પ્રાચીન ઇજિપ્ત

પ્રાચીન ઇજિપ્ત એ અત્યારના આધુનિક દેશ ઇજિપ્તમાં આવેલી નાઇલ નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસેલી ઉત્તર આફ્રિકાની પ્રાચીન સંસ્કૃતિ હતી.

ઇજિપ્તના પ્રથમ રાજા (ઇજિપ્તના પ્રાચીન રાજાઓને ફેરોહ કહેવાય છે)ના શાસન દરમિયાન ઉપલા અને નીચેના ઇજિપ્તના રાજકીય એકીકરણ સાથે ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ ઇ.સ. પૂર્વે 3150થી સંયુક્ત થઇ હતી અને ત્યારબાદના ત્રણ હજાર વર્ષ સુધી તે વિકસતી રહી હતી. તેનો ઇતિહાસ સ્થિર રાજાઓના શાસન દરમિયાન વિકસતો રહ્યો અને વચગાળાના કાળ તરીકે ઓળખાતા કેટલાક અસ્થિર સમયગાળા દરમિયાન તે એકબીજાથી છૂટો પડતો ગયો. ન્યૂ કિંગડમના શાસન દરમિયાન પ્રાચીન ઇજિપ્ત તેની ટોચે પહોંચ્યું હતું ત્યાર બાદ તે ધીમી અધોગતિવાળા સમયગાળામાં પ્રવેશ્યું હતું. બાદના સમયગાળામાં ઇજિપ્ત પર વિદેશી શાસકોના વારસોએ રાજ કર્યું અને ઇજિપ્તના રાજાઓ (ફેરોહ)ના રાજનો સત્તાવાર રીતે ઇ.સ. પૂર્વે 31માં અંત આવ્યો જ્યારે રોમન સામ્રાજ્યએ ઇજિપ્તને જીતી લીધું અને તેને પોતાનું એક રાજ્ય બનાવી દીધું.++

પ્રાચીન ઇજિપ્ત
ગીઝાના પિરામિડનો પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિના સૌથી વધુ જાણીતા પ્રતીકોમાં સમાવેશ થાય છે.
પ્રાચીન ઇજિપ્ત
મુખ્ય શહેરો અને રાજવંશીય કાળના સ્થાન દર્શાવતો પ્રાચીન ઇજિપ્તનો નકશોઈ.સ. પૂર્વે 3150 થી ઇ.સ. પૂર્વે 30 ).

ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિની સફળતાનું રહસ્ય તેની નાઇલ નદીની ખીણની બદલાતી જતી પરિસ્થિતિઓને અનુરૂપ થવાની ક્ષમતામાં છુંપાયેલું છે. આગાહી કરી શકે તેવા પૂર અને ફળદ્રૂપ ખીણ વિસ્તારમાં અંકુશિત સિંચાઇને કારણે ઇજિપ્તમાં પાકના ઢગલા થયા જેને પગલે સંસ્કૃતિ અને સમાજનો વિકાસ થયો. પુષ્કળ સંશાધનો સાથે વહીવટી તંત્રએ ખીણપ્રદેશ અને આસાપાસના રણ પ્રદેશમાં ખનીજનું સારકામ શરૂ કરાવ્યું, તેમણે સ્વતંત્ર લખાણ પદ્ધતિનું પ્રાથમિક સ્વરૂપ વિકસાવ્યું, તેમણે સામુહિક બાંધકામ અને ખેતીની યોજનાઓ હાથ ધરી, તેમણે આસપાસના વિસ્તારો સાથે વેપાર શરૂ કર્યો. તેમણે ઇજિપ્તનું પ્રભુત્વ જાળવી રાખવા માટે વિદેશી દુશ્મનોને પરાસ્ત કરવાના ઉદ્દેશ સાથે લશ્કરની રચના કરી. આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને આયોજન કરવું તે રાજાના અંકુશ હેઠળ વિશિષ્ટ લેખકો, ધાર્મિક ગુરૂઓ અને વહીવટકારોની અમલદારશાહી હતી. રાજા ધાર્મિક માન્યતાઓની પ્રથાના સંદર્ભમાં ઇજિપ્તની પ્રજામાં સહકાર અને એકતાની ખાતરી કરતો હતો.

પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરિમડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ, દવાની વ્યવહારિક અને અસરકારક પદ્ધતિ, સિંચાઇ વ્યવસ્થા અને કૃષિ ઉત્પાદન તકનિક અને જાણમાં આવેલી સૌપ્રથમ હોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇજિપ્તની માટીના વાસણો બનાવવાની અને તેના સુશોભનની તેમજ ગ્લાસ તકનીક, સાહિત્યના નવા સ્વરૂપો અને જાણમાં આવેલી સૌપ્રથમ શાંતિ સંધીનો પણ સમાવેશ થાય છે. ઇજિપ્તે દીર્ઘકાલીન વારસો આપ્યો છે. તેની કળા અને સ્થાપત્યકળાની વ્યાપકપણે નકલ થઇ હતી અને તેની પ્રાચીન વસ્તુઓ દુનિયાના દૂરદૂરના ખૂણાઓ સુધી પહોંચી છે. તેના સ્મારકસ્વરૂપ અવશેષો પ્રવાસીઓ અને લેખકોની કલ્પનાઓને સદીઓ સુધી પ્રોત્સાહન આપ્યું છે. પ્રાચીન ચીજવસ્તુઓ પ્રત્યે કેળવાયેલું માન અને આધુનિક યુગની શરૂઆતમાં કરાયેલા ઉત્ખનન ઇજિપ્તની સંસ્કૃતિ અને ભવ્ય વારસાની વૈજ્ઞાનિક તપાસ તરફ દોરી ગયા હતા.

ઇતિહાસ

પત્થર યુગના ઉત્તરકાલીન ભાગમાં ઉત્તર આફ્રિકાની શુષ્ક આબોહવા વધુ ગરમ અને સૂકી બની હતી જેને પગલે લોકોને નાઇલ નદીના ખીણ વિસ્તારમાં સ્થાઇ થવાની ફરજ પડી હતી. મધ્ય પ્લિસ્ટોસિનના અંત સુધીમાં, 120 હજાર વર્ષ પહેલા રખડતો અને સમૂહમાં રહીને શિકાર કરતા આધુનિક માનવીએ આ વિસ્તારમાં વસવાટ શરૂ કરતા નાઇલ ઇજિપ્તની જીવનરેખા બની ગઇ હતી. નાઇલના પટની ફળદ્રૂપ જમીને માનવ જાતને એક સ્થિર કૃષિ અર્થવ્યવસ્થા વિકસાવવાની અને વધુ આધુનિક, કેન્દ્રીય સમાજ વિકસાવવાની તક પુરી પાડી હતી જે માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં એક સીમાચિહ્ન સ્વરૂપ છે.

રાજવંશીય શાસક પહેલાનો કાળ

રાજવંશી શાસક પહેલાના અને રાજવંશીય શાસકોના શરૂઆતના કાળમાં ઇજિપ્તની આબોહવા આજે જે છે તેના કરતા ઓછી શુષ્ક હતી. ઇજિપ્તના મોટા વિસ્તારો વૃક્ષોવાળા ઘાસના મેદાનોથી ઢંકાયેલા હતા તેમાં સ્તનધારી પ્રાણીઓના ઝુંડ વિચરતા હતા. તમામ આબોહવામાં ઝાડપાન પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હતા અને નાઇલના વિસ્તારે જળચર પક્ષીઓની મોટી વસતીને આશરો આપ્યો હતો. ઇજિપ્તવાસીઓમાં શિકાર સામાન્ય બાબત હતી અને આ એ જ સમયગાળો હતો કે જેમાં માનવજાતે સૌપ્રથમ વખત ઘણા પ્રાણીઓનો પોતાના માટે ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી.

પ્રાચીન ઇજિપ્ત 
ગેઝેલ્સથી શણગારેલી નેકાદા ઇઇ બરણી(રાજવંશીય કાળ પહેલાનો સમય)

ઇ.સ. 5500 વર્ષ પૂર્વે નાઇલ નદીના ખીણ વિસ્તારમાં રહેતી નાની આદિજાતીઓ શ્રેણીબદ્ધ સંસ્કૃતિઓમાં વિકસી હતી અને કૃષિ તેમજ પશુ સંવર્ધન પર મજબૂત અંકુશ હાંસલ કર્યો હતો જે તેમના માટીના વાસણો અને તેમના કંગી, બ્રેસલેટ અને મણકા જેવી તેમની વ્યક્તિગત વસ્તુઓ પરથી ઓળખી શકાય છે. ઉપરના ઇજિપ્તની સૌથી આ પ્રારંભિક સંસ્કૃતિઓ પૈકીની સૌથી મોટી સંસ્કૃતિ બડારી તેના ઉચ્ચ ગુણવત્તાવાળા સિરામિક્સ, પત્થરના સાધનો અને તાંબાના ઉપયોગ માટે જાણીતી છે.

ઉત્તર ઇજિપ્તમાં બડારી બાદ અમરેશિયન અને ગર્ઝીયન સંસ્કૃતિ વિકસી હતી જેમણે અનેક તકનીકકલ સુધારા શોધ્યા હતા. ગર્ઝીયન યુગમાં કેનન અને બિબ્લોસ દરીયા કિનારા વચ્ચે સંપર્ક હોવાના પ્રાથમિક પુરાવા સાંપડે છે.

દક્ષિણ ઇજિપ્તમાં ઇ.સ. 4000 વર્ષ પૂર્વે બડારી જેવી નકાદા સંસ્કૃતિ નાઇલ નદીને કાંઠે વિકાસ પામવાની શરૂ થઇ હતી. નકાદા-1 કાળના સમયથી રાજવંશીય શાંસક પહેલાના કાળથી ઇજિપ્તવાસીઓ લાવામાંથી બનાવેલા કાચની ઇથોપિયાથી આયાત કરતા હતા તેનો લાવાના પોપડામાંથી ધારદાર તેમજ અન્ય વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ થતો હતો. લગભગ 1,000 વર્ષના સમયગાળામાં નકાદા સંસ્કૃતિ ખેતી કરતા કેટલાક નાના સમુદાયોમાંથી વિકસીને એક શક્તિશાળી સંસ્કૃતિ બની, જેના નેતાઓનો નાઇલ નદીના ખીણ વિસ્તારમાં વસતા લોકો અને સંશાધનો પર પૂર્ણ અંકુશ હતો. પ્રથમ હાયરકોનપોલિસ અને ત્યાર બાદ એબાઇડોસ ખાતે સત્તા કેન્દ્ર ઉભું કર્યા બાદ નકાદા-III સંસ્કૃતિના નેતાઓએ નાઇલ નદીની ઉત્તર તરફ ઇજિપ્તનો અંકુશ વિસ્તાર્યો હતો. તેઓ ન્યુબિયાથી દક્ષિણ સુધી અને પશ્ચિમ રણના ફળદ્રુપ પ્રદેશથી લઇને પશ્ચિમ સુધી તેમજ પૂર્વ ભૂમધ્ય પ્રદેશથી લઇને પશ્ચિમ સુધીની સંસ્કૃતિઓ સાથે વેપાર કરતા હતા.

નકાદા સંસ્કૃતિએ વિવિધ પ્રકારના માલસામાનનું ઉત્પાદન કર્યું હતું જે વિશિષ્ટ સમુદાયની સત્તા અને સમૃદ્ધિનો પુરાવો આપે છે જેમાં ચિત્રકામ કરેલા માટીના વાસણો, પત્થરમાંથી બનાવેલી ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલદાનીઓ, સોંદર્ય પ્રસાધનો અને સોનું, નીલમ તેમજ હાથીદાંતમાંથી બનાવેલા ઘરેણાઓનો સમાવેશ થાય છે. તેમણે ફાયન્સ તરીકે ઓળખાતો સિરામિક ગ્લેઝ પણ વિકસાવ્યો હતો જેનો રોમન કાળમાં કપ, તાવીજ અને નાના પૂતળા શણગારવા માટે વ્યાપકપણે ઉપયોગ થયો હતો. રાજવંશીય શાસક પહેલાના કાળ અંતિમ તબક્કામાં નકાદા સંસ્કૃતિએ લેખિત સંકેતચિહ્નનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું જે બાદમાં પ્રાચીન ઇજિપ્ત ભાષાના લખાણ માટે ચિત્રનો સંકેતાત્મક ઉપયોગ કરીને લખવાની પૂર્ણકક્ષાની પદ્ધતિમાં વિકસી હતી.

રાજવંશીય શાસકોનો પ્રારંભિક કાળ

પ્રાચીન ઇજિપ્ત 
નાર્મર પેલેટ બે રાજ્યોનું એકીકરણનું નિરૂપણ કરે છે.

ઇ.સ. ત્રીજી સદી પૂર્વે ઇજિપ્તના ધર્મગુરૂ મેનેથોએ મેનિસથી માંડીને તેના પોતાના સમય સુધીના ઇજિપ્તના રાજાઓ ફેરોના 30 રાજવંશોની લાંબી શ્રેણીને એકસાથે રજૂ કરી હતી. આ પદ્ધતિ આજે પણ ઉપયોગમાં છે. તેમણે તેમનો સત્તાવાર ઇતિહાસ "મેનિ" (ગ્રીકમાં મેનિસ) નામના રાજાથી શરૂ કર્યો હતો. મેનિએ (લગભગ ઇ.સ. 3200 વર્ષ પૂર્વે) ઉપલા ઇજિપ્ત અને નીચલા ઇજિપ્તના બે રાજ્યોને એક કર્યા હોવાનું માનવામાં આવે છે. એક રાજ્યમાં તબદીલી પ્રાચીન ઇજિપ્તના લેખકોને જણાવ્યા મુજબ આપણે જાણીએ છીએ તેના કરતા પણ વધુ તબક્કાવાર રીતે થયું હતું અને મેનિસના કોઇ સમકાલિન પુરાવા નથી. જો કે કેટલાક વિદ્વાનો હવે માને છે કે પ્રાચીન દંતકથા સમાન મેનિસ હકીકતમાં ઇજિપ્તના રાજા નાર્મર હતા, જેમને નાર્મર પેલેટ પર રાજ્ય એકીકરણના સાંકેતિક નિરૂપણમાં રાજચિહ્નો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે.

ઇ.સ. 3150 વર્ષ પૂર્વે પ્રારંભિક રાજવંશીય કાળમાં, સૌપ્રથમ રાજવંશીય રાજાઓએ મેમ્ફિસ ખાતે રાજધાની સ્થાપીને નીચલા ઇજિપ્ત પર તેમનો અંકુશ મજબૂત કર્યો હતો. અહીંથી તેઓ નાઇલ નદીના મુખ આગળના કાંપવાળા ફળદ્રૂપ પ્રદેશોમાં મજૂર દળ અને કૃષિ પર તેમજ લિવાન્ટ તરફના આકર્ષક અને મહત્ત્વના વેપાર માર્ગ પર અંકુશ રાખી શકતા હતા. પ્રારંભિક રાજવંશીય કાળ દરમિયાન રાજાની વધતી સત્તા અને સમૃદ્ધિ એબિડોસ તેમની સુગઠિત મસ્તબા કબરો અને મોર્ચ્યુઅરી માળખા પરથી જોવા મળે છે. આ માળખાનો ભગવાન જેવા રાજાના મૃત્યુ બાદ ઉજવણી માટે ઉપયોગ થતો હતો. ફેરો દ્વારા વિકસાવવામાં આવેલું મજબૂત રાજાશાહી સંગઠન, પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી એવા જમીન, મજૂર અને સંશાધનો પર રાજાના અંકુશને કાયદેસર બનાવતું હતું.

જૂનું શાસન

પ્રાચીન ઇજિપ્ત 
બોસ્ટન મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે મેનકૌરાનું અલાબાસ્ટર પ્રતીમા

જૂના શાસનના સમયમાં સુવિકસિત કેન્દ્રીય વહીવટીતંત્રને કારણે કૃષિ ઉત્પાદકતામાં વધારો શક્ય બનતા સ્થાપત્યકળા, કળા અને તકનીક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો હતો. વજીરના આદેશ હેઠળ રાજ્યના સત્તાવાળાઓએ કરવેરા ઉઘરાવ્યા હતા, પાકનું ઉત્પાદન વધારવા માટે કૃષિ યોજનાઓનું સંકલન કર્યું હતું, બાંધકામ યોજનાઓ માટે આયોજન કર્યા હતા અને રાજ્યમાં શાંતી અને કાયદો વ્યવસ્થા જાળવવા ન્યાયતંત્રની સ્થાપના કરી હતી. ફળદ્રુપ અને સ્થિર અર્થતંત્ર દ્વારા વધારાના સંશાધનો ઉપલબ્ધ કરાવાતા રાજ્ય મહાકાય સુંદર સ્મારકોનું બાંધકામ કરાવી શક્યું હતું અને શાહી કાર્યશિબિરોમાં કળાનું અસાધારક કામ કરાવી શક્યું હતું. ઇજિપ્તના રાજાઓ ડીજોસર, ખુફુ અને તેના વંશજોએ બંધાવેલા પિરામિડો પ્રાચીન ઇજિપ્ત સંસ્કૃતિના તેમ જ આ સંસ્કૃતિ પર જેમનો અંકુશ હતો તેવા રાજાઓની સત્તાના સૌથી યાદગાર ચિહ્નો છે.

કેન્દ્રીય વહીવટી તંત્રનું મહત્ત્વ વધતા શિક્ષિત લેખકો અને અધિકારીઓનો એક નવો વર્ગ ઉભો થયો હતો જેમને રાજ્યને સેવા બદલ રાજાઓએ સ્થાવર મિલકતો દાનમાં આપી હતી. રાજાઓએ મૃત્યુ બાદ તેમની યોગ્ય રીતે પૂજા થાય તે માટે મૃત્યુબાદની પૂજા કરતા સંપ્રદાય અને સ્થાનિક મંદિરોને પુરતા પ્રમાણમાં સંશાધનો મળી રહે તે માટે તેમને જમીનો દાનમાં આપી હતી. જૂના શાસનના અંત સુધીમાં આ જાગીર સંબંધી પ્રથાના પાંચ સદી સુધીના અમલને કારણે રાજાઓની આર્થિક સત્તાનું ધોવાણ થયું હતું. જેને કારણે રાજાઓ કેન્દ્રીય વહીવટીતંત્રને ટેકો આપી શકતા ન હતા. રાજાઓની સત્તા ઘટતા નોમાર્ક (સેવક)તરીકે ઓળખાતા સ્થાનિક શાસકોએ રાજાઓની સર્વોચ્ચતાને પડકારવાનું શરૂ કર્યું હતું. આ જ સમયગાળામાં, ઇ.સ. પૂર્વે 2200 વર્ષ અને 2150 વર્ષની વચ્ચે ભયંકર દુકાળ પડ્યો હતો. અંતે દેશ 140 વર્ષ લાંબા ચાલેલા દુષ્કાળમાં ધકેલાઇ ગયો અને પ્રથમ મધ્યવર્તી કાળ તરીકે ઓળખાતા સમયગાળામાં પ્રવેશ્યો હતો.

પ્રથમ મધ્યવર્તી કાળ

જૂના શાસનના અંતે ઇજિપ્તની કેન્દ્રીય સરકાર ધ્વસ્ત થયા બાદ વહીવટી તંત્ર દેશના અર્થતંત્રને વધુ સમય સુધી ટેકો આપી શક્યું ન હતું અથવા તેને સ્થિર કરી શક્યું ન હતું. ક્ષેત્રીય શાસકો કટોકટીનાના સમયે મદદ માટે રાજા પર આધાર રાખી શકતા ન હતા અને અનાજની તીવ્ર તંગી અને રાજકીય વિવાદોને પગલે દુષ્કાળ અને નાના ધોરણે ગૃહ યુદ્ધ ફાટી નિકળ્યા હતા. મુશ્કેલ સમસ્યાઓ હોવા છતાં સ્થાનિક નેતાઓને રાજાને ખંડણી નહીં આપવાની હોવાથી તેમણે તેમને મળેલી નવી સ્વતંત્રતાનો તેમના પ્રાંતમાં સમૃદ્ધ સંસ્કૃતિ વિકસાવવા માટે ઉપયોગ કર્યો હતો. સંશાધનો તેમના પોતાના અંકુશમાં આવતા પ્રાંત આર્થિક રીતે સદ્ધર બન્યા હતા. આ બાબતનો પુરાવો સમાજના તમામ વર્ગની મોટી અને સારી કબરો પરથી મળી આવે છે. સર્જનાત્મકતાના વિસ્ફોટમાં પ્રાંતીય કલાકારોએ, અત્યાર સુધી જૂના શાસનના રાજાઓ સુધી મર્યાદિત રહેલી સંસ્કૃતિને અપનાવી. લેખકોએ સાહિત્યની શૈલિ વિકસાવી, જે તે સમયગાળાનો આશાવાદ અને વાસ્તવિકતા રજૂ કરે છે.

રાજા પ્રત્યેની નિષ્ઠામાંથી મુક્ત થયા બાદ સ્થાનિક શાસકો વચ્ચે પ્રાદેશિક અંકુશ મેળવવા અને રાજકીય સત્તા હાંસલ કરવા સ્પર્ધા શરૂ થઇ. ઇ.સ. 2160 વર્ષ પૂર્વે હેરાક્લિઓપોલિસના શાસકોએ નીચલા ઇજિપ્ત પર અંકુશ મેળવ્યો હતો જ્યારે થીબ્ઝમાં સ્થાયી થયેલા હરિફ કબિલા, ઇન્ટેફ પરિવારે ઉપલા ઇજિપ્તનો અંકુશ મેળવ્યો હતો. ઇન્ટેફ્સની તાકાત વધતા તેમજ તેનો ઉત્તર તરફ અંકુશ વધતા બે હરિફ વંશ વચ્ચે અથડામણ અનિવાર્ય બની ગઇ હતી. અંતે ઇ.સ. 2055 વર્ષ પૂર્વે થીબ્ઝના દળોએ નેભેપેટ્રી મેન્ટુહોટેપ બીજાની આગેવાની હેઠળ હેરાક્લિઓપોલિના શાસકોને હરાવ્યા હતા અને બે શાસનોને એક કર્યા હતા. આ સાથે આર્થિક અને સાંસ્કૃતિક પુનઃજીવનના સમયગાળા તરીકે ઓળખાતા મધ્યકાલીન શાસનની શરૂઆત થઇ હતી.

મધ્યકાલીન શાસન

પ્રાચીન ઇજિપ્ત 
એમેનેમહેટ ત્રીજો, મધ્યકાલીન શાસનનો છેલ્લો મહાન શાસક

મધ્યકાલીન શાસનના રાજાઓએ દેશની સમૃદ્ધિ અને સ્થિરતા ફરીથી સ્થાપિત કરી હતી અને આમ કળા, સાહિત્ય અને સ્મારકસ્વરૂપ ઇમારતોના પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપ્યું હતું. મેન્ટુહોટેપ બીજા અને તેના અગિયારમાં વંશજોએ થીબ્સથી શાસન કર્યું હતું પરંતુ વજીર એમેનેમહેટ પહેલાએ ઇ.સ. 1985 વર્ષ પૂર્વે બારમા વંશની શરૂઆતમાં રાજા બન્યા બાદ દેશની રાજધાની ફૈયુમમાં આવેલા શહેર ઇટ્જટાવીતે ખસેડી હતી. ઇટ્જટાવી ખાતેથી બારમાં વંશના રાજાઓએ કૃષિ ઉત્પાદન વધારવા માટે વેરાન કે ખારાશવાળી જમીનને ખેતી લાયક બનાવવાની કામગીરી અને સિંચાઇ યોજનાઓ હાથ ધરી હતી. વધુમાં લશ્કરે ક્વોરી અને સોનાની ખાણથી સમૃદ્ધ વિસ્તાર ન્યુબિયા પર ફરી કબજો જમાવ્યો હતો જ્યારે મજૂરોએ વિદેશી આક્રમણ સામે રક્ષણ મેળવવા માટે પશ્ચિમી ત્રીશંકુ પ્રદેશમાં ‘શાસકની દિવાલ’ નામનું રક્ષણાત્મક માળખું બાંધ્યું હતું.

લશ્કરી અને રાજકીય સલામતી અને વિશાળ કૃષિ અને ખનીજ સમૃદ્ધ સુરક્ષિત થતા દેશની વસતી, કળા અને ધર્મનો સોળે કળાએ વિકાસ થયો હતો. ઇશ્વર પ્રત્યે જૂના શાસનના વિશિષ્ટ અભિગમથી વિપરિત, મધ્ય શાસનમાં વ્યક્તિગત ધર્મનિષ્ઠા અભિવ્યક્તિમાં અને મૃત્યુ બાદના જીવનમાં લોકશાહી કે જેમાં બધા જ લોકો એક આત્મા ધરાવે છે અને તેને મૃત્યુ બાદ ઇશ્વરના સાંનિધ્યમાં આવકાર મળી શકે છે તેવી માન્યતામાં વધારો થયો હતો. મધ્યકાલીન શાસનના સાહિત્યમાં સુવિકસિત વિચારોનો ઉલ્લેખ કરે છે અને પાત્રો વિશ્વાસબદ્ધ અને વકતૃત્વશાળી ઢબમાં અને રાહતથી લખાયેલા હતા. તે સમયના પ્રાણી કે માનવીના ચિત્રણમાં દર્શાવાયેલી ઝીણી અને વ્યક્તિગત માહિતીઓ તે સમયના લોકોની ટેકનિકલ નિપૂણતા દર્શાવે છે.

મધ્યકાલીન શાસનના છેલ્લા મહાન શાસક એમેનેમહેટ-IIIએ તેના વિશેષ સક્રિય માઇનિંગ અને બાંધકામ અભિયાન માટે પુરતા મજૂર પુરા પાડવા એશિયાના મજૂરોને ત્રિશંકુ પ્રદેશમાં રહેવાની પરવાનગી આપી હતી. જો કે આ મહત્ત્વાકાંક્ષી બાંધકામ અને માઇનિંગ પ્રવૃત્તિ અને આ ક્ષેત્રમાં નાઇલ નદીના પૂરને કારણે અર્થતંત્રને સુષ્ક બનાવી ગઇ હતી અને 13મા અને 14મા વંશ દરમિયાન બીજા મધ્યવર્તી કાળમાં તે ધીમી ગતિએ અટકી હતી. આ સમયગાળા દરમિયાન વિદેશી એશિયન મજૂરોએ ત્રિશંકુ પ્રદેશ પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું હતું અને હિકસોસ તરીકે ઇજિપ્તમાં સત્તામાં આવ્યા હતા.

બીજો મધ્યવર્તી કાળ અને હિક્સોસ

ઇ.સ. 1650 વર્ષ પૂર્વે મધ્યકાલીન શાસનના રાજાઓની સત્તા નબળી પડતા પૂર્વ ત્રિશંકુ શહેર અવારિસમાં રહેતા એશિયન બિનરહેવાસીઓ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો અને કેન્દ્રીય સરકારને થીબ્ઝમાં પાછી ખસવા ફરજ પાડી હતી જ્યાં રાજાને સેવક ગણવામાં આવતો હતો અને તેણે ખંડણી આપવી પડતી હતી. હિકસોસ ("વિદેશી શાસકો")એ ઇજિપ્તની સરકારના મોડલની નકલ કરી હતી અને તેમની જાતને રાજા તરીકે ચિતર્યા હતા આમ ઇજિપ્ત સંસ્કૃતિને તેમની મધ્ય કાંસ્ય યુગ સંસ્કૃતિ સાથે સંકલિત કરી હતી.

પાછા ખસ્યા બાદ થીબ્ઝના રાજાઓને ઉત્તરમાં હિકસોસ અને દક્ષિણમાં હિકસોસના ન્યુબિયન સાથી કશાઇટ્સ વચ્ચે પોતાની જાતને ફસાયેલી જણાઇ હતી. ત્યાર બાદના લગભગ 100 વર્ષ, ઇ.સ. 1555 વર્ષ પૂર્વે સુધીની નિષ્ક્રિયતા બાદ થિબ્ઝના દળોએ હિકસોસને પડકારવા જેટલી પુરતી તાકાત એકઠી કરી હતી અને વિદેશી શાસકો સામેની તેમની લડાઇ 30 વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી. સિક્વેનેનરી તાઓ II અને કામોઝે ન્યુબિયનને આખરે પરાજય આપ્યો હતો પરંતુ કામોઝના વંશજ એહમોઝ 1એ વિદેશી શાસકો પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા જેણે હિકસોસની ઇજિપ્તમાં હાજરીને હંમેશ માટે નાબૂદ કરી હતી. ત્યાર બાદ આવેલા નવા રાજ્યમાં રાજાઓએ ઇજિપ્તની સરહદો વિસ્તારવા અને નજીકના પૂર્વ વિસ્તારોમાં તેમના પૂર્ણ પ્રભુત્વને સલામત કરવા માટે લશ્કરને વધુ મહત્ત્વ આપ્યું હતું.

પ્રાચીન ઇજિપ્ત 
પ્રાચીન ઇજિપ્તનો મહત્તમ ભૌતિક વ્યાપ (ઇ.સ. 15મી સદી પૂર્વે)

નવું શાસન

નવા શાસનના રાજાઓએ તેમની સરહદોને સલામત બનાવીને તેમજ પડોશી દેશો સાથે રાજદ્વારી સંબંધો મજૂબત બનાવીને તેમની સમૃદ્ધિમાં અણધાર્યો વધારો કર્યો હતો. ટુથમોસિસ I અને તેના પૌત્ર ટુથમોસિસ IIIના લશ્કરી આક્રમણોએ રાજાઓનો પ્રભાવ છેક સિરીયા અને ન્યુબિયા સુધી વિસ્તાર્યો હતો. તેમણે લોકોની નિષ્ઠા મજબૂત બનાવી હતી તેમજ કાંસુ અને લાકડા જેવી વસ્તુઓની મહત્ત્વની આયાતને શરૂ કરી હતી. નવા શાસનના રાજાઓએ ભગવાન આમુનના પ્રચાર માટે મોટા કદની ઇમારતો બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ભગવાન આમુનનો ઉભરી રહેલો સંપ્રદાય કાર્ણકમાં સ્થાયી થયેલો હતો. તેમણે પોતાની વાસ્તવિક તેમજ કાલ્પનિક સિદ્ધિઓને ભવ્ય રીતે રજૂ કરવા માટે સ્મારકો પણ બાંધ્યા હતા. મહિલા રાજા હેટશેપ્સુટએ રાજગાદી પર તેના દાવાને યોગ્ય ઠેરવવા આવા ગતકડાનો ઉપયોગ કર્યો હતો. પંટ સુધીની વેપાર સફર, દફનને લગતું ભવ્ય મંદિર, રાક્ષસી કદના પત્થરના થાંભલા અને કર્ણાક ખાતે ચેપલ તેના શાસની સફળતાનો પુરાવો આપે છે. તેની સિદ્ધિઓ છતાં હેટશેપ્સુટના સાવકા ભત્રીજા ટુથમોસિસ IIIએ તેના શાસનના અંતમાં તેના વારસાનો અંત લાવ્યો હતો, કદાચ તેના રાજગાદી છીનવવાના બદલામાં તેણે આમ કર્યું હશે.

પ્રાચીન ઇજિપ્ત 
અબુ સિમ્બેલના મંદિરના પ્રવેશદ્વારા આગળ આવેલા રમેસિસ બીજાના ચાર વિશાળ બાવલા

ઇ.સ. 1350 વર્ષ પૂર્વે નવા રાજ્યની સ્થિરતા પર ત્યારે ભય ઉભો થયો હતો કે જ્યારે એમિનહોટેપ IV રાજગાદી પર આવ્યો અને તેણે ધરમૂળમાંથી ફેરફાર કરે તેવા અને અંધાધૂંધી ફેલાવે તેવા સુધારાઓ કર્યા. તેણે તેનું નામ બદલીને અખિનાટન કર્યુ હતું. તેણે અગાઉ બહુ જાણીતા ન હતા તેવા સૂર્ય દેવતા એટેનને સર્વોચ્ચ દેવી ગણાવી અને અન્ય દેવીઓની પૂજા બંધ કરાવી તેમજ પાદરીઓ ધરાવતી સંસ્થાઓની સત્તા પર હુમલા કર્યા. રાજધાનીને નવા શહેર અખિટાટન (આધુનિક જમાનાનું અમાર્ના)માં ખસેડ્યા બાદ અખિનાટને વિદેશી બાબતો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા અને તેના નવા ધર્મ અને કળાની શૈલીમાં ગળાડૂબ થઇ ગયો હતો. તેના મૃત્યુ બાદ એટેનનો સંપ્રદાય ઝડપથી છોડી દેવાયો હતો અને ત્યાર બાદના રાજાઓ ટુટાનખામુન, એય અને હોરેમહિબે અખિનાટનની માન્યતાઓના તમામ ઉલ્લેખનો નાશ કર્યો હતો અત્યારે તે સમયગાળાના અમાર્ના કાળ તરીકે ઓળખાય છે.

લગભગ ઇ.સ. 1279 વર્ષ પૂર્વે રમેસિસ II કે જે મહાન રમેસિસ તરીકે પણ જાણીતો છે તે રાજગાદી પર આવ્યો હતો અને વધુ મંદિરો બાંધવાનું, વધુ પુતળા અને પત્થરના સ્તંભ ઉભું કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે ઇતિહાસમાં અન્ય પણ રાજાએ ના કર્યા તેટલા બાળકો પેદા કર્યા હતા. બહાદુરી લશ્કરી નેતા રમેસિસ IIએ કાડેશની લડાઇમાં હિટિટ્સ સામે તેના લશ્કરને મેદાનમાં ઉતાર્યું હતું પરંતુ કોઇ પરિણામ ન આવતા તેણે ઇ.સ. 1258 વર્ષ પૂર્વે શાંતિ સંધી કરી હતી. ઇતિહાસમાં નોંધાયેલી આ સૌપ્રથમ શાંતિ સંધી છે. જો કે ઇજિપ્તની સમૃદ્ધિએ ઘણાને તેના પર આક્રમક કરવા આકર્ષ્યા હતા તેમાં પણ ખાસ કરીને લિબિયા અને દરીયાની આસપાસ રહેતા લોકોના આક્રમણોને. શરૂઆતમાં લશ્કર આક્રમણોને ખાળી શકતું હતું પરંતુ ઇજિપ્તે બાદમાં સિરીયા અને પેલેસ્ટાઇનનો અંકુશ ગુમાવ્યો હતો. ભ્રષ્ટાચાર, કબરોમાં લૂંટ અને નાગરિકોમાં અરાજકતાએ બાહ્ય ખતરાઓની અસરને વધુ ઘેરી બનાવી હતી. થીબ્ઝમાં આમુન મંદિરના ટોચના પાદરીઓએ જમીનનો મોટો પટ અને સમૃદ્ધિ ભેગી કરી હતી અને તેની વધતી તાકાતે ત્રીજા મધ્યવર્તી કાળ દરમિયાન દેશને તોડ્યો હતો.

પ્રાચીન ઇજિપ્ત 
ઇ.સ.પૂર્વે 730ની આસપાસ પશ્ચિમના લિબિયાવાસીઓએ દેશની રાજકીય એકતામાં ભંગાણ સર્જ્યું હતું.

ત્રીજો મધ્યવર્તી કાળ

ઇ.સ. 1078 વર્ષ પૂર્વે રમેસિસ XIના મૃત્યુ બાદ સ્મેન્ડ્સે ઇજિપ્તના ઉત્તરના ભાગની સત્તા સંભાળી હતી અને ટાનિસ શહેરથી શાસન કર્યું હતું. દક્ષિણના ભાગમાં થિબ્ઝના ટોચના આમુન પાદરીઓ પર અંકુશ હતો તેઓ સ્મેન્ડ્સને નામ માત્રથી ઓળખતા હતા. આ સમયગાળા દરમિયાન લિબિયાના લોકો પશ્ચિમી ત્રિશંકુ વિસ્તારમાં સ્થાયી થવા માંડ્યા હતા અને આ બિનનિવાસીઓના નેતાઓએ તેમની સ્વાયત્તતા વધારવાનું શરૂ કર્યું હતું ઇ.સ. 945 વર્ષ પૂર્વે શોશેન્ગ Iના શાસન હેઠળ લિબિયનોએ ત્રિશંકુ પ્રદેશનો અંકુશ મેળવ્યો હતો અને લિબિયન અથવા બુબાસ્ટિટ વંશની સ્થાપના કરી હતી જેમણે 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. શોશેંગે મહત્ત્વના હોદ્દાઓ પર પોતાના પરિવારના સભ્યોની નિમણૂક કરીને દક્ષિણ ઇજિપ્તનો પણ અંકુશ મેળવ્યો હતો. ત્રિશંકુ પ્રદેશના લિઓન્ટોપોલિસમાં હરિફ વંશની તાકાત વધતા તેમજ દક્ષિણમાં કશાઇટ્સ તરફથી ખતરો વધતા લિબિયન શાસકોના અંકુશનો અંત આવવાનું શરૂ થયું હતું. ઇ.સ. 727 વર્ષ પૂર્વે કશાઇટ રાજા પિયેએ ઉત્તરની તરફ આક્રમણ કર્યું હતું અને થિબ્ઝ અને ત્રિશંકુ પ્રદેશનો અંકુશ મેળવ્યો હતો.

ત્રીજા મધ્યવર્તી કાળના અંત સુધીમાં ઇજિપ્તની પ્રતિષ્ઠા નોંધપાત્ર ઘટી હતી. તેના વિદેશી સાથીઓ એસિરિયન શાસકોના પ્રભાવમાં આવ્યા હતા અને ઇ.સ. 700 વર્ષ પૂર્વે સુધીમાં બે રાજ્યો વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું હતું. ઇ.સ. પૂર્વે 671 અને 667 વર્ષની વચ્ચે એસિરિયન શાસકોએ ઇજિપ્ત પર હુમલા કરવાનું શરૂ કર્યું હતું. બંને કશાઇટ રાજા તહર્કા અને તેના વારસદાર ટનુટામુનનો શાસન કાળ એસિરિયનો સાથે અથડામણોથી ભરેલો રહ્યો હતો. જેની સામે ન્યુબિયન શાસકોએ ઘણા વિજય હાંસલ કરેલા હતા. અંતે એસિરિયનોએ કશાઇટ્સને ન્યુબિયામાં પાછા ધકેલી દીધા હતા અને મેમ્ફિસ કબજે કર્યું હતું તેમજ થિબ્ઝના મંદિરોને લૂંટ્યા હતા.

ઉત્તરકાલીન કાળ

સત્તા જાળવી રાખવા માટેના કાયમી આયોજનના અભાવે એસિરિયનોએ તેમના સેવકો સામે ઇજિપ્તનો અંકુશ ગુમાવ્યો હતો. આ સેવકો છવીસમા વંશના સૈટે રાજા તરીકે ઓળખાયા હતા. ઇ.સ. 653 વર્ષ પૂર્વે સુધીમાં સૈટે રાજા સેમ્ટિક I ગ્રીક ભાડૂતી યોદ્દાઓની મદદથી એસિરયનોને સત્તામાંથી ઉખાડી ફેંકવામાં સફળ રહ્ય હતો. ભાડૂતી ગ્રીક યોદ્ધાઓની ઇજિપ્તના પ્રથમ નૌકાદળની રચના કરવા માટે ભરતી કરવામાં આવી હતી. ગ્રીકનો પ્રભાવ વ્યપકપણે ફેલાયો હતો કારણકે ત્રિશંકુ પ્રદેશમાં નૌક્રેટિસ શહેર તેમનું સ્થાયી થવાનું સ્થળ બન્યું હતું. નવી રાજધાની સૈસમાં સ્થાયી થયેલા સૈટે રાજાના સમયમાં આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ ફરી શરૂ થયો હતો પરંતુ ઇ.સ. 525 વર્ષ પૂર્વે કેમ્બાયસિસ IIની આગેવાનીમાં શક્તિશાળી પર્સિયન લશ્કરે પેલુસિયમના યુદ્ધમાં ઇજિપ્તના રાજા સામ્ટિક IIIનો ઝડપીને ઇજિપ્ત પર વિજય મેળવવાનું શરૂ કર્યું હતું. બાદમાં કેમ્બાયસિસ 2એ ઇજિપ્તના રાજાનું સત્તાવાર બિરુદ મેળવ્યું હતું પરંતુ તેણે તેના ઘર સુસામાં રહીને ઇજિપ્ત પર શાસન કર્યું હતું. તેણે ઇજિપ્તનો અંકુશ તેના અમલદારોને સોંપ્યો હતો. ઇ.સ. પૂર્વે પાંચમી સદીની શરૂઆત પર્સિયન સામે કેટલાક સફળ બળવાથી થઇ હતી પરંતુ ઇજિપ્ત પર્સિયનોને ક્યારેય હંમેશ માટે ખદેડી શક્યું ન હતું.

ઇજિપ્તને પર્સિયા સાથે જોડી દીધા બાદ, ઇજિપ્ત ઇકિમિનિદ પર્સિયન સામ્રાજ્યના છઠ્ઠા અમલદારની આગેવાની હેઠળ સાયપ્રસ અને ફનિસિયા સાથે જોડાયું હતું. ઇજિપ્ત પર પર્સિયનોના શાસનનો પ્રથમ સમયગાળો, કે જે સત્યાવીશમા વંશ તરીકે પણ ઓળખાય છે, ઇ.સ. 402 વર્ષ પૂર્વે પૂરો થયો હતો અને ઇ.સ. પ્રૂવે 380-343 વર્ષ દરમિયાન ત્રીસમાં વંશે ઇજિપ્તના છેલ્લા રાજવંશીય શાસક તરીકે રાજ કર્યું હતું જે નેક્ટાનિબો બીજાના શાસન સાથે પૂર્ણ થયો હતો. ઇ.સ. 343 વર્ષ પ્રૂવેથી શરૂ થતા એકત્રીસમાં વંશ તરીકે ઓળખાતા સમયગાળામાં પર્સિયન શાસન ટૂંકા સમય માટે બેઠું થયું હતું પરંતુ ઇ.સ. પ્રૂવે 332 વર્ષમાં પર્સિયન શાસક મઝેસિસે કોઇ પણ પ્રકારની લડાઇ કર્યા વગર ઇજિપ્ત મહાન એલેક્ઝાન્ડરને સોંપી દીધું હતું.

ટોલમેઇક વંશ

ઇ.સ. પ્રૂવે 332 વર્ષમાં મહાન એલેક્ઝાન્ડરે બહુ જ ઓછા પ્રતિકાર સાથે ઇજિપ્ત જીત્યું હતું અને તેને ઇજિપ્તવાસીઓ દ્વારા તેને એક મસિહા તરીકે આવકારવામાં આવ્યો હતો. એલેક્ઝાન્ડરના વારસદારો દ્વારા સ્થાપવામાં આવેલું વહીવટીતંત્ર ઇજિપ્તના મોડલ આધારિત હતું અને વહીવટીતંત્રનું કેન્દ્ર નવી રાજધાની એલેક્ઝાન્ડ્રીયા હતું. આ શહેર ગ્રીક શાસકોની તાકાત અને પ્રતિષ્ઠાનો પરચો આપતું હતું અને તે એલેક્ઝાન્ડ્રીયાના પ્રખ્યાત ગ્રંથાલયને કેન્દ્રમાં રાખીને શિક્ષણ અને સંસ્કૃતિના વિકાસ માટેનું કેન્દ્ર બન્યું હતું. એલેક્ઝાન્ડ્રીયાના લાઇટહાઉસે વેપાર માટે શહેરમાં આવતા ઘણા વાહણો માટે વેપારનો માર્ગ મોકળો કર્યો હતો. ટોલેમીસ શાસકોએ પપાયરસ ઉત્પાદન જેવા વાણિજ્યિક અને આવક કરી આપતી વેપારી સાહસ શરૂ કર્યા હતા.

ગ્રીક સંસ્કૃતિએ મૂળ ઇજિપ્ત સંસ્કૃતિનું સ્થાન લીધું ન હતું કારણે ટોલેમિસ શાસકો સ્થાનિક લોકોનો સાથ મેળવવા તેમની પરંપરાઓને માન આપતા હતા. તેમણે ઇજિપ્તની શૈલીમાં નવા મંદિરો બંધાવ્યા, પરંપરાગત સંપ્રદાયોને સમર્થન આપ્યું અને તેમની જાતને ઇજિપ્તના રાજા તરીકે રજૂ કર્યા. કેટલીક પરંપરાઓને એકબીજા સાથે ભેળવવામાં આવી હતી કારણકે ગ્રીક અને ઇજિપ્તના દેવતાઓને સેરાપિસ જેવી સંયુક્ત દેવીમાં એકરૂપ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાચીન ગ્રીક સ્થાપત્ય કળાના પ્રાચીન સ્વરૂપોએ પરંપરાગત ઇજિપ્ત શૈલી પર પ્રભાવ પાડ્યો હતો. ઇજિપ્તવાસીઓને ખુશ રાખવાના તમામ પ્રયાસો છતાં ટોલેમીસ શાસકો સામે સ્થાનિક બળવાખોરો, કાતિલ પારિવારિક દુશ્મનાવટ અને ટોલેમી છઠ્ઠાના મૃત્યુ બાદ એલેક્ઝાન્ડ્રીયમાં એકજૂથ થયેલા એક શક્તિશાળી જૂથ તરફથી ખતરો ઉભો થયો હતો. વધુમાં રોમને ઇજિપ્તમાંથી આયાત થતા અનાજ પર આધાર રાખવો પડતો હતો માટે રોમના શાસકોએ ઇજિપ્તની રાજકીય સ્થિતિમાં ઊંડાણપૂર્વક રસ લીધો હતો. ઇજિપ્તવાસીઓના સતત બળવા, મહત્વાકાંક્ષી રાજકારણીઓ અને શક્તિશાળી સિરીયન વિરોધીઓએ ઇજિપ્તની સ્થિતિને અસ્થિર બનાવી હતી. જેનો લાભ લઇને રોમે તેનું લશ્કર મોકલીને ઇજિપ્ત પર કબજો જમાવ્યો હતો અને તેને તેના સામ્રાજ્યનો એક ભાગ બનાવ્યો હતો.

રોમન વર્ચસ્વ

પ્રાચીન ઇજિપ્ત 
ફેયુમ મમી પોર્ટ્રેટ ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓના સંગમનું નિરૂપણ કરે છે.

માર્ક એન્ટની અને ટોલેમૈક રાણી ક્લિઓપાત્રા સાતનો એક્ટિયમના યુદ્ધમાં ઓક્ટિવિયન (બાદનો સમ્રાટ ઓગસ્ટસ)ના હાથે પરાજય થતા ઇજિપ્ત ઇ.સ. 30 વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્યનો એક ભાગ બન્યું હતું. રોમના શાસકોને અનાજ માટે ઇજિપ્તમાંથી આયાત પર ભારે આધાર રાખવો પડતો હતો. રોમના લશ્કરે સમ્રાટના અંકુશ હેઠળ બળવાખોરોને પરાસ્ત કર્યા હતા, ઇજિપ્તવાસીઓ પર ભારે કરવેરા નાંખ્યા હતા અને ડાકુઓના હુમલાઓને અટકાવ્યા હતા. તે સમયે ડાકુઓ દ્વારા લૂટફાંટ મોટી સમસ્યા બની ગઇ હતી. એલેક્ઝાન્ડ્રીયા ઓરિએન્ટ સાથેના વેપાર માર્ગ પરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું કારણકે રોમમાં વિલાયતથી આયાત થયેલી વૈભવી વસ્તુઓની ભારે માંગ હતી.

ઇજિપ્તવાસીઓ પ્રત્યે રોમન શાસકોનો અભિગમ ગ્રીક શાસકો કરતા વધુ દુશ્મનાવટભર્યો હતો તેમ છતાં મમી બનાવવાની પરંપરા તેમજ પરંપરાગત દેવોની ઉપાસના જેવી પરંપરાઓ ચાલુ રહી હતી. મમી બનાવવાની કળાનો વિકાસ થયો હતો અને રોમન સમ્રાટોએ પોતાની જાતને ઇજિપ્તના રાજા તરીકે ચિતર્યા હતા. જો કે ઇજિપ્તના રાજા તરિકે પોતાની જાતને રજૂ કરવા માટે ટોલમિસ શાસકો જે હદે ગયા હતા તેટલી હદે રોમન સમ્રાટો ગયા ન હતા. રોમન શાસકો ઇજિપ્તની બહાર રહેતા હતા અને ઇજિપ્તના શાહી કાર્યક્રમોમાં ભાગ લેતા ન હતા. સ્થાનિક વહીવટીતંત્ર કાર્યપદ્ધતિમાં રોમન પરંતુ ઇજિપ્તવાસીઓને વધુ નિકટનું બન્યું હતું.

પ્રથમ સદીના મધ્યમાં એલેક્ઝાન્ડ્રીયામાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ થયો હતો કારણકે તે સ્વીકારી શકાય તેવો વધુ એક સંપ્રદાય હતો. જો કે તે એક કટ્ટરવાદી ધર્મ હતો. તે મૂર્તિપૂજકમાંથી ખ્રિસ્તી બનેલાઓના દીલ જીતવા માંગતો હતો અને તેણે જાણીતી ધાર્મિક પરંપરાઓ સામે ખતરો ઉભો કર્યો હતો. તેનાથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર સાથે ખરાબ વ્યવહાર થતો હતો. વર્ષ 303માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાઓનું શુદ્ધિકરણ કરવાનું શરૂ થયું હતું પરંતુ ખ્રિસ્તી ધર્મનો વિજય થયો હતો. વર્ષ 391માં ખ્રિસ્તી સમ્રાટ થિયોડોસિસે મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવ્યો હતો અને મંદિરો બંધ કરાવ્યા હતા. એલેક્ઝાન્ડ્રીયમાં મૂર્તિપૂજન વિરોધી રમખાણો ફાટી નિકળ્યા હતા જેમાં જાહેર અને ખાનગી ધાર્મિક સ્થળોનો નાશ કરાયો હતો. પરિણામે ઇજિપ્તની મૂર્તિપૂજા પરંપરા ધીમે ધીમે ઘટતી ગઇ હતી. મૂળ ઇજિપ્તવાસીઓ તેમની ભાષા બોલવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ હાયરોગ્લિફિક લખાણ અને વાંચન ધીમે ધીમે અદ્રશ્ય થયું હતું કારણકે ઇજિપ્તના મંદિરોના પાદરીઓની ભૂમિકાનો નાશ કરાયો હતો. ઇજિપ્તના કેટલાક મંદિરોને ચર્ચમાં ફેરવવામાં આવ્યા હતા જ્યારે કેટલાકને ત્યજી દેવામાં આવ્યા હતા.

સરકાર અને અર્થતંત્ર

વહીવટીતંત્ર અને વાણિજ્ય

પ્રાચીન ઇજિપ્ત 
રાજાઓને સામાન્ય રીતે રાજવીચિહ્નો અને સત્તા ધારણ કરેલા દર્શાવવામાં આવતા હતા.

ફેરો (ઇજિપ્તના રાજા)ને સામાન્ય રીતે રાજવી અને સત્તાના ચિહ્નો ધારણ કરેલા દર્શાવવામાં આવતા હતા. રાજા દેશના સર્વસત્તાધીશ શાસક હતા અને તેઓ જમીન અને તેમના સંશાધનો પર પૂર્ણ અંકુશ ધરાવતા હતા. રાજા લશ્કરનો સર્વોચ્ચ કમાન્ડર અને સરકારનો વડો હતો રાજા તેની વહીવટી બાબતોના સંચાલન માટે તેના અમલદારો પર આધાર રાખતો હતો. વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો વજીર રાજા બાદની સર્વોચ્ચ સત્તાધીશ હતો જે રાજાના પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો અને જમીનના સરવે, ટ્રેઝરી, પ્રોજેક્ટ નિર્માણ કાનૂન વ્યવસ્થા અને દફતરભંડાર વચ્ચે સંકલન સાંધતો હતો. ક્ષેત્રીય સ્તરે દેશ 42 જેટલા વહીવટી ક્ષેત્રમાં વહેંચાયેલો હતો. ક્ષેત્રીય વિભાગોને નોમ તરીકે ઓળખાતા હતા અને તેનો વહીવટ નોમાર્ક કરતા હતા. તે સત્તાસીમા વજીર હેઠળ રહેતી હતી. મંદિરોએ અર્થતંત્રનો મુખ્ય પાયો રચ્યો હતો. તે પૂજા કરવાના સ્થાન ઉપરાંત વહીવટકર્તા દ્વારા ઉભી કરવામાં આવેલી અનાજ સંગ્રહ કરવાની અને ટ્રેઝરી વ્યવસ્થામાં દેશની સમૃદ્ધિને એકત્ર કરવાના અને સંગ્રહ કરવાના સ્થળ હતા. વહીવટકર્તાઓ અનાજ અને માલસામાનનું ફેરવિતરણ કરતા હતા.

મોટા ભાગનું અર્થતંત્ર કેન્દ્રીય રીતે સંગઠિત અને અને તેના પર ચુસ્ત અંકુશ હતો. ઇજિપ્તવાસીઓએ ઉત્તરકાલીન કાળ સુધી સિક્કાપ્રથાનો ઉપયોગ કર્યો ન હતો તેમ છતાં તેમણે આર્થિક વ્યવહાર માટે સાટા પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેમાં અનાજના પ્રમાણભૂત થેલાને ડિબેન ને સમકક્ષ ગણવામાં આવતા હતા, ડિબેન લગભગ 91 ગ્રામનું વજનવાળું91 grams (3 oz) તાંબુ અથવા ચાંદી હતું જે સામાન્ય છેદ રચતું હતું. કામદારોને અનાજમાં ચૂકવણી થતી હતી, સામાન્ય મજૂર દર મહિને અનાજની સાડા પાંચ ગુણી (200 કિલો અથવા 400 પાઉન્ડ) કમાવી શકતો હતો. જ્યારે એક ફોરમેન માસિક સાડા સાત ગુણી (250 કિલો અથવા 550 પાઉન્ડ) અનાજ કમાવી શકતો હતો. દેશભરમાં દરેક વસ્તુની કિંમતો નક્કી કરવામાં આવી હતી અને વેપારમાં સરળતા માટે તેની યાદી તૈયાર કરાયેલી હતી. દાખલા તરીકે એક શર્ટની કિંમત પાંચ તાબાના ડિબેન જ્યારે એક ગાયની કિંમત 140 ડિબેન. અનાજનું નિર્ધારિત કિંમત યાદી મુજબ અન્ય માલસામાન માટે વેચાણ થઇ શકતું હતું. ઇજિપ્તમાં ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં આર્થિક વ્યવહાર માટે સિક્કાની વિદેશથી રજૂઆત થઇ હતી શરૂઆતમાં સિક્કાનો ઉપયોગ સાચા નાણાના સ્થાને કિંમતી ધાતુના પ્રમાણભૂત ટુકડા તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ ત્યાર બાદની સદીઓમાં આંતરરાષ્ટ્રીય વેપારીઓએ વેપાર માટે સિક્કા વ્યવસ્થા પર આધાર રાખવો પડ્યો હતો.

સામાજિક દરજ્જો

ઇજિપ્તનો સમાજ બહુસ્તરીય હતો અને સામાજિક દરજ્જો સ્પષ્ટપણે દેખાતો હતો. કુલ વસતીમાં ખેડૂતો મોટો હિસ્સો રચતા હતા પરંતુ કૃષિ પેદાશ પર સીધો હક તે જેની માલિકીની જમીન પર ખેતી કરતો હોય તેનો લાગતો હતો જેમાં રાજ્ય, મંદીર અથવા ઉમરાવ પરિવારનો સમાવેશ થાય છે. ખેડૂતોને પણ મજૂર વેરો ભરવો પડતો હતો અને તેમને કોર્વી પ્રથા હેઠળ રાજ્યના સિંચાઇ અથવા બાંધકામ પ્રોજેક્ટમાં મફત કામ કરવું પડતું હતું. કલાકારો અને શિલ્પીઓ ખેડૂતો કરતા ઉંચો દરજ્જો ધરાવતા હતા પરંતુ તેઓ પણ રાજાના અંકુશ હેઠળ હતા. તેઓ મંદિર સાથે સંકળાયેલી દુકાનોમાં કામ કરતા હતા અને તેમને રાજ્યની સરકારી તિજોરીમાંથી પગારની ચૂકવણી થતી હતી. લેખકો અને સરકારી અધિકારીઓ પ્રાચીન ઇજિપ્તનો ઉપલો વર્ગ રચતા હતા. તેઓ તેમના દરજ્જાના પ્રતિક રૂપે શ્વેત વસ્ત્રો પહેરતા હતા માટે તેમને શ્વેતવસ્ત્રધારી વર્ગ પણ કહેવાતો હતો. ઉપલા વર્ગે સામાજિક દરજ્જામાં તેમના વર્ચસ્વને કળા અને સાહિત્યમાં મોટા પાયે દર્શાવેલું છે. ઉપલા ઉમરાવ વર્ગથી નીચલા વર્ગમાં પાદરીઓ, ભૌતિકશાસ્ત્રીઓ અને એન્જિનિયરોનો સમાવેશ થતો હતો કે જેઓ તેમના ક્ષેત્રમાં વિશિષ્ટ તાલીમ અને નિપૂણતા ધરાવતા હતા. પ્રાચીન ઇજિપ્તમાં ગુલામ પ્રથા જાણીતી હતી પરંતુ તેના વ્યાપ અંગે કોઇ સ્પષ્ટતા નથી.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ ગુલામને બાદ કરતા તમામ સ્ત્રી, પુરૂષ અને તમામ વર્ગના લોકોને કાયદા હેઠળ સમાન ગણતા હતા. સૌથી નીચલા સ્તરનો ખેડૂત પણ ન્યાય મેળવવા માટે વજીર અથવા તેની કોર્ટમાં અરજી કરી શકતો હતો. સ્ત્રી અને પુરૂષ બંને સમાન હક ધરાવતા હતા જેમાં મિલકતની માલિકી અને ખરીદી, કરાર કરવા, લગ્ન કરવા અને છૂટા છેડા લેવા, વારસાગત મિલકતો મેળવવી અને કોર્ટમાં કાનૂની દાવા માંડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરિણિત યુગલ સંયુક્ત માલિકીમાં મિલકત ધરાવી શકતું હતું અને લગ્નનો કરાર કરીને તેમની જાતને લગ્નવિચ્છેદન સામે રક્ષણ આપી શક્તું હતું. આ કરાર હેઠળ લગ્નવિચ્છેદનના કિસ્સામાં પત્ની અને બાળકની નાણાકીય જવાબદારી પતિને માથે રહેતી હતી. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિમાં મહિલા પાસે પ્રાચીન ગ્રીસ, રોમ અને વિશ્વના અન્ય ખૂણે કસેલી સૌથી અત્યાધુનિક સંસ્કૃતિ કરતા પણ વધુ વ્યક્તિગત પસંદ અને સિદ્ધિની તક રહેતી હતી. હેટશેપસટ અને ક્લિઓપાત્રા જેવી મહિલાઓ રાજા બની શકી હતી અને અન્ય કેટલીક મહિલાઓએ આમુનની પવિત્ર પત્નીઓ તરીકે સત્તા ભોગવી હતી. આટલી સ્વતંત્રતા છતાં ઇજિપ્તની મહિલાઓ વહીવટી કામગીરીમાં સત્તાવાર રીતે ભૂમિકા ભજવી શકતી ન હતી તેઓ મંદિરમાં માત્ર ગૌણ ભૂમિકાઓ જ ભજવતી. ઇજિપ્ત સંસ્કૃતિમાં મહિલાઓ પુરૂષો જેટલી શિક્ષિત ન હતી.

પ્રાચીન ઇજિપ્ત 
લેખકો વિશિષ્ટ વર્ગ બનાવતા હતા અને તેઓ સુશિક્ષિત હતા.તેઓ કરવેરાની આકરણી કરતા, રેકોર્ડ રાખતા અને વહીવટ માટે તેઓ જવાબદાર હતા.

ન્યાયતંત્ર

ન્યાયતંત્રના સત્તાવાર વડા તરીકે રાજા સ્થાન શોભાવતા હતા અને તેના પર કાયદા ઘડવા, ન્યાય આપવો, કાયદો અને વ્યવસ્થા જાળવવી વગેરે જવાબદારીઓ રહેતી હતી. આ પ્રણાલીને પ્રાચીન ઇજિપ્તવાસીઓ માત (Ma'at) તરીકે વર્ણવતા હતા. પ્રાચીન ઇજિપ્ત સંસ્કૃતિના એક પણ કાનૂની કાયદા અત્યારે અસ્તિત્વમાં નથી તેમ છતાં કોર્ટ દસ્તાવેજો દર્શાવે છે કે ઇજિપ્તના કાયદા સાચું શું છે અને ખોટું શું છે તેવી સામાન્ય બાબત આધારિત હતા. આ કાયદા, જટીલ અને ગૂંચવણભર્યા નિયમોને ચોંટી રહેવાના સ્થાને વાદી અને પ્રતિવાદી વચ્ચે સમાધાન કરાવી અને વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂકતા હતા. વડીલોની સ્થાનિક સમિતિ, કે જે નવા શાસનમાં કેનબેટ (Kenbet)તરીકે ઓળખાતી હતી તે, પર નાના દાવા અને ઝઘડા પર કોર્ટમાં ચૂકાદા આપતી હતી. હત્યા, મોટા જમીન સોદા અને કબર લૂંટ જેવા ગંભીર ગુના ગ્રેટ કેનબેટ સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ગ્રેટ કેનબેટ નું પ્રમુખપદ વજીર અથવા રાજા સંભાળતો હતો. ફરિયાદી અને બચાવપક્ષ બંનેએ કોર્ટમાં હાજર રહેવું પડતું હતું અને તેમણે તેઓ જે કહે છે તે સત્ય છે એવા સોગંદ લેવા પડતા હતા. કેટલાક કિસ્સામાં રાજ્યએ સરકારી વકીલ તેમજ ન્યાયાધિશ એમ બંને ભૂમિકા ભજવી હતી. કબૂલાત મેળવવા અને ગુનામાં ભાગીદાર અન્ય કોઇ પણ સાથીદારનું નામ મેળવવા માટે કોર્ટ આરોપીને માર મારીને શારીરિક પીડા પણ આપતી. આરોપ સામાન્ય હોય કે ગંભીર કોર્ટના લેખકો ભાવિ સંદર્ભ માટે ફરિયાદ, પુરાવા અને ચૂકાદાની સારી રીતે નોંધ રાખીને દસ્તાવેજ તૈયાર કરતા.

સામાન્ય ગુના માટેની સજામાં દંડ ફટકારવો, માર મારવો, મોંઢા પર ઇજા પહોંચાડવી અથવા વનવાસ વગેરનો સમાવેશ થાય છે.ગુનાની ગંભીરતાને આધારે સજા ફટકારવામાં આવતી હતી. હત્યા, કબર લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં દોષિતને શિરચ્છેદ, પાણીમાં ડૂબાડીને અથવા શરીરમાં તિક્ષ્ણ હથિયાર ઘુસાડીને મૃત્યુદંડની સજા કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં ગુનેગારના પરિવારજનોને પણ સજા ફટકારવામાં આવતી હતી. નવા શાસનની શરૂઆતમાં ઓરાકલએ (દેવતાને પૂછીને જવાબ કે સલાહ મેળવવાવો તે) ન્યાયતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ દિવાની અને ફોજદારી એમ બંને પ્રકારના કેસમાં ન્યાય કરતા. મુદ્દાની સાચી કે ખોટી બાબતને આધારે દેવતાને "હા" કે "ના" જવાબ મળે તેવા પ્રશ્નો પૂછવામાં આવતા. અનેક પાદરીઓના સ્વરૂપમાં ઇશ્વર પેપિરસ અથવા મુદ્દલેખપટ પર લખેલા જવાબ તરફ નિર્દેશ કરીને ન્યાય આપતા.

કૃષિ

પ્રાચીન ઇજિપ્ત 
કબર પર દોરવામાં આવેલું ચિત્ર મજૂરોને ખેતરમાં ખેતી કરતા, પાક કાપતા અને નિરીક્ષકના આદેશ હેઠળ અનાજનું થ્રેશિંગ કરતા દર્શાવે છે.

સાનુકૂળ ભૌતિક સુવિધાઓએ ઇજિપ્તની સફળ સંસ્કૃતિમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં સૌથી વધુ યોગદાન નાઇલ નદીમાં વર્ષમાં એકવાર આવતી ભરતીને કારણે રચાયેલી ફળદ્રૂપ જમીને આપ્યું હતું. આમ પ્રાચીન ઇજિપ્તવાસીઓ પુરતા પ્રમાણમાં અનાજ પેદા કરી શક્યા હતા માટે જ લોકો સાંસ્કૃતિક, તકનીક અને કળા ક્ષેત્રમાં વધુ સમય અને સંશાધનનો ભોગ આપી શક્યા હતા. પ્રાચીન ઇજિપ્તમાં જમીન વ્યવસ્થાપન મહત્વનું કાર્ય હતું કારણકે કરની આકરણી માણસ કેટલી જમીન ધરાવે છે તેના આધારે થતી હતી.

ઇજિપ્તમાં ખેતીનો આધાર નાઇલ નદીના ચક્ર પર રહેતો હતો. ઇજિપ્તવાસીઓએ ખેતી માટે ત્રણ ઋતુ નક્કી કરી હતી જેમાં અખેટ (ભરતી), પેરેટ (વાવણી) અને શેમુ (લણણી)નો સમાવેશ થાય છે. ભરતીની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી હતી અને નદીના કિનારા પર ખનીજથી સમૃદ્ધ કાંપનું થર જમાવતી હતી જે પાક ઉગાડવા માટે શ્રેષ્ઠ હતી. ભરતીના પાણી ઉતરે ત્યાર બાદ વાવણીની ઋતુ શરૂ થતી હતી જે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી ચાલતી હતી. ખેડૂતો ખેતરમાં ખેડાણ અને વાવણી કરતા હતા અને નહેર તેમજ ખાડામાંથી પાણી મેળવી સિંચાઇ કરતા હતા. ઇજિપ્તમાં બહુ જ ઓછો વરસાદ પડતો હતો માટે ખેડૂતોને તેમના પાકને પાણી પીવડાવવા માટે નાઇલ નદી પર આધાર રાખવો પડતો હતો. માર્ચથી મે દરમિયાન ખેડૂતો તેમના પાકની લણણી કરવા દાતરડાનો ઉપયોગ કરતા. ત્યાર બાદ કણસલામાંથી અનાજના દાણા બહાર કાઢવા અને તેને ઘાસથી છૂંટું પાડવા માટે ડૂંડાને ધોકા વડે ઝુંડવામાં આવતા હતા. બાદમાં સફાઇ કરીને ફોતરામાંથી અનાજને છૂટું પાડવામાં આવતું હતું. બાદમાં અનાજને દળીને લોટ બનાવવામાં આવતો હતો અથવા અનાજને ગાળીને બીયર બનાવવામાં આવતો અથવા બાદમાં ઉપયોગ કરવા માટે અનાજનો સંગ્રહ કરવામાં આવતો.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ લાલ ઘઉં અને જવ તેમજ કેટલાક કઠોળની ખેતી કરતા હતા જેમનો બ્રેડ અને બીયરના બે મુખ્ય આહાર બનાવવા માટે ઉપયોગ થતો હતો. શણના પ્રકાંડમાંથી રેસા મેળવવા માટે શણના છોડ ઉગાડવામાં આવતા હતા. શણના છોડ પર ફૂલ આવવાનું શરૂ થાય તે પહેલા જ તેને ઉખાડી નાંખવામાં આવતા હતા. ત્યાર બાદ છોડના પ્રકાંડમાંથી મેળવાલા રેસાને છૂટા પાડવામાં આવતા હતા અને તેનામાંથી સૂતર બનાવવામાં આવતું હતું. આ સુતરનો શણની ચાદર બનાવવા અથવા કપડા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. નાઇલ નદીના પટ પર ઉગતા પેપિરસનો કાગળ બનાવવા માટે ઉપયોગ થતો હતો. શાકભાજી અને ફળને માનવ વસતીની નજીક વાડીમાં ઉંચાણવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવતા હતા અને તેને હાથ વડે પાણી પીવડાવવામાં આવતું હતું. ત્યારની શાકભાજીમાં ડુંગળી, લસણ, ટેટી, તરબૂચ, સ્કવેશ, કઠોળ, લેટસ અને અન્ય પાકનો સમાવેશ થતો હતા. આ ઉપરાંત દ્રાક્ષની પણ ખેતી થતી હતી. દ્રાક્ષનો દારૂ બનાવવા માટે ઉપયોગ થતો હતો.

પ્રાચીન ઇજિપ્ત 
સેનિદજેમ તેમના ખેતરમાં બળદની જોડીથી ખેડાણ કરે છે. બળદનો ભારવહન કરતા પ્રાણી અને ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગ થતો હતો.

પ્રાણીઓ

ઇજિપ્તવાસીઓ માનતા હતા કે માનવી અને પ્રાણી વચ્ચે સંતુલન વૈશ્વિક વ્યવસ્થા માટે મહત્વનું છે માટે માનવી, પ્રાણી અને વનસ્પતિને એક જ વિશ્વના સભ્યો માનવામાં આવતા હતા. માટે પાળતુ અને જંગલી એમ બંને પ્રકારના પ્રાણીઓ પ્રાચીન ઇજિપ્તવાસીઓ માટે આધ્યામ્તિકતા, સાથ અને ગુજરાન માટે મહત્ત્વના સ્ત્રોત હતા. ઢોરઢાંખર મહત્ત્વના પાલતુ જાનવર હતા અને વહીવટીતંત્ર પશુધનની નિયમિત વસતી ગણતરી કરીને તેના આધારે કર વસૂલાત કરતું હતું. પશુધન કેટલું વધુ છે તેના આધારે તેના માલિક રાજ્ય અથવા મંદિરની પ્રતિષ્ઠા અને મહત્ત્વ નક્કી થતા હતા. પ્રાચન ઇજિપ્તવાસીઓ ઢોરઢાંખર ઉપરાંત ઘેંટા, બકરા અને ડુક્કર પણ રાખતા હતા. બતક, હંસ અને કબુતર જેવા પક્ષીઓને જાળમાં પકડવામાં આવતા હતા અને તેમનો ખેતરોમાં ઉછેર કરવામાં આવતો હતો.પક્ષીઓને પુષ્ટ બનાવવા માટે તેમને લોટમાંથી બનાવેલો આહાર ખવડાવવામાં આવતો હતો. નાઇલ નદીએ માછલી માટે પુષ્કળ સ્ત્રોત પુરા પાડ્યા હતા. જૂના શાસન કાળના સમયથી મધમાખીનો પણ માનવ માટે ઉપયોગ કરવાનું શરૂ થયું હતું. મધમાખી માનવીને મધ અને મીણ પુરા પાડતી હતી.

પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ગધેડા અને બળદોનો ભારવહન કરી શકે તેવા પ્રાણી તરીકે ઉપયોગ કર્યો હતો. ખેતર ખેડવા અને જમીનમાં બીજ નાંખવા માટે તેમનો ઉપયોગ થતો હતો. હુષ્ટપુષ્ટ બળદની કતલ પણ ધાર્મિક પરંપરાનો એક મુખ્ય ભાગ હતો. બીજા મધ્યવર્તી કાળમાં હિકસોસ દ્વારા ઘોડાનો માનવ માટે ઉપયોગ શરૂ કરાયો હતો. ઊંટનો ઉપયોગ નવા શાસન કાળથી જાણીતો થયો હતો તેમ છતાં ઉત્તરકાલીન શાસન સુધી તેનો ભારવહન કરે તેવા પ્રાણી તરીકે ઉપયોગ કરાયો ન હતો. ઉત્તરકાલીન શાસન કાળમાં હાથીનો ટૂંક સમય માટે ઉપયોગ કરાયો હોય તેવું સૂચન કરતા પણ પુરાવા છે પરંતુ ગોચર મેદાનોની અછતને કારણે તેમને ત્યજી દેવાયા હતા. કુતરા, બિલાડી અને વાંદરા સામાન્ય પાળતુ પ્રાણી હતા જ્યારે સિંહ જેવા વિદેશી પ્રાણીઓની અફ્રિકામાંથી આયાત કરવામાં આવતી હતી અને તેને રાજા માટે અનામત રાખવામાં આવતા હતા. હિરોડોટસે નિરીક્ષણ કર્યું હતું કે ઇજિપ્તવાસીઓ જ એક એવા લોકો હતા કે જેઓ પ્રાણીઓને તેમના ઘરમાં તેમની સાથે રાખતા હતા. રાજવંશીય પહેલાના કાળ અને ઉત્તરકાલીન કાળ દરમિયાન ઇશ્વરની તેમના પ્રાણીના સ્વરૂપમાં પૂજા ઘણી પ્રચલિત હતી. જેમકે બિલાડી દેવી બાસ્ટેટ અને આઇબિસ ભગવાન થોથ. બલિ આપવાની ધાર્મિક વિધિ માટે આ પ્રાણીઓનો તેમના ખેતરોમાં મોટી સંખ્યામાં ઉછેર થતો હતો.

કુદરતી સંશાધનો

ઇજિપ્ત બાંધકામ અને સુશોભન માટેના પત્થર, તાબું અને સીસાની કાચીધાતુ, સોનું અને અર્ધકિંમતી પત્થરોથી સમૃદ્ધ છે. આ કુદરતી સંશાધનોને કારણે પ્રાચીન ઇજિપ્તવાસીઓ સ્મારકો બાંધી શક્યા, નવા ઓજારો વિકસાવી શક્યા અને ફેશન જ્વેલરી બનાવી શક્યા. ઇમબ્લેમર (મડદાને મસાલા ભરીને તેને લાંબો સુધી સાચવી રાખવાનું કામ કરતી વ્યક્તિ)એ મમી બનાવાની પ્રક્રિયા (મમિફિકેશન)માં વાડી નેટ્રમના ક્ષારનો ઉપયોગ કર્યો હતો. તેણે પ્લાસ્ટર બનાવવા માટે જરૂરી જિપ્સમ પણ પુરું પાડ્યું હતું. પશ્ચિમના રણ અને સિનાઇની દૂર આવેલી અને વેરાન વાડીઓમાં કાચી ધાતુ ધરાવતા ખડકોનું નિર્માણ જોવા મળ્યું હતું. અહીં મળેલા કુદરતી સાધનો મેળવવા માટે મોટી, રાજ્ય સરકાર આધારિત કામગીરીની જરૂર પડતી હતી. ન્યુબિયામાં સોનાની ખાણ પુષ્કળ પ્રમાણમાં હતી અને જાણીવા મળેલો સૌપ્રથમ નકશો આ વિસ્તારમાં આવેલી એક સોનાની ખાણનો છે. વાડી હમ્મામટ ગ્રેનાઇટ, ગ્રેવેક અને સોનાનો મુખ્ય સ્ત્રોત હતો. ચકમકનો પત્થર એકત્ર કરવામાં આવેલું સૌપ્રથમ ખનીજ હતું અને ઓજાર બનાવવા માટે તેનો સૌપ્રથમ ઉપયોગ થયો હતો. ચકમક કુહાડીઓ નાઇલ નદીના ખીણમાં વસવાટના સૌથી જૂના પુરાવા છે. ધારદાર ઓજાર તેમજ મધ્યમ સખતાઇ અને ટકાઉપણાવાળા તીર બનાવવા માટે ખનીજના ગઠ્ઠાઓને ઓગાળવામાં આવતા હતા. આ ઉદેશ માટે તાંબું અપનાવવામાં આવ્યું હતું તેમ છતાં આમ કરવામાં આવતું હતું.

ઇજિપ્તવાસીઓએ નેટ સિન્કર, પ્લમ્બ બોબ અને નાની આકૃતિઓ બનાવવા માટે ગેબેલ રોઝા પર જમા થયેલા લેડ ઓર જેલિનાનો ઉપયોગ કર્યો હતો. પ્રાચીન ઇજિપ્તમાં ઓજાર બનાવવા માટે તાંબુ સૌથી મહત્ત્વની ધાતુ હતી અને ભટ્ટીમાં ઓગાળીને તેને સિનાઇમાં આવેલી ખાણમાંથી મળેલા મેલેસાઇટમાંથી છૂટું પાડવામાં આવતું હતું. કામદારો એકત્ર થયેલા કાંપના ગઠ્ઠાઓને ધોઇને સોનું મેળવતા અથવા સોનું ધરાવતા હોય તેવા ખડકોને દળીને અને ધોઇને પ્રખર મજૂરીવાળી પ્રક્રિયા મારફતે સોનું મેળવતા હતા. ઉપલા ઇજિપ્તમાં લોખંડના થર મળી આવ્યા હતા અને તેનો ઉત્તરકાલીન કાળમાં ઉપયોગ થયો હતો. ઇજિપ્તમાં બાંધકામમાં વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા પત્થરો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હતા. ઇજિપ્તવાસીઓએ ચુનાનો પત્થર મેળવવા સમગ્ર નાઇલ ખીણમાં, ગ્રેનાઇટ મેળવવા આસવાનમાં અને બેસાલ્ટ અને રેતીનો પત્થર મેળવવા પશ્ચિમી રણની વાડીઓમાં ખોદકામ કર્યું હતું. પોરફિરિ, ગ્રેવેક, અલાબાસ્ટર અને કાર્નિલીયન જેવા સુશોભન પત્થરો પશ્ચિમી રણમાં પુષ્કળ પ્રમાણમાં હતા અને તેમને પ્રથમ રાજવંશ કાળ આવ્યો તે પહેલેથી એકત્ર કરવામાં આવતા હતા. ટેલેમેઇક અને રોમન કાળમાં એમેરાલ્ડ માટે વાડી સિકૈટ અને અમેથિસ્ટ માટે વાડી અલ-હુદીમાં ખોદકામ કર્યું હતું.

વેપાર

પ્રાચન ઇજિપ્તવાસીઓ ઇજિપ્તમાં ન મળતા હોય તેવા દુર્લભ્ય અને આયાતી માલસામાન માટે તેમના વિદેશી પડોશી દેશો સાથે વેપાર કરતા હતા. રાજવંશીય શાસન કાળ પહેલાના સમયમાં તેમણે સોનું અને અગરબત્તી મેળવવા ન્યુબિયા સાથે વેપાર સંબંધ સ્થાપેલો હતો. તેઓ પેલેસ્ટાઇન સાથે પણ વેપાર કરતા હતા. આ બાબત પ્રથમ રાજવંશીય રાજાઓની કબરમાંથી મળી આવેલા પેલેસ્ટાઇન શૈલીના તેલના જગ પરથી સાબિત થાય છે. દક્ષિણ કન્નાનનાં સ્થાયી થયેલી ઇજિપ્તીયન વસાહત પ્રથમ રાજવંશ પહેલાની છે. કન્નાનમાં નાર્મર અને ઇજિપ્તીયન પોટરીનું ઉત્પાદન થતું અને તેની ઇજિપ્તમાં નિકાસ કરવામાં આવતી હતી.

બીજા રાજવંશીય કાળ સુધીમાં ઇજીપ્તવાસીઓએ બાયબ્લોસ સાથે વેપાર સંબંધ સ્થાપ્યો હતો જેને કારણે તેઓ ઇજિપ્તમાં મળતું ન હતું તેવું ગુણવત્તાસભર લાકડું મેળવી શક્યા હતા. પાંચમાં વંશ સુધીમાં પંટ સાથેના વેપારથી ઇજીપ્તવાસીઓ સોનું, સુગંધિત રેઝિન, અબનૂસ, હાથી દાંત અને વાંદરા અને બબૂન્સ જેવા જંગલી પ્રાણીઓનો વેપાર કરી શક્યા હતા. ઇજિપ્તને કાંસાના ઉત્પાદન માટે જરૂરી એવી કલાઇ અને તાંબું પુરતા પ્રમાણમાં મેળવવા માટે અનાટોલિયા પર આધાર રાખવો પડતો હતો. પ્રાચીન ઇજિપ્તવાસીઓએ વાદળી પત્થર નીલમનું મૂલ્ય સમજ્યું હતું અને તેને દૂર દેશ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતા હતા. ઇજિપ્તના ભૂમધ્ય પ્રદેશના વેપાર ભાગીદારોએ ગ્રીસ અને ક્રેટનો પણ સમાવેશ કર્યો હતો જેમણે અન્ય માલસામાનની સાથે ઓલિવ તેલ પુરા પાડ્યાં હતા. ઇજિપ્ત તેની વૈભવી વસ્તુઓ અને કાચા માલસામાનની આયાત સામે મુખ્યત્વે અનાજ, સોનું, શણ અને પેપિરસ તેમજ ગ્લાસ અને પત્થરમાંથી બનાવેલી વસ્તુઓ સહિતની અન્ય વસ્તુઓની નિકાસ કરતું હતું.

ભાષા

ઐતિહાસિક વિકાસ

r
Z1
nkmmt
O49
r n kmt
'Egyptian language'
Egyptian hieroglyphs

ઇજિપ્તની ભાષા ઉત્તર આફ્રો-એશિયાટિક ભાષા છે, જેનો ગાઢ સંબંધ બર્બર અને સેમિટિક ભાષાઓ સાથે છે. કોઈ પણ ભાષા કરતાં તેનો ઇતિહાસ સૌથી લાંબો છે. તે ઇ. સ. પૂર્વે 3200થી મધ્યકાલીન યુગો સુધી લખાતી હતી અને બોલાતી ભાષા તરીકે સૌથી વધુ સમય ટકી છે. પ્રાચીન ઇજિપ્તની ભાષાના મુખ્ય પાંચ તબક્કા છેઃ પ્રાચીન ઇજિપ્તીયન, મધ્યકાલીન ઇજિપ્તીયન (શાસ્ત્રીય ઇજિપ્તીયન), ઉત્તરકાલીન ઇજિપ્તીયન, જનભાષા અને કોપ્ટિક (ચર્ચમાં વપરાતી ભાષા). કોપ્ટિકનો ઉપયોગ શરૂ થયો તે અગાઉ ઇજિપ્તીયન લખાણોમાં બોલીઓ વચ્ચે ફરક જોવા મળતો નથી, પણ મેમ્ફિસ અને પાછળથી થીબ્સની આજુબાજુ પ્રાદેશિક બોલીઓમાં તે બોલાતી હોવાની સંભાવના છે.

પ્રાચીન ઇજિપ્તીયન એક સિન્થેટિક ભાષા (વાક્યરચના સહિત વિવિધ નિયમોવાળી) ભાષા હતા, પણ પાછળથી તે વધારે વિશ્લેષણાત્મક બની હતી. ઉત્તર ઇજિપ્તિયનોએ ઉપસર્ગીય ઉપપદ અને અનિશ્ચિત ઉપપદો વિકસાવ્યાં હતાં, જેણે જૂનાં વિભક્તિ પ્રત્યયોનું સ્થાન લીધું હતું. તેના પગલે વાક્યરચનાનો ક્રમ ક્રિયાપદ-કર્તા-કર્મ-શબ્દનો ક્રમમાંથી પરિવર્તન પામીને કર્તા-ક્રિયાપદ-કર્મનો બન્યો છે. ઇજિપ્તીયન ચિત્રલિપી, ધાર્મિક ચિહ્નો અને ડેમોટિક લિપિનું સ્થાન ક્રમશઃ વધુ ઉચ્ચારણીય કોપ્ટિક મૂળાક્ષરોએ લીધું છે. કોપ્ટિકનો આજે પણ ઉપયોગ ઇજિપ્તના રૂઢિચુસ્ત ચર્ચની જાહેર ઉપાસનામાં થાય છે અને તેના નિશાનો આધુનિક ઇજિપ્તીયન અરેબિક ભાષામાં જોવા મળે છે.

ઉચ્ચારણ અને વ્યાકરણ

અન્ય આફ્રો-એશિયાટિક ભાષાઓ જેવા જ 25 વ્યંજનો પ્રાચીન ઇજિપ્તીયન ભાષામાં છે. તેમાં ગળાને લગતાં અને ભારયુક્ત વ્યંજનો, અવાજ સાથેના અને અવાજ વિનાના પૂર્ણવિરામ કે અલ્પવિરામો, અવાજ વિનાના સંઘર્ષી વ્યંજનો અને અવાજ સાથેના અને અવાજ વિનાના અફ્રિકેટ્સ છે. તેમાં ત્રણ લાંબા અને ત્રણ ટૂંકા સ્વર છે, જે ઉત્તરકાલીન ઇજિપ્તનયમાં વધીને નવ થયા છે. ઇજિપ્તયનમાં મૂળભૂત શબ્દ સેમિટિક અને બર્બરની જેમ વ્યંજનો અને અર્ધવ્યંજનોના ત્રીઅર્થીય અથવા દ્વીઅર્થીય મૂળ ધરાવે છે. શબ્દોની રચના કરવા પ્રત્યયો ઉમેરવામાં આવે છે. ક્રિયાપદનું વિલયન વ્યક્તિના મેળમાં હોય છે. દાખલા તરીકે, સાંભળવું શબ્દના અર્થનિર્ધારણ શાસ્ત્રનું હાર્દ ત્રિવ્યંજનાત્મક બંધારણ S--M . તેનો મૂળભૂત મેળ sm=f તે સાંભળે છે તેવો છે. જો કર્તા નામ કે સંજ્ઞા હોય તો ઉપસર્ગ ક્રિયાપદમાં ઉમેરવામાં ન આવેઃ sḏm ḥmt 'મહિલા સાંભળે છે'.

ઇજિપ્તોલોજિસ્ટો જેને નિસ્બેશન પ્રક્રિયા કહે છે તે મારફતે નામ કે સંજ્ઞામાંથી વિશેષણો ઉતરી આવ્યાં છે, કારણ કે તે અરેબિક સાથે સમાનતા ધરાવે છે. તેમાં ક્રિયાદર્શક અને વિશેષણયુક્ત વિધાનોમાં શબ્દનો ક્રમ કર્તા-કર્મ છે અને નામ અને ક્રિયાવિશેષણ વિધાનોમાં શબ્દનો ક્રમ કર્મ-કર્તા રહે છે. જો વિધાન લાંબો હોય તો કર્મને શરૂઆતમાં મૂકી શકાય છે અને તે પછી સર્વનામ આવે છે. ક્રિયાપદો અને નામો n પ્રત્યય ઉમેરીને નકારાત્મકવાચક બનાવી શકાય છે. પણ ક્રિયાવિશેષણ અને વિશેષણયુક્ત વિધાનો માટે nn નો ઉપયોગ થાય છે. ભાર એક સ્વરવાળા શબ્દ પર મૂકાય છે, જે ઓપન (સીવી) કે બંધ (સીવીસી) હોઈ શકે છે.

લખાણ

પ્રાચીન ઇજિપ્ત 
રોસેટ્ટા સ્ટોનથી (ca 196 BC) એકથી વધુ ભાષા બોલતી વ્યક્તિ ચિત્ર સંકેતોનો ઉપયોગ કરીને લખવાની પદ્ધતિના રહસ્યો ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ શકી હતી.

ઇ. સ. પૂર્વે 3,200માં લખાણમાં હિયેરોગ્લિફિક લિપીનો ઉપયોગ થતો હતો. અને તેમાં 500 જેટલાં સંકેતો હતાં. હિયેરોગ્લફિક શબ્દ, ઉચ્ચારણ કે મૂક વિશેષકનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને આ જ સંકેત જુદાં જુદાં લખાણોમાં અલગ હેતુઓ પાર પાડવા ઉપયોગમાં લઈ શકાતા હતા. હિયેરોગ્લિફિક એક ઔપચારિક લિપી છે. તેનો ઉપયોગ પથ્થરના બનેલા સ્મારકો અને કબરોમાં થતો હતો. દૈનિક લખાણમાં લહિયાઓ હાથલખાણના સ્વરૂપનો ઉપયોગ કરતાં હતાં જેને હિયેરેટિક તરીકે ઓળખવામાં આવતું હતું, જે સરળ અને ઝડપી હતું. જ્યારે ઔપચારિક હિયેરોગ્લિફકને આડું કે ઊભું વાચી શકાતું હતું ત્યારે હિયેરેટિક હંમેશા જમણેથી ડાબી લખાતું સ્વરૂપ હતું અને તેમાં સામાન્ય રીતે સમાંતર લાઇનનો ઉપયોગ થતો હતો. તે પછી ડેમોટિક લિપી પ્રચલિત બની અને રેસેટ્ટા સ્ટોન પર ગ્રીક શબ્દોમાં લેખનનું આ સ્વરૂપ અંકિત છે.[સંદર્ભ આપો]

ઇ. સ. પહેલી સદીની આસપાસ ડેમોટિક ભાષાની સાથેસાથે કોપ્ટિક વર્ણાક્ષરોનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. કોપ્ટિક સુધારેલા ગ્રીફ વર્ણાક્ષરો છે જેમાં કેટલાંક ડેમોટિક સંકેતો ઉમેરવામાં આવ્યાં છે. ઇ. સ. ચોથી સદી સુધી ધાર્મિક સમારંભોમાં હિયેરોગ્લિફિકનો ઉપયોગ થતો હતો છતાં આ સદીના અંત સુધીમાં બહુ ઓછા પાદરીઓ તેને વાંચી શકતાં હતાં. પરંપરાગત ધાર્મિક સંસ્થાઓએ હિયેરોગ્લિફિકનો ઉપયોગ બંધ કરવાના કારણે તેને લખવાનું જ્ઞાન લગભગ ભૂલાઈ ગયું હતું. ઇજિપ્તમાં ઇસ્લામિક અને બાઇઝાન્ટાઇન કાળ દરમિયાન તેને ઉકેલવાનો પ્રયાસો થયા હતા, પણ અને થોમસ યંગ અને જીન ફ્રેન્કોસિસ ચેમ્પોલિયન દ્વારા વર્ષોના સંશોધન અને રોસેટ્ટા પથ્થરની શોધ પછી 1822માં હિયેરોગ્લિફિક સંપૂર્ણપણે વિસરાઈ ગઈ હતી.

સાહિત્ય

પ્રાચીન ઇજિપ્ત 
એડવિન સ્મિથ સર્જિકલ (ઇ.સ. ૧૬ સદી પૂર્વે)પેપિરસ માનવ શરીર રચના અને તબીબી સારવારનું વર્ણન કરે છે અને તે હિરાટિકમાં લખાયેલું છે.

લખાણો પહેલી વખત રાજકુટુંબના સભ્યોની કબરોમાં પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓ માટે કાપલીઓ અને લેબલ્સ પર જોવા મળ્યાં હતાં. તે મુખ્યત્વે લહિયાઓ કે લેખકોનો વ્યવસાય હતો, જેઓ પર આંખ સંસ્થા કે હાઉસ ઓફ લાઇફમાં કાર્ય કરતાં હતાં. હાઉસ ઓફ લાઇફમાં કાર્યાલયો, પુસ્તકાલયો (જે હાઉસ ઓફ બુક્સ કે કિતાબઘર તરીકે જાણીતું હતું), પ્રયોગશાળાઓ અને વેધશાળાઓ હતી. પ્રાચીન ઇજિપ્તયન સાહિત્યના પિરામિડ અને દફનપેટી પર લેખન જેવા શ્રેષ્ઠ લેખન શાસ્ત્રીય ઇજિપ્તયન ભાષામાં લખાયું હતું, જે ઇ. સ. પૂર્વે 1,300 સુધી લેખનની મુખ્ય ભાષા તરીકે ચાલુ રહી હતી. પશ્ચાત ઇજિપ્તયન નવા રાજવંશથી બોલાતી થઈ હતી અને તે પ્રાચીન ઇજિપ્તની 19મા અને 20મા રાજવંશના સમયગાળા દરમિયાનના વહીવટી દસ્તાવેજો, પ્રેમના કાવ્યો અને વાર્તાઓ, ડેમોટિક (સામાન્ય જનભાષા) અને કોપ્ટિક (કોપ્ટિક ચર્ચની ભાષા) ગ્રંથોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયગાળા દરમિયાન લેખનની પરંપરા હાર્ખુફ અને વેની જેવાની કબર આત્મકથામાં ફરે છે. સબેટ તરીકે ઓળખાતી શૈલી શિક્ષણનું આદાનપ્રદાન કરવા અને પ્રસિદ્ધ પદવીધારીઓમાંથી કે ઉમરાવ લોકોના આદેશ નું પ્રત્યાયન કરવા તેને વિકસાવવામાં આવી હતી. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ કુદરતી આપત્તિઓ સામાજિક અરાજકતા વર્ણવતી શોકની કવિતા ઇપુવર પેપિરસ છે.

મધ્યકાલીન ઇજિપ્તીયન કાળ દરિમયાન લખાયેલી ધ સ્ટોરી ઓફ સિનુહે ઇજિપ્તયીન સાહિત્યની શાસ્ત્રીય કૃતિ ગણાય છે. આ જ સમયે વેસ્ટકાર પેપીરસ લખાયી હતી, જે ખુફુને તેના પુત્રો દ્વારા કહેલી વાર્તાઓનો સંપૂટ છે. તેમાં ખુફુને તેના પુત્રો પુરોહિતોના અદભૂત કામગીરી વિશે જણાવે છે. નિકટપૂર્વના સાહિત્યની શ્રેષ્ઠ કૃતિ તરીકે ઇન્સ્ટ્રક્શન ઓફ એમીનીમોપની ગણના થાય છે. નવા શાસનકાળના અંત સુધીમાં સ્ટોરી ઓફ વેનામુન અને ઇન્સ્ટ્રક્શન ઓફ એની જેવી લોકપ્રિય કૃતિઓ લખવા અવારનવાર પ્રાદેશિક ભાષાનો ઉપયોગ થતો હતો. સ્ટોરી ઓફ વેનામુનમાં એક કુલન વ્યક્તિની વાત છે જેને લેબનોનમાંથી દેવદાર ખરીદવાના માર્ગ પર લૂંટી લેવામાં આવે છે અને ઇજિપ્ત પાછાં ફરવા તેના સંઘર્ષની દાસ્તાન રજૂ કરે છે. ઇ. સ. પૂર્વે 700થી ઇન્સ્ટ્રક્શન્સ ઓફ ઓનચ્શેશોન્જી જેવી લોકપ્રિય વર્ણનાત્મક વાર્તાઓ અને સૂચનાઓ તેમજ અંગત અને વેપારી દસ્તાવેજો ડેમોટિક લિપિમાં તૈયાર થતાં હતા. ગ્રીક-રોમન સમયગાળા દરમિયાન ડેમોટિકમાં અનેક વાર્તાઓ લખાઈ છે, જે અગાઉના ઐતિહાસિક યુગોમાં પ્રસ્થાપિત થઈ હતી અને ત્યારે ઇજિપ્ત એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું અને તેના પર રમેસિસ દ્વિતીય જેવા મહાન રાજાનું શાસન હતું.

સંસ્કૃતિ

દૈનિક જીવન

પ્રાચીન ઇજિપ્ત 
પ્રાચીન ઇજિપ્તના નીચલા વર્ગના વ્યવસાયીઓને દર્શાવતા બાવલા
પ્રાચીન ઇજિપ્ત 
પ્રાચીન ઇજિપ્તવાસીઓએ સંગીત અને નૃત્યની સાથે ઉજવણી અને તહેવારો સાથે તેમનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો હતો.

પ્રાચીન ઇજિપ્તના મોટા ભાગના લોકો ખેડૂતો હતા અને જમીન સાથે જોડાયેલા હતા. તેમના રહેઠાણો માટીની ઇંટોમાંથી બનાવવામાં આવતા હતા અને તેની ગોઠવણ એવી રહેતી કે દિવસની ગરમીમાં ઘરમાં ઠંડક રહે. દરેક ઘરમાં ખુલ્લા છાપરાં સાથે એક રસોડું હતું, જેમાં લોટ દળવા માટે ઘંટી અને બ્રેડ પકવવા ચૂલો હતો. દિવાલો સફેદ હતી અને તેના પર રંગીન શણના ચાકળા લટકાવવામાં આવતાં હતાં. ભોંય પર સાદડીઓ પાથરવામાં આવતી હતી જ્યારે લાકડાની બાજઠ, બેઠકો ભોય પર ગોઠવવામાં આવતી હતી. ફર્નિચર સ્વરૂપે જુદાં જુદાં ટેબલ હતા.

પ્રાચીન ઇજિપ્તમાં જાહેર સ્વચ્છતા અને વૈભવવિલાસનું અત્યંત મહત્વ હતું મોટા ભાગના લોકો નાઇલ નદીમાં સ્નાન કરતાં હતાં અને પ્રાણીની ચરબી અને ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવેલા સાબુનો ઉપયોગ કરતા હતા. પુરુષો સ્વચ્છતા જાળવવા સંપૂર્ણ શરીર પરથી વાળ ઉતારતાં હતા અને દુર્ગંધ દૂર કરવા માટે સુગંધી અત્તર લગાવતાં હતા. રાસાયણિક પ્રક્રિયાથી સફેદ કરેલી સાદા શણની ચાદરોમાંથી વસ્ત્રો બનાવવામાં આવતાં હતાં અને ઉચ્ચ વર્ગના પુરુષો અને મહિલાઓ વિગ (કૃત્રિમ વાળ), આભૂષણો ધારણા કરતાં હતાં અને સૌદર્યપ્રસાધનોનો ઉપયોગ કરતાં હતાં. બાળકો પરિપક્વ ન થાય ત્યાં સુધી એટલે કે 12 વર્ષ સુધી વસ્ત્રો ધારણ કરતાં નહોતા અને તે ઉંમરે પુરુષની સુન્નત કરવામાં આવતી હતી અને તેમના માથાનું મુંડન કરવામાં આવતું હતું. બાળકોના સારસંભાળની જવાબદારી માતાઓની રહેતી જ્યારે પરિવારને આજીવિકા પૂરી પાડવાની જવાબદારી પિતાની હતી.

ભોજનમાં મુખ્યત્વે રોટલી અને જવના શરાબનો ઉપયોગ થતો હતો. તેની સાથે ડુંગળી અને લસણ સાથે શાકભાજીનો ઉપયોગ થતો. અહીં મુખ્ય ફળ ખજૂર અને અંજીર હતા. તહેવારના દિવસોમાં વાઇન અને માંસની લિજ્જત માણવામાં આવતી હતી જ્યારે ઉચ્ચ વર્ગના લોકો લગભગ નિયમિતપણે તેનો ઉપભોગ કરતાં હતાં. માછલી, માંસ અને મરઘીને સગડી પર શેકવામાં કે સ્ટવ પર રાંધવામાં આવતું હતું. જે લોકો સુખી અને સમૃદ્ધ હોય તેમના માટે સંગીત અને નૃત્ય મનોરંજનના લોકપ્રિય સાધનો હતા. સંગીતના પ્રારંભિક સાધનોમાં વાંસળી તંતુવાદ્યનો સમાવેશ થાય છે અને ત્યાર બાદના સમયમાં તુરાઇ, શરણાઇ, પાવો જેવા સાધનો વિકાસાવાયા હતા અને તેઓ પ્રચલિત બન્યા હતા. નવી રાજાશાહીમાં ઇજિપ્તિયનો ઘંટ, કરતાલ, ખંજરી અને ઢોલના સંગીતના તાલ પર નૃત્ય કરતાં હતાં અને એશિયામાંથી વીણા અને યુ આકારની પશ્ચિમી વીણા વગાડવાની કળા શીખવામાં આવી હતી. સીસ્ટ્રમ એક સર્પ જેવા આકારનું સંગીતનું વાદ્ય હતું જેનો ઉપયોગ ખાસ કરીને ધાર્મિક સમારંભમાં થતો હતો.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ વિવિધ રમત અને સંગીત સહિત જુદી જુદી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરતાં હતાં. શરૂઆતના સમયમાં સેનેટ નામની એક રમત અત્યંત લોકપ્રિય હતી, જે એક બોર્ડ ગેમ હતી જેમાં અવ્યવસ્થિત રીતે પાસાં પગલાં લે છે. આ જ પ્રકારની અન્ય એક રમત મેહેન હતી, જે ફરતી બોર્ડ ગેમ હતી. બાળકોમાં જાદુગરી અને દડાની રમતો લોકપ્રિય હતી અને બેની હસન ખાતે એક સમાધિમાં રેસલિંગ (કુસ્તી) રમાતી હોવાનો પણ ઉલ્લેખ છે. પ્રાચીન ઇજિપ્તીયન સમાજના સમૃદ્ધ સભ્યો શિકાર અને નૌકાવિહારની પણ મજા માણતા હતા.

દેઇર અલ-મદિનાહ ગામમાં ઉત્ખન્ન દરમિયાન પ્રાચીન જગતમાં સામૂહિક જીવન સાથે સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત થયા છે જે લગભગ ચારસો વર્ષના સમયગાળાના જીવનની ઝલક રજૂ કરે છે. સંગઠન, સામાજિક સંવાદ, કાર્ય અને સામાજિક-આર્થિક જીવન સાથે જોડાયેલી પરિસ્થિતિઓનો વિસ્તૃત ચિતાર રજૂ કરતી એક પણ ઐતિહાસિક સ્થળ ઉપલબ્ધ નથી.

પ્રાચીન ઇજિપ્ત 
કાર્ણક મંદિરનો હાયપોસ્ટાઇલ સભાખંડ જાડા સ્તંભની હારમાળાથી બાંધવામાં આવ્યો છે અને તે છતની મોભને ટેકો આપે છે.

સ્થાપત્યકલા

પ્રાચીન ઇજિપ્ત 
ઇડફુ ખાતે સારી રીતે સચવાયેલું હોરસનું મંદિર ઇજિપ્તવાસીઓની સ્થાપત્યકળાનું એક અનોખું ઉદાહરણ છે.

પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિની વાત થાય ત્યારે લોકમાનસમાં સ્વાભાવિક રીતે ત્યાંની અજાયબીઓની કલ્પના આવે છે. અહીં કેટલાંક જગપ્રસિદ્ધ સ્થાપત્યનું નિર્માણ થયું હતું, જેમ કે ગિઝાના મહાન પિરામીડ અને થીબ્સના મંદિર. આ સ્થાપત્યોનું નિર્માણ આયોજિત અને સંગઠિત હતું, જે માટે સરકાર ભંડોળ પૂરું પાડતી હતી. તેનો હેતુ ખાસ કરીને ધાર્મિક હતો. ઉપરાંત તે ફેરોની સત્તા પ્રસ્થાપિત કરવાનું પણ એક પ્રતિક હતી. પ્રાચીન ઇજિપ્તમાં કુશળ બિલ્ડરો હતા, જેઓ સરળ પણ અસરકારક પદ્ધતિઓ અને મર્યાદિત સાધનસામગ્રીનો ઉપયોગ કરતાં હતા. આર્કિટેક્ટ્સ પથ્થરના મોટા માળખાનું નિર્માણ ચોકસાઈપૂર્વક કરતાં હતાં.

ધનિક અને સાધારણ ઇજિપ્તિયનોના ઘર માટીની ઇંટો અને લાકડા જેવી ટકાઉ સાધનસામગ્રીમાંથી બનાવવામાં આવતા હતા. ખેડૂતો સાદા ધરોમાં રહેતાં હતા જ્યારે ઉચ્ચ અને ધનિક લોકોનો મહેલો વધુ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવતાં હતા. નવા રાજવંશના કેટલાંક મહેલો માલકટા અને અમાર્નામાં જોવા મળે છે. તેની દિવાલો અને ભોંયતળિયા લોકો, પક્ષીઓ, પાણીની ધારા, દેવી-દેવતાઓ અને ભૌમિતિક ડીઝાઇન્સ સાથે સારી રીતે સુશોભિત છે. મંદિર અને કબર જેવા મહત્વપૂર્ણ સ્થાપત્યોનું નિર્માણ ઇંટોને બદલ પથ્થરોમાંથી થતું હતું. તેની પાછળનો આશય તેને લાંબા સમય સુધી ટકાવવાનો હતો. વિશ્વના સૌપ્રથમ પત્થરની જંગી ઇમારત 0}જોસેરની મોટ્યુરી સંકુલ (પથ્થરમાંથી બનાવવામાં આવેલ)માં વપરાયેલા સ્થાપત્ય ઘટકોમાં થાંભલા અને મોભનો સમાવેશ થાય છે.

પ્રાચીન ઇજિપ્તાના સચવાયેલા કેટલાક સૌથી જૂના મંદિરો, ગીઝા ખાતે છે તેવા, એક બંધ સભાખંડ ધરાવતા હતા છતના સ્લેબને ઉભા થાંભલાઓનો ટેકો આપવામાં આવેલો હતો. નવા શાસનમાં સ્થાપત્યકળામાં થાંભલા, ખુલ્લા મેદાન અને મંદિરની પવિત્ર જગ્યા સામે બહુસ્તંભીય બંધ હાયપોસ્ટાઇલ હોલ ઉમેરાયા હતા. આ શૈલી ગ્રીસ-રોમન સમયગાળા સુધી જળવાઈ રહી હતી. જૂના શાસનમાં સૌથી વધારે લોકપ્રિય સ્થાપત્ય મસ્તાબા હતું, જે ભૂગર્ભીય દફનસ્થાન પર પથ્થર કે માટીની ઇંટમાંથી બનાવવામાં આવેલું સીધા છાપરાનું ચોરસ માળખું હતું. જોસેરના સ્ટેપ પીરામિડમાં પથ્થરની શ્રેણીબદ્ધ કબરો હતી. પીરામિડોનું નિર્માણ જૂની અને મધ્યકાલીન રાજાશાહી દરમિયાન થયું હતું, પણ તે પછીના શાસકોએ બહુ ઓછા નજરે પડે તેવા પથ્થરોના સ્મારકો બનાવવા પર ધ્યાન આપ્યું હતું.

કળા

પ્રાચીન ઇજિપ્ત 
થુટમોસ નામના શિલ્પી દ્વારા તૈયાર કરાયેલું નેફરટિટિનું માથાથી ધડ સુધીનું બાવલુ પ્રાચીન ઇજિપ્ત કળાની સૌથી જાણીતી કળાકૃતિ છે.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ કાર્યકારી હેતુઓ પાર પાડવા કળાનું સર્જન કરતાં હતાં. 3,500 વર્ષ અગાઉ કળાકારોને જૂના રાજવંશ દરમિયાન વિકસાવવામાં આવેલા સંકેતો અને કળાત્મક સ્વરૂપોને વળગી રહેવું પડતું હતું. તેમને વિદેશી અસર ખાળવા અને આંતરિક પરિવર્તન અટકાવવા કડક સિદ્ધાંતો અપનાવવા પડતાં હતાં. સરળ રેખા, આકાર અને કોઇ પણ પ્રકારનું ઉંડાણ દર્શાવ્યા વગરની સપાટી આકૃતિઓ વગેરે જેવા કળાત્મક માપદંડો ગોઠવણની અંદર શિસ્ત અને સંતુલનની સમજણ વિકસાવી હતી. કબર અને મંદિરની દિવાલો, શબપેટીઓ, શિલા કે સ્તંભ અને પ્રતિમઓ પર જુદાં જુદાં સંકેતો અને વર્ણનો એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈ ગયા હતા, વણાઈ ગયા હતા. દાખલા તરીકે, નાર્મર પેલેટ હિયેરોગ્લિફ્સ તરીકે વાંચી પણ શકાય તેવા સંકેતો દર્શાવે છે. કડક કાયદાઓનો કારણે ઇજિપ્તયન કળામાં તેના રાજકીય અને ધાર્મિક લક્ષ્યાંકો સાથે ચોકસાઈ અને સ્પષ્ટતાના દર્શન થાય છે.

પ્રાચીન ઇજિપ્તીયન કારગીરો કે કસબીઓ પ્રતિમાઓ કંડારવા અને તેને આકર્ષક ઓપ આપવા પથ્થરનો ઉપયોગ કરતાં હતાં. રંગો ખનીજ તત્વોમાંથી મેળવવામાં આવતા હતા, જેમ કે આયર્ન ઓરે (લાલ અને પીળા માટી), કોપર ઓરે (લાલ અને લીલી), મેશ કે લાકડાનો કોલસો(કાળો) અને ચૂનો (સફેદ) રંગ મેળવવામાં આવતો હતો. રંગને ગુંદર સાથે બંધક તરીકે મિશ્ર કરવામાં આવતો હતો અને ચોસાલામાં દબાવવામાં આવતો હતો, જેને જ્યારે જરૂર પડે ત્યારે પાણી સાથે ભીનો કરી શકાતો હતો. રાજાઓએ યુદ્ધમાં જીત, રાજવી હુકમનામા ધાર્મિક પ્રસંગોની નોંધ કરવા કોતરણીનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોને અંત્યેષ્ટિને લગતી કળાના શબ્તી પ્રતિમાઓ અને મૃતપુસ્તકો જેવા નમૂના મેળવતા હતા, જે તેમને મૃત્યુ પછીના જીવનમાં સંરક્ષણ પૂરું પાડશે તેવું માનતા હતા મધ્યકાલીન શાસન દરમિયાન દૈનિક જીવનને લગતા વિવિધ પ્રસંગો દર્શાવતા લાકડા કે માટીના પૂતળા કબરમાં વધારે લોકપ્રિય બન્યાં હતાં. મૃત્યુ પછીના જીવનની કામગીરીઓની નકલ કરવાના પ્રયાસમાં આ મોડેલ્સ લેબોરેર્સ, ઘરો, નૌકાઓ દર્શાવે છે, જે પ્રાચીન ઇજિપ્તીયન સમયગાળાની મૃત્યુ પછીના જીવનની માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રાચીન ઇજિપ્તન કળામાં એકરૂપતા હોવા છતાં ખાસ સમય અને સ્થળોની શૈલીઓ કેટલીક વખત સાંસ્કૃતિક કે રાજકીય વલણમાં આવેલું પરિવર્તન પ્રતિબિંબિત કરે છે. બીજા મધ્યવર્તી કાળ દરમિયાન હિકસોસના આક્રમણ પછી અવારિસમાં મિનોઅન શૈલીના ભીંતચિત્રો જોવા મળે છે. કલાત્મક સ્વરૂપોમાં બદલાતી રાજકીય પરિસ્થિતિનું ઊડીને આંખે વળગે તેવું ઉદાહરણ અમાર્ના સમયગાળામાંથી મળે છે, જ્યાં આખેનાતેનના ક્રાંતિકારી ધાર્મિક વિચારો પ્રમાણે પ્રતિમાઓ બદલાય છે. આ શૈલી અમાર્ના કળા તરીકે જાણીતી છે, જે ઝડપી હતી અને અખેનાતેનના મૃત્યુ પછી તેને પરંપરાગત સ્વરૂપો દ્વારા દૂર કરી દેવાઈ હતી.

ધાર્મિક માન્યતાઓ

પ્રાચીન ઇજિપ્ત 
મૃતકનું પુસ્તક મૃત્યુબાદ મૃતકની મુસાફરીને માર્ગદર્શન આપતું પુસ્તક હતું.

પ્રાચીન ઇજિપ્તીયન સંસ્કૃતિમાં ધાર્મિક માન્યતાઓની ઊંડી અસર હતી. આ સંસ્કૃતિના પ્રારંભથી દૈવી પવિત્રતા અને મૃત્યુ પછીના જીવનમાં માન્યતાઓ દ્રઢ થઈ હતી. રાજાનું શાસન રાજાઓના દૈવી અધિકાર પર આધારિત હતું. ઇજિપ્તના મંદિરમાં અનેક ભગવાન જોવા મળતાં હતા જેમની પાસે દૈવી શક્તિઓ હતી અને મદદ કે સંરક્ષણ માટે તેમનું આહવાન કરવામાં આવતું હતું. જોકે જુદા જુદાં ઇશ્વરને હંમેશા હિતકારી માનવામાં આવતાં નહોતા અને ઇજિપ્તવાસીઓ માનતા હતા કે તેમને પ્રાર્થના અને આહુતિ આપીને શાંત કરી શકાય છે. આ મંદિરોનું માળખું સતત બદલાતું રહ્યું છે, કારણ કે વખતે વખતે નવા દેવતાંઓની પૂજા થતી હતી. પણ ધર્મગુરુઓ વિવિધ અને કેટલીકવાર વિરોધાભાસી દંતકથાઓને અને વાર્તાઓને તાર્કીક પ્રણાલીમાં મુકવાનો કોઇ પ્રયાસ કર્યો ન હતો. દેવત્વની આ વિવિધ પરિકલ્પનાઓને વિરોધાભાસ ગણવામાં આવતી નહોતી, પણ વાસ્તાવિકતાની વિશિષ્ટ બાજુઓમાં સ્તરો વધારે ગણવામાં આવતાં હતાં.

પ્રાચીન ઇજિપ્ત 
કા બાવળાએ કાને અનેકગણુ ભૌતિક સ્થાન પુરું પાડ્યું હતું.

રાજાઓ તરફથી કામ કરતાં ધર્મગુરુઓ દ્વારા સંચાલિત સાંપ્રદાયિક મંદિરોમાં ઇશ્વરની આરાધના થતી હતી. મંદિરના કેન્દ્રમાં સમાધિ કે પવિત્ર સ્થાનમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી હતી. આ મંદિરો જાહેર પ્રાર્થના કે સભા-ઉપાસના માટેના સ્થળો નહોતા. અહીં ધાર્મિક પર્વના દિવસો અને ઉત્સવો પર જાહેર પ્રાર્થના માટે ઇશ્વરની પ્રતિમા ધારણ કરેલી પવિત્ર સ્થાન ખુલ્લું મૂકાતું હતું. સામાન્ય રીતે ઇશ્વરનું નિવાસસ્થાન બહારની દુનિયાના લોકો માટે બંધ રહેતું હતું અને તેમાં માત્ર મંદિરના અધિકારો જ પ્રવેશી શકતાં હતાં. સામાન્ય નાગરિકો તેમના ઘરમાં ઇશ્વરની અંગત પ્રતિમાઓની પૂજા-આરાધના કરી શકતાં હતાં અને તાવીજ દુષ્ટ પરિબળો સામે રક્ષણ આપતા. નવા શાસન કાળ પછી આધ્યાત્મિક મધ્યસ્થી તરીકે રાજાની ભૂમિકાનું મહત્વ ઘટી ગયું હતું, કારણ કે ધાર્મિક રિવાજો ઇશ્વરની સીધી પ્રાર્થનામાં ફેરવાઈ ગયા હતા. તેના પરિણામે ધર્મગુરુઓએ ઓરેકલ (દૈવી સાક્ષાત્કાર)ની વ્યવસ્થા વિકસાવી હતી, જેનો ઉપયોગ કરી લોકો તેમની ઇચ્છા-આકાંક્ષા સીધી ઇશ્વરને જણાવી શકતાં હતાં.

ઇજિપ્તવાસીઓ માનતાં હતાં કે દરેક મનુષ્ય ભૌતિક અને આધ્યાત્મિક ભાગ અથવા રૂપ નો બનેલો હતો. માનવી શરીર ઉપરાંત šwt (પડછાયો), ba (વ્યક્તિત્વ કે આત્મા), ka (જીવન-બળ) અને એક નામ ધરાવે છે. મગજને બદલે હ્રદયને વિચારો અને લાગણીઓનું કેન્દ્ર માનવામાં આવતું હતું. મૃત્યુ પછી શરીરમાંથી આધ્યાત્મિક અંશ મુક્ત થઈ જાય છે અને તેની ઇચ્છા મુજબ ફરી શકે છે, પણ તેમને કાયમી ઘર તરીકે ભૌતિક અવશેષો (અથવા પૂરક, જેમ કે બાવલા)ની જરૂર રહે છે. મૃતકનો તાત્કાલિક હેતુ ka અને ba સાથે પુનઃજોડાણ સાધવાનો છે તથા પરમ સુખમય કે "ધન્ય મૃતક"માંના એક બનાવવાનો, અખ કે "અસરકારક" બનવાનો હતો. આવું થવા માટે સુનાવણીમાં મૃતકને લાયક બનવું પડતું હતું, જેમાં સત્યના પીંછા સામે હ્રદય નમી જતું હતું. જો મૃતક લાયક ગણવામાં આવે તો તે પૃથ્વી પર આધ્યાત્મિક સ્વરૂપમાં તેનું અસ્તિત્વ ચાલુ રાખી શકતો હતો.

પ્રાચીન ઇજિપ્ત 
તુટનખામુનના મમીમાંથી મળી આવેલા આ સોનાના મહોરાની જેમ રાજાની કબરોમાં પુષ્કળ પ્રમાણમાં ધન મુકવામાં આવતું હતું.

દફનવિધિ

પ્રાચીન ઇજિપ્તમાં મૃત્યુ પછીના જીવનની એક કલ્પના હતી. પ્રાચીન ઇજિપ્તવાસીઓ દફનવિધિને લગતી ઝીણવટપૂર્વક વિકસાવવામાં આવેલી પ્રથા પાળતા હતા જેનો તેઓ આત્માની અમરતા માટે જરૂરી માનતા હતા. આ પરંપરાઓ કે પ્રથાઓમાં મમીફિકેશન (મડદામાં મસાલા ભરીને મમી બનાવવું) દ્વારા મૃતકના શરીરને સાચવવું, દફનવિધિ યોજવી અને મૃતક સાથે જીવનજરૂરી અને ભોગવિલાસની ચીજવસ્તુઓ મૂકવાની બાબતો સામેલ હતી. કબરમાં મૃતક શરીર સાથે મૃત્યુ પછીના જીવનમાં ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. જૂનાં શાસન કાળ અગાઉ રણના ખાડામાં દફનાવવામાં આવતાં મૃતદેહો ડેસિકકેશન દ્વારા સચવાતા હતા. પ્રાચીન ઇજિપ્તના ગરીબ લોકો ધનિક વર્ગની જેમ વ્યવસ્થિત અને ઝીણવટથી દફનવિધિ કરી શકતાં નહોતા અને તેઓ મૃતકો સાથે જરૂરી ચીજવસ્તુઓ કબરમાં મૂકી શકતા નહોતા. તેમના માટે પ્રાચીન ઇજિપ્તના સંપૂર્ણ ઇતિહાસમાં સૂકી, રણ જેવી સ્થિતિ આશીર્વાદ સમાન બની રહી હતી. સમૃદ્ધ ઇજિપ્તવાસીઓએ તેમના મૃત શરીરને દફનાવવા પથ્થરની કબરો બનાવવાનું શરૂ કર્યુ હતું. તેના પરિણામે તેઓ કળાત્મક મમિફિકેશનનો ઉપયોગ કરતાં હતાં, જેમાં આંતરિક અંગો દૂર કરવાની, મૃત શરીરને શણના કાપડમાં વીંટાળવવાની અને તેને પથ્થરની ચોરસ શબપેટી કે લાકડાની દફનપેટીમાં દફનાવવામાં આવતું હતું. ચોથા રાજવંશની શરૂઆત થતાં મોટી કેનોપિક બરણીઓમાં શરીરના કેટલાંક ભાગ અલગ રીતે સાચવવામાં આવતાં હતા.

પ્રાચીન ઇજિપ્ત 
એનિબસ પ્રાચીન ઇજિપ્તવાસીઓના મમિફિકેશન અને દફનવિધિ સાથે સંકળાયેલા દેવતા હતા. અહીં તેઓ મમિની સંભાળ રાખતા.

નવા શાસન કાળ સુધીમાં પ્રાચીન ઇજિપ્તવાસીઓ મમિફિકેશન (મડદામાં મસાલો ભરી તેની મમી બનાવવું)ની કળામાં પારંગત થઈ ગયા હતા. તેની શ્રેષ્ઠ પદ્ધતિ 70 દિવસ લે છે, જેમાં આંતરિક ઇન્દ્રિયો, નાક વાટે મગજ દૂર કરવું અને નેટ્રોન તરીકે ઓળખતા મીઠાના મસાલામાં શરીરને સૂકવવાની કળા સામેલ હતી. તે પછી મૃત શરીરને મંતરેલા તાવીજ સાથે શણના કપડામાં વીંટાળી દેવામાં આવતું હતું અને ત્યારબાદ સુશોભિત કફનપેટીમાં રાખી દેવામાં આવતું. ટોલેમેઇક અને રોમન યુગ દરમિયાન મૃતકના શરીરને સાચવવાની પ્રથા નબળી પડી ગઈ અને મમીના બહરાના દેખાવ પર ભાર મૂકવામાં આવ્યો.

ધનિક ઇજિપ્તવાસીઓને ભોગવિલાસની વિવિધ ચીજવસ્તુઓ સાથે દફનાવવામાં આવતાં હતા, પણ સમાજના તમામ તબક્કાના લોકોની દફનવિધિમાં મૃતક માટે જરૂરી સામગ્રી મૂકતાં હતાં. નવા કાળની શરૂઆતમાં કબરમાં શબ્તી (દફનવિધિને લગતાં પૂતળાં)ની સાથે મૃત્યુ પછીના જીવનને ઉપયોગી પુસ્તકો અર્થાત્ મૃતના પુસ્તકો મૂકવામાં આવતાં હતા શબ્તી પૂતળાં જીવન પછીના જીવનમાં મૃતક આત્મા માટે શારીરિક શ્રમને લગતાં કામ કરે છે તેવું માનવામાં આવતું હતું. દફનવિધિ પછી મૃતકના જીવિત સગાસંબંધીઓ અવારનવાર કબર પર ભોજન લાવે અને મૃતક વતી પ્રાર્થના કરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

લશ્કર

પ્રાચીન ઇજિપ્ત 
ઇજિપ્તીયન રથ

વિદેશી આક્રમણ સામે ઇજિપ્તનું સંરક્ષણ કરવા અને પ્રાચીન સમયમાં પૂર્વ ભૂમધ્યસમુદ્ર નજીક વિસ્તારોમાં ઇજિપ્તના પ્રભુત્વ માટે પ્રાચીન ઇજિપ્તીયન લશ્કર જવાબદાર હતું. જૂના શાસન કાળ દરમિયાન સિનાઈ ઉચ્ચપ્રદેશના સૌથી ઊંચા શિખર સિનાઈમાં ખાણ ઉદ્યોગના અભિયાનનું સંરક્ષણ કરવાની જવાબદારી લશ્કરની હતી. સૈન્યએ પહેલા અને બીજા વચગાળાના સમયગાળા દરમિયાન આંતરિક યુદ્ધોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. લશ્કર નુબિયા તરફના માર્ગ પર બુહેન શહેરના માર્ગ જેવા મહત્વપૂર્ણ વેપારી માર્ગોની પડખે કિલ્લેબંધીની જાળવણી કરવાની જવાબદારી પણ લશ્કરની હતી. લશ્કરી થાણાઓ તરીકે ઉપયોગમાં આવે તેવા કિલ્લાઓનું નિર્માણ થતું, જેનો લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ)ના અભિયાન માટે બેઝ તરીકે ઉપયોગ થતો હતો. નવી રાજાશાહીમાં એક પછી એક ફેરોએ કુશ અને લેવન્ટના વિવિધ ભાગો જીતવા ઇજિપ્તીયન સૈન્યનો ઉપયોગ કર્યો હતો.

ધનુષ્ય અને તીર, ભાલાં અને ઢાલ જેવા વિશિષ્ટ લશ્કરી શસ્ત્રો લાકડીની ફ્રેમ પર પ્રાણીઓની ચામડી ખેંચીને બનાવવામાં આવતાં હતાં. નવી રાજાશાહીમાં સૈન્યએ રથોનો ઉપયોગ શરૂ કર્યો હતો જેને અગાઉ હાયકસોસ આક્રમણકર્તાઓએ દાખલ કર્યા હતા. કાંસાનો સ્વીકાર કર્યા પછી શસ્ત્રો અને બખતરની ગુણવત્તામાં સુધારો ચાલુ રહ્યો હતો. તે પછી ઢાલ કાંસના બકલ સાથે લાકડામાંથી બનતાં હતા, કાંસના પોઇન્ટ સાથે અણીદાર ભાલા બનાવવામાં આવતાં હતાં અને એસિયાટિક સૈનિકો પાસેથી ખોપેશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કળા અને સાહિત્યમાં રાજાને લશ્કરનું નેતૃત્વ કરતાં દર્શાવવામાં આવતા હતા અને સીકેનેન્રે તાઓ બીજો અને તેમના પુત્રો કેટલાક રાજાઓએ આમ કરીને તેના પુરાવા આપ્યા છે. જનતામાંથી સૈનિકોની ભરતી થતી હતી, પણ નવી રાજશાહી દરમિયાન અને ખાસ કરીને તે પછી ઇજિપ્ત માટે લડવા નુબિયા, કુશ અને લિબિયામાંથી ભાડૂતી સૈનિકોની ભરતી કરવામાં આવતી હતી.

તકનીક, દવા અને ગણિતશાસ્ત્ર

તકનીક

તકનીક, દવા અને ગણિતમાં પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ઉત્પાદકતા અને કુશળતામાં ઊંચા માપદંડો પ્રસ્થાપિત કર્યાં હતા. પરંપરાગત એમ્પિરિસિઝમ એડવિન સ્મિથ અને એબર્સ પેપીરી (ઇ. સ. પૂર્વ 1600) દ્વારા પ્રાપ્ત પુરાવા પ્રમાણે, પરંપરાગત જ્ઞાનનો સૌપ્રથમ શ્રેય ઇજિપ્તને જાય છે તથા વૈજ્ઞાનિક પદ્ધતિના મૂળિયા પણ પ્રાચીન ઇજિપ્તવાસીઓ સુધી ખેંચી જાય છે.[સંદર્ભ આપો] ઇજિપ્તવાસીઓએ તેમના પોતાના વર્ણાક્ષરો અને દશાંશ પદ્ધતિની રચના કરી હતી.

પ્રાચીન ઇજિપ્ત 
ગ્લાસ ઉત્પાદન એક સુવિકસિત કળા હતી.

સુશોભિત વાસણો અને કાચ

જૂની રાજશાહી પહેલાં પણ પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ફાઇયાંસ તરીકે ઓળખાતા કાચના સુશોભિત વાસણો વિકસાવ્યા હતા, જેને તેઓ કળાત્મક અર્ધકિંમતી પથ્થર તરીકે લેતાં હતાં. ફાઇયાંસ સિલિકા, થોડો ચૂનો અને સોડા અને તાબામાંથી બનેલા સીરામિક છે. આ ચીજવસ્તુનો ઉપયોગ મણકા, ટાઇલ્સ, પૂતળાં અને નાનાં માટીના વાસણો બનાવવા માટે થતો હતો. ફાઇયાંસની રચના માટે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકતો હતો, પણ માટી પર ચીજવસ્તુઓનો ભૂકો ગળી લુબ્દિ સ્વરૂપે લગાવવામાં આવતી હતી. ત્યારબાદ તેને તપાવવામાં આવતું હતું. આવી જ એક અન્ય સંબંધિત પદ્ધતિ દ્વારા પ્રાચીન ઇજિપ્તવાસીઓ ઇજિપ્તયન બ્લુ તરીકે જાણતું રંગદ્રવ્ય બનાવતાં હતાં. ઇજિપ્તયન બ્લુને બ્લુ ફ્રિટ પમ કહેવાતું હતું, જેને સિલાકા, કોપર, ચૂનો અને નેટ્રોન જેવા આલ્કલીને ગરમ કરીને અથવા ઓગાળીને બનાવવામાં આવે છે. આ ઉત્પાદનનો ઉપયોગ રંગદ્રવ્ય તરીકે થતો હતો.

પ્રાચીન ઇજિપ્તવાસીઓ ઉત્તમ કુશળતા સાથે કાચમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું સર્જન કરી શકતાં હતાં, પણ તેમણે આ પદ્ધતિ કે પ્રક્રિયા સ્વતંત્રપણે વિકસાવી હતી કે નહીં તે બાબત સ્પષ્ટ નથી. ઉપરાંત તેઓ પોતે કાચના ગ્લાસ બનાવતાં હતા કે અગાઉથી તૈયાર કરેલા ધાતુની પાટોની આયાત કરતાં હતાં અને પછી તેને ઓગાળીને જોઈએ તેવા આકારમાં ઢાળતાં હતાં તે વાત પણ સ્પષ્ટ નથી. જોકે ચીજવસ્તુઓ બનાવવામાં તેઓ નિપુણ હતા અને ફિનિશ્ડ ગ્લાસના રંગનું નિયંત્રણ રાખવામાં ટ્રેસ એલિમેન્ટ ઉમેરતાં હતા. પીળો, લાલ, લીલો, જાંબલી અને સફેદ જેવા અનેક રંગનું ઉત્પાદન થતું હતું અને કાચ કાં તો પારદર્શક અથવા અપારદર્શક બનાવવામાં આવતાં હતાં.

દવાઓ

પ્રાચીન ઇજિપ્ત 
કોમ ઓમ્બો મંદિર પર કોતરવામાં આવેલા સંદેશા ટોલેમેઇક કાળના પ્રાચીન ઇજિપ્તીયન તબીબી સાધનોનું નિરૂપણ કરતા હતા.

પ્રાચીન ઇજિપ્તવાસીઓની રોગનું મુખ્ય કારણ વાતાવરણ હતું. નાઇલની નજીક જીવન અને કાર્યનો વિકાસ થયો હોવાથી મેલેરિયા અને શિસ્ટોસોમિઆસિસ જેવા રોગ થતાં હતા. તેના કારણે લોકોના યકૃતિ અને અન્નનળીને નુકસાન થતું હતું. મગરો અને હિપ્પો જેવા ખતરનાક જંગલી જીવોનું જોખમ પણ રહેતું હતું. સતત ખેતીવાડી અને બાંધકામમાં રચ્યાપચ્યા રહેવાના કારણે કરોડ અને સાંધાઓ પર ભાર રહેતો હતો. ઉપરાંત બાંધકામ અને યુદ્ધને લગતી પરિસ્થિતિમાં ગંભીર અને માનસિક ઇજાઓ થતી હતી. પથ્થરની ઘંટીમાં દળાયેલા લોટમાં કાંકરી અને રેતી હોવાથી દાંતને નુકસાન થતું હતું. અને પરુ થઈ જવાની સંભાવના હતી. (જો કે દાંતમાં સડો ભાગ્યેજ થતો હતો)

ધનિક લોકોના ભોજનમાં ખાંડનું પ્રમાણ વધારે રહેતું હતું, જેના પગલે દાંતના પેઢાને લગતાં રોગને પ્રોત્સાહન મળતું હતું. કબરની દિવાલો પર શરીરના બાંધા અને વિકાસની પ્રશંસા કરી હોવા છતાં ઉચ્ચ વર્ગના લોકોની મમીઓ અનહદ ભોગવિલાસની જીવન પર થયેલી અસરો દર્શાવે છે. સરેરાશ પુખ્ત આયુષ્ય પુરુષો માટે 35 અને મહિલાઓ માટે 30 વર્ષ જેટલું હતું, પણ 33 ટકા વસતી બાળપણમાં જ મૃત્યુ પામતી હોવાથી પરિપક્વ અવસ્થા સુધી પહોંચવું મુશ્કેલ હતું.

પ્રાચીન ઇજિપ્તવાસી દાક્તરો તેમની ઉપચાર કરવાની કુશળતા માટે પ્રાચીન નિકટપૂર્વમાં પ્રસિદ્ધ હતા. ઇમ્હોતેપ જેવા વૈદ્ય તો તેમના મૃત્યુ પછી લાંબા સમય સુધી પ્રસિદ્ધ હતાં.હેરોડોટસે નોંધ્યું છે કે ઇજિપ્તયન વૈદ્યમાં વિશિષ્ટતાનું પ્રમાણ વધારે છે. કેટલાંક વૈદ્ય માત્ર માથા કે પેટને લગતાં રોગોની સારવાર કરે છે જ્યારે અન્ય વૈદ્ય આંખોનો તો કેટલાંક દાંતો સાથે સંબંધિત રોગ મટાડે છે. દાક્તરોને તાલીમ પર અખ કે "હાઉસ ઓફ લાઇફ" સંસ્થામાં યોજવામાં આવતી હતી, જે નવા રાજવંશ દરમિયાન પર-બેસ્તેતમાં સૌથી જાણતું હેડક્વાર્ટર હતું. પશ્ચાતવર્તી સમયગાળામાં આ તાલીમ અબીડોસ અને સેઇસમાં યોજાતી હતી. મેડિકલ પેપરી શરીરશાસ્ત્ર, ઇજાઓ અને વ્યાવહારિક ઉપચારોનું પરંપરાગત અનુભવ આધારિત જ્ઞાન દર્શાવે છે.

જખમો ભરવા તેના પર મધ સાથે કાચું માંસ, સફદે શણ, સુતર, જાળીદાર કપડું, રૂ અને લોહીશોષી લેતાં કપડાને ભીંજવીને પાટાપીંડી કરવામાં આવતી, જેથી ચેપ ન લાગે. અફીણનો ઉપયોગ પીડામાંથી મુક્તિ મેળવવા થતો હતો. સારું આરોગ્ય જાળવવા દરરોજ ડુંગળી અને લસણનો ઉપયોગ થતો હતો અને તેના સેવનથી અસ્થમામાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવતું હતું. પ્રાચીન ઇજિપ્તવાસી સર્જનો જખમ પર ટાંકાં લેતાં હતા, તૂટી ગયેલા હાડકાં સાંધી કે જોડી દેતાં હતા અને રોગગ્રસ્ત અવયવનો કાપી નાંખતા હતા, પણ તેઓ કેટલીક ઇજાઓને ગંભીર અને જીવલેણ ગણતા હતા અને દર્દીનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેને પીડામાંથી રાહત મળે તેવી જ સારવાર કરી શકતાં હતા.

નૌકાશાસ્ત્ર

ઇ. સ. પૂર્વે 3000માં પ્રારંભિક ઇજિપ્તવાસીઓ લાકડાનાં સુંવાળા પાટિયામાં કેવી રીતે નૌકા બનાવવી તેની જાણકારી હતી. આર્કેલિઓજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના અહેવાલો જણાવે છે કે જૂનામાં જૂની નૌકાઓ હજુ સુધી દટાયેલી છે અને તેને બહાર કાઢવાની બાકી છે. અબીડોસમાં 14 સંશોધકોના જૂથે લાકડાના સુંવાળા પાટિયા બનાવ્યાં હતા, જે એકીસાથે તણાઈ ગયા હતા. ન્યૂયોર્ક યુનિવર્સિટીના ઇજિપ્તોલોજીસ્ટ ડેવિડ ઓ કોનોર દ્વારા સંશોધિત વણેલા પાટા શોધાયા છે, જેનો ઉપયોગ લાકડાના સુવાળાંના પાટિયાને એકીસાથે બાંધવા માટે થતો હતો તથા સાંધા જોડાયેલા રહે તે માટે લાકડાના સુંવાળા પાટિયા વચ્ચે સરાડો કે ઘાસ જેવી નકામી વસ્તુઓ બેસાડવામાં આવતી હતી. આ બધી નૌકા રાજા ખાસેખેમ્વીની કબર નજીક એકસાથે ડૂબી ગઈ હતી. તેના પગલે એવું માનવામાં આવતું હતું કે આ નૌકા રાજા ખાસેખેમ્વીની હશે, પણ 14 નૌકામાંથી એક ઇ. સ. પૂર્વે 3000ની છે અને આ નૌકા સાથે ડૂબી ગયેલા બરણીઓ પણ આગળનો સમયગાળો સૂચવે છે. ઇ. સ. પૂર્વે 3000ની આ નૌકા 75 ફૂટ લાંબી હતી અને તે આગળના ફેરોહની હશે તેવું માનવામાં આવે છે. પ્રોફેસર ઓ કોનોરના જણાવ્યા મુજબ, 5,000 વર્ષ જૂની નૌકા પણ કદાચ રાજા આહાની હશે.

પ્રારંભિક ઇજિપ્તવાસીઓ લાકડાંના પાટિયા એકસાથે બાંધવા લાકડાંના પેચ કે સ્ક્રૂ સાથે તેને કેવી જોડવા તેની જાણકારી પણ ધરાવતાં હતાં. લાકડાને પાણી સામે સુરક્ષિત બનાવવા તેઓ ડામરનો ઉપયોગ કરતા. ખુફુ નૌકાની લંબાઈ 43.6 મીટર હતી. તે ગિઝાના મહાન પિરામીડના તળિયે ગિઝાના પિરામીડ સંકુલમાં એક ખાડાની અંદર સુરક્ષિત છે. આ નૌકા ઇ. સ. પૂર્વે 2500ની આસપાસ ચોથા રાજવંશની હોવાનું મનાય છે. તે પૂર્ણ કક્ષાનું અત્યારે પણ સચાવેયલું સુરક્ષિત ઉદાહરણ છે, જે કદાચ સૂર્ય દેવતાનું પ્રતિકાત્મક કાર્ય પૂર્ણ કરતી હશે. પ્રારંભિક ઇજિપ્તવાસીઓ વેહ અને સાલ સાથે આ નૌકાના લાકડાના પાટિયા કેવી રીતે બાંધવા તેની પણ જાણકારી ધરાવતાં હતાં. પ્રાચીન ઇજિપ્તવાસીઓ નાઇલમાં સરળતાથી અવરજવર કરવા મોટી નૌકાઓનું નિર્માણ કરવાની કળાથી વાકેફ હોવા છતાં તેઓ સારા ખલાસીઓ તરીકે જાણતી નહોતા અને ભૂમધ્ય સમુદ્ર કે રાતા સમુદ્રમાં વ્યાપક દરિયાઈ મુસાફરી કરતાં નહોતા.

ગણિતશાસ્ત્ર

ગણિતશાસ્ત્રને લગતી ગણતરીઓનું સૌથી જૂનાં પ્રમાણિત ઉદાહરણો રાજશાહી પહેલાંના નકાદા કાળમાં જોવા મળે છે. તેમાં સંપૂર્ણપણે વિકસીત આંકડા પદ્ધતિ જોવા મળે છે. એક શિક્ષિત ઇજિપ્તીયન માટે ગણિતનું કેટલું મહત્વ હતું તે નવી રાજશાહીનો કથિત પત્ર સૂચવે છે, જેમાં લખનાર પોતાની અને અન્ય લેખક વચ્ચે જમીન, મજૂરી અને અનાજના હિસાબ જેવા દૈનિક ગણતરીના કાર્યો સંબંધે સ્પર્ધા યોજવાની દરખાસ્ત મૂકે છે. રહાઇન્ડ મેથેમેટિકલ પેપીરસ અને મોસ્કો મેથેમેટિકલ પેપીરસ જેવા વર્ણનો દર્શાવે છે કે પ્રાચીન કાળમાં ઇજિપ્તિયનો ચાર મૂળભૂત ગાણિતિક ક્રિયા કરી શકતા હતા-સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગકાર. તેઓ અપૂર્ણાંકનો ઉપયોગ કરતાં હતાં, બોક્સ અને પીરામિડના કદની ગણતરી કરતાં હતા અને સમચોરસ, ત્રિકોણ, વર્તુળના ક્ષેત્રફળની ગણતરી કરતાં હતા. એટલું જ નહીં તેઓ પૃથ્વીના ક્ષેત્રફળની ગણતરી કરવાની કળાથી પણ પરિચિત હતા.[સંદર્ભ આપો] તેઓ બીજગણિત અને ભૂમિતીની મૂળભૂત વિભાવનાને સમજતાં હતા અને શ્રેણીબદ્ધ સમીકરણોના સાદા અને સરળ સમૂહનો ઉકેલી શકતાં હતાં.

D22
23
Egyptian hieroglyphs

ગાણિતિક લેખનપદ્ધતિ દશાંશમાં હતી. તેનો આધાર હાઇરોગ્લિફિક (ચિત્રાત્મક) સંકેતો હતા. દસથી લઈને 100, 1000, 10,000 એમ 10,00,000 સુધી જુદી જુદી સંજ્ઞા હતી. માથાની ઉપર હાથ ફેલાવીને ઊભેલો માણસ એટલે દસ લાખ. ઇચ્છિત આંકડો લખવા માટે આ દરેક સંજ્ઞા જરૂરી હોય ત્યાં સુધી ઉમેરવી પડતી હતી. એટલે કે આઠ કે 800 લખવા, દસ કે 100 માટેની સંજ્ઞા આઠ વખત લખવી પડતી હતી તેમની ગાણિતીક પદ્ધતિઓમાં એકથી મોટી સંખ્યા સાથે મોટા ભાગના અપૂર્ણાંક દર્શાવી શકતાં ન હોવાતી પ્રાચીન ઇજિપ્તીયન અપૂર્ણાંકો એકથી નાના કેટલાંક અપૂર્ણાંકોના સરવાળા સ્વરૂપે લખાતા હતાં. દાખલા તરીકે, બે પંચમાંશ અપૂર્ણાંકને એક તૃતિયાંશ અને એક પંચમાંશના સરવાળામાં લખવામાં આવતો હતો. આ પદ્ધતિ સરળ બનાવવા મૂલ્યોના વિવિધ પ્રમાણભૂત ટેબલનો ઉપયોગ થતો હતો. જોકે કેટલાંક સામાન્ય અપૂર્ણાંકો વિશિષ્ટ ચિત્રાત્મક સંકેત દ્વારા લખાતા હતાં, આધુનિક બે તૃતિયાંશને સમાનાર્થ જમણી બાજુ પર દર્શાવવામાં આવે છે.

પ્રાચીન ઇજિપ્તીયન ગણિતશાસ્ત્રોની પાયથાગોરેન પ્રમેયના આધાર પર મજબૂત પકડ હતી. દાખલા તરીકે, એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 3-4-5 હતો ત્યારે કાટખૂણો બરોબર કર્ણ સામે હતો. તેઓ વર્તુળના વ્યાસમાંથી એક નવમાંશ ભાગ બાદ કરીને તેનો વર્ગ કરીને વર્તુળનું ક્ષેત્રફળનો અંદાજ મેળવી શકતા હતાઃ

    Area ≈ [(89)D ]2 = (25681)r  2 ≈ 3.16r  2,

જે π r  2.ઇમહૌસેન et al. (2007) પાનું 31ના સમીકરણની વધુ નજીક છે.

આ સુવર્ણ ગુણોત્તર પીરામિડ સહિત ઇજિપ્તના અનેક બાંધકામમાં જોવા મળે છે, પણ તેનો ઉપયોગ સપ્રમાણતા અને સુમેળ સાધવાની આંતરિક સૂઝ સાથે ગાંઠયુક્ત દોરડાના ઉપયોગના જોડાણની પ્રાચીન ઇજિપ્તીયન અભ્યાસ કે ટેવનું પરોક્ષ પરિણામ પણ હોઈ શકે છે.

વારસો

પ્રાચીન ઇજિપ્ત 
ડો. ઝાહી હવાસ સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વીટીઝના વર્તમાન સેક્રેટરી જનરલ છે.

પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિ અને સ્મારકોએ દુનિયા પર કાયમી અસર છોડી છે દાખલા તરીકે દેવી આઇસિસની પ્રતિમા રોમન સામ્રાજ્યમાં લોકપ્રિય બની હતી અને સ્મારક સ્તંભો અને અન્ય અવશેષો રોમન મોકલવામાં આવ્યાં હતાં. રોમનો ઇજિપ્તીયન શૈલીના સ્મારકો ઊભા કરવા ઇજિપ્તમાંથી બિલ્ડિંગ મટિરિયલની આયાત પણ કરતાં હતાં. હેરોડોટસ, સ્ટ્રેબો અને દિઓદોરસ સિકુલસ જેવા પ્રારંભિક ઇતિહાસકારો રહસ્યમય સ્થળ તરીકે જોવાતી ઇજિપ્તની ધરતીનો અભ્યાસ કર્યો હતો અને તેના પર લખ્યું હતું. મધ્યકાલીન કાળ અને પુનર્જાગરણ યુગો દરમિયાન ખ્રિસ્તી ધર્મ અને પાછળથી ઇસ્લામ ધર્મના ઉદય પછી ઇજિપ્તની મૂર્તિપૂજક સંસ્કૃતિનું પતન થયું હતું, પણ ધુલ-નુન અલ-મિસરી અને અલ-મક્રિઝી જેવા મધ્યયુગના નિષ્ણાતોના લખાણોમાં ઇજિપ્તના અવશેષોમાં રસ જોવા મળે છે.

17મી અને 18મી સદીમાં યુરોપના મુસાફરો અને પ્રવાસીઓએ ઇજિપ્તના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કર્યો હતો અને તેમના પ્રવાસ વિશે વાતો લખી હતી. તેના પગલે યુરોપમાં ઇજિપ્તોમેનિયા છવાઈ ગયો હતો. તેના કારણે ઇજિપ્તમાં કલેકટર્સનું આગમન થયું, જેઓ અનેક મહત્વપૂર્ણ ઐતિહાસિક અવશેષો તેમની સાથે લઈ ગયા અને ઊંચી કિંમતે તેનું વેચાણ કર્યું. યુરોપના વસાહતી શાસને સંસ્થાનવાદે ઇજિપ્તના મહત્વૂપૂર્ણ ઐતિહાસિક વારસાનો નાશ કર્યો હોવા છતાં કેટલાંક વિદેશીઓ વધારે હકારાત્મક પરિણામો ધરાવે છે. દાખલા તરીકે નેપોલીયને સૌપ્રથમ ઇજિપ્તોલોજીના અભ્યાસની વ્યવસ્થા કરી હતી. તે ઇજિપ્તના કુદરતી ઇતિહાસનો અભ્યાસ કરવા અને દસ્તાવેજો તૈયાર કરવા 150 વિજ્ઞાનીઓ અને કળાકારોનો પોતાની સાથે લઈ ગયો હતો, જે Description de l'Ėgypte માં પ્રકાશિત થયો હતો. 19મી સદીમાં ઇજિપ્તની સરકાર અને પુરાતત્વવિદોએ સાંસ્કૃતિક મહત્વનો સ્વીકાર કર્યો અને ઉત્ખનનમાં સંકલન કર્યું. અત્યારે સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વિટીસ તમામ ઉત્ખન્નોને મંજૂરી આપે છે અને તેના પર દેખરેખ રાખે છે, જેનો હેતુ વધુ સંશોધન કરવાનો અને માહિતી મેળવવાનો છે, નહીં કે ખજાનો શોધવાનો. આ કાઉન્સિલ મ્યુઝિયમ્સ પર પણ દેખરેખ રાખે છે. તેણે ઇજિપ્તના વારસાનું સંરક્ષણ કરવા સ્મારક પુનઃનિર્માણ કાર્યક્રમો તૈયાર કર્યા છે.

નોંધ

Tags:

પ્રાચીન ઇજિપ્ત ઇતિહાસપ્રાચીન ઇજિપ્ત સરકાર અને અર્થતંત્રપ્રાચીન ઇજિપ્ત ભાષાપ્રાચીન ઇજિપ્ત સંસ્કૃતિપ્રાચીન ઇજિપ્ત તકનીક, દવા અને ગણિતશાસ્ત્રપ્રાચીન ઇજિપ્ત વારસોપ્રાચીન ઇજિપ્ત નોંધપ્રાચીન ઇજિપ્ત સંદર્ભોપ્રાચીન ઇજિપ્ત બીજા વાંચનોપ્રાચીન ઇજિપ્ત બાહ્ય લિન્ક્સપ્રાચીન ઇજિપ્તઇજિપ્તઇતિહાસરાજ્યસંસ્કૃતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય ચૂંટણી પંચવૃશ્ચિક રાશીસંસ્કારભરવાડઅમરેલી જિલ્લોક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરામરબારીફ્રાન્સપ્રમુખ સ્વામી મહારાજગુજરાતી સામયિકોવાયુનું પ્રદૂષણતમિલનાડુકુંવારપાઠુંનક્ષત્રમંડીગિરનારસાઉદી અરેબિયાકુપોષણદેવાયત પંડિતકબડ્ડીભારતના વડાપ્રધાનમિઆ ખલીફાજામનગરનવોદય વિદ્યાલયઆસારામ બાપુપાટણ જિલ્લોબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાદયારામશિવાજીસંત દેવીદાસજીસ્વાનવીર્યજગદીશ ઠાકોરચંદ્રગુપ્ત મૌર્યકેન્સરભારતીય જનતા પાર્ટીલેઉવા પટેલભવાઇશ્રીનાથજી મંદિરમંત્રધ્યાનખંડકાવ્યકલાકાકાસાહેબ કાલેલકરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)પ્રાથમિક શાળાદિવાળીબેન ભીલનારાયણ સરોવર (તા. લખપત)અનાસક્તિ યોગખીજડોગોલવી (તા. દિયોદર)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીવડગામ તાલુકોગુજરાતી લોકોચીનરસીકરણમહાત્મા ગાંધીનું કુટુંબવલ્લભભાઈ પટેલસિંધુ ખીણની સંસ્કૃતિબાજરીભારતનો રાષ્ટ્રધ્વજકેદારનાથબાલાશંકર કંથારીયાપન્નાલાલ પટેલદશાવતારમાતાનો મઢ (તા. લખપત)ગૌતમ અદાણીચુલનો મેળોક્ષત્રિયનવરોઝઅસહયોગ આંદોલનશીખપ્રેરિત ગર્ભપાતઅશ્વગંધા (વનસ્પતિ)અદ્વૈત વેદાંત🡆 More