતે તે હાર્યો હતો. ડેલ પોટ્રોએ પાંચ કારકિર્દી મેચમાં સૌ પ્રથમ વખત નડાલને હરાવ્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2009 મુટુઆ મેડ્રિલેના મેડ્રિડ ઓપન, મેડ્રિડ, સ્પેનમાં નડાલ જુર્ગન મેલઝર સામે

નડાલે 2009 મોન્ટે કાર્લો માસ્ટર્સથી તેની યુરોપીયન ક્લે કોર્ટ સીઝનનો પ્રારંભ કર્યો હતો જ્યાં તેણે વિક્રમી સતત પાંચમું સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. ઓપન યુગના વિક્રમમાં તેણે તેની સળંગ પાંચમી જીતમાં ફાઇનલમાં નોવાક ડીજોકોવિકને હરાવ્યો હતો. નડાલ પ્રથમ પુરૂષ ખેલાડી છે જેણે એક જ એટીપી (ATP) માસ્ટર સિરીઝ સળંગ પાંચ વર્ષ સુધી જીતી હોય.

નડાલે બાદમાં બાર્સિલોનામાં એટીપી (ATP) 500 ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તે તેની પાંચમી બાર્સિલોના ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તેનો ડેવિડ ફેરર સામે મુકાબલો થયો હતો. નડાલે ફેરરને 6–2, 7–5થી હરાવ્યો હતો અને બાર્સિલોનામાં સળંગ પાંચ વિજયનો વિક્રમ બનાવ્યો હતો. રોમ માસ્ટર્સમાં નડાલ ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તેણે નોવાક ડીજોકોવિકને હરાવીને તેનો એકંદર વિક્રમ સુધારીને 13–4 અને સર્બ સામે ક્લે વિક્રમ 8–0 કર્યો હતો. ચાર રોમ ટાઇટલ જીતનાર તે સૌ પ્રથમ ખેલાડી બન્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
2009 સોની એરિક્સન ઓપન, મિયામી, ફ્લોરિડા, અમેરિકામાં નડાલ

બે ક્લે-કોર્ટ માસ્ટર્સ જીત્યા બાદ તેણે મેડ્રિડ ઓપનમાં ભાગ લીધો હતો. ફાઇનલમાં તે રોજર ફેડરર સામે 4–6, 4–6થી હાર્યો હતો. 2007 ટેનિસ માસ્ટર્સ કપની સેમિફાઇનલથી અત્યાર સુધીમાં નડાલ ફેડરર સામે પ્રથમ વખત હાર્યો હતો.

19 મેના રોજ, એટીપી (ATP) વર્લ્ડ ટૂરે જાહેરાત કરી હતી કે નડાલ લંડનમાં ઓ2 (O2) અરેના ખાતે રમાનાર 2009 એટીપી (ATP) વર્લ્ડ ટૂર ફાઇનલ માટે ક્વોલિફાય થનાર આઠ ખૈલાડીઓ પૈકીનો પ્રથમ ખેલાડી હતો.

2009 ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં લેટન હેવિટને નડાલે (2005–09 ફ્રેન્ચ ઓપન) રોલેન્ડ ગેરોસ ખાતે સળંગ 31 જીતનો વિક્રમ બનાવ્યો હતો અને બીજોર્ન બોર્ગનો (1978–81 ફ્રેન્ચ ઓપન) અગાઉનો સળંગ 28 વિજયનો વિક્રમ તોડ્યો હતો. નડાલ રોલેન્ડ ગેરોસ ખાતે (2007 ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ફેડરર સામે છેલ્લા બે સેટ જીત્યા બાદ) સળંગ 32 સેટ જીત્યો હતો જે બીજોર્ન બોર્ગના 41 સળંગ સેટ જીતવાના વિક્રમ બાદની બીજા ક્રમની ઇતિહાસની સૌથી લાંબી વિજય શ્રેણી હતી. આ વિજય શ્રેણીનો 31 મે 2009ના રોજ અંત આવ્યો હતો જ્યારે નડાલ ચોથા રાઉન્ડમાં ઉપવિજેતા રોબિન સોડરલિંગ સામે હાર્યો હતો. સ્વિડનનો ખેલાડી 6–2, 6–7(2), 6–4, 7–6(2)થી જીત્યો હતો. ફ્રેન્ચ ઓપનમાં નડાલનો સૌ પ્રથમ પરાજય હતો.

રોલેન્ડ ગેરોસ ખાતે તેની આશ્ચર્યજનક હાર બાદ નડાલ એગોન (AEGON) ચેમ્પિયનશિપ્સમાંથી ઉમેદવારી પાછી ખેંચી હતી. એવી પુષ્ટિ થઇ હતી કે નડાલ તેના બંને ઘૂંટણમાં ટેન્ડિનિટિસથી પીડાય છે. 19 જૂનના રોજ, નડાલે તેની ઘૂંટણની ઇજાનું કારણ આપીને 2009 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાંથી ઉમેદવારી પાછી ખેંચી હતી. 2001માં ગોરન ઇવાનિસેવિક બાદનો તે પ્રથમ ચેમ્પિયન હતો જે ટાઇટલ બચાવવાનો ન હતો. રોજર ફેડરર ટાઇટલ જીત્યો હતો અને 6 જુલાઇ 2009ના રોજ નડાલ વિશ્વના ટોચના ખેલાડીના ક્રમમાં બીજા સ્થાને ધકેલાયો હતો. નડાલે બાદમાં ડેવિસ કપમાંથી તેની ઉમેદવારી પાછી ખેંચી હતી.

4 ઓગસ્ટના રોજ નડાલના કાકા ટોની નડાલે પુષ્ટિ આપી હતી કે નડાલ મોન્ટરીયલ ખાતે રમાનારા રોજર્સ કપમાં રમવા પાછો ફરશે. રોલેન્ડ ગેરોસ બાદની તેની પ્રથમ ટુર્નામેન્ટમાં નડાલ ક્વાર્ટરફાઇનલમાં જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે હાર્યો હતો. આ હાર સાથે તેણે તેનું વિશ્વના બીજા ક્રમનું સ્થાન 17 ઓગસ્ટ 2009ના રોજ એન્ડી મુરે સામે ગુમાવ્યું હતું અને 25 જુલાઈ 2005થી ત્યાં સુધીમાં સૌ પ્રથમ વખત ટોચના બે સ્થાનની બહાર ધકેલાયો હતો.

યુએસ (US) ઓપનની ક્વાર્ટરફાઇનલમાં તેણે ફર્નાન્ડો ગોન્ઝાલીઝને વરસાદને કારણે વિલંબમાં પડેલા મુકાબલામાં 7–6(4), 7–6(2), 6–0થી હરાવ્યો હતો. જોકે, તેના અગાઉના યુએસ (US) ઓપન કેમ્પેનની જેમ તે સેમિફાઇનલમાં પડી ગયો હતો અને આ વખતે તે આખરી ચેમ્પિયન જુઆન માર્ટિન ડેલ પોટ્રો સામે 2–6, 2–6, 2–6થી હાર્યો હતો. તેના આ પરાજય છતાં એન્ડી મુરેની વહેલી વિદાયને કારણે તે તેનું વિશ્વના બીજા ક્રમના ખેલાડીનું સ્થાન ફરી હાંસલ કરી શક્યો હતો.

વર્લ્ડ ટૂર ફાઇનલમાં નડાલ તેની તમામ ત્રણ મેચ સેટ જીત્યા વગર અનુક્રમે રોબિન સોડરલિંગ, નિકોલે ડેવિડેન્કો, અને નોવાક ડીજોકોવિક સામે હાર્યો હતો.

ડિસેમ્બરમાં નડાલે તેની કારકિર્દીની બીજી ડેવિસ કપ ફાઇનલમાં ભાગ લીધો હતો. તેણે ચેક નંબર 2 ખેલાડી ટોમસ બર્ડિકને તેના પ્રથમ સિંગલ્સ રબરમાં હરાવ્યો હતો અને સ્પેનિશ ડેવિસ કપ ટીમને ટાઇમાં તેનો પ્રથમ પોઇન્ટ આપ્યો હતો. સ્પેનિશ ડેવિસ કપ ટીમે તેનો ચોથો ડેવિસ કપ વિજય હાંસલ કર્યા બાદ નડાલે તેની કારકિર્દીના પ્રથમ ડેવિસ કપ ડેડ રબરમાં જાન હાજેકને હરાવ્યો હતો. આ જીતે નડાલને ડેવિસ કપમાં તેની 14મી સળંગ સિંગલ્સ જીત અપાવી હતી (તેની 13મી જીત ક્લે પર હતી).

નડાલે પાંચ વર્ષમાં ચોથી વખત બીજા ક્રમના ખેલાડી તરીકે વર્ષ પૂર્ણ કર્યું. નડાલે વર્ષ દરમિયાન નવ 6-0 સેટ જીતીને 2009 માટે ગોલ્ડન બાગેલ એવોર્ડ જીત્યો. નડાલે આ એવોર્ડ ત્રણ વખત જીત્યો છે (જે એક ટૂર વિક્રમ છે).

2010

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2010 ઓસ્ટ્રેલિયન ઓપન ક્વાર્ટરફાઇનલમાં

નડાલે અબુ ધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ ખાતે રમાયેલી કેપિટલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને વર્ષની શરૂઆત કરી હતી. તેણે પોતાના જ દેશબંધુ ડેવિડ ફેરરને 7–6(3), 6–3થી હરાવ્યો હતો અને પ્રદર્શન ટુર્નામેન્ટમાં બીજી ફાઇનલમાં પહોંચ્યો હતો. ફાઇનલમાં નડાલે રોબિન સોડરલિંગને 7–6(3), 7–5થી હરાવ્યો હતો.

નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન વોર્મ-અપ ટુર્નામેન્ટ, દોહામાં કતાર એક્સઝોનમોબિલ ઓપન એટીપી (ATP) 250 ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તે ફાઇનલમાં હાર્યો હતો. તેણે પ્રથમ રાઉન્ડમાં ઇટાલીના સાઇમોન બોલેલીને 6–3, 6–3થી હરાવ્યો હતો અને બીજા રાઉન્ડમાં નડાલે પોટિટો સ્ટારાકને 6–2, 6–2થી હરાવ્યો હતો. નડાલની પ્રગતી ક્વાર્ટરફાઇનલમાં ચાલુ રહી હતી જ્યારે તે બેલ્જિયમના સ્ટીવ ડાર્કિસ સામે 6–1, 2–0થી આગળ હતો જે અંતે મેચમાંથી નિવૃત્ત થયો હતો. તેણે પાંચમાં ક્રમે સીડ થયેલા વિક્ટર ટ્રોઇકીને 6–1, 6–3થી હરાઇવ્યો હતો અને સેમિફાઇનલમાં 11 સ્ટ્રેટ ગેમ જીતી હતી. નડાલ પ્રારંભિક સેટમાં અગ્રેસર રહેવા અને બીજા સેટમાં બે મેચ પોઇન્ટ ધરાવતો હોવા છતાં ફાઇનલમાં નિકોલે ડેવિડેન્કો સામે 6–0, 6–7(8), 4–6થી હાર્યો હતો. ડેવીડેન્કોએ પણ ફાઇનલમાં પહોંચતા પહેલા સેમિફાઇનલમાં રોજર ફેડરરને હરાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં નડાલે ઓસ્ટ્રેલિયાના પીટર લુકઝેકને 7–6(0), 6–1, 6–4થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં તેણે લુકાસ લેકોને 6–2, 6–2, 6–2થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તેની ફિલિપ કોહલશ્રીબર દ્વારા કસોટી થઇ હતી અને અંતે તેને 6–4, 6–2, 2–6, 7–5થી હરાવ્યો હતો. ચોથા રાઉન્ડમાં તેણે ક્રોએશિયાના ઇવો કાર્લોવિકને 6–4, 4–6, 6–4, 6–4થી હરાવ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં નડાલ પ્રથમ બે સેટ 6–3, 7–6(2)થી ગુમાવ્યા બાદ ત્રીજા સેટમાં એન્ડી મુરે સામે 3-0 ડાઉનથી બહાર ફેંકાઇ ગયો હતો. નડાલની ઘૂંટણની તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેને બે સપ્તાહ સુધી આરામ લેવા અને બાદમાં બે સપ્તાહ સુધી પુનઃસ્થાપના માટે કહ્યું હતું.

નડાલ ઇન્ડિયન વેલ્સની બીએનપી (BNP) પારિબાસ ઓપન સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તે તેની ચેમ્પિયનશિપનો બચાવ કરતો હતો; જોકે, અંતિમ ચેમ્પિયન ઇવાન એલજ્યુબિસિકએ તેને ત્રણ સેટમાં હરાવ્યો હતો. તે અને તેના દેશબંધુ લોપેઝએ પ્રથમ ક્રમે સીડ કરાયેલા ડેનિયલ નેસ્ટર અને નેનાદ ઝિમેન્જિક સામે વાઇલ્ડકાર્ડ પ્રવેશકર્તા તરીકે, ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. આ જીતે તેના ડબલ્સ રેન્કિંગમાં 175 સ્થાનનો વધારો કરીને વિશ્વના 66માં ક્રમે પહોંચાડ્યું હતું જ્યારે ઇન્ડિયન વેલ્સ પહેલા તે 241માં ક્રમે હતો. ઇન્ડિયન વેલ્સ બાદ નડાલ સોની એરિક્સન ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં તે આખરી ચેમ્પિયન એન્ડી રોડ્ડિક સામે ત્રણ સેટમાં હાર્યો હતો.

નડાલ મોનાકોમાં રમાયેલી મોન્ટે-કાર્લો રોલેક્સ માસ્ટર્સમાં સેમિફાઇનલમાં સાથી સ્પેનિશ ખેલાડી ડેવિડ ફેરરને 6–3, 6–2થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો. વર્ષની શરૂઆતમાં દોહા બાદની તેની આ પ્રથમ ટૂર ફાઇનલ હતી. તે તેના દેશબંધુ ફર્નાન્ડો વર્ડાસ્કો સામે 6–0, 6–1થી ફાઇનલ જીત્યો હતો. તમામ પાંચ મેચમાં તેણે 14 ગેમ ગુમાવી હતી. ચેમ્પિયનશિપની દિશામાં આગળ વધવાની સફરમાં તેણે આ સૌથી ઓછી ગેમ ગુમાવી હતી. આ ફાઇનલ ગેમ્સની દૃષ્ટિએ સૌથી ટૂંકી માસ્ટર્સ 1000 ફાઇનલ હતી. આ જીત સાથે નડાલ ઓપન યુગમાં સળંગ છ વર્ષ સુધી ટુર્નામેન્ટ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

અગાઉના વર્ષોથી વિપરિત, નડાલે બાર્સિલોના ટુર્નામેન્ટ (જેમાં તે પાંચ વખત બચાવ ચેમ્પિયન રહ્યો હોવા છતાં)નહીં રમવાનું પસંદ કર્યું હતું. તેની આગામી ટુર્નામેન્ટ 2010 ઇન્ટરનેઝનાલી બીએલએલ ડીઇટાલિયા હતી. તેણે તમામ સ્ટ્રેટ સેટમાં ફિલિપ કોહલશ્રીબર, વિક્ટર હનેસ્કુ, અને સ્ટાનલિયાસ વોવરિન્કાને હરાવ્યા હતા અને અપ્રિલમાં તેનો સળંગ 57 મેચનો વિજય નોંધાવ્યો હતો. સેમિફાઇનલમાં તેનો આક્રમક અર્નેસ્ટ્સ ગુલ્બિસ સામે મુકાબલો થયો હતો. ગુલ્બિસે અગાઉની ટુર્નામેન્ટમાં રોજર ફેડરરને હરાવ્યો હતો અને આ ક્લે-કોર્ટ સીઝનમાં નડાલને પ્રથમ વખત ત્રણ સેટ સુધી લઇ ગયો હતો. નડાલ 2 કલાક અને 40 મિનીટની રમત બાદ અંતે 6–4, 3–6, 6–4થી વિજયી રહ્યો હતો. બાદમાં તેણે તેના દેશબંધુ ડેવિડ ફેરરને ફાઇનલમાં 7–5, 6–2થી હરાવ્યો હતો અને તેનું રોમ ખાતે પાંચમું ટાઇટલ હાંસલ કર્યું હતું.જે આંદ્રે અગાસીના 17 એટીપી (ATP) માસ્ટર્સ ટાઇટલ જીતવાના વિક્રમને સમકક્ષ હતું.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2010 મુટુઆ મેડ્રિલેના મેડ્રિડ ઓપન, મેડ્રિડ, સ્પેનમાં

નડાલ બાદમાં 2010 મુટુઆ મેડ્રિલેના મેડ્રિડ ઓપનમાં જ્યાં તે અગાઉના વર્ષમાં ઉપવિજેતા રહ્યો હતો. ટોચના આઠ સીડમાં સ્થાન ધરાવતો હોવાથી તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યું. બીજા રાઉન્ડમાં તેણે ક્વોલિફાયર ઓલેક્સન્ડ્ર ડોલ્ગોપોલોવ જુનિયરને સ્ટ્રેટ સેટમાં હરાવ્યો. ત્યાર બાદ તે છ ફૂટ નવ ઈંચ ઊંચા અમેરિકન ખેલાડી જોહન ઇસનર સામે રમ્યો. નડાલ સ્ટ્રેટ સેટ્સમાં 7–5, 6–4થી સરળતાથી જીતી ગયો. તેણે ક્વાર્ટરફાઇનલમાં ગેલ મોનફિલ્સને 6–1, 6–3થી અને ત્યાર બાદના રાઉન્ડમાં તેના દેશબંધુ નિકોલસ અલમેગ્રોને 4–6, 6–2, 6–2થી હરાવ્યો હતો. નિકોલસ તેની સૌ પ્રથમ માસ્ટર્સ 1000 સેમિફાઇનલ રમી રહ્યો હતો. અલમેગ્રો સામે તેની મેચનો પ્રથમ સેટ તેણે 2010માં અત્યાર સુધીમાં ક્લે પર ગુમાવેલો માત્ર બીજો સેટ હતો. નડાલે બાદમાં પ્રતિસ્પર્ધી રોજર ફેડરરને 6–4, 7–6(5)થી હરાવ્યો હતો અને 2009 ફાઇનલમાં ફેડરર સામે પરાજયનો બદલો લીધો હતો. આ વિજયે તેને 18મું માસ્ટર્સ ટાઇટલ અપાવ્યું હતું અને ઓલ-ટાઇમ વિક્રમ તોડ્યો હતો. એક જ વર્ષમાં ત્રણ ક્લે કોર્ટ માસ્ટર્સ ટાઇટલ જીતનાર અને સળંગ ત્રણ માસ્ટર્સ ઇવેન્ટ જીતનાર તે સૌ પ્રથમ ખેલાડી બન્યો હતો. તેના બીજા જ દિવસે નડાલ બીજા ક્રમે ધકેલાઇ ગયો હતો.

તેના ફ્રેન્ચ ઓપનમાં પ્રવેશથી ઘણાએ એવી ધારણા કરી હતી કે ફાઇનલમાં નડાલ અને ફેડરર ફરી એક વાર ટકરાશે. જોકે, હરિફ રોબિન સોડરલિંગે ફેડરરને ક્વાર્ટરફાઇનલમાં 3–6, 6–3, 7–5, 6–4થી હરાવતા તે શક્ય બન્યું ન હતું. ફેડરરની સેમિફાઇનલમાં પહોંચવાની નિષ્ફળતાએ, નડાલ જો ટુર્નામેન્ટ જીતે તો વિશ્વના પ્રથમ ક્રમનું સ્થાન ફરીથી હાંસલ કરવાની તક પુરી પાડી હતી. નડાલ ફાઇનલમાં પહોંચ્યો હતો અને સોડરલિંગને 6–4, 6–2, 6–4થી હરાવીને ફ્રેન્ચ ઓપન જીતી હતી. આ જીતે નડાલરને સાતમું ગ્રાન્ડ સ્લેમ અપાવ્યું હતું અને તેને ઓલ-ટાઇમ યાદીમાં જોહન મેકએનરો, જોહન ન્યૂકોમ્બે, અને મેટ્સ વિલાન્ડરને સમકક્ષ બનાવ્યો હતો અને તેના સૌથી મોટા હરીફ રોજર ફેડરરને સપ્તાહો સુધી નંબર વનનું સ્થાન નકારીને વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડી તરીકે ફરી દાવો કરવાની તક મળી હતી. આ વિજય સાથે નડાલ ક્લે પર ત્રણ માસ્ટર્સ સિરીઝ અને ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. પ્રસાર માધ્યમોએ તેને "ક્લે સ્લેમ" ગણાવ્યું હતું. રોલેન્ડ ગેરોસ ખાતે આ વિજય સાથે નડાલ બીજી વખત એક પણ સેટ ડ્રોપ કર્યા વગર ફ્રેન્ચ ઓપન જીત્યો હતો (અને આ વિક્રમ ધરાવનાર બીજોર્ન બોર્ગને સમકક્ષ બન્યો હતો). પેરિસમાં વિજય સાથે તેણે લંડનમાં રમાનારી વર્લ્ડ ટૂર ફાઇનલ તેનું સ્થાન સુરક્ષિત કર્યું હતું અને છ વર્ષમાં પાંચ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનાર સૌ પ્રથમ ખેલાડી બન્યો હતો.

જૂનમાં નડાલ એગોન (AEGON) ચેમ્પિયનશિપ્સમાં પ્રવેશ્યો હતો જે તેણે 2008માં પ્રતિષ્ઠિત ક્વિન્સ ક્લબ ખાતે જીતી હતી. તેણે વિમ્બલ્ડનની વોર્મઅપ તરીકે આ ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સ રમ્યો હતો. તે ટોચના આઠ સીડમાં હોવાથી તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યું હતું. બીજા રાઉન્ડમાં, વિમ્બલ્ડ 2008 બાદની તેની સૌ પ્રથમ ગ્રાસ કોર્ટ પર મેચ રહ્યો હતો અને માર્કોસ ડેનિયલને 6–2, 6–2થી સરળતાથી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં તે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્તોમિન સામે રહ્યો હતો અને તેને 7–6(4), 4–6, 6–4થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો હતો. જો કે, તે તેના જ દેશબંધું ફેલિસિયાનો લોપેઝ સામે 6–7(5), 4–6થી હાર્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2010 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ્સના ચોથા રાઉન્ડમાં પૌલ હેનરી મેથી સામે

વિમ્બલ્ડનમાં નડાલે નેઇ નિશિકોરીને 6–2, 6–4, 6–4થી હરાવ્યો હતો. રોબિન હાસે 5–7, 6–2, 3–6, 6–0, 6–3થી જીતેને નડાલને લિમિટ સુધી લઇ ગયો હતો. ત્રીજા રાઉન્ડમાં તેણે ફિલિપ પેત્ઝસ્કનરને હરાવ્યો હતો. આ મેચ પાંચ સેટની દિલધડક મેચ હતી જેમાં નડાલે 6–4, 4–6, 6–7, 6–2,6–3થી જવલંત વિજય મેળવ્યો હતો. પેત્ઝસ્કનર સાથેની મેચ દરમિયાન નડાલને તેના કોચ અને કાકા ટોની નડાલ પાસેથી કોચિંગ મેળવવા માટે બે વખત ચેતવણી આપવામાં આવી હતી અને તેને વિમ્બલ્ડન સત્તાવાળાઓ દ્વારા $2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કથિત રીતે, મેચ દરમિયાન નડાલને પ્રોત્સાહન આપતા બૂમ પાડવામાં આવેલા શબ્દો કોઇ પ્રકારના કોચિંગ સંકેત હતા. તેના 10ના રાઉન્ડમાં પૌલ-હેન્રી મેથીયુને મળ્યો હતો અને મેથીયુને 6–4, 6–2, 6–2થી સરળતાથી હરાવ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં તેણે સ્વિડનના રોબિન સોડરલિંગને ચાર સેટમાં 3–6, 6–3, 7–6(7–4), 6–1થી હરાવ્યો હતો. તેણે એન્ડી મુરેને સ્ટ્રેટ સેટ્સમાં 6–4, 7–6(8–6), 6–4થી હરાવ્યો હતો અને તેની ચોથી વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચ્યો હતો.

નડાલે ટોમસ બર્ડિકને સ્ટ્રેટ સેટ્સમાં 6–3, 7–5, 6–4થી હરાવીને 2010 વિમ્બલ્ડન મેન્સ ટાઇટલ જીત્યું હતું. વિજય બાદ નડાલે જણાવ્યું હતું કે, "તેના માટે તે એક સ્વપ્ન કરતા પણ વધુ છે" અને તેણે સેમિફાઇનલમાં એન્ડી મુરી સામેની મેચ દરમિયાન તેની પ્રતિકૂળતાઓ દરમિયાન તેના પ્રત્યે ઉદાર અને સહાયક રહેવા બદલ ત્યાં હાજર રહેલા દર્શકોનો આભાર માન્યો હતો. આ વિજયે તેને માત્ર 24 વર્ષની ઉંમરે બીજું વિમ્બલ્ડન ટાઇટલ અને આઠમું કરિયર મેજર ટાઇટલ અપાવ્યું હતું. આ વિજયે નડાલને તેનું સૌ પ્રથમ "ઓલ્ડ વર્લ્ડ ટ્રિપલ"નું બિરુદ અપાવ્યું હતું. આ બિરુદ મેળવનાર છેલ્લો વ્યક્તિ 1978માં બીજોર્ન બોર્ગ હતો. ("ઓલ્ડ વર્લ્ડ ટ્રિપલ" બિરુદ એક જ વર્ષમાં ઇટાલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, અને વિમ્બલ્ડન એમ ત્રણેય ટાઇટલ જીતનાર ખેલાડીને આપવામાં આવે છે).

નડાલ જર્મનીના ફિલિપ કોહલશ્રીબરને 3–6, 6–3, 6–4થી હરાવ્યા બાદ, વિમ્બલ્ડન બાદની તેની પ્રથમ હાર્ડ કોર્ટ ટુર્નામેન્ટ રોજર્સ કપમાં વિશ્વના બીજા ક્રમના ખેલાડી નોવાક ડીજોકોવિક, વિશ્વના ત્રીજા ક્રમના ખેલાડી રોજર ફેડરર, અને વિશ્વના ચોથા ક્રમના ખેલાડી એન્ડી મુરે સાથે સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. સેમિફાઇનલમાં ચેમ્પિયનશિપનો બચાવ કરતા મુરેએ નડાલને 6–3, 6–4 પરાજય આપીને 2010માં સ્પેનિશ ખેલાડી પર બે વાર વિજય મેળવનાર એક માત્ર ખેલાડી બન્યો. નડાલ વિશ્વના પ્રથમ ક્રમના અને બીજા ક્રમના ખેલાડીની હાઇ-પ્રોફાઇલ ભાગીદારીમાં ડજોકોવિક સાથે ડબલ્સ પણ રમ્યો હતો. 1976માં જીમી કોનોર્સ અને આર્થર અશે બાદની આવી પ્રથમ જોડી હતી. જો કે, નડાલ અને ડોજોકોવિક પ્રથમ રાઉન્ડમાં કેનેડાના મિલોસ રાઓનિક અને વાસેક પોસ્પિસિલ સામે હાર્યા હતા. ત્યાર બાદના સપ્તાહમાં, સિનસિનાટી માસ્ટર્સમાં નડાલ ટોપ સીડ હતો અને ક્વાર્ટરફાઇનલમાં 2006 ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલિસ્ટ માર્કોસ બઘડાટીસ સામે હાર્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2010 યુએસ (US) ઓપનમાં

2010 યુએસ (US) ઓપનમાં નડાલ ત્રણ વર્ષમાં બીજી વખત ટોપ સીડ હતો. તેણે તેયમુરાઝ ગબશ્વિલી, ડેનિસ ઇસ્તોમિન, ગિલ્સ સાઇમન, 23માં ક્રમના સીડ ફેલિસિયાનો લોપેઝ, 8માં ક્રમના સીડ ફર્નાન્ડો વર્ડાસ્કો, અને 12માં ક્રમના સીડ મિખાઇલ યુઝનીને એક પણ સેટ ડ્રોપ કર્યા વગર હરાવ્યા હતા અને તેની પ્રથમ યુએસ (US) ઓપન ફાઇનલમાં પહોંચ્યો હતો અને તમામ ચાર મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર ઓપન યુગનો આઠમો પુરૂષ ખેલાડી બન્યો હતો. તે 24 વર્ષની ઉંમરે આવી સિદ્ધિ હાંસલ કરનાર એક માત્ર જીમ કુરિયર બાદનો બીજો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ફાઇનલમાં તેણે નોવાક ડીજોકોવિકને 6–4, 5–7, 6–4, 6–2થી હરાવ્યો હતો જેણે નડાલ માટે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરી હતી અને તે કરિયર ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરનાર આંદ્રે અગાસી બાદનો બીજો પુરૂષ ખેલાડી બન્યો હતો. એક જ વર્ષમાં ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌ પ્રથમ ખેલાડી બન્યો હતો. તે એક જ વર્ષમાં ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, અને યુએસ (US) ઓપન જીતનાર 1969માં રોડ લેવર બાદનો પ્રથમ ખેલાડી બન્યો હતો. માત્ર નડાલ અને મેટ્સ વિલાન્ડર એવા પુરૂષ ખેલાડી છે જેમણે તેમની કારકિર્દીમાં ક્લે, ગ્રાસ અને હાર્ડકોર્ટ પ્રત્યેક પર બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા હોય. નડાલ યુએસ (US) ઓપન જીતનાર 1984માં જોહન મેકએનરો બાદનો પ્રથમ ડાબોડી પુરૂષ ખેલાડી પણ બન્યો હતો. આ વિજયે તેને 2010 માટે યર-એન્ડ નંબર 1 રેન્કિંગ અપાવ્યું હતું અને નડાલને યર-એન્ડ નંબર વન રેન્કિંગ ફરીથી હાંસલ કરનાર (1989માં ઇવાન લેન્ડલ અને 2009માં રોજર ફેડરર બાદનો) ત્રીજો ખેલાડી બનાવ્યો હતો.

નડાલે બેંગકોકમાં યોજાયેલી 2010 પીટીટી (PTT) થાઇલેન્ડ ઓપન સાથે તેની એશિયન ટૂરનો પ્રારંભ કર્યો હતો જ્યાં તે સેમિફાઇનલમાં તેના દેશબંધુ ગિલેર્મો ગોર્સિયા લોપેઝ સામે હાર્યો હતો. નડાલ ફરીથી એકજૂથ થઇ શક્યો હતો અને ટોક્યોમાં યોજાયેલી 2010 રેકુટેન જાપાન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ્સ (ડેબ્યુ)માં તેણે સાન્ટિઆગો ગિરાલ્ડો, મિલોસ રાઓનિક, અને દિમિત્રી તુર્સોનોવને હરાવ્યા હતા. વિક્ટર ટ્રોઇકી સામેની સેમિફાઇનલમાં નડાલે નિર્ણાયક સેટ ટ્રાઇબ્રેકરમાં બે મેચ પોઇન્ટ બચાવ્યા હતા અને અંતે 9-7 સાથે વિજેતા બન્યો હતો. ફાઇનલમાં નડાલે ગેલ મોનફિલ્સને 6-1, 7-5થી સરળતાથી હરાવ્યો હતો અને સીઝનનું સાતમું ટાઇટલ મેળવ્યું હતું.

નડાલ બાદમાં શાંઘાઇમાં યોજાયેલી 2010 શાંઘાઇ રોલેક્સ માસ્ટર્સમાં રમ્યો હતો જ્યાં તે ટોપ સીડ હતો પરંતુ ત્રીજા રાઉન્ડમાં તે વિશ્વના 12 ક્રમના ખેલાડી જુર્ગેન મેલ્ઝર સામે હાર્યો હતો અને તેની સળંગ 21 માસ્ટર્સ ક્વાર્ટરફાઇનલ વિજય શ્રેણી તૂટી હતી. 5 નવેમ્બરના રોજ નડાલે જાહેરાત કરી હતી કે તે તેના ડાબા ખભામાં ટેન્ડિનિટિસને કારણે પેરિસ માસ્ટર્સમાંથી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છે. 21 નવેમ્બર 2010ના રોજ લંડનમાં નડાલ પ્રથમ વખત સ્ટિફન એડબર્ગ સ્પોર્ટ્સમેનશિપ એવોર્ડ જીત્યો હતો.

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2010 એટીપી (ATP) વર્લ્ડ ટૂર ફાઇનલમાં ફેડરર સામે

લંડન ખાતે 2010 એટીપી (ATP) વર્લ્ડ ટૂર ફાઇનલમાં નડાલે પ્રથમ મેચમાં રોડ્ડીકને 3-6, 7-6(5), 6-4થી, બીજા મેચમાં ડીજોકોવિકને 7–5, 6–2થી, ત્રીજી મેચમાં બર્ડિકને 7-6(3), 6-1થી હરાવીને તેની કારકિર્દીમાં ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. રાઉન્ડ-રોબિન સ્ટેજમાં નડાલે પ્રથમ વખતા ત્રણ જીત હાંસલ કરી હતી. સેમિફાઇનલમાં તેણે ભારે રસાકસી ભરી મેચમાં મુરેને 7-6(5), 3-6, 7-6(6)થી હરાવ્યો હતો અને ટુર્નામેન્ટની તેની પ્રથમ ફાઇનલમાં પહોંચ્યો હતો. આ વર્ષમાં તેમના બીજા મુકાબલામાં ફેડરરે ફાઇનલમાં નડાલને 6–3, 3–6, 6–1થી હરાવ્યો હતો. મેચ બાદ નડાલે જણાવ્યું હતું કે: "રોજર કદાચ વિશ્વનો વધુ સંપૂર્ણ ખેલાડી છે. હું એમ નહીં કહું કે મેં તે મેચ એટલે ગુમાવી હતી કે હું થાકેલો હતો." આ વાત શનિવારે તેના મુરે પર વિજયના સંદર્ભમાં હતી. "આજે બપોરે મેં મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ રોજર મારા કરતા સારો હતો."

નડાલે 2010ની સીઝન ત્રણ સ્લેમ અને ત્રણ માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટ જીતી અને વિશ્વના પ્રથમ ક્રમના ખેલાડીનું સ્થાન ફરી હાંસલ કરીને પુરી કરી હતી.

નડાલ માટે અગાઉની મેચ રોજર ફેડરર ફાઉન્ડેશન માટે ફેડરર સામે બે પ્રદર્શન મેચ હતી. પ્રથમ મેચ 21 ડિસેમ્બર 2010ના રોજ ઝુરીચ ખાતે રમાઇ હતી જ્યારે બીજી મેચ બીજા દિવસે મેડ્રિડ ખાતે રમાઇ હતી.

2011

નડાલે 2011ની શરૂઆત અબુ ધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં યોજાયેલી મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપથી કરી હતી. તે ટોમસ બર્ડિકને 6–4, 6–4થી હરાવીને પ્રદર્શન ટુર્નામેન્ટની ત્રીજી ફાઇનલમાં પહોંચ્યો હતો. ફાઇનલમાં તે તેના મુખ્ય હરિફ રોજર ફેડરર સામે 7–6(4), 7–6(3)થી જીત્યો હતો.

દોહા, કતારમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન વોર્મ-અપ ટુર્નામેન્ટ કતાર એક્સઝોનમોબિલ ઓપન એટીપી (ATP) 250 ઇવેન્ટમાં તેના પ્રથમ ત્રણ પ્રતિસ્પર્ધી કેરોલ બેકને 6–3, 6–0થી, લુકાસ લેકોને 7–6(3), 0–6, 6–3થી અને અર્નેસ્ટ્સ ગુલ્બિસને 7–6(3), 6–3થી સરળતાથી હરાવ્યા હતા અને તેના નબળા દેખાવ માટે તાવને પ્રાથમિક કારણ ગણાવ્યું હતું. તે સેમિફાઇનલમાં સ્ટ્રેટ સેમિફાઇનલમાં આક્રમક નિકોલે ડેવિડેન્કો સામે 6–3, 6–2થી જીત્યો હતો. તેણે અને તેના દેશબંધુ લોપેઝે ઇટાલીયન જોડી ડેનીલી બ્રાસિયાલી અને એન્ડ્રીઝ સેપીને 6–3, 7–6(4)થી હરાવીને ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં નડાલે બ્રાઝિલના માર્કોસ ડેનિયલને 6–0, 5–0 રિટથી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં તેણે અગામી ક્વોલિફાયર અમેરિકાના ર્યાન સ્વીટિંગને 6–2, 6–1, 6–1થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં ઉભરતા ખેલાડી ઓસ્ટ્રેલિયાના બર્નાર્ડ ટોમિક દ્વારા તેની કસોટી થઇ હતી ટોમિકે અગાઉ નડાલના દેશબંધુ ફેલિસિયાનો લોપેઝને બહાર ફેંકી દીધો હતો પરંતુ નડાલે 6–2, 7–5, 6–3ના સ્કોરથી જીત હાંસલ કરી હતી. ચોથા રાઉન્ડમાં તેણે ક્રોએશિયાના મેરિન સિલિકને 6–2, 6–4, 6–3થી હરાવ્યો હતો. જોડીની ક્વાર્ટરફાઇનલ મેચની શરૂઆતમાં તેના સાથી સ્પેનિશ ખેલાડી ડેવિડ ફેરર સામેની મેચમાં તેને ઇજા થઇ હતી અને અંતે સ્ટ્રેટ સેટમાં 4–6, 2–6, 3–6થી હાર્યો હતો. આમ, તેના સળંગ ચાર ટુર્નામેન્ટ જીતવાના પ્રયાસોનો અંત આવ્યો હતો.

7 ફેબ્રુઆરી 2011ના રોજ અબુ ધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં નડાલ સૌ પ્રથમ વખત લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર જીત્યો હતો. નડાલ બાદ ફૂટબોલ ખેલાડી લાયોનેલ મેસી, સૌથી યુવા ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન, સેબાસ્ટિયન વેટ્ટી, સ્પેનના એન્ડ્રીઝ ઇનઇસ્ટા, જેના ગોલે તેના દેશને સૌ પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો, લેકર્સ સ્ટાર કોબે બ્રાયન્ટ અને ફિલિપાઇનના બોક્સ મેની પેકક્વીઆઓને આ એવોર્ડ મળ્યો હતો.

મુખ્ય ટાઇટલ

ગ્રાન્ડ સ્લેમ દેખાવ સમયરેખા

મૂંઝવણ દુર કરવા અને બેવડી ગણતરી અટકાવવા માટે આ ટેબલની માહિતી દરેક ટુર્નામેન્ટ વખતે અથવા તો ખેલાડીના ટુર્નામેન્ટમાં ભાગ લીધા પછી અપડેટ કરવામાં આવી છે. આ કોષ્ટક 2011 ઓસ્ટ્રેલિયન ઓપન સુધીનું છે.

ટુર્નામેન્ટ 2002 2003 2004 2005 2006 2007 2008 2009 2010 2011 કારકિર્દી ક્રમાંક કારકિર્દી વિજય-પરાજય કારકિર્દી વિજય %
ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપન એ (A) એ (A) 3આર (3R) 4આર (4R) એ (A) ક્યુએફ (QF) એસએફ (SF) ડબલ્યુ (W) ક્યુએફ (QF) ક્યુએફ (QF) 1/7 29-6 82.85
ફ્રેન્ચ ઓપન એ (A) એ (A) એ (A) ડબલ્યુ (W) ડબલ્યુ (W) ડબલ્યુ (W) ડબલ્યુ (W) 4આર (4R) ડબલ્યુ (W) 5/6 38-1 97.44
વિમ્બલ્ડન એ (A) 3આર (3R) એ (A) 2આર (2R) એફ (F) એફ (F) ડબલ્યુ (W) એ (A) ડબલ્યુ (W) 2/6 29-4 87.87
યુએસ (US) ઓપન એ (A) 2આર (2R) 2આર (2R) 3આર (3R) ક્યુએફ (QF) 4આર (4R) એસએફ (SF) એસએફ (SF) ડબલ્યુ (W) 1/8 28-7 80.00
જીત-હાર 0-0 3-2 3-2 13-3 17-2 20-3 24-2 15-2 25-1 4-1 9/27 124–18 87.32

ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ

સિંગલ્સ: 11 (9 ટાઇટલ, 2 ઉપવિજેતા)

પરિણામ વર્ષ ચૅમ્પિયનશિપ સપાટી ફાઈનલમાં પ્રતિસ્પર્ધી ફાઇનલમાં સ્કોર
વિજેતા 2005 ફ્રેન્ચ ઓપન ક્લે (માટી) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  મેરિઆનો પુએર્ટા 6–7(6), 6–3, 6–1, 7–5
વિજેતા 2006 ફ્રેન્ચ ઓપન (2) ક્લે (માટી) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 1–6, 6–1, 6–4, 7–6(4)
ઉપવિજેતા 2006 વિમ્બલ્ડન ગ્રાસ (ઘાસ) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 0–6, 6–7(5), 7–6(2), 3–6
વિજેતા 2007 ફ્રેન્ચ ઓપન (3) ક્લે (માટી) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 6–3, 4–6, 6–3, 6–4
ઉપવિજેતા 2007 વિમ્બલ્ડન (2) ગ્રાસ (ઘાસ) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 6–7(7), 6–4, 6–7(3), 6–2, 2–6
વિજેતા 2008 ફ્રેન્ચ ઓપન (4) ક્લે (માટી) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 6–1, 6–3, 6–0
વિજેતા 2008 વિમ્બલ્ડન ગ્રાસ (ઘાસ) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 6–4, 6–4, 6–7(5), 6–7(8), 9–7
વિજેતા 2009 ઓસ્ટ્રેલિયન ઓપન હાર્ડ (સખત) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોજર ફેડરર 7–5, 3–6, 7–6(3), 3–6, 6–2
વિજેતા 2010 ફ્રેન્ચ ઓપન (5) ક્લે (માટી) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  રોબિન સોડરલિંગ 6–4, 6–2, 6–4
વિજેતા 2010 વિમ્બલ્ડન (2) ગ્રાસ (ઘાસ) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  ટોમસ બર્ડિક 6–3, 7–5, 6–4
વિજેતા 2010 યુએસ (US) ઓપન હાર્ડ (સખત) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  નોવાક ડીજોકોવિક 6–4, 5–7, 6–4, 6–2

ઓલિમ્પિક ફાઇનલ

સિંગલ્સ: 1 (1 ટાઇટલ)

પરિણામ વર્ષ ચેમ્પિયનશિપ સપાટી ફાઈનલમાં પ્રતિસ્પર્ધી ફાઇનલમાં સ્કોર
વિજેતા 2008 બીજિંગ ઓલિમ્પિક્સ હાર્ડ (સખત) રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ  ફર્નાન્ડો ગોન્ઝાલીઝ 6–3, 7–6(2), 6–3

કારકિર્દીના આંકડા

આઇટીએફ (ITF) ગ્રાન્ડ સ્લેમ વિક્રમો

  • આ વિક્રમો ટેનિસના ઓપન યુગમાં મેળવવામાં આવ્યા હતા.
આઇટીએફ (ITF) ગ્રાન્ડ સ્લેમ વર્ષ વિક્રમ સમકક્ષ ખેલાડી
ઓસ્ટ્રેલિયન ઓપન
ફ્રેન્ચ ઓપન
વિમ્બલ્ડન
યુએસ (US) ઓપન
ઓલિમ્પિક્સ
2009
2005
2008
2010
2008
કરિયર ગોલ્ડન સ્લેમ આન્દ્રે અગાસી
ઓસ્ટ્રેલિયન ઓપન
ફ્રેન્ચ ઓપન
વિમ્બલ્ડન
યુએસ (US) ઓપન
2009
2005
2008
2010
કરિયર ગ્રાન્ડ સ્લેમ રોડ લેવર
આન્દ્રે અગાસી
રોજર ફેડરર
ઓસ્ટ્રેલિયન ઓપન – ફ્રેન્ચ ઓપન – વિમ્બલ્ડન – યુએસ (US) ઓપન 2005–2010 ગ્રાસ, ક્લે અને હાર્ડ કોર્ટ પર ઓછામાં ઓછા બે ગ્રાન્ડ સ્લેમ મેટ્સ વિલેન્ડર
ફ્રેન્ચ ઓપન – યુએસ (US) ઓપન 2010 કેલેન્ડર વર્ષમાં ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડ સ્લેમ વિજેતા એકમાત્ર ખેલાડી
ફ્રેન્ચ ઓપન – યુએસ (US) ઓપન 2010 કેલેન્ડર વર્ષમાં સળંગ ત્રણ ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોડ લેવર
ફ્રેન્ચ ઓપન – યુએસ (US) ઓપન 2008–2010 ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર એક સાથે ગ્રાન્ડ સ્લેમધારક રોજર ફેડરર
ઓલિમ્પિક્સ – યુએસ (US) ઓપન 2008–2010 ઓલિમ્પિક્સ સિંગલ્સ સુવર્ણ ચંદ્રક અને ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડ સ્લેમ એક સાથે એકમાત્ર ખેલાડી
ઓલિમ્પિક્સ – વિમ્બલ્ડન 2008–2010 ઓલિમ્પિક્સ સિંગલ્સ સુવર્ણ ચંદ્રક અને વિમ્બલ્ડન ટાઇટલ એક સાથે એકમાત્ર ખેલાડી
ઓલિમ્પિક્સ – ફ્રેન્ચ ઓપન 2008–2010 ઓલિમ્પિક સિંગલ્સ સુવર્ણ ચંદ્રક અને ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ એક સાથે આન્દ્રે અગાસી
ઓલિમ્પિક્સ – યુએસ (US) ઓપન 2008–2010 ઓલિમ્પિક સિંગલ્સ સુવર્ણ ચંદ્રક અને ક્લે અને હાર્ડ કોર્ટ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ એક સાથે આન્દ્રે અગાસી
ઓલિમ્પિક્સ – યુએસ (US) ઓપન 2008–2010 ઓલિમ્પિક સિંગલ્સ સુવર્ણ ચંદ્રક અને યુએસ (US) ઓપન ટાઇટલ એક સાથે આન્દ્રે અગાસી
ફ્રેન્ચ ઓપન 2005–2010 છ વર્ષમાં પાંચ ટાઇટલ એકમાત્ર ખેલાડી
ફ્રેન્ચ ઓપન 2005–2009 સળંગ 31 મેચ વિજેતા એકમાત્ર ખેલાડી
ફ્રેન્ચ ઓપન—વિમ્બલ્ડન 2008, 2010 1 "ચેનલ સ્લેમ": એક જ વર્ષમાં બંને ટુર્નામેન્ટ રોડ લેવર
બીજોર્ન બોર્ગ
રોજર ફેડરર
ફ્રેન્ચ ઓપન—વિમ્બલ્ડન 2008, 2010 મલ્ટિપલ "ચેનલ સ્લેમ" સિંગલ્સ ટાઇટલ વિજેતા બીજોર્ન બોર્ગ
ફ્રેન્ચ ઓપન 2005–2008 સળંગ 4 વિજય બીજોર્ન બોર્ગ
ફ્રેન્ચ ઓપન 2005–2008 સળંગ 4 ફાઇનલ બીજોર્ન બોર્ગ
ઇવાન લેન્ડલ
રોજર ફેડરર
ફ્રેન્ચ ઓપન 2008, 2010 સેટ ગુમાવ્યા વગરની મહત્તમ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશિપ્સ (2) બીજોર્ન બોર્ગ
ઓસ્ટ્રેલિયન ઓપન
ફ્રેન્ચ ઓપન
વિમ્બલ્ડન
યુ.એસ.(U.S.) ઑપન
2005–2010 તમામ 4 મેજરમાં ફાઇનલિસ્ટ રોડ લેવર
કેન રોઝવોલ
ઇવાન લેન્ડલ
સ્ટિફન એડબર્ગ
જિમ કુરિયર
આન્દ્રે અગાસી
રોજર ફેડરર

એટીપી (ATP) માસ્ટર્સ વિક્રમો

એટીપી (ATP) માસ્ટર્સ સિરીઝ વર્ષ વિક્રમ સમકક્ષ ખેલાડી
મોન્ટે કાર્લો માસ્ટર્સ—મેડ્રિડ માસ્ટર્સ 2005–2010 મહત્તમ માસ્ટર્સ સિંગલ્સ ટાઇટલ (18) એકમાત્ર ખેલાડી
મોન્ટે કાર્લો માસ્ટર્સ—રોલેન્ડ ગેરોસ 2010 1 "ક્લે સ્લેમ": ક્લે અને રોલેન્ડ ગેરોસ પર 3 માસ્ટર્સ સિરીઝ એકમાત્ર ખેલાડી
મોન્ટે કાર્લો માસ્ટર્સ 2005–2010 સળંગ છ ટાઇટલ એકમાત્ર ખેલાડી
રોમ માસ્ટર્સ 2005–2010 6 વર્ષમાં 5 ટાઇટલ એકમાત્ર ખેલાડી
એટીપી (ATP) માસ્ટર્સ 2005 એક સીઝનમાં મહત્તમ ટાઇટલ – 4 રોજર ફેડરર (2005 & 2006)
એટીપી (ATP) માસ્ટર્સ 2008–2010 સળંગ 21 ક્વાર્ટરફાઇનલ એકમાત્ર ખેલાડી
એટીપી (ATP) માસ્ટર્સ 2008 3 અલગ સપાટી પર જીતેલી સળંગ ટુર્નામેન્ટો રોજર ફેડરર (2004)
એટીપી (ATP) માસ્ટર્સ 2005–2010 ઓછામાં ઓછું એક માસ્ટર્સ ટાઇટલ જીતેલા મહત્તમ સળંગ વર્ષ – 6 એકમાત્ર ખેલાડી
મોન્ટે કાર્લો માસ્ટર્સ—રોમ માસ્ટર્સ 2005–2007
2009–2010
બંને ટાઇટલ જીતેલા મહત્તમ વર્ષ – 5 એકમાત્ર ખેલાડી
એટીપી (ATP) માસ્ટર્સ 2007–2010 ઓછામાં ઓછા 3 ટાઇટલ જીતેલા સળંગ વર્ષ – 4 એકમાત્ર ખેલાડી

રોજર ફેડરર સાથે હરિફાઇ

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ 2009 ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ દરમિયાન

નડાલ અને ફેડરર 2004થી એકબીજા સામે રમતા આવ્યા છે અને આ પ્રતિસ્પર્ધા બંને પુરૂષ ખેલાડીઓની કારકિર્દીનો મુખ્ય ભાગ છે.

  • તેઓ ઓપન યુગના એકમાત્ર પુરૂષ ખેલાડીઓ છે જેઓ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં એકબીજા સામે રમ્યા છે, જેમાં નડાલ સાતમાંથી પાંચ ફાઇનલ જીત્યો છે. પાંચમાંથી ત્રણ વિજય નડાલની શ્રેષ્ઠ સપાટી (ક્લે) પર હતી અને તેણે બિન-ક્લે મુખ્ય ફાઇનલોમાં ફેડરરને બે વખત, વિમ્બલ્ડન 2008 અને ઓસ્ટ્રેલિયન ઓપન 2009માં હરાવ્યો હતો.
  • ઘણા ટેનિસ સમીક્ષકોએ તેમની 2008 વિમ્બલ્ડન ફાઇનલને અત્યાર સુધીની સૌથી મહાન મેચ ગણાવી હતી.
  • ઘણા વિવેચકો તેમની પ્રતિસ્પર્ધાને ટેનિસ ઇતિહાસની સૌથી મોટા હરીફાઈ ગણાવે છે.
  • ફેડરર સામે 14માંથી 10 વિજય નડાલની શ્રેષ્ઠ સપાટી ક્લે કોર્ટ પર હતા. નડાલ તેમની એકંદર હેડ-ટુ-હેડ સિરીઝમાં 14–8થી અગ્રેસર છે (નડાલ ક્લે પર 10–2થી, ફેડરર ગ્રાસ પર 2–1થી, ફેડરર હાર્ડ કોર્ટ પર 4-3થી અગ્રેસર છે).

રમવાની શૈલી

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
નડાલ માટી પર રમી રહ્યો છે

નડાલ સામાન્ય રીતે આક્રમક, બિહાઇન્ડ-ધ-બેઝલાઇન ગેમ રમે છે. તે હેવી ટોપસ્પિન ગ્રાઉન્ડસ્ટ્રોક્સ, સાતત્ય, ઝડપી ફૂટવર્ક અને ટેનાસિયસ કોર્ટ કવરેજ રમત ધરાવે છે જે તેને આક્રમક કાઉન્ટરપંચર બનાવે છે. કોર્ટ પર તેની અત્યંત ઊર્જા અને ઝડપ માટે જાણીતો નડાલ એક શ્રેષ્ઠ બચાવકર્તા છે. તે દડાને દોડતા દોડતા સારી રીતે ફટકારે છે અને બચાવજનક સ્થિતિ પરથી વિજય રમત રચે છે. તે ઘણા સારા ડ્રોપશોટ પણ રમે છે, તે ઘણી સારી રીત કામ કરે છે કારણકે તેના હેવી ટોપસ્પિન ઘણીવાર હરીફને કોર્ટમાં પાછળ જવા ધકેલે છે. નડાલ પ્રાથમિક રીતે બેઝલાઇનર છે, (જોહન મેકએનરો સહિતના) કેટલાક કોમેન્ટેટરોએ તેને એક શ્રેષ્ઠ વોવલીયર તરીકે ગણાવ્યો છે. તેને ગ્રાસ પર રમાયેલી ચાર વિમ્બલ્ડ ફાઇનલમાં પહોંચવા માટે જવાબદાર ગણાવી હતી, જેમાંથી તે બે જીત્યો હતો અને 2009થી નેટની નજીકમાં અવારનવાર જતો જોવા મળ્યો છે.

તાજેતરના વર્ષોમાં નડાલ ફુલ વેસ્ટર્ન ગ્રિપ ફોરહેન્ડ વાપરે છે, ઘણી વાર "લાસો-વ્હિપ"ની સાથે પણ, જેમાં તેનું ડાબું કાંડું બોલને ફટકારે છે તેના ડાબા ખભાની ઉપર શોટ પુરો થાય છે, જે શરીરના અન્ય પરંપરાગત શોપ તથા તેના વિરુદ્ધ ખભાથી વિપરિત છે. નડાલનું ફોરહેન્ડ ગ્રાઉન્ડસ્ટ્રોક ફોર્મ તેને ભારે ટોપસ્પિન સાથે શોટ ફટકારવા દે છે, જે તેના સમકાલીન કરતા ઘણા સારા છે. સાન ફ્રાન્સિસ્કો ટેનિસ સંશોધક જોહન યાન્ડેલે નડાલના શોટમાં ટેનિસ બોલમાં આવતી ચક્રગતિનો આંક અને સરેરાશ સંખ્યા શોધવા હાઇ-સ્પીડ વિડીયો કેમેરા અને સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. "સૌ પ્રથમ અમે સામ્પ્રાસ અને અગાસીનો અભ્યાસ કર્યો હતો. તેઓ સામાન્ય રીતે ફોરહેન્ડ ફટકો મારતા હતા દડો મિનીટ દીઠ 1,800થી 1,900 ચક્કરની ગતિએ સ્પિન થતો હતો. ફેડરર અદભૂત ઝડપ સાથ સ્પીન કરે છે અને તે પણ ? મિનીટ દીઠ 2,700 ચક્કરની ગતિએ. પરંતુ, નડાલ ફોરહેન્ડમાં 4,900ની ઝડપે ફટકારે છે. તેની સરેરાશ 3,200 છે." નડાલના શેટ બેઝલાઇનથી ટૂંકા હોય છે, તેના ફોરહેન્ડના ઊંચા બાઉન્સ પ્રતિસ્પર્ધીને શોર્ટ બોલનો લાભ લેતા અટકાવે છે. તેના ફોરહેન્ડ ભારે ટોપસ્પિન આધારિત હોવા છતાં તે સ્પષ્ટ વિજેતા માટે બોલને વધુ ઊંડો અને સપાટ ફટકો મારે છે.

નડાલની સર્વને શરૂઆતમાં તેની ગેમમાં નબળું બિંદુ ગણવામાં આવતી હતી જોકે, પ્રથમ સર્વ પોઇન્ટ વિજય અને બ્રેક પોઇન્ટ બચતે 2005થી તેને ઝડપી સપાટી પર મુખ્ય ટાઇટલો માટે સ્પર્ધા કરવા અને જીતવાની તક પુરી પાડી છે. નડાલ સર્વિસ વિજેતા બનવાના સ્થાને, પોઇન્ટમાં વ્યૂહાત્મક લાભ મેળવવા માટે તેની સર્વની સાતત્યતા પર આધાર રાખે છે. જોકે, 2010ની સીઝન અગાઉ તેને તેની સર્વિસ ગતિમાં ફેરફાર કર્યો હતો, અગાઉ ટ્રોફી પોઝમાં આવ્યો હતો અને ટ્રોફી પોઝ દરમિયાન રેકેટને નીચે ખેચ્યું હતું. 2010 યુએસ (US) ઓપન પહેલા નડાલે તેની સર્વિસ ગ્રિપને વધુ કોન્ટિનેન્ટલ બનાવી હતી. તેની સર્વમાં આ બે સુધારાએ તેની સરેરાશ ઝડપમાં 10 એમપીએચ (mph)નો વધારો કરીને મહત્તમ 135 એમપીએચ (mph) (217 કિલોમીટર) કરી હતી અને તેને તેની સર્વમાં વધુ ફ્રી પોઇન્ટ જીતાડી આપ્યા હતા.

નડાલના રમત પ્રત્યે માનસિક સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક અભિગમ તેની નોંધનીય શક્તિઓ હતી. નડાલ મેચ સ્કોરને ધ્યાનમાં લીધા વગર નિરુત્સાહ દૂર રાખી શકે છે જેને કારણે તે વર્તમાન પોઇન્ટ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને લાભ મેળવી શકે છે. વ્યૂહાત્મક ખેલાડી તરીકે નડાલ કોર્ટની સપાટી, આબોહવાની સ્થિતિ જેવા બાહ્ય પરિબળો અને તેના પ્રતિસ્પર્ધીની વ્યૂહરચનાની સમીક્ષા કરે છે અને વર્તમાન સ્થિતિને અનુરૂપ તેની શ્રેષ્ઠ રમત અપનાવે છે.

એક સમયે તેને ક્લે કોર્ટ સ્પેશિયાલિસ્ટ કહેવાતો હતો છતાં અન્ય સપાટી પર રમાયેલી ટુર્નામેન્ટમાં સફળતા મેળવીને તેણે આ લેબલ હટાવ્યું હતું જેમાં બે અલગ પ્રસંગ પર ગ્રાસ, હાર્ડ કોર્ટ અને ક્લે પર સમાંતર ગ્રાન્ડ સ્લેમ વિજય અને હાર્ડકોર્ટ પર પાંચ માસ્ટર્સ સિરીઝ ટાઇટલ અને હાર્ડકોર્ટ પર ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજયનો સમાવેશ થાય છે. નડાલની પ્રતિભા અને કુશળતાના વખાણ કરવા છતાં કેટલાક લોકોએ તેનું બંધારણ અને રમવાની શૈલી ઇજા માટે સુનાકૂળ હોવાનું કારણ આપીને સ્પોર્ટમાં તેની લાંબી આવરદા અંગે સવાલ કર્યો છે. નડાલે પોતે એટીપી (ATP) ટૂરમાં હાર્ડ કોર્ટ પર ખેલાડીઓને શારીરિક ઇજાની વાત સ્વીકારેલી છે અને હાર્ડ કોર્ટ પર ઓછી ટુર્નામેન્ટ રમાય તેવા ટૂર શિડ્યુલનું ફેરમૂલ્યાંકન કરવાની માંગ કરી હતી.

જાહેર છબી

સાધનો અને એન્ડોર્સમેન્ટ

રફેલ નડાલ: પ્રારંભિક જીવન, ટેનિસ કારકિર્દી, મુખ્ય ટાઇટલ 
રોલેન્ડ ગેરોસ 2007 ખાતે નાઇકી બાંય વગરનો શર્ટ સાથે મેચિંગ માથાની પટ્ટી અને કાંડાનો પટ્ટો અને બેબોલેટ એરોપ્રો ડ્રાઇવ જીટી (GT) સાથે નડાલ

નડાલે કિયા મોટર્સના વૈશ્વિક દૂત તરીકે કંપનીની જાહેરાત ઝુંબેશમાં ભાગ લીધો હતો. મે 2008માં કિયાએ ક્લેમેશન વાઇરલ જાહેરાત રિલીઝ કરી હતી જેમાં નડાલને એલિયન સાતે ટેનિસ મેચ રમતો દર્શાવવામાં આવ્યો હતો. નડાલ યુનિવર્સલ ડીવીડી (DVD) સાથે પણ એન્ડોર્સમેન્ટ કરાર ધરાવે છે.

નાઇકી નડાલના વસ્ત્ર અને જૂતાના પ્રાયોજક તરીકે કામ કરે છે. નડાલના ઓળખ સમાન ઓન-કોર્ટ વસ્ત્રો બાંયવગરના શર્ટની સાથે 3/4 લંબાઈ વાળી કેપ્રી પેન્ટમાં જોડીમાં વિવિધ પ્રકારની વિવિધતા ધરાવે છે. 2009ની સીઝન માટે નડાલે વધુ પરંપરાગત ઓન-કોર્ટ વસ્ત્રો અપનાવ્યા હતા. નાઇકીએ નડાલને રમતના તે સમયે ટોચના ખેલાડીનો દરજ્જો પ્રતિબિંબિત કરવા તેના દેખાવમાં સુધારો કરવા પ્રોત્સાહિત કર્યો હતો. નાઇકીએ નડાલને તેના "પાઇરેટ" લૂક કરતા અલગ શૈલી સાથે જોડ્યો હતો જેને ગ્રાહકોએ વ્યાપકપણે આવકાર્યું હતું. અબુ ધાબી અને દોહામાં વર્મઅપ ટુર્નામેન્ટમાં નડાલ નાઇકી દ્વારા તેના માટે વિશેષ ડિઝાઇન કરાયેલા પોલો શર્ટ અને ઘૂંટણથી ઉપરના શોર્ટ્સ કટ સાથે મેચ રમ્યો હતો. નડાલની નવી વધુ રૂઢિગત શૈલી 2009 ઓસ્ટ્રેલિયન ઓપન સુધી ચાલુ રહી હતી જ્યાં તેણે નાઇકીના બોલ્ડ ક્રૂ મેન્સ ટી અને નડાલ લોંગ ચેક શોર્ટ્સ પહેર્યા હતા. નડાલ નાઇકીના એર કોર્ટબેલિસ્ટેક 2.3 ટેનિસ શૂઝ, પહેરે છે અને સમગ્ર સીઝન દરમિયાન તેમાં કસ્ટમાઇઝેશન થાય છે જેમાં જમણા શૂઝમાં તેના હુલામણા નામ "રફા" અને ડાબા પગમાં સ્ટાઇલિસ્ટ બુલ લોગોનો સમાવેશ થાય છે.

તે એપ્રિલ 2009માં લોન્ચ થયેલા લાનવિનના એલહોમ સ્પોર્ટ કોલોગનો ચહેરો બન્યો હતો.

નડાલ એરોપ્રો ડ્રાઇવ રેકેટ 4 1/4-ઇંચ એલ2 (L2) ગ્રિપ સાથે વાપરે છે. બેબોલાટ દ્વારા વેચાતા વર્તમાન મોડલનું માર્કેટિંગ કરવા, 2010ની સીઝનના અંત સુધી નડાલનું રેકેટ નવા બેબોલાટ એરોપ્રો ડ્રાઇવના કોર્ટેક્સ જીટી રેકેટને મળતું આવે તેવી રીતે રંગેલું હતું. નડાલ નો રિપ્લેસમેન્ટ ગ્રિપ વાપરે છે અને તેના સ્થાને હેન્ડલ પર બે ઓવરગ્રિપ વિંટાળે છે. તે 2010 સીઝન સુધી ડ્યુરાલાસ્ટ 15એલ (15L) સ્ટ્રિંગ્સનો ઉપયગો કરતો હતો. ત્યાર બાદ તે બાબોલાટની નવી કાળા રંગની આરપીએમ (RPM) બ્લાસ્ટ સ્ટ્રિંગનો ઉપયોગ કરતો થયો હતો. નડાલનું રેકેટ તે કઇ સપાટી કે સ્થિતિમાં રમે છે તેને ધ્યાનમાં લીધા વગર હંમેશા 55 lb (25 kg)થી બંધાતું હતું.[સંદર્ભ આપો].

જાન્યુઆરી 2010 સુધી રફા બિસ્કીટ, બેકરી અને ચોકલેટ કોટેડ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી તેના વતન મેજરકા સ્થિત કંપની ક્વેલીનો આંતરરાષ્ટ્રીય દૂત હતો. નડાલ નાનો હતો ત્યારથી આ કંપનીના ઉત્પાદનો વાપરતો આવ્યો છે.

2010માં લકઝરી ઘડીયાળ ઉત્પાદક રિચાર્ડ મિલે જાહેરાત કરી હતી કે કે તેને નડાલ સાથે જોડાણમાં એક અલ્ટ્રા-લાઇટ કાંડા ઘડીયાળ રિચાર્ડ મિલે આરએમઓ27 (RM027) ટર્બિલોન વિકસાવી છે. આ ઘડીયાળ ટિટાનિયમ અને લિથિયમની બનેલી છે અને તેનું મૂલ્ય US$525,000 છે; ઘડિયાળની ડિઝાઇન અને ટેનિસ કોર્ટ પર પરિક્ષણમાં નડાલ સંકળાયેલો હતો. 2010 ફ્રેન્ચ ઓપન દરમિયાન મેન્સ ફિટનેસએ નોંધ્યું હતું કે નડાલે સ્વીસ ઘડીયાળ ઉત્પાદક સાથે સ્પોન્સશીપ સોદાના ભાગ રૂપે કોર્ટ પર રિચાર્ડ મિલે ઘડીયાળ પહેરી હતી.

નડાલે સ્પ્રિંગ/સમર 2011 કલેક્શન માટે એમ્પોરિયો અરમાની અન્ડરવેર અને અરમાની જીન્સના નવા ચહેરા તરીકે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનું સ્થાન લીધું હતું આ કલેક્શન ફેબ્રુઆરીમાં લોન્ચ થયું હતું. આ લેબલે કોઇ ટેનિસ ખેલાડીની પસંદગી કરી હોય તેવું સૌ પ્રથમ વખત બન્યું હતું. રોનાલ્ડો, ડેવિડ બેકહામએ જાહેરાતમાં ભાગ લેતા પહેલા 2008 સુધી તેમાં એસોસિયેશન ફૂટબોલનો દબદબો હતો. અરમાનીએ જણાવ્યું હતું કે તેણે નડાલને તેના નવા પુરૂષ અન્ડરવેર મોડલ તરીકે એટલે પસંદ કર્યો છે કે, "...તે શ્રેષ્ઠ છે કારણકે તે યુવાનો માટે તંદુરસ્ત અન હકારાત્મક મોડલ રજૂ કરે છે."

લોકપ્રિય સંસ્કૃતિમાં

ફેબ્રુઆરી 2010માં રફેલ નડાલને "જીપ્સી"ના મ્યુઝિક વિડીયોમાં દર્શાવવામાં આવ્યો હતો જે શકિરાનું આગામી સિંગલ હતું અને તેના આલ્બમ રિલીઝ શી વોલ્ફ નો ભાગ હતું. વિડીયો માટે તણે નડાલની પસંદગી કેમ કરી તે સમજાવતા શકિરાએ લેટિન અમેરિકન હેરાલ્ડ ટ્રિબ્યુન સાથેની મુલાકાતમાં એમ જણાવ્યું હતું કે, "મેં વિચાર્યું હતું કે મારે એક એવા વ્યક્તિની જરૂર છે કે જેની સાથે હું ઓળખાઇ શકું. અને રફેલ નડાલ તે વ્યક્તિ છે જે તે ઘણો નાનો હતો ત્યારથી તેની કારકિર્દીને સંપૂર્ણ સમર્પિત છે. હું માનું છું ત્યાં સુધી તે 17 વર્ષનો હતો ત્યારથી." તેણે "જીપ્સી" અંગે ઉમેર્યું હતું કે: "હું ખુબ જ નાની હતી ત્યારે હું રસ્તા પર છું, માટે અહીંથી જીપ્સીનો વિચાર આવ્યો છે."

પરચૂરણ

128036 રફેલનડાલ એ ઓબ્ઝર્વેટોરીયો એસ્ટ્રોનોમિકો દી મેલોર્કા, સ્પેન ખાતે 2003માં શોધાયેલી મુખ્ય પટ્ટાનો ઉપગ્રહ છે અને તેને રફેલ નડાલની યાદમાં નામ આપવામાં આવ્યું છે.

કોર્ટની બહાર

ફૂટબોલમાં રસ

નડાલ તાજેતરમાં સ્પેનિશ ફૂટબોલમાં ગંભીરતાથી જોડાયો છે. રફા સોકર ક્લબ રીયલ મેડ્રિડનો મોટો ચાહક છે. જુલાઈ 8, 2010ના રોજ એવું નોંધાયું હતું કે નડાલ જન્મથી તેની સ્થાનિક ક્લબ આરસીડી (RCD) મેલોર્કાને ઋણમાં મદદ કરવા ક્લબનો શેરધારક બન્યો છે. રફા ક્લબમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને તેને વાઇસ પ્રેસિડન્ટની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી પરંતુ તે તેણે નકારી હતી. જો કે, તેના કાકા મિગુએલ એન્જલ નડાલ માઇકલ લોર્ડઅપ હેઠળ આસિસ્ટન્ટ કોચ બન્યા હતા. રફેલ રીયલ મેડ્રિડનો ગાંડો ટેકેદાર છે; ESPN.com ના લેખક ગ્રેહામ હન્ટરે લખ્યું હતું કે, "તે [રીયલ મેડ્રિડના પ્રતીક સમાન] રાઉલ, આઇકર કેસિલસ અને અલફ્રેડો દી સ્ટેફાનો જેટલો મેરેન્ગી છે." મેલોર્કામાં તેનો હિસ્સો ખરીદ્યા બાદ નડાલે ક્લબને વધુ પડતા દેવાને કારણે 2010–11 યુઇએફએ (UEFA) યુરોપા લીગમાંથી બાકાત કરવા બદલ યુઇએફએ (UEFA)ની તેના દેખીતા પાખંડ માટે ટીકા કરી હતી અને તેના પ્રવક્તા મારફતે જણાવ્યું હતું કે, "જો યુઇએફએ (UEFA) આ માપદંડ પર કામ કરતી હોય તો યુરોપીયન સ્પર્ધામાં માત્ર બે કે ત્રણ જ ક્લબ રહેશે કારણકે બાકીની તમામ ક્લબ પણ દેવામાં ડુબેલી છે."

તે સ્પેનિશ નેશનલ ટીમનો પણ પ્રખર ટેકેદાર છે. 2010 ફિફા (FIFA) વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેનના વિજય બાદ ટીમના લોકર રૂમમાં રહેવાની છૂટ અપાયેલા ટીમ અથવા નેશનલ ફેડરેશન સાથે નહીં સંકળાયેલા છ લોકો પૈકીનો એક માત્ર વ્યક્તિ હતો.

દાનવૃત્તિ

રફેલ નડાલે થાઇલેન્ડના ‘રાજા માટે મિલિયન વૃક્ષ’ પરિયોજનામાં ભાગ લીધો હતો અને થાઇલેન્ડ ઓપન 2010 દરમિયાન હુઆ હિનની મુલાકાત વખતે રાજા ભુમિબોલ અદુલ્યાદેજના માનમાં વૃક્ષારોપણ કર્યું હતું. "આ પરિયોજનાનો ભાગ બનવું મારા માટે સન્માનજનક છે," એમ નડાલે જણાવ્યું હતું. "તે ઘણી સારી યોજના છે. હું આ માનવામાં ન આવે તે દિવસ માટે થાઇ લોકો અને રાજાને અભિનંદન પાઠવવા માંગું છું. આ વિચારને હું મારી શુભેચ્છાઓ આપું છું. તે ઘણુ ઘણુ સારું છે."

    રફા નડાલ ફાઉન્ડેશન

આ સંસ્થાની રચના નવેમ્બર 2007માં થઇ હતી અને તેની સત્તાવાર રજૂઆત ફેબ્રુઆરી 2008માં મેલોર્કા, સ્પેનની મેનાકોર ટેનિસ ક્લબમાં થઇ હતી. ફાઉન્ડેશન બાળકો અને યુવાનોના સામાજિક કામ અને વિકાસ પર ભાર મુકશે. ફાઉન્ડેશન શરૂ કરવાનો વિચાર કેમ કર્યો તે અંગે તેણે જણાવ્યું હતું કે, "આ મારા ભવિષ્યની શરૂઆત હોઇ શકે છે કે જ્યારે હું નિવૃત્ત હોઉ અને મારી પાસે વધુ સમય હોય,[...] હું ઘણું સારું કરી રહ્યો છું અને હું સમાજનો ઋણી છું, [...] દોઢ મહિના પહેલા હું ભારતમાં ચેન્નાઇમાં હતો. સત્ય તે છે કે આપણે અહીં બહુ સારી રીતે જીવીએ છીએ...હું મારી છબી સાથે કઇંક યોગદાન આપી શકું..." નડાલ રેડક્રોસની મેલેરીયા સામેની રીયલ મેડ્રિડ ગોલકીપર ઇકર કેસિલાસ સામે બેનિફિટ મેચથી પ્રેરાયો હતો. તે યાદ કરતા કહે છે કે, "અમે વિચાર્યું પણ ના હોય તેટલું ભંડોળ અમે ઉભું કર્યું હતું. મારે મારા પરિયોજના ભાગીદાર ઇકરનો આભાર માનવો જોઇએ જેણે તેના માટે સખત મહેનત કરી છે,[...] માટે મારી પોતાની સંસ્થા સ્થાપવાનો અને નાણા માટે મુકામ નક્કી કરવાનો સમય આવી ગયો છે." રફાની માતા અના મારિયા પરેરા સંસ્થાનું નેતૃત્ત્વ કરશે અને પિતા સેબાસ્ટીયન વાઇસ ચેરમેન રહેશે. કોચ અને કાકા ટોની નડાલ અને તેમના એજન્ટ, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી કાર્લોસ કોસ્ટાને પણ તેમાં સામેલ કરાયા છે. રોજર ફેડરરએ રફાને દાનપ્રવૃત્તિમાં જોડાવાની સલાહ આપી હતી. ભારતમાં ગરીબીએ તેને ભારે આંચકો આપ્યો હતો છતાં નડાલ તેની નજીકમાં વસતા લોકો સ્પેનના બાલેરિક ટાપુના લોકોને મદદ કરીને શરૂઆત કરવા માંગે છે અને બાદમાં જો શક્ય હોય તો વિદેશમાં.

16 ઓક્ટોબર 2010ના રોજ રફા ભારતના સૌથી ગરીબ અને જરૂરિયાતવાળા વિસ્તાર આંધ્રપ્રદેશના ટ્રાન્સફોર્મેશનમાં સૌ પ્રથમ વખત મદદ કરવા ભારત આવ્યો હતો. તે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં એક એકેડેમી ધરાવે છે. તેના ફાઉન્ડેશને વિસેન્ટી ફેરર ફાઉન્ડેશનની સાથે અનંતપુર એજ્યુકેશન સેન્ટર પરિયોજનામાં પણ કામ કર્યું છે.

અંગત જીવન

નડાલ એક એસ્ટન માર્ટિન ડીબીએસ (DBS) ધરાવે છે. નડાલ જ્યારે ઘણા ટેનિસ સિતારાઓ બહાર નિકળી ગયા હતા તે ઉંમરે તેના વતન મેનાકોર, મેલોર્કામાં પાંચ મજલાની ઇમારતમાં તેના માતાપિતા અને નાની બહેન મારિયા ઇસાબેલ સાથે રહેતો હતો. જૂન 2009 સ્પેનિશ, અખબાર લા વેનગાર્ડીયા અને બાદમાં ન્યૂ યોર્ક ટાઇમ્સ એ નોંધ્યું હતું કે નડાલના માતાપિતા, અના મારીયા અને સેબાસ્ટિયન છૂટા પડ્યા છે. નડાલની નિષ્ફળતા પાછળ તેના ખાનગી મુદ્દાઓ જવાબદાર હોવા બાબતે ઇન્ટરનેટ પોસ્ટ અને મેસેજ બોર્ડ પર ભારે અટકળોના સપ્તાહો બાદ આ સમાચાર આવ્યા હતા. નડાલે પોતાની જાતને અજ્ઞેયવાદી જાહેર કરી હતી.

આ પણ જુઓ

  • એટીપી (ATP) વર્લ્ડ ટૂર વિક્રમો
  • એટીપી (ATP)માં પહેલો ક્રમ મેળવનાર ખેલાડીઓની યાદી
  • ગ્રાન્ડ સ્લેમ પુરૂષ સિંગલ્સ ચેમ્પિયન્સની યાદી
  • બિન-ગ્રાન્ડ સ્લેમ ટેનિસ આંકડા અને વિક્રમો
  • 128036 રફેલનડાલ ગ્રહ
  • ઓપન યુગ ટેનિસ વિક્રમોની યાદી
  • એટીપી (ATP) એવોર્ડ્સ

સંદર્ભો

ઢાંચો:Rafael Nadal start boxes

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ

Tags:

રફેલ નડાલ પ્રારંભિક જીવનરફેલ નડાલ ટેનિસ કારકિર્દીરફેલ નડાલ મુખ્ય ટાઇટલરફેલ નડાલ કારકિર્દીના આંકડારફેલ નડાલ આઇટીએફ (ITF) ગ્રાન્ડ સ્લેમ વિક્રમોરફેલ નડાલ એટીપી (ATP) માસ્ટર્સ વિક્રમોરફેલ નડાલ રોજર ફેડરર સાથે હરિફાઇરફેલ નડાલ રમવાની શૈલીરફેલ નડાલ જાહેર છબીરફેલ નડાલ કોર્ટની બહારરફેલ નડાલ આ પણ જુઓરફેલ નડાલ સંદર્ભોરફેલ નડાલ બાહ્ય લિંક્સરફેલ નડાલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુકેશ અંબાણીસ્વામિનારાયણ સંપ્રદાયધનુ રાશીરોશન સિંહભારતીય ધર્મોમીરાંબાઈપાણી (અણુ)ગિજુભાઈ બધેકાભારતીય જીવનવીમા નિગમમધર ટેરેસાસંગીત વાદ્યદિપડોકાઠિયાવાડફુગાવોવિશ્વ વન દિવસમાર્કેટિંગરાશીગુજરાતી થાળીશ્રીનાથજીકરોડબારડોલી સત્યાગ્રહગુજરાતી સિનેમાગળતેશ્વર મંદિરગાયમહાભારતજૂથહિંદુ ધર્મહોમિયોપેથીકબજિયાતજ્યોતીન્દ્ર દવેભાદર નદીતીર્થંકરસંગણકપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ખોડિયારગુજરાતી ભોજનગુજરાતની ભૂગોળવિશ્વની સાત મોટી ભૂલોખરીફ પાકસ્વાઇન ફ્લૂમાઇક્રોસોફ્ટ એક્સેલમૌર્ય સામ્રાજ્યશિયાળોગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકડીગુજરાત ટાઇટન્સચાદરજીડોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમોરબી જિલ્લોકન્યા રાશીહરદ્વારદાહોદમેડમ કામાફેસબુકઝૂલતા મિનારાગુજરાતી અંકબાવળનાટ્યશાસ્ત્રવિનાયક દામોદર સાવરકરરાજકોટ જિલ્લોલોકનૃત્યવલસાડ જિલ્લોસતાધારપંડિત ઓમકારનાથ ઠાકુરએકમવડગાયકવાડ રાજવંશયુગરુદ્રગોહિલ વંશપ્રમુખ સ્વામી મહારાજસી. વી. રામનસોલંકી વંશતાપમાનભાવેશ ભટ્ટભારતીય ભૂમિસેનાગતિના નિયમો🡆 More