યુદ્ધ

યુદ્ધ એટલે સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે મોટાભાગે રાજકીય હેતુ માટે વિશાળ ફલક પર ખેલાતો સામાન્ય રીતે સશસ્ત્ર સંઘર્ષ.

રાજદ્વારી નિતિના અંતિમ સાધન તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ દુશ્મનનો નાશ કરીને નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે.

યુદ્ધ
મહાકાવ્ય મહાભારતમાં વર્ણવેલ યુદ્ધનું નિરુપણ

યુદ્ધ એવી પરિસ્થિતિ છે જેમાં વચ્ચેના સમયગાળામાં દેશો અથવા લોકોના જૂથો એકબીજા સાથે લડતા હોય છે. યુદ્ધમાં સામાન્ય રીતે શસ્ત્રોના ઉપયોગ, લશ્કરી સંસ્થા અને સૈનિકોનો સમાવેશ થાય છે. યુદ્ધ એ પરિસ્થિતિ છે કે જેમાં કોઈ રાષ્ટ્ર બળનો ઉપયોગ કરીને પોતાના હકની અમલવારી કરે છે. જો કે દરેક સશસ્ત્ર સંઘર્ષ યુદ્ધ હોતો નથી. વ્યક્તિઓ વચ્ચેની અથવા તો ગેંગ્સ અને ડ્રગ કાર્ટલ્સ વગેરે વચ્ચેની લડાઇને યુદ્ધ માનવામાં આવતી નથી. પણ મોટાભાગના યુદ્ધોને સશસ્ત્ર તકરાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો એ નિયમોનો સમૂહ છે જે યુદ્ધોની અસરોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો બે પ્રકારના યુદ્ધોને માન્ય રાખે છે,તે નીચે મુજબ છે:

  • બે અથવા વધુ રાજ્યો વચ્ચે " આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર તકરાર".
  • સરકાર અને એવા જૂથની વચ્ચે છે તેવો આંતરિક તકરાર અથવા તો જે સરકાર નથી અથવા કે બે જૂથો વચ્ચે છે તેવો "બિન-આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર તકરાર". આવા તકરારને સામાન્ય રીતે ગૃહ યુદ્ધ કે પછી સિવિલ વૉર પણ કહેવાય છે.[સંદર્ભ આપો]

કાર્લ વોન ક્લોઝવિટ્ઝે તેમના ઉચ્ચ કોટિના પુસ્તક, ઑન વૉરમાં, લખ્યું છે કે, "યુદ્ધ એ અન્ય માધ્યમોથી નીતિનો સિલસિલો જ છે." ક્લોઝવિટ્ઝ કોઈ પણ યુદ્ધને માત્ર રાજકીય સાધન તરીકે જુએ છે. લશ્કરી તત્વજ્ઞાન વિશેનું તેમનું પુસ્તક યુદ્ધના ઇતિહાસ અને વ્યૂહરચના પરની સૌથી પ્રભાવશાળી રચના રહી છે. યુદ્ધ અંગેની પહેલાની સત્તા સુન ત્ઝુની હતી.આર્ટ ઓફ વોર પુસ્તકમાં સુન ત્ઝુએ યુદ્ધને જરૂરી અનિષ્ટ તરીકે જોયું હતું કે જે નિવારી શકાય નહિં.[સંદર્ભ આપો]

ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોસર અથવા સત્તાના રાજકીય સંતુલન ઉપર કુદરતી સંસાધનોને નિયંત્રિત કરવા યુદ્ધો લડવામાં આવ્યા છે. યુદ્ધો ચોક્કસ કાયદાઓની કાયદેસરતા (ચોકસાઈ) માટે પણ લડાયા છે. જમીન અથવા પૈસા અને અન્ય ઘણા મુદ્દાઓ અંગે દલીલો કરવા માટે યુદ્ધો લડાયા છે. કોઈપણ યુદ્ધ પાછળના કારણો ઘણી વાર ખૂબ જટિલ હોય છે. યુદ્ધ કોઈપણ કારણોસર શરૂ થઈ શકે છે, પણ સામાન્ય રીતે તેમાં એક કરતાં વધુ કારણો હોય છે.

યુદ્ધના નિયમો

ફક્ત છેલ્લા 150 વર્ષ અથવા તેથી વધુ સમયમાં રાજ્યોએ યુદ્ધ મર્યાદિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર સંમત થયા છે. આ મુખ્યત્વે માનવતાવાદી કારણોસર કરવામાં આવ્યું છે. જિનીવા સંમેલનો અને હેગ સંમેલનો એ કરારના બે ઉદાહરણો છે જે યુદ્ધોનું સંચાલન કરતા કાયદા સ્થાપિત કરે છે. સામૂહિક રીતે, આને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો (IHL) કહેવામાં આવે છે. આ સ્થાપિત કાયદા છે, તેથી તેઓ સશસ્ત્ર તકરારમાં રોકાયેલા લોકોને આઈએચએલનું પાલન કરવા પ્રતિબંધિત કરે છે. વળી, કોઈ દેશએ ફક્ત કાયદાને માન આપવું જ જોઇએ નહીં પરંતુ તેઓએ પણ ખાતરી કરવી જરૂરી છે કે અન્ય દેશો પણ તેનું સન્માન કરે છે. આમાંનું પ્રથમ 1864 માં જિનીવા સંમેલન હતું. 100 દેશોના હસ્તાક્ષરો સાથે તે આંતરરાષ્ટ્રીય કાયદો બન્યો.

આધુનિક ભારતમાં યુદ્ધ

આઝાદી પછી ભારતે પાકિસ્તાન સામે ચાર યુદ્ધ કર્યાં છે: પહેલું ૧૯૪૮નું યુદ્ધ, બીજું ૧૯૬૫નું યુદ્ધ, ત્રીજું ૧૯૭૧નું યુદ્ધ કે જેમાં બાંગ્લાદેશનો જન્મ થયો અને ચોથું ૧૯૯૯માં કારગિલ યુદ્ધ. ભારતે ચીન સામે ૧૯૬૨માં એક યુદ્ધ કર્યું હતું.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

યુદ્ધ ના નિયમોયુદ્ધ આધુનિક ભારતમાં યુદ્ધ આ પણ જુઓયુદ્ધ સંદર્ભયુદ્ધસંઘર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

C (પ્રોગ્રામિંગ ભાષા)રુધિરાભિસરણ તંત્રઅટલ બિહારી વાજપેયીઑસ્ટ્રેલિયાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરુદ્રએમિલ દર્ખેમશિક્ષકપાટણગુડફ્રાઈડેવૃંદાવનલોકશાહીબાલાશંકર કંથારીયાઝરખકાશી વિશ્વનાથમિઆ ખલીફાસોવિયેત યુનિયનકાઠિયાવાડઅર્જુનભરવાડભારતીય જનતા પાર્ટીનરનારાયણઆહીરબિન-વેધક મૈથુનભારતના વડાપ્રધાનવૈશ્વિકરણકુંભ રાશીભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪વાગડમુનમુન દત્તાબીલીહાર્દિક પંડ્યાઆરઝી હકૂમતસાબરમતી નદીવીમોઉંબરો (વૃક્ષ)રબારીખંભાળિયાતાલુકા વિકાસ અધિકારીમાળિયા હાટીના તાલુકોગળતેશ્વર મંદિરઅંગકોર વાટશબ્દકોશભારતના રજવાડાઓની યાદીગૂગલત્રેતાયુગકાંકરિયા તળાવભારતનો ઇતિહાસસોનિયા ગાંધીરાજનાથ સિંહશ્રીમદ્ ભગવદ્ ગીતાભાવનગરવિષ્ણુરંગ અવધૂતબીજગણિતસચિન તેંડુલકરડાકોરબાલીતાપમાનગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પાણીનું પ્રદૂષણમાઈક્રોસોફ્ટ ઓફિસસુંદરમ્સવિનય કાનૂનભંગની ચળવળગોપી તળાવનવરાત્રીગાંધીનગરઆંખભારતીય તત્વજ્ઞાનરાણકી વાવવાઘેરગોળ ગધેડાનો મેળોગ્રહનારાયણ સરોવર (તા. લખપત)ગુજરાતી સાહિત્ય પરિષદસિંહ રાશી🡆 More