ફેફસાં

હવા વડે શ્વસન કરનાર પ્રાણીઓમાં ફેફસાં એ અત્યાવશ્યક શ્વસન અવયવ છે.

ટેટ્રાપોડ. અમુક માછલીઓ અને ગોકળગાય સહિત મોટાભાગના પ્રાણીઓ ફેફસાં ધરાવે છે. સસ્તનપ્રાણીઓ અને વધુ જટીલ સંરચના ધરાવતા પ્રાણીઓમાં ફેફસાં તેમની કરોડની બાજુમાં હ્રદયની બન્ને બાજુએ આવેલાં છે. તેમનું પ્રમુખ કાર્ય હવામાંના પ્રાણવાયુને ખેંચી રક્તપ્રવાહમાં ભેળવવનું અને રક્તમાંના કાર્બન ડાયોક્સાઈડને પાછું હવામાં મુક્ત કરવાનું છે. હવાના સ્થાનાંતરણનું આ કાર્ય અમુક ખાસ્ પ્રકારના કોષ દ્વારા કરવામાં આવે છે જેને એલ્વેઅલી કહે છે.

ફેફસાં
ડુક્કરનાં ફેફસાં
ફેફસાં
પાંસળીઓના પોલાણામાં હ્રદય અને મહા ધમનીઓની બન્ને બાજુએ આવેલા હોય છે.
ફેફસાં
ફેંફસમાં હવા કૂર્ચામય નળીઓ દ્વારા પ્રવેશ અને નિકાસ પામે છે જેને બ્રોન્ચી અને બ્રોન્ચીઓલ્સ કહે છે. આ ચિત્રમાં ફેંફસાને છેદીને દર્શાવાયા છે જેથી બ્રોન્ચીઓલ્સ જોઈ શકાય.

ફેફસાંની કાર્ય રચના સમજવા માટે મોઢાથી લઈને એલ્વેઅલી સુધી પ્રવાસ જાણવો જોઈએ. નાક કે મોઢા વાટે પ્રવેશ કર્યા પછી હવા ઓરોફેરીન્ક્સ, નેસોફેરીન્ક્સ, લેરીન્ક્સ અને ટ્રાચીમાંથી વધી બ્રોંચીઅને બ્રોંચીઅલ્સની શાખાઓમાં વહેંચાઈ જાય છે. ત્યાંથી તે એલ્વેઅલ સુધી પહોંચે છે. અહીં ઑક્સીજન અને કાર્બનડાયોક્સાઈડની અદલાબદલી થાય છે.

ફેફસામાં હવાનું આગમન અને નિર્ગમન સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતના કાળના ટેટ્રાપોડ વાયુવિજન બ્યુકલ છીદ્રો માં થઈને ફેરીન્જીયલ (કંઠ) સ્નાયુઓ દ્વારા થતો. જ્યારે સરીસૃપો, પક્ષીઓ અને સસ્તનોમાં એક જટિલ અસ્થિસ્નાયુ તંત્ર દ્વારા આક્રિયા થાય છે.

અંગ્રેજીમાં ફેફસાંને લાગતી સંજ્ઞાઓ સાથે પ્રાય: pulmo- પૂર્વર્ગ લગાડવામાં આવે છે. પ્રાચીન લેટિનમાં ફેફસાંને સંબંધી વિશેષણ pulmonarius (ફેફસાંનું) કે પ્રાચીન ગ્રીકમાં pneumo- (πνεύμων - ન્યૂમો) શબ્દ વપરાતો.

સસ્તન પ્રાણીઓના ફેફસાં

સસ્તનોના ફેંફસા વાદળી (સ્પંજ) જેવા અને લીસાં હોય છે તેમાં જાળીદાર એપીથેલીયમ હોય છે, તેમની સપાટેનું ક્ષેત્રફળ ફેફસાંના બાહરની સપાટીના ક્ષેત્રફળ કરતાં પણ વધુ હોય છે. માનવ ફેફસાં આપ્રકારના ફેફસાંના ઉદાહરણ છે.

શ્વસન વક્ષ-સ્થળમાં આવેલા એક પટલ દ્વારા નિયંત્રિત થતું હોય છે. આ પટલનું સંકોચન ફેંફસા સમાવતા પોલાણને નીચે તરફ ખેંચે છે, અને તેનું કદ વધે છે અને દબાણ ઓછું થાય છે. આમ થતાં બહારની હવા વાયુ માર્ગોમાં અંદર ખેંચાય છે. આ હવા મોં અને નાકના છીદ્રો મારફતેશરીરમાં દાખલ થાય છે. ત્યાર બદ શ્વસન નલિકાઓમાં પસાર થઈ તે ફેફસાની સૌથી મુખ્ય બ્રોન્ચી (નળી)માં પહોંચે છે અને ત્યાર બાદ તેની ઉપ નલિકાઓમાં વહેંચાઈ જાય છે. સામાન્ય શ્વસન દ્રમ્યાન તેને બહાર કાઢતી સમયે જોઈ સ્નાઉ સંકોચાતું નથી (પટલ કે પડદો મૂળ સ્થિતિમાં આવે છે) શ્વસન દરમ્યાન અન્ય સ્નાયુઓના હલનચલનને કારણે અમુક હદે પાંસળીઓ પણ સંકુચન અને પ્રસરણ પામે છે, જેને કારણે હવા ફેફસાંની અંદર અને બહાર આવે છે. આચા ફેફસાંને ધમણ ફેંફસા કહે છે કેમકે તેમનું કાર્ય લુહારની ધમણ સમાન હોય છે.

અંગ સંરચના

ફેફસાં 
માનવનું જમણું ફેફસું

માનવ શરીરમાં ટ્રેચા તરીકે ઓળખાતી શ્વસન નળી સૌ પ્રથમ ફેફસાંના મૂળ સાથે જોડાયેલી બે મુખ્ય બ્રોન્ચીમાં વિભાજીત થાય છે. ત્યાર બાદ આ બ્રોન્ચીઓ ફેફસાંની અંદર વધુ અને વધુ વિભાજીત થતી જાય છે. આવા વધારે વિભાજ પછી બનતી ઝીણી નલિકાઓને બ્રોન્ચીઓલ્સ કહે છે. આવા બ્રોન્ચીઓલ્સના ઝુમખાંમાં બ્રોન્ચીઓલ્સ ને અંતે હવની ઝીણી કોથળીઓ આવેલી હોય છે જેને અલ્વેઅલર સૅક્સ કહે છે. આ કોથળીઓનું ઝુમખું દ્રાક્ષની જેમ નાની નાની કોથળીઓ અલ્વેઅલીની બનેલી હોય છે. આવી એકલ અલ્વેઅલી રક્ત વાહીનીની અંદર સજ્જડ જોડાયેલી હોય છે. આસ્થળે વાયુનું હસ્તાંતરણ થાય છે. ઓક્સિજન રહિત થયેલા રક્તને હ્રયદ ફુપ્ફુસ શિરા દ્વારા ફેફસાંમાં મોકલે છે. અહીં ઓક્સીજનને રક્તમાં પ્રવાહીત કરી લાલ રક્ટ કણમાંના હિમોગ્લોબિનનો કાર્બન ડાયોક્સઈડ મુક્ત કરવામાં આવે છે. ફુપ્ફુસ ધમની દ્વારા ઓક્સીજન યુક્ત બનેલા લોહીને ફેફસાં માંથી પાછું હ્રદય સુધી પહોંચાડવામાં આવે છે જ્યાંથી હ્રદય તેને રક્તાભિસરણ તંત્રમાં મોકલે છે.

ફેફસાં 
ફેફસાં અને બ્રોન્ચી

માનવ ફેફસાં તેના હ્રદયની બનેં તરફના પોલાણમાં આવેલા હોય છે. દેખાવમાં બંને સમાન લાગે છે પરંતુ તેઓ સમાન હોતાં નથી. આફેંફસાઓ અમુક ફાંટ કે ચિરા દ્વારા લોબ તરીકે ઓળખાતા ભાગોમાં વિભાજીત થયેલા હોય છે. કુલ ત્રણ લોબ હોય છે એક જમણી તરફ અને બે ડાબી તરફ. આ લોબના ખંડ પડે છે અને તે ખંડના "લોબ્યુલ્સ" નામે ભાગ પડે છે. આ લોબ્યુલ્સ ફેફસાંના નરી આંખે જોઈ શકતાં ષટ્કોણાકાર સૌથી નાનો ભાગ છે. ધુમ્રપાન કરનારા વ્યક્તિઓમાં લોબ્યુલ્સને જોડતી પેશીઓ કાળી પડેલી હોય છે. જમણાં ફેફસાંમાં મધ્યવર્તી સીમાએ લગભગ ઊભી અને સીધી હોય છે. જ્યારે ડાબા ફેફસાંમાં એક ખાંચો આવેલો હોય છે જેને કાર્ડિયાક નોચ કહે છે. આ ખાંચો એક ઊંડો શંકુકાર ખાંચો છે જે હ્રદયના આકારને સમાવવા માટે પડેલો હોય છે.

પ્રત્યેક લોનની આસપસ પોલાણ હોય છે તેને પ્લ્યુરલ કેવીટી કહે છે. આમાં બે પ્લ્યુરલ એટલેકે અંત ત્વચા આવેલી હોય છે. પાર્શ્વ પ્લ્યુરલ પાંસળેઓ સાથે જોડાયેલી હોય હ્ચે જ્યારે અગ્રીમ પ્લ્યુરલ ફેફસાંની સપાટી પર લાગેલી હોય છે આ બનેંની વચ્ચે એક પ્રકારનું દ્રવ્ય વહે છે. તેને પ્લ્યુરલ દ્રાવણ કહે છે. આ દ્રાવણ ફેંફસાને શ્લેષ્મ રાખે છે અને જરૂર સપાટી નું તાણ પુરૂં પાડે છે જેથી ફેંફસાં પાંસળીઓના સંપર્કમાં રહે.

આરામના પળોમાં શરીરની ઓક્સીજન જરૂરિયાતના પ્રમાણમાં ફેફસાં અમુક હદે મોટું કદ ધરાવે છે. આ કારણ છે કે ઘણાં વર્ષોના ધુમ્રપાન કરવા છતાં ઘણાં લોકોને ફેંફસાની કાર્ય ક્ષમતામાં ઘટાડો જણાતો નથી. વહુ પ્રમાણમાં એલ્વેઓલીને નુકશાન થતા એમ્પ્ફીસેમા નમની ક્ષતિ નિર્માણ થાય છે. આને કારાણે શ્વાસની તાણ કે ઉણપ અનુભવાય છે. કસરત કરતી વખતે ફેફસાંના મોટો ભાગ કાર્યશીલ બની જાય છે. આને કારાણે કસરત સમયે જરૂરી એવા મોટા પ્રમાણની ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડની આપ-લે સંભવ બને છે. આ ઉપરાંત ફેફસાંની વધુ પડતી કદ ક્ષમતાને કારણે મનુષ્ય એક ફેફસાં વડે પણ જીવતો રહી શકે છે.

ફેંફસાની અંદરનું વાતાવરન ઘણું ભેજવાળું હોય છે આને કારાણે જીવાણુંઓ માટેનું તે ઉત્ત્મ સંવર્ધન સ્થળ બને છે. ફેફસાંની ઘણી બિમારીઓ જીવાણું કે વિષાણુના સંક્રમણને કારણે થાય છે. ફેફસાંના સોજા અને બળતરાને ન્યુમોનિયા કહે છે અને ફેફસાંની આસપાસ આવ્લા પ્લ્યુરાના દાહને પ્લ્યુરીસી કહે છે.

કોઈ અમુક વ્યક્તિ દ્વારા શ્વાસ મારફતે લઈ ને કાઢી શકાતા હવાના મહત્તમ કદને વાઈટલ કેપેસિટી કહે છે. આને સ્પાયરોમીટરનામના સાધન વડે માપી શકાય છે. અન્ય માપન સાથે વાઈટલ કેપેસિટીના પરિણામોને જોડીને ફેફસામ્ના વિકારનું નિદાન કરી શકાય છે.

ફેફસાંના શ્વસન સિવાયના કાર્યો

શ્વસન સિવાય ફેફસાં અન્ય પણ કાર્યો કરે છે જેમ કે-

  • કાર્બન ડાયોક્સાઈડના દબાણને બદલીને રક્તમાંના pHને બદલવું
  • રક્તવાહિનીમાં જામેલા રક્ત્ના નાના કણોને ગાળવા.
  • પાણીમાં ડૂબકી લગાવનાર મરજીવાની રક્ત વાહિનીમાં નિર્માણ થયેલા હવાના પરપોટાને ગાળવા.
  • રક્તમાં દાખલ કરાયેલ અનુક જૈવિક પદાર્થો કે ઔષધિની સાંદ્રતા પર અસર કરવી
  • એન્જીઓટેન્સીન-૧ ને એન્જીઓટેન્સીન -૨ માં પરિવર્તિત કરવું
  • હ્રદયને બહારના ઓટા ધક્કા થે રક્ષિત કરવું, ફેંફસાં લગભગ આખા હ્રદયને ઘેરી વળેલા હોય છે.
  • બ્રોન્ચેટીમાં ઈમ્યુનોગ્લોબ્યુલીન -એ નામના રસાયણનો સ્ત્રાવ કરવો જે ઘણા સંક્રમણ સામે રક્ષણ આપે છે
  • લીંટ ઉત્પન્ન કરીને અસૂક્ષ્મ પદર્થોને તેમાં ફાંસી લેવી. લીંટમાં ગ્યાયકો પ્રોટીન, દા.ત મ્યુકીન્સ, લેક્ટોફેરીન, લાયસોઝાઈમ, લેક્ટોપેરોક્સીડેઝ. એપીથેલીયમ દ્વી-ઓક્સીડેઝ - ૨ માં હાયડ્રોજન પૅરોક્સાઈડ નિર્માણ કરનારા પ્રોટીન્સ હોય છે તેઓ હાયપોથીસાયનાઈટ એન્ડોજીનીયસ સિન્થેસીસ નામની પ્રક્રિઆમા મદદ કરે છે. આ પ્રક્રિયા સીસ્ટીક ગાંઠ ધરાવનાર દર્દીઓમાં બંધ હોય છે.
  • શ્વસન તંતમાં આવેલી રૂંવાટી ઉર્ધ્વગામી પ્રક્રિયા એ હવાના જંતુઓ અને ધૂળ આદિ સામે રક્ષણ આપતી મહત્ત્વપૂર્ણ સંરચના છે. સ્વશન માર્ગમાં જહ્રતા શેષ્મ પદાર્થ હવામાંના જંતુઓ અને ધૂળના રજકણોને ઝકડી લે છે અને રૂણ્વાટે કે કેશતંતુઓની ઉર્ધ્વગામી ચલન દ્વારા તેને ઉપર તરફ ગળા મોં ને નાક સુધી ફેંકે છે.
  • સ્વર કાઢવા માટે જોઈતી હવા પૂરી પાડવી
  • ફેંફસા શરીરના રક્ત સરોવર તરીકે પણ ઓળખાય છે. સરેરાશ કોઈ એક વ્યક્તિમાં એક સમયે

૪૫૦ મિલિ રક્ત હોય છે. જે શરીરના રક્તના ૯% જેટલું હોય છે. આ પ્રમાણ તેની દોઢા કે બમણા જેટલુ વધી પણ શકે છે. હેમરહેજ કે હેમરેજ સમયે પડેલી રક્તની ખોટને ફેંફસામાં રહેલા રક્તને કૃત્રીમ રક્ત નલિકા માં પ્રવાહિત કરી પૂરી પાડી શકાય છે.

  • અમુક પ્રાણીઓમાં શરીરના ઉષ્ણતા નિયમનનું કાર્ય પણ ફેફસાં કરે છે. (માનવમાં નહિ)

ખેચર ફેફસાં

ફેફસાં 
પક્ષીઓના શરીરમાં શ્વસન હવાનો પ્રવાહ

પક્ષીઓના ફેફસાંઓમાં સસ્તન પ્રાણીઓની માફક એવીઓલી નથી હોતી. પક્ષીઓ ફેવીઓલર ફેફસાં ધરાવે છે. આ ફેફસાં પેરાબ્રોન્ચી નામના ઝીણી ઝીણી નલિકાઓ ધરાવે છે. આ નલિકાની દિવાલ પરથી અન્ય ઝીણા પોલા તંતુઓ નીકળે છે તેને એટ્રીઆ કહેવાય છે. આ એટ્રીઆની દિવાલ અપ્ર હવાના અભિસરણ કરનારા કોષ આવેલા હોય છે. પક્ષીઓમાં આવેલ પૅરાબ્રોન્ચી બે પ્રકારની હોય છે. પહેલી, એકમાર્ગી વાયુ નલિકા (પૅલ-ઓપ્યુલ્મોનિક પૅરાબ્રોન્ચી), તેમાં વાયુ એક દિશામાં વહે છે. અમુક પક્ષી પ્રજાતિમાં દ્વીમાર્ગી વાયુનલિકાઓ (ની-ઓપ્યુલ્મોનિક પૅરાબ્રોન્ચી) જોવા મળે છે જેમાં હવા બન્ને દિશાઓમાં વહન કરી શકે છે એક માર્ગી વાયુ નલિકાઓ સસ્તનની વાયુનલિકાઓ થી વિપરીત હોય છે. આ નલિકામાં વાયુનો પ્રવાહ શ્વાસ અને ઉચ્છવાસ દરમ્યાન સળંગ ન રહેતા લહેર જેવો હોય છે.

પક્ષીઓમાં રહેલ એક માર્ગી વાયુ નલિકાઓને કારણે ખેચર ફેફસાં લીધેલ હવામાંનો વધુ ઑક્સીજન શોષી શકે છે. આને કારણે પક્ષીઓ એવી ઊંચાઈઓ પર પણ સરળ શ્વાસોશ્વાસ કરી શકે છી જ્યાં સસ્તનોને ઓક્સિજનની ઊણપ સંબંધી સ્થિતી હાયપોક્સિઆનો અનુભવ થાય છે. આ ઉપલબ્ધીને કારણે તેઓ સમાન વજન ધરાવતા સસ્તન કરતાં વધુ ચયાપચયનો વેગ ધરાવે છે. સસ્તન હિઓવા છતાં અમુક ચામાચિડિયાઓ પક્ષીઓ કરતાં વધુ ઓક્સીજન શોષણ ક્ષમતા ધરાવે છે પણ એ એક અપવાદ માત્ર છે.

પક્ષીઓના ફેફસાં પ્રમાણમાં નાનાં હોય છે. પરંતુ તેઓ તેમના શરીરમાં ફરી વળેલી હવાની ૮-૯ જેટલી વાયુ કોથળીઓ સાથે જોડાયેલા હોય છે. આ થેલીઓ આગળ જઈ હાડકાનાં પોલાણ સાથે જોડાયેલી હોય છે. હવાની કોથળીઓમાં કોઈ પણ વાહિની કે વાયુ અભિસરણ કોષની હાજરી હોતી નથી આથી તે પ્રાણવાયુના અભિસરણમાં કોઈ ખાસ સહાય નથી કરતી, પરંતુ ફેફસાંમાં હવાના આવાગમન માટે ધમણ સમાન કાર્ય કરે છે. વક્ષ સ્થળ અને પેટના પોલાણ સંકોચન અને પ્રસરણ ને કારણે આ કોથળીઓનું કદ બદલાય છે. આ સંકોચન-પ્રસરણ ઉડાનમાં ઉપયોગિ સ્નાયુ ના ચલનને લીધે થતા છાતી અને પાંસળીઓના હલનચલન ને કારાણે થાય છે. પક્ષી શ્વસનની જટિલતાને કારણે પ્રાયઃ લોકો થાપ ખાઈ જાય છે કે પક્ષીના સંપૂર્ણ શસન તંત્રમાંથી પસાર થવા માટે બે શ્વાસની જરૂર પડે છે. પક્ષીઓના શરીરની પાર્શ્વ કે પૂર્વ કોથળીઓમાં ક્યારે પણ હવા સંગ્રહાતી નથી. સંપૂર્ણ શ્વસન દરમ્યાન હવા પાર્શ્વ અને પૂર્વ ફેફસાંઅથી કોથળીઓમાં સતત વહ્યાં કરે છે. ફેફસાંની આવી સંરચનાને આવર્તી ફેફસાં કહે છે જે ધમણ ફેંફસા કરતાં ભિન્ન હોય છે. .

સરીસૃપ ફેફસાં

સરીસૃપ પ્રાણીઓમાં ફેફસાં ધમણ તંત્ર અને અદીય સ્નાયુઓના હલનચલનને લીધે થતાં પાંસળીઓના ચલન ને કારણે થાય છે. મગર પ્રજાતિના પ્રાણીઓમાં યકૃતીય દટ્ટા જેવી સંરચનાને લીધે શ્વશન થાય છે. આવા પ્રાણીઓમાં પેડુ સાથે એક સ્નાયુ જોડાયેલો હોય છે તે ફેફસાંના નીચેના છેડાને પાછળ ખેંચે છે અને તેમનું કદ વધારે છે. જળચર કાચબાઓ પોતાની પાંસળીઓ હલાવી નથી શકતાં, તેઓ પોતાના આગળના પગ અને છાતી પરની હાડકી વાપરી હવાને શરીરમાં લેવા અને કાઢવા મદદ કરે છે.

મોટાભાગના સરીસૃપમાં એક જ કેન્દ્રવર્તી બ્રોન્ચસ કે મુખ્ય વાયુ નલિકા હોય છે. તેમાંથી ઘણી બધી શાખાઓ એકલ પોકેટ સુધી પહોંચે છે. આ પોકેટ સસ્તનમાં આવેલી એવીઑલીઓ કરતાં ઘણાં મોટા અને સંખ્યામાં ઓછા હોય છે. તેઓ ફેફસાંને વાદળી (સ્પંજ) જેવી સપાટી આપે છે. સાપ અને અમુક પ્રકારની ગરોળીઓમાં ફેફસાં સરળ સંરચના ધરાવે છે. તેઓ દ્વીચર પ્રાણીઓ જેવા હોય છે.

સાપ અને હાથપગ ન ધરાવતી પ્રજાતિઓ પ્રાયઃ શ્વસન અવયવ તરીકે જમણું ફેફસું હોય છે. ડાબું ફેફસું સંકુચિત, નાનું કે ગેરહાજર હોય છે.દ્વીચર પ્રાણીઓમાં તેથી વિપરિત મુખ્ય શ્વસન અવયવ ડાબું ફેફસું હોય છે.

દ્વીચર ફેફસાં

મોટાભગના દેડકા અને અન્ય દ્વીરચ પ્રાણીઓના ફેફસાં એક ફુગ્ગા જેવી સંરચના ધરાવે છે. જેમાં વાયુ હસ્તાંતરણ કોષ માત્ર તેની સપાટી પર આવેલા હોય છે. આ એક કાર્યક્ષમ સંરચના નથી, પરંતુ દ્વીચર પ્રાણીઓની ચયાપચય માટે અલ્પ પ્રાણવાયુની જરૂરિયાત માટે તેપુરતી હોય છે. વળી આવા જીવો તેમને ભીની બાહ્ય ત્વાચા મારફતે પણ ઓક્સિજન ગ્રહણ કરી શકતા હોય છે. સસ્તનો પ્રાણવાયુના શ્વાસમાં લેવા માતે નકારાત્મક દબાણનો ઉપયોગ કરે છે જ્યારે દ્વીચર પ્રાણીઓ ધન ભારીત દબાણનો ઉપયોગ કરે છે. મોટાભાગની સેલેમેન્ડર માછલીઓ ફેફસાં રહિત હોય છે તેઓ તેમની ત્વચા અને મોઢાની અંદર આવેલા ખાસ કોષ દ્વારા ઑક્સીજન લે છે. આ સિવાય ફેફસાં ન હોય તેવા પ્રાણો છે ફેફસા રહીત ટેટ્રાપોડ, બોર્નીન ફેટા હેડેડ દેડાકો, અને એક પ્રકારની કેસીલિયન.

દ્વીરચ પ્રાણીઓના ફેંફસાની બાહ્ય દિવાલ પર સાંકડા ખાંચા હોય છે જેને કારાણે પ્રાણવાયુ શોષી શકનાર ક્ષેત્રફળમાં વધારો થાય છે. અને કારણે તે ખરબચડું અસ્ત વ્યસ્ત લાગે છે. અમુક સેલેમેન્ડરમાં તે પણ નથી હોતા તેમના ફેફસાંની સપાટી સપાટ હોય છે. કેસીલિયનમાં સાપની માફકએક જમણું ફેફસું કોઈ પણ કદ કે વિકાસ પામી શકે છે.

ફુપ્ફુસ મત્સ્ય અથવા લંગફીશ

લંગફીશના ફેફસાં દ્વીચર પ્રાનીઓ સમાન હોય છે તે નહીવત્ કે ઓછી માત્રામાં આંતરિક સેપ્ટા ધરાવે છે. અસ્ટ્રેલિયાની લંગફીશમાં એક જ ફેફસું હોય છે અલ્બત તે બે ભાગ ધરાવે છે. અન્ય લંગફીશ અને પોલીપ્ટેરસ બે ફેફસાં ધરાવે છે.

અપૃષ્ઠ વંશી ફેફસાં

અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓના ફેફસાંનુ કાર્ય શ્વસનનું જ હોય છે પણ તેમની ઉત્ક્રાંતીના હિસાબે સસ્તન ફેફસાં સાથે સરખામણી નથી કરી શકાતી. અમુક વીછી-કરોળીયા વર્ગના જંતુઓમાં હવામાંના વાયુને ગ્રહણ કરવા "પુસ્તક ફેફસાં" જેવી સંરચના હોય છે. નારિયેળી કરચલો ખાસ સંરચના ધરાવે છે જેને બ્રેન્ચીઓસ્ટીગલ ફેફસા કહે છે. આ રચના માછલીની ચૂઈ જેવી હોવા છતાં તે હવામાંનો ઓક્સીજન લેવા આદર્શ હોય છે. આને કારણે આ કરચલો હવામાં શ્વાસ લે છે અને પાણીમાં શ્વાસ રોકી રાખે છે. ગોળકગાયને અમુક પ્રજાતિઓ જેવીકે પ્લ્મોનાટા પોતાનામાં ફેફસાં વિકસિત કરી શકી છે.

પૃષ્ઠવંશી પ્રાણીઓના ફેફસાનું ઉદ્ગમ

હવામાં જીવનારા પૃષ્ઠવંશી પ્રાણીઓના ફેફસા અને માછલીઓની ચૂઈ એ પ્રાથમિક તબક્કાની માછલીઓના શરીર પરની બાહ્ય વાયુ કોથળીમાંથી વિકસિત થયા હોવાનું મનાય છે. આ કોથળીઓ તે માછલીઓને અલ્પ ઓક્સીજન સ્થિતીમાં વાયુ ગળવામાં મદદ કરતી. આ બાહ્ય કોથળીઓ સૈ પ્રથમ બોની ફીશ તરીકે ઓળખાતી માછલીમાં નિર્માણ પામી. અમુક રે-ફીન્ડ (કિરણ પક્ષ)માછલીઓમાં તે વાતાશય તરીકે વિકાસ પામ્યો. જ્યારે અમુક અન્ય ફે ફીન્ડ માછલીઓ જેમકે ગાર, બીચીર અને એમીઆમાં તે ફેફસાં સ્વરૂપે વિકાસ પામી. લોબે ફીન્ડ ફીશમાંથી જમીન પર રહેનારા ટેટ્રાપોડ વિકસીત થયા. આને કારણે પૃષ્ઠવંશીઓના ફેફસાં ચૂઈ ધરાવતી માછલીઓ કરતાં વાતાશય ધરાવતી માછલીઓને વધુ મળતા આવે છે.

વધારાની છબીઓ

નોંધ

ઘર ઉપાયો

અસ્થમા માટે ઘર ઉપાયો - MedIndia

ડૉ પંકજ નરમ - ફેફસાં, એલર્જી માટે પ્રાચીન રહસ્યો

અસ્થમા હર્બલ સારવાર - આંતરરાષ્ટ્રીય જર્નલ - Phytomedicine અને Phytotherapy

શ્રેણી:માનવશરીરના અવયવો

Tags:

ફેફસાં સસ્તન પ્રાણીઓના ફેફસાં ખેચર ફેફસાં સરીસૃપ ફેફસાં દ્વીચર ફેફસાં ફુપ્ફુસ મત્સ્ય અથવા લંગફીશફેફસાં અપૃષ્ઠ વંશી ફેફસાં પૃષ્ઠવંશી પ્રાણીઓના ફેફસાનું ઉદ્ગમફેફસાં વધારાની છબીઓફેફસાં નોંધફેફસાં ઘર ઉપાયોફેફસાંઑક્સીજન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિવાળીરામપરા અભયારણ્યનેપાળગોવાકુદરતી આફતોદુલેરાય કારાણીશીતળાજળ ચક્રરથયાત્રાઉપગ્રહ પ્રક્ષેપણ યાનપાંડવહરીન્દ્ર દવેચાવડા વંશકંપની (કાયદો)સૂર્યમંડળઆયોજન પંચજલિયાંવાલા બાગ હત્યાકાંડઉમાશંકર જોશીસોલર પાવર પ્લાન્ટશ્યામજી કૃષ્ણ વર્માનવગ્રહકેળાંરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઆનંદી ગોપાલ જોષીરાણકદેવીઅવકાશ સંશોધનવૈશ્વિકરણઅનિલ ચાવડાસૌરાષ્ટ્રઅયોધ્યાભારતના ઉપરાષ્ટ્રપતિગુજરાત વિધાનસભાજાપાનનો ઇતિહાસભીષ્મપલ્લીનો મેળોસરખેજ રોઝાએશિયાઇ સિંહતાજ મહેલમહાત્મા ગાંધીસ્વામિનારાયણફૂલહડકવાસંગીત વાદ્યપવનચક્કીજંડ હનુમાનપૃથ્વીરાજ ચૌહાણહનુમાનપ્રાથમિક શાળાભારતીય ઉપગ્રહોની યાદીહૃદયરોગનો હુમલોરામેશ્વરમભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઈશ્વર પેટલીકરઅડાલજની વાવદેલવાડાહૈદરાબાદવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)કાલિદાસધ્રુવ ભટ્ટલજ્જા ગોસ્વામીકેરીગુજરાતી સાહિત્યકારોની યાદીહોમી ભાભાભ્રષ્ટાચારભારતીય સિનેમાખંડકાવ્યમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમસમાજવાદબારોટ (જ્ઞાતિ)બનાસકાંઠા જિલ્લોરસીકરણસરિતા ગાયકવાડચાંપાનેરઅશફાક ઊલ્લા ખાનશામળાજીનર્મદા બચાવો આંદોલનજ્યોતિર્લિંગક્રિકેટ🡆 More