મેન્ગા

મેન્ગા એ જાપાનીઝ 'કોમિક્સ' કે ગ્રાફિક નોવેલનો એક પ્રકાર છે, જેમા કાર્ટૂન સ્વરુપે સાહસકથાઓ, એક્શન, રમુજ, રહ્સ્યકથાઓ, નાટક, વૈજ્ઞાનિક કથાઓ અને કાલ્પનિક કથાઓનું આલેખન કરવામાં આવે છે.

મેન્ગા જાપાનીઝ સંસ્કૃતિનું એક અતિ મહત્વનું પાસું છે. એક અંદાઝ મુજબ જાપાનના કુલ પુસ્તક વેચાણમાં મેન્ગાનું પ્રમાણ ૨૭% જેટલુ છે.

મેન્ગા
મેન્ગાનું એક પાનું
મેન્ગા
મેન્ગા પુસ્તક વાંચવાનો ક્રમ

ઇતિહાસ

જાપાનીઝ ઇતિહાસમાં મેન્ગાનો ઉલ્લેખ ૧૨મી સદીથી જોવા મળે છે પર્ંતુ એડો સામ્રજ્ય (૧૬૦૩-૧૮૬૭)ના સમયગાળા દરમ્યાન તેનો પ્રસાર થયો હતો. વીસમી સદીની શરુઆતમાં ઓસામુ તેઝુકાની કથાઓએ તેને વધારે પ્રસિદ્ધિ અપાવી હતી, તેથી તેને મેન્ગાનો સ્થાપક ગણવામાં આવે છે. જાપાનીઝ મેઇઝી સામ્રાજ્ય દરમ્યાન મેન્ગાનો વિશ્વભરમાં પ્રચાર થયો હતો. ઇ.સ. ૧૯૫૦ના દાયકાથી મહિલા લેખકોએ પણ મેન્ગાની કથાઓ રચવાની શરુઆત કરી હતી. સામન્ય રીતે કિશોરો અને યુવાનોને લગતા વિષયોને લગતા મેન્ગાને શોનેન મેન્ગા કહે છે જ્યારે યુવતીઓને લખાતા મેન્ગાને સોજો મેન્ગા કહે છે. કોડોમા મેન્ગા બાળકોના વિષયોને આવરે છે અને શિનેન મેન્ગા પુખ્તવયના વાચકોને લગતા હોય છે.

મેન્ગાની લાક્ષણીક્તાઓ

મેન્ગા પુસ્તકો સામન્ય રીતે સફેદ અને કાળા રંગમાં છાપવામાં આવે છે અને રોજીંદા સમાચાર પત્રો વાપરે તેવા હલકા પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મેન્ગા પુસ્તકો જમણેથી ડાબી અને ઉપરથી નીચેના ક્રમમાં વંચાય છે. મેન્ગા સૌપ્રથમ સામયિક રુપે પ્રગટ થાય છે જેમાં એક કથા કરતા વધારે વાર્તાઓ સાથે હપ્તારુપે કે ધારાવાહીક રીતે પ્રકાશીત થાય છે ત્યારબાદ તેનું પુસ્તક અને સંપુટોમા રુપાંતરણ કરવામાં આવે છે. આ પુસ્તકોમાં તેના પાત્રોમાં મોટી આંખો, નાનું મોઢું અને મોટા માથા ઉપર રંગ કરેલ વાળ જેવી ખાસ ખાસીયતો હોય છે. પાત્રોમાં તેના ભાવ થોડા અતિયોશક્તીથી બતાવવામાં આવે છે જેથી ગુસ્સો, દુ:ખ અને હાસ્ય જેવા માનવીય ભાવોનું યોગ્ય રીતે નિરુપણ થઈ શકે.

આંતરરાષ્ટ્રીય અસરો

મેન્ગા જે વિદેશોમા 'એનાઇમ' ના નામે ઓળખાય છે જેની પાશ્ચાત્ય વિશ્વના 'કોમિક્સ' પર ઘણી મોટી અસર જોવા મળે છે. આ પુસ્તકો અમેરીકા અને યુરોપીય દેશો ખાસ કરીને ફ્રાન્સ, ઈટલી અને જર્મનીમાં ખુબજ લોકપ્રીય છે. આ દેશોમાં સામન્ય રીતે જે તે દેશના સ્થાનિક કલાકારો પોતાની રીતે મેન્ગાનું સર્જન કરે છે. જાપાન અને અન્ય દેશોમાં શિક્ષણ ને લગતા મેન્ગાઓ બનાવવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને અઘરા વિષયો સહેલાઇથી શિખવવામાં મદદરુપ થઈ પડે છે.

Tags:

જાપાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાંપાનેરભારતીય સિનેમાવાઇકોમ સત્યાગ્રહઇસ્લામભીષ્મવેણીભાઈ પુરોહિતવિક્રમ ઠાકોરડભોઇરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિકબીરપંથધનુ રાશીગૌતમ અદાણીજય જય ગરવી ગુજરાતસતાધારઅંકશાસ્ત્રબોરસદ સત્યાગ્રહપાંડવધ્વનિ પ્રદૂષણસ્વામિનારાયણપાંડુરંગ શાસ્ત્રી આઠવલેગુજરાત વડી અદાલતઅષ્ટાધ્યાયીઅથર્વવેદરવીન્દ્ર જાડેજાશ્યામજી કૃષ્ણ વર્માભારતડોંગરેજી મહારાજઅંગ્રેજી ભાષાદ્વારકાધીશ મંદિરવિધાન સભાહિમાંશી શેલતસાયમન કમિશનકુમાર માસિકરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)અક્ષાંશ-રેખાંશસમય માપવાનાં સાધનોનો ઇતિહાસજોગીદાસ ખુમાણદશરથબંગાળની ખાડીઉમાશંકર જોશીસરિતા ગાયકવાડઅયોધ્યાગરમાળો (વૃક્ષ)ગોપાળાનંદ સ્વામીપાણીપતનું પહેલું યુદ્ધવડોદરાસ્વામી વિવેકાનંદયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવાલ્મિકીચરી નૃત્યબીજું વિશ્વ યુદ્ધઆવર્ત કોષ્ટકચરક સંહિતાચેટીચંડઝૂલતા મિનારાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)બજરંગદાસબાપાબેંકતાલુકા પંચાયતદુબઇપન્નાલાલ પટેલરાજા રવિ વર્માચોઘડિયાંમાણસાઈના દીવામહાત્મા ગાંધીકૃત્રિમ વરસાદકેન્દ્રશાસિત પ્રદેશઅભંગકનિષ્કસમાજઅભિમન્યુમરાઠા સામ્રાજ્યરેશમ માર્ગગિરનારખજુરાહોગૂગલઔદ્યોગિક ક્રાંતિ🡆 More