નિરોધ: કુટુંબ નિયોજનનું સાધન

કોન્ડોમ કે કોન્ડમ એ એક ગર્ભાધાન અવરોધી કે નિરોધી સાધન છે આને જાતિય સંભોગનો સમયે સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે.

ગર્ભાધાન સાથે સાથે આ જાતીય રોગ જેવાકે ગોનોરીયા, સીફીલીસ અને એચ. આય.વી ને રોકવામાં પણ મદદ કરે છે. આ સાધનને પુરુષના ઉત્તેજીત લિંગ પર પહેરવામાં આવે છે. આ સાધન મોજા કે ફુગ્ગા જેવું હોય છે. આ સાધન પુરુષના વીર્યને તે સંભોગી સાથીના શરીરમાં પ્રવેશતા અટકાવે છે. કોન્ડમ પાણી અવરોધી, લચકદાર, અને ટકાઉ હોય છે. સંભોગ દરમ્યાન ગર્ભાધાન અને જાતીય રોગનું સંક્રમણ અટકાવવા સિવાય આના અન્ય ઉપયોગ હોય છે, જેમકે વીર્યના નમૂના લેવા અને બિન લૈંગિક ઉપયોગ જેમકે પાણી રોઘી માઈક્રોફોન બનાવવા અને રાઈફલની બેરલને આટકી જતી અટકાવવા આનો ઉપયોગ થાય છે.

નિરોધ
નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો
વાળેલો કોન્ડોમ
પાર્શ્વ ભૂમિ
પ્રજનન નિયંત્રણ પ્રકારઅવરોધ
પ્રથમ પ્રયોગપ્રાચીન
રબર: ૧૮૫૫
લેટેક્સ: ૧૯૨૦
પોલીયુરીથેન: ૧૯૪૪
પોલીસોપ્રીન: ૨૦૦૮
ગર્ભાધાન આવૃત્તિ (પ્રથમ વર્ષ, લેટેક્સ)
દક્ષ વપરાશ૨%
સામાન્ય વપરાશ૧૦–૧૮%
વપરાશ
વપરાશકર્તાને યાદલેટેક્સ કોન્ડોમમાં તેલ આધારિત લ્યુબ્રીકન્ટ ન વાપરવા.
ફાયદા અને ગેરફાયદા
જાતીય રોગથી રક્ષણહા
ફાયદાના, દવા કે વૈદકીય સલાહ જરુરી


હાલના સમયમાં કોન્ડોમ સામાન્ય રીતે લેટેક્સ માંથી બનાવવામાં આવે છે. તે સિવાય અન્ય પદાર્થો જેવાકે પોલીયુરેથેન, પોલીસોપ્રીન કે ઘેટાના આંતરડામાંથી પણ કોન્ડમ બનાવવામાં આવે છે. સ્ત્રીઓ વાપરી શકે તેવા સ્ત્રી કોન્ડોમ પણ હવે ઉપલબ્ધ છે. તેને મોટે ભાગે નાઈટ્રાઈલ નામના પદાર્થ માંથી બનાવવામાં આવે છે. પ્રજનન રોકવાના સાધન તરીકે પુરુષોના કોન્ડોમ સસ્તા, વાપરવામાં સરળ , અલ્પ આડઅસરો ધરાવનાર અને જાતીય રોગના સંક્રમણ સામે રક્ષણ જેવા ફાયદાઓ ધરાવે છે.

અમેરિકાની એક સંસ્થા અમેરિકન સેક્સ્યુઅલી ટ્રાન્સમીટૅડ ડીસીઝ એસોસિએશન દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું કે કોન્ડોમનો ફાટવાનો દર ૨.૩% અને સરકીને નીકળી જવાનો દર ૧.૩% હોય છે, આને કારણે જાતીય રીતે અતિ સક્રીય એવા પુરુષો માટે આ જોખમી હોઈ શકે છે. પ્રજનન નિયંત્રણમાટૅ જે યુગલો પુરુષ કોન્ડોમ વાપરે છે તેઓ જો યોગ્ય સમજ, ચોકસાઈ અને પદ્ધતિથી કોન્ડોમ વાપરે ત્યારે ગર્ભ રહેવાની શક્યતા દર ૨% રહે છે અને જો તેના ચીલાચાલુ પદ્ધતિ અને યોગ્ય ચોકસાઈ વગરનો વપરાશ કરતા ગર્ભાધાનનો દર ૧૫% જેટલો થઈ જાય છે.

કોન્ડોમનો વપરાશ લગભગ ૪૦૦ વર્ષોથી થતો આવ્યો છે. સમગ્ર વિશ્વમાં ૧૯મી સદીથી તે ગર્ભાધાન નિયંત્રણનું સૌથી પ્રખ્યાત સાધન રહ્યું છે. આજના યુગમાં તેને સર્વ સહમતીથી સ્વીકારાયેલ હોવા છતાં જાતીય શિક્ષણના વર્ગોમાં તેનું સ્થાન કેવું હોવું જોઈએ તેના વિષે વિવાદ ચાલુ છે. અમુક ધર્મોમાં, ખાસ કરીને કેથોલિક ચર્ચમાં, તેના ઉપયોગને સહમતિ મળી નથી.

પેટેર્નલ ટોલેરેન્સની પ્રક્રિયામાં કોન્ડોમ અવરોધ પેદા કરે છે જેને કારણે સ્ત્રીઓની વીર્ય પ્રતિકારક ક્ષમતાનો વીર્ય સાથેનો સામનો ઘટે છે અને આ વસ્તુ ત્યાર બાદ થતી ગર્ભાધાનની જટીલતાઓને ઓછી કરે છે.

ઇતિહાસ

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
૧૫૬૪માં પ્રસિદ્ધ ડી મોર્બો ગેલીકો (ધ ફ્રેંચ ડીસીઝ) નું એક પાનું, ગેબ્રિયલ ફેલાપીયો દ્વારા સિફીલીસ નામના રોગ પર લકાયેલ ટિપ્પણીઓ. આ પાનું શક્યતઃ કોન્ડોમના પ્રથમ ઉપયોગની તવારીખ આપે છે.


૧૯મી સદી પહેલા

પ્રચીન સંસ્કૃતિઓમાં કોન્ડોમનો વપરાશ થતો કે નહી તેના વિષે ઇતિહાસ કારો અને પુરાતત્વ વિશારદોમાં આ વિવાદનો વિષય છે. :11 પ્રાચીન ઈજિપ્ત, ગ્રીસ અને રોમમાં ગર્ભાધાન આટકાવવાની જવાઅબદારી મહિલાઓની ગણાતી. અને તે હિસાબે મહિલા પ્રજનન રોકવાની પદ્ધતિઓ અને સાધનોનું સારી રીતે આલેખિત વિવરણ મળે છે.:17,23 એશિયામાં ૧૫મી સદી પહેલા માત્ર શિશ્નને ઢાંકે તેવડા કોન્ડોમનો ઉલ્લેખ મળી આવે છે. કોન્ડોમનો ઉપયોગ પ્રજનન નિયંત્રણમાટૅ થતો હોવાની જાણ છે જોકે માત્ર ઊચ્ચ વર્ગના લોકોને જ તેની જાણ હતી. ચીનમાં, શિશ્ન કોન્ડોમ તેલ લગાડેલા રેશમી કાગળમાંથી કે ઘેટાના આંતરડામાંથી બનાવવામાં આવતા. જાપાનમાં તેને કાચબાના કવચ કે પ્રાણીઓના શિંગડાઓમાંથેએ બનાવાત હતાં.:60-1

૧૬મી સદીમાં ઈટલીના ગેબ્રીયલ ફેલોપીયોએ સીફીલીસ રોગ પર એક ટિપ્પણી લખી.:51,54-5 સીફીલીસ નામનો ગુપ્ત રોગ યુરોપમાં ૧૪૯૦માં ફેલાયો હતો તેવો ઉલ્લેખ મળે છે.તેને કારણે અત્યંત ખરાબ પરિણામો આવતા અને આ ચેપ લાગવાના અમુક મહિનામાં લોકોના મૃત્યુ સુદ્ધાં થતાં. ફેલોપીયોની ટિપ્પણી એ કોન્ડોમ વપરાઅશનો ઉલ્લેખ ધરાવતું સર્વ માન્ય પ્રાચીનત્તમ લખાણ છે. તે અનુસાર વપરાશ પહેલા લિનિન (શણનું કાપડ)ના કોન્ડોમને અમુક રસાયણોમાં બોળીને સુકાવીને વાપરવાની સલાહ છે. તેમણે જણાવેલ કાપડનું માપ લિંગના શિશ્નેને ઢાંકવા માટૅ પુરતું હતું. અને તેને એક રીબીન વડે બાંધીને પકડી રખાતું.:51,54-5 ફેલોપીયોએ દાવો કર્યો હતો કે પ્રાયોગિક ધોરણે કરેલ તપાસણીમાં તેમના દ્વારા બનાવેલ સાધન સીફીલીસ સામે રક્ષણ આપતું હતું.

ત્યાર બાદ સમગ્ર યુરોપમાં જાતીય રોગથી બચવા માટે લિંગ પર આવરણ ચડાવવાના ઘણાં લેખો લખાયા હતાં. ગુપ્તરોગ નિવારકની અપેક્ષાએ ગર્ભાધાન રોધક તરીકે તેના ઉપયોગ થતો હોવાનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૬૦૫ના લીઓનાર્ડસ લેસીસ દ્વારા લિખિત ડૅઍ યુસ્ટીટીયા એટ ઈયુરેનામના એક ધાર્મિક લેખનમાં મળી આવ્યું છે. તેમાં તેમણે આનો વિરોધ કર્યો છે અને આને અનૈતિક ગણાવ્યું હતું. :56 In 1666, the English Birth Rate Commission attributed a recent downward fertility rate to use of "condons", the first documented use of that word (or any similar spelling).:66-8

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
પ્રાણીના આંતરડામાંથેએ બનાવેલું કોન્ડોમ (અંદાજે ઈ.સ. ૧૯૦૦)

લિનિન સિવાય યુરોપના સંક્રાતિ કાળમાં પ્રાણીઓના આંતરડા અને મૂત્રાશયમાંથી પણ કોન્ડોમ બનાવવામાં આવતાં. ૧૫મી સદીની આસપાસ ડચ વ્યાપારીઓએ પાતળા ચામડામાંથી બનેલા કોન્ડોમ જાપાનમાં લાવ્યાં. પહેલા વપરાતા શિશ્ન કોન્ડોમથી વિપરીત આ કોન્ડોમ સંપૂર્ણ લિંગને આવરીત કરતાં.:61

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
ગિયાકોમો કાસાનોવા કોન્ડોમમાં હવા ભરીને તેમાં છીદ્ર છે કે નહીં તે તપાસે છે.

ગિયાકોમો કાસાનોવા એ પહેલી વ્યક્તિ હતાં કે જેમણે ૧૮મી સદીમાં "એશ્યોરેન્સ કેપ" વાપરીને તેમની રખેલને ગર્ભવતી થતાં રોકી હતી એવી વાત જાહેર કરી હતી.

૧૮મી સદીથી લઈને અમુક કાયદાકીય અને વૈદકીય વર્તુળોમમ્ આના વપરાશ પર ટીકા થતી આવી છે. આની ટીકના કારણો મોટે ભાગે એ જ છે, જેમકે; તે ગર્ભધારણેએ શક્યતા ઘટાડે છે, તે દેશમાટે બિન જરૂરી છે, તેઓ ગુપ્ત સંક્રામક રોગ સામે સંપૂર્ણ રક્ષણ નથી અપતાં, આનો ઉપયોગ બેફામ કામુક વૃત્તિ ને જન્માવશે અને તેનો ઉપયોગ ખર્ચાળ, અસગવડીયો અને સંવેદના નષ્ટ કરનરો છે વગેરે વગેરે.:73,86-8,92

આવ અમુક અવરોધો વચ્ચે પણ કોન્ડોમ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો. ૧૬મી સદીમાં કોન્ડોમ વિવિધ પ્રકારની ગુણવત્તા અને માપમાં ઉપલબ્ધ હતાં. તેમને રસાયણ લગાડેલા લિનિન કાપડ કે ચામડા (આંતરડા અને મૂત્રાશય પર ગંધકની પ્રક્રીયા કરી નરમ બનાવેલ) મંથી બનાવવામામ્ આવતાં.:94-5 તેમને સમગ્ર યુરોપ અને રશિયામાં દારૂનું પીઠા (પબ), હજામની દુકાન, દવાવાળાની દુકાન, થિયેટર પર કે ખુલ્લી બજારોમાં વેંચવામાં આવતા.:90-2,97,104 પાછળથેએ તે અમેરિકામાં ફેલાયા. પણ ખર્ચ અને જાતીય જ્ઞાનના અભાવને કારણે દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ માત્ર મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પૂરતો મર્યાદિત હતો.:116-21

૧૮૦૦ થી ૧૯૨૦

૧૯મી સદીની શરૂઆતમઅં સૌ પ્રથમ વખત પ્રજનન ઓધકોને ગરીબ વર્ગમાં પ્રચારિત કરવામાં આવ્યાં. તે સમયના લેખકો પ્રજનન રોધનની અન્ય પદ્ધતિઓ પર ભાર મૂકતાં હતાં. તે સમયના નારીવાદીઓ પ્રજનન રોધનનો સંપૂર્ણ નિયંત્રણ સ્ત્રીઓ પાસે રહે તેમ ઈચ્છતા હતાં અને તેથી પુરુષ દ્વારા નિયંત્રિત એવી કોન્ડોમને તેઓ નકારી કાઢતાં.:129,152-3 અન્ય લેખકો એ કોંડોમના ખર્ચાળ હોવાનો અને તેની વિશ્વાસનીયતા પર પ્રશ્ન મૂક્યો (કેમકે તેમાઁ કાણાઁ હોવાની શક્યતા હતી અને તે સરકીને નીકળી પણ શકતા હતા) પણ કોઇએ તેના સંક્રામક ગુપ્ત રોગ સામે આપતા રક્ષણની વાત કરી નહતી..:88,90,125,129-30

ગ્હણા દેશોએ ગર્ભ નિરોધક પદાર્થોના નિર્માણ અને પ્રચાર પર રોક મૂકતા કાયદાઓ ઘડ્યાં. :144,163-4,168-71,193 તેમ છતાં પ્રવાસી વ્યાખ્યાતાઓ દ્વારા અને જે સ્થળોએ આ બિન કાયદેસર હતું ત્યાઁ ચિન્હોવાપરીને સંકેત કરતી જાહેરાત દ્વારા કોંડોમનો વપરાશ નો પ્રચાર થતો રહ્યો..:127,130-2,138,146-7 યુ.એસ.એ અને યુરોપમાઁ ઘેર બેઠા કોંડોમ કેમ બનાવવા તેની માહિતી વહેંચવામાં આવતી..:126,136 આમ સામાજિક અને કાયદાના વિરોધ છતાં ૧૯મી સદીના અંત સુધી કોંડોમ યુરોપ અને અમેરિકાનું સૌથ પ્રિય ગર્ભ નિરોધક સાધન બની રહ્યું.:173-4

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન, માત્ર યુ.એસની સેનાએ જ કોંડોમ વપરાશનો પ્રચાર ન કર્યો. મૈથુન સંયમ જાળવવા આ પ્રકારના પોસ્ટરો મૂકવામાઁ આવ્યાં હતાં.

૧૯મી સદીના મધ્ય ભાગમાં અમેરિકામાં જાતીય રોગો અત્યંત વધી પડ્યાં. અમેરિકન આંતરવિગ્રહને અને તે સમયે પ્રવર્તમાન કોમસ્ટોક કાયદામાં દર્શાવેલ નિયઁત્રણના ઉપાય પ્રત્યે લોકોની અજ્ઞાન આના કારણો ગણાવાયા. :137-8,159 આ રોગચાળાનો ફેલાવો અટકાવવા સૌ પ્રથમ વખત શાળામાઁ નાતિય શિક્ષણના વર્ગો કલાવવામામ આવ્યાં અને જાતીય રોગો કેમ ફેલાય છે તેનું જ્ઞાન આપવામાં આવ્યું. પ્રાયઃ તેમામ એમ જણાવવામાં આવતું કે સંયમ એ જાતીય રોગથી બચવાનો એક માત્ર માર્ગ છે.:179-80 જાતીયરોગના રક્ષણ સામે કોંડોમના ઉપય્ગનો પ્રસાર ન કરાયો કારણે કે વૈદકીય વર્તુળો અને પોતાને નિતી રક્ષકો ગણતા લોકો જાતીય રોગોને જાતીય અનાચારની શિક્ષા સમજતા હતાં. આ રોગ પ્રત્યે ની સુગ એટૅલી તીવ્ર હતી કે સીફીલીસ ધરાવતા દર્દીઓને હોસ્પીટલોમાઁ દાખલ પણ ન કરાતાં.:176

૧૯મી સદીની શરૂઆતમાઁ પોતાના સૈનિકોમાઁ કોંડોમના વપ્રાશની હિમાયત અને પ્રસાર કરનાર જર્મન સેના વિશ્વની પ્રથમ સેના હતી.:169,181 ૨૦મી સદીમાં અમેરિકન સેના એ હાથ ધરેલા અભ્યાસમાઁ જણાયું કે સૈનિકોને કોંડોમ આપતા તેમને જાતીય રોગના સંક્રમણ માં ધરખમ ઘટાડો થયો હતો.:180-3 દ્વીતીય વિશ્વ યુદ્ધ વખતે માત્ર યુ.એસ (માત્ર યુદ્ધની શરૂઆતમાં) અને બ્રિટેન બેજ એવા દેશ હતાં કે જેમણે પોતાના સૈનિકોને કોન્ડોમ ન વહેંચ્યા અને તેના વપરાશની તરફેણ ન કરી.:187-90

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ એક દાયકા સુધી યુ.એસ અને ઉરોપમાં કોંડોમના ઉપયોગ પર સામાજિક અને કાયદાકીય અંકુશ રહ્યાં.:208-10 સાયકોએનાલિસીસના સ્થાપક સીગમંડ ફ્ર્યુડ એ તેમની નિષ્ફળતાને કારણે સર્વ ગર્ભ નિરોધકોનો વિરોધ કર્યો. ફ્ર્યુડ ખાસ કરીને કોંડોમનો વિરોધ કરતા કારણ કે તેઓ માનતા હતાં કે કોન્ડોમ વાપરતા મૈથુનનો આનંદ ઓચો થઈ જાય છે. અમુક નારીવાદીઓ પણ પુરુસ દ્વારા નિયંત્રિત એવા ગર્ભ નિરોધકોનો વિરોધ કરતાં રહ્યાં. ૧૯૨૦માં ચર્ચ ઓફ ઇંગલેંડએ લેમ્બેથ પરિસંવાદમાં સર્વ અપ્રાકૃતિક કે કૃત્રીમ ગર્ભ નિરોધકોનો વિરોધ કર્યો. લંડનના બિશપ આર્થર વિનિંગટને રજાઓ પછી ગલીઓ અને મેદાનોમાં મોટી સંખ્યામાં કોંડોમ મળી આવવાની ફરિયાદ કરી હતી. :211-2

પરંતુ, યુરોપની સર્વ દેશની સેનાઓ તેમના સિપાહીઓમાં રોગ નિવારણ માટે કોંડોમ વહેંચતા પછી ભલે તે કાયદેસર રીતે તેમના સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત હોય..:213-4 સમગ્ર ૧૯૨૦ ના દાયકા દરમ્યાન ધ્યાન આકર્ષે તેવા નામ અને આકર્ષક પેકિંગ ઉત્પાદન વેંચવાની મુખ્ય ચાવી હતી. કોંડમ પણ તેમાંથી બકાત ન રહ્યું.:197 કોન્દોમની ગુણવત્તા ચકાસણી પર વધુ ભાર મુકાયો. જેમાં કોંડોમમાં હવા ભરી તેમાંથી દબાણ ઘટવાની ચકાસણે કરાતી..:204,206,221-2 ૧૯૨૦ ના દાયકામાં સમગ્ર વિશ્વમાં કોંડોમનું ઉત્પાદન બમણુ થઈ ગયું.:210

રબ્બર અને ઉત્પાદન પદ્ધતિઓનો વિકાસ

સામાન્ય સંજોગોમાં પ્રાકૃત્રિક રબ્બર થંડો પડ્આતા અત્યંત કઠણ અને ગરમ કરતાં અત્યંત નરમ થઈ જાય છે.૧૮૩૯માં ચાર્લ્સ ગુડયર નામના વ્યક્તિએ રબ્બર પર પ્ર્ક્રીયા કરવાનો વિકાસ કર્યો. તેમણે એવું રબ્બર વિક્સાવ્યું જે લચકદાર હતું. આ ગુણધર્મો કોન્ડોમની બનાવટ માટૅ ઉપયોગિ હતા. ઘેટાના આંતરડાના કોન્ડમને મુકાબલે આ કોન્ડોમ વધુ લચકદાર અને ટકાઉ હતાં. ૧૮૪૪માં ગુડયર દ્વારા રબરના વલ્કેનાઈઝેશનની વિધી પેટન્ટ કરાવાઈ. ઈ.સ. ૧૮૫૫માં રબર માંથી બનાવાયેલ સૌથી પ્રથમ કોન્ડોમ બનાવાયું. શરૂઆતના રબર કોન્ડોમ એક સાંધો ધરાવતા હતા અને તેઓ સાયકલના ટાયરમાણં વપરાતી ટ્યુબ જેટલા જાડા હતાં. આ સિવાય માત્ર શિશ્નને આવરિત કરતાં રબ્બરના કોન્ડોમ પણ અમેરિકા અને ઈંગલેંડમાં વપરાતા. આવા કોન્ડોમની રબ્બર કડી જો ચુસ્ત નહોય તો તે નીકળી જવાની શક્યતા વધુ હતી અને જોટૅ વધુ ચુસ્ત હોય તો તે લિંગને સંકોચી દે તેવો ભય પણ રહેલો હતો. આ પ્રકારના કોન્ડોમ મૂળ કેપોટ ("capote" (ફ્રેંચમાં કોન્ડોમ)) હતાં. તેઓ સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતા બોનેટને કારણે આમ કહેવાતા હશે.

ઘણા વર્ષો સુધી રબ્બરની પટ્ટીઓને લિંગ આકારના ઢાંચા પર લપેટીને બનાવવામાં આવતાં. ત્યારબાદ તેમને રાસાયણિક દ્રાવણમાં ડુબાડીને પ્રક્રિયા કરવામાં આવતી.:148 ઈ.સ. ૧૯૧૨માં પોલીશ શોધકર્તા જ્યુલીયસ ફ્રોમ્મ એ કોન્ડોમ બનાવવાની નવી પદ્ધતિ વિકસીત કરી. જેમાં કાંચના ઢાંચાને કાચા રબ્બરમાં ડુબાડવામાં આવતી. આ પદ્ધતિને સિમેંટ ડીપીંગ કહેવાતી. આ પદ્ધતિમાં રબ્બરને નરમ બનાવવા માટે તેમાં ગેસોલીન કે બેન્ઝીન ઉમેરવામાં આવતું. :200 ૧૯૨૦માં લેટેક્સ એટલેકે પાણીમાં ટાંગેલ રબ્બરમાંથી સૌ પ્રથમ વખત કોન્ડોમ બનાવવામાં આવ્યું. સિમેંટ ડીપ્પ્ડ કોન્ડોમ કરતા લેટેક્સ કોન્ડોમ બનાવવામાં ઓછો શ્રમ પડતો હતો, કેમકે સિમેન્ટ ડીપ કોન્ડોમને લીસા બનાવવા માટે તેને ઘસવા કે કાપવા પડતા. પાણીમાં લટકાવ પદ્ધતિથી બનતા કોન્ડોમને કારણે પહેલા ગેસોલીન અને બેન્ઝીન વાપરવાથી જે જ્વલનનું જોખમ રહેલું હતું તે ઓછું થયું હતું. વપરાશ કર્તાઓ માટે પણ લેટેક્સ કોન્ડોમ વાપરવામાટૅ વધુ સગવડ્આ ભર્યાં હતા. તેઓ રબ્બરના કોન્ડોમ કરતાં વધુ પાતળા અને મજબૂત હતાં. તેમની આયુ રબ્બરના કોંડમને મુકબલે વધુ હતી. (રબ્બર - ૩ મહિના, લેટેક્સ - ૫ વર્ષ).:199-200

વીસના દાયકામાં સમગ્ર કોન્ડોમને અર્ધ-કેળવાયલા કારીગરો દ્વારા હાથેથી બોળીને બનાવાતા. ૧૯૨૦ ના દાયકા દર્મ્યાન કોન્ડોમ ઉત્પાદનની સ્વયંચાલિત યંત્રણાનો વિકાસ થયો. ૧૯૩૦માં સૌ પ્રથમ વખત કોન્ડોમ ઉત્પાદનની પ્રણાલી નું પેટન્ટ નોંધાઈ. પ્રમુખ કોન્ડોમ ઉત્પાદકો આ ઉત્પાદન પ્રણાલીઓ ખરીદતા કે ભાડે લેતાં અને તેને કારણે નાના ઉત્પાદકો આ ઉદ્યોગમાંથી બહાર પડી ગયાં. :201-3 લેટેક્સ કોન્ડોમ કરતા મોંઘા એવા સ્કીન કોન્ડોમ તરીકે ઓળખાતાં કોન્ડોમ અમીરોના વપરાશ બની ગઈ.:220

૧૯૩૦થી અત્યાર સુધી

૧૯૩૦ની લેમ્બેથ પરિસંવાદમાં એન્ગ્લીકન ચર્ચે પરિણીત યુગલો દ્વારા કોન્ડોમના વપ્રાશ પર પ્રતિબંધ જારી કર્યો. ૧૯૩૧માં અમેરિકાના ફેડરલ કાઉન્સીલ ઓફ ચર્ચે પણ આવો ફરમાન જારી કર્યો.:227 રોમન કેથોલિક ચર્ચ એ કોઈ પણ પ્રકારના ગર્ભ નિરોધકનો વિરોધ કર્યો છે અને કરતો રહ્યો છે.:228-9

પરંતુ ૧૯૩૦થી કાયદેસર રીતે કોન્ડોઅ પરના પ્રતિબંધોમાં નરમાશ આવી.:216,226,234 પરુંતુ આ સમય દરમ્યાન ફાસીવાદના પડછાયામાં રહેલ ઈટલી અને નાઝીવાદના ઓછાયામાં રહેલ જર્મનીએ કોન્ડોમના વપરાશ પર વધુ પ્રતિબંધો લાદ્યા (મર્યાદિત પ્રમાણમાં વેચાણ - રોગ નો ફેલાવો અટકાવવા માટે- રજામંદ હતાં ). .:252,254-5 મંદીના કાળ દરમ્યાન સ્કેમીડ દ્વારા ઉત્પાદન બનાવાતી પ્રણાલી ની ખપત વધી. સ્કીમીડ હજી પણ સીમેંટ ડીપીંગ પદ્ધતિ વાપરતા જે લેટેક્સ કોન્ડોમ કરતાં બે ફાયદાઓ ધરાવતી હતી. પ્રથમ, સિમેંટ ડીપ કોન્ડોમને તેલ આધારીત લ્યુબ્રિકેંટ વાપરતા કોઈ જોખમ ન હતું. બીજું, આ પ્રાછીન કોન્ડોમને ફરી વાપરી શકાતા હોવાથી તેઓ સસ્તા પડતા હતાં, જે તે કપરા સમયમાં એક અત્યંત જરૂરી હતું.:217-9 ૧૯૩૦માં યુ.એસ. ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ કોન્ડોમની ગુણવત્તા પર નિયંત્રણ લાવવા શરૂઆત કરી ત્યારથી ઉત્પાદકો આની ગુણવત્તા પણ વધુ ધ્યાન દેવા લાગ્યાં.:223-5

બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન કોન્ડોમને યુ.એસ સેનાના સૈનિકોમાં વિતરિત કરાયા હતાં અને ફીલ્મ, પોસ્ટર અને વ્યાખ્યાનો દ્વારા પણ તેનો ઘણો પ્રચાર કરાયો હતો.:236-8,259 યુદ્ધની બંને તરફની યુરોપીયન અને એશિયન સેનાઓએ તેમના સૈનિકોને કોન્ડોમ ઉપલબ્ધ કરવ્યાં. જર્મનીએ સુદ્ધા તેમના સૈનિકોને કોન્ડોમ આપ્યાં હતાં જ્યાં નાગરિકોને તે વાપરવા માટે છૂટ ન હતી.:252-4,257-8 કોન્ડોમ સરળતા પૂર્વક ઉપલબ્ધ હોવાથી સૈનિકોએ કોન્ડોમના અન્ય ઉપયોગ પણ શોધી કાઢ્યા જે હજી આજે પણ ચાલુ છે.

યુદ્ધ પછી પણ કોન્ડોમના વેચાણમાં વધારો થતો ગયો. ૧૯૫૫થી ૧૯૬૫ દરમ્યાન ૪૨% વયસ્ક લોકો ગર્ભનિરોધ માટે કોન્ડોમ વાપરતા હતાં. ૧૯૫૦-૬૦ દરમ્યાન ૬૦% યુગલો કોન્ડોમ વાપરતાં હતાં. ૧૯૬૦માં શરૂ થયેલ મોં વાટે લેવાતી ગર્ભ નિરોધક ગોળીઓ પ્રચલિત થઈ અને પ્રથમ ક્રમાંકનું ગર્ભ નિયોજનન સાધન બની પણ કોન્ડોમ સશ્ક્ત બીજા ક્રમાંકે રહ્યું. આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થાએ વિકાસશીલ દેશોમાં કોન્ડોમના ઉપયોગનો પ્રચાર કર્યો. ૧૯૭૦ સુધીમાં માત્ર ભારતમાં જ કરોડો કોન્ડોમ વપરાતા હતાં. :267-9,272-5 ( આ વપરાશ ઉત્તરો ત્તર વધતો રહ્યો, ૨૦૦૪માં ભારત સરકારે તેની સરકારી દવાખાનામાંથેએ વહેંચણી માટૅ ૧.૯ અબજ કોન્ડોમ ખરીદ્યા હતાં.

૨૦મી સદીમાં શોધાયેલા પ્લાસ્ટીક અને અન્ય મનવ નિર્મિત પદાર્થ્ની શોધ છતાં પણ કોન્ડોમની ગુણવત્તામાં કોઈ ફરક ન પડ્યો. જોકે લંબુ ટકી શકે તેવું રબ્બર બન્યું છે. કોન્ડોમ પાતળા અને વધુ વિશ્વાસનીય બન્યાં છે. ૧૯૯૫માં યુ. એસ. એ. માં પ્લાસ્ટીક કોન્ડોમનું વેચાણ શરૂ થયું.

૧૯૬૦ અને ૧૯૭૦ ના ગાળમાં કોન્ડોમની ગુણવત્તાના ધોરણોને વધુ સખત કરવામાં આવ્યાં, અને કોન્ડોમના વપરાશ પરના કાયદાકીય બંધનો હટાવી દેવાયા. :276-9 આયર્લેંડમાં, ૧૯૭૮માં સૌ પ્રથમ્ વખત કાયદેસર કોન્ડોમ વેચાણની રજા મળી હતી.:329-30 તેમ છતાં કોન્ડોમની જાહેરાત પર પ્રતિબંધ ચાલુ રહ્યાં. ૧૯૫૦માં અમેરિકાના નેશનલ એસોશિએશનઓફ બ્રોડકાસ્ટરએ કોન્ડોમની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો કે જે ૧૯૭૯ સુધી ચાલુ રહ્યો. :273-4,285

૧૯૮૦માં શોધાયું કે એઈડ્સ એ રોગ જાતીય સંસર્ગથી ફેલાય છે, આ રોગના કારકો એચ. આઈ. વી.નો પ્રસાર ફેલાવવા માટે કોન્ડોમના વપરાશને પ્રોત્સાહન આપવામં આવ્યું. અમુક રાજકેય, ધાર્મિક અને અન્ય લોકોના વિરોધ છતાં યુ.એસ અને યુરોપમાં કોન્ડોમ વપરાશની ઝુંબેશ ચલાવવામાં આવી.:299,301,306-7,312-8 જેને કારણે કોન્ડોમના વેચાણમાં વધારો આવ્યો.:309-17

વધેલી માંગ અને સામાજીક સ્વીકૃતીને કારણે કોન્ડોમ છૂટક વસ્તુઓ વેછતી દુકાનોમાં વેચાવા લાગ્યાં. :305 ૧૯૯૪ સુધીના સમયમં દર વર્ષે કોન્ડોમના વેચાણમં વદારો નોંધાયો. ૧૯૯૪ થી એઈડ્સ પ્રત્યે પ્રસાર માધ્યમોમાં ધ્યાન પણ ઓછું થયું.:303-4 રોગનો ફેલાવો રોકનાર સાધન તરીકે કોન્ડોમના વપરાશમઅં ઘટાડો થવાને "પ્રીવેન્સન ફેટીગ" કે "કોન્ડોમ ફેટીગ" કહે છે. નિરીક્ષકોએ યુરોપ અને અમેરિકા બંને જગ્યાએ કોન્ડોમ ફેટીગ પ્રવર્તમાન હોવાનું જણાવ્યું છે. આને પરિણામે એક કોન્ડોમ નિર્માતાએ પોતાને જાહેર ખબરનો ચેતવણી ભર્યો સૂર બદલીને રમૂજી કરી દીધો છે. :303-4 કોન્દ્મની બજારમાં નવા પ્રયોગો થત રહ્યાં. સૌ પ્રથમ ડ્યુરેક્સ કમ્પનીએ ૧૯૯૦માં પોલીયુરેથીન કોન્ડોમ અવન્તી નામ નીચે બજારમાં મૂક્યા. ,:324-5 અને ૨૦૦૩માં આકાર પ્રમાણે ચુસ્ત બેસતા ધેફીટ નામના કોન્ડોમ બજારમાં મુકાયા. વિશ્વભરમાં કોન્ડોમનો વપરાશ વધતો રહેવાનો અનુમાન છે. એક અભ્યાસ પ્રમાણે વિકાસશીલ દેશોને ૨૦૧૫ સુધી ૧૮.૬ અબજ કોન્ડોમની જરૂર પડશે.:342 કોન્ડોમ એ આધુનિક સમાજનું અવિભાજ્ય અંગ બની ગયું છે.

નામની વ્યૂત્પતિ અને અન્ય નામો

કોંડોમ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૮મી સદીમાં થયો હતો. આને ઉત્પતિ અજ્ઞાત છે. પ્રચલિત સાહિત્યમાં એમ માનવામાં આવે ચે કે કોંડમના નામનો સંબંધ ઇંગલેંડના રાજા ચાર્લ્સ દ્વીતીય ના સાથી અમુક ડોક્ટર્ક કોંડોમ કે અલ ઓફ કોંડોમ સાથે છે. જોકે આવી કોઈ વ્યક્તિના અસ્તિત્વનો કોઈ પુરાવો મળ્યો નથી. અને રાજકુમર પ્રિંસ ગાદી એ બેઠા તેના ૨૦૦ વર્ષો પહેલાથી કોંડોમનો વપરાશ થતો આવ્યો છે. :54,68


આ સિવાય લેટિન ભાષામાંથી ઘણા સાબિત થયા વગરના તારણો પણ બતાવવામાં આવ્યાં છે જેમાનું એક ચે કોંડોન (condon) (વાસણ), કે કોંડોમિના condamina (ઘર), અને કંડમ cumdum (મોજું આવરણ કે પેટી).:70-1 એમ પણ માનવામાં આવે ચે કે આ શબ્દ ઇટાલિયન શબ્દ ગેંટોન (guantone), પરથી આવ્યો ચે કે જેનું મૂળ ગેંટો ( guanto) છે અને અર્થ મોજું થાય છે. ૧૯૮૧માં વિલિયમ ઇ ક્રૂક નામના લેખકે એક લેખ લખ્યો જેમાં લક્યું કે, "કોંડોમ શબ્દના વ્યૂત્પતિ વિસે મારે એ જ જણાવવૌં ચે કે આનું મૂળ સંપૂર્ણ રીતે અજ્ઞાત છે અને અહીં તેના વ્યૂત્પતિને શોધવાની મથામણ અટકે છે." આધુનિક શબ્દ કોષ પણ આ શબ્દની વ્યૂત્પતિને અજ્ઞાત વર્ણવે છે..


કોંડોમ માટે અન્ય નામો પણ પ્રચલિત છે. ઉત્તર અમેરિકામાં તેને પ્રોફીલેક્ટીક કે રબર્સના મે ઓળખાય છે. બ્રિટેનમાં તેને ફ્રેંચ લેટર્સ કહે છે. આ સિવાય નિર્માણ કરતી કંપનીના નામે પણ તેને ઓળખાય છે.

ભારતની શ્તાનિય ભાષાઓમાં તેને નિરોધ કરીને ઓળખવામાં આવે છે.

વિવિધરૂપો

મોટા ભાગના કોંડોમના બંધ છેડે ટોટી હોય છે. આ ટોટીને કારણે પુરુષના વીર્ય ઉત્સર્જનને ધરવામાં સરળતા રહે છે. કોન્ડોમ વિવિધ માપમાં આવે છે. તે સિવાય વપરાશ કરતાના સાથી ના આનંદને માટે વિવિધ પ્રકારની સપાટીઓ ધરાવતા કોન્ડોમ પણ ઉપલબ્ધ છે. પ્રાયઃ વિધનને સરળ બનાવવા માટે કોન્ડોમ લ્યુબ્રીરીકેન્ટ (ચીકણું દ્રવ્ય) લગાડેલા આવે છે. મુખ મૈથુન માટે સ્વાદ કે સોડમ ધરવતા કોન્ડોમ પણ મળે છે. મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બનેલા હોય છે પણ પોલીયુરેથેન અને ઘેટાની ચામડીના કોન્ડોમ પણ ઉપલબ્ધ છે.

પદાર્થો

પ્રાકૃતિક લેટેક્સ

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
ખુલેલો કોન્ડોમ

લેટેક્સ ખુબજ લચકદાર પદાર્થ છે. તેની ખેંચાણ શક્તિ ૩૦ મેગા પાસ્કલ હોય છે અને તૂટતા પહેલા લેટેક્સને ૮૦૦ ગણો ખેંચી શકાય છે. ૧૯૯૦માં પ્રમાણોની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કોન્ડોમ ઉત્પાદનો માટૅ ધારાધોરણો નકી કર્યા અને યુરોપીય યુનિયને પણ પોતાના પ્રમાણો ઘોષિત કર્યાં. વિદ્યુત પ્રવાહ દ્વારા કોન્ડોમમાં રહેલા કાણાની તપાસણી કરવામાંઆવે છે. જો તે કસોટીમાં કોન્ડોમ પાર ઉતરે તો તેને વાળીને બાધવામાં આવે છે. આ સાથે દરેક જથ્થામાંથી એક કોન્ડૉમ પાણી ગળવાની અને હવાદ્વારા ફૂટવાની ચકાસણી કરાય છે.

લેટેક્સના ફાયદાતેને સૌથી ઉપયોગી કોન્ડમ બનાવટ્આનો પદાર્થ બનાવે છે પણ તેના અમુક ગેરફાયદા પણ છે. જ્યારે કોન્ડોમને તેલ આધારીત લ્યુબ્રીકેન્ટસ જેવા કે પેટૃઓલિયમ જેલી , રાંધવાનું તેલ , બેબી તેલ, મિનરલ તેલ, ત્વાચાન લોશન ઈત્યાદિ સાથે વાપરવામાં આવે છે ત્યારે તેને નુકશાન થાય છે. . Contact with oil makes latex condoms more likely to break or slip off due to loss of elasticity caused by the oils. આ સિવાય, લેટેક્સ પ્રત્યેની સંવેદન શીલતાને કારણે અમુક અન્ય પદાર્થના કોન્ડોમ બનાવવા જરૂરી જણાય છે. મે ૨૦૦૯માં યુ.એસ્. ફૂડ એન્ડ ડૃઅગ એડમિનોઇસ્ટ્રેશને વિટેક્સ પદાર્થમાંથથી કોન્ડોમ બનાવવાની છૂટ આપી છે. , આ એવો લેટેક્સ છે જેમાંથી ૯૦ % સંવેદના ઉત્પન્ન કરનર પ્રોટીનને કાઢી લેવામાં આવે છે. . કૃત્રીમ લેટેક્સ (પોલીસોપ્રીન)માંથી બનાવેલા કોન્ડોમ પણ ઉપલબ્ધ છે.

કૃત્રીમ

સૌથી સામાન્ય કોન્ડોમ રીતે મળી રહેતાં કૃત્રીમ કોન્ડોમ પોલીયુરીથેન માંથી બનાવવામાં આવે છે. આ સિવાય અન્ય કૃત્રીમ પદાર્થો જેમકે AT-10 રાળ કે પોલીઆઈસોપ્રીનમાંથી પણ બનાવવામાં આવે છે.

પોલીયુરીથેન કોન્દોમ લેટેક્સ કોન્ડોમ જેટલીથ પહોળાઈ અને જાડાઈ ધરાવે છે. મોટા ભાગના પોલીયુરીથેન કોન્ડોમ ૦.૦૪ મિમી થી ૦.૦૭મિમી જાડા હોય છે.

પોલીયુરીથેન કોન્ડોમ અમુક દ્રષ્ટીએ લેટેક્સ કોન્ડોમ કરતાં ચડીયાતા હોય છે. તેઓ લેટેક્સ કરતા ઉષ્ણતા વહન વધુ સારી રીતે કરી શકે છે. તેઓ તાપમાન અને અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રત્યે લેટેક્સ જેટલા સંવેદનશીલ નથી. તેમેઅને સાચવા માટે લેટેક્સસ્ કોન્ડોમ જેટલી પળોજણ નથી અને તેમની આયુ લંબી હોય છે. તેમને તેલ અધારીત નીજી લ્યુબ્રીકેન્ટ સાથે વાપરી શકાય છે. તેઓ ત્વચા પર લેટેક્સ કરતાં ઓછી આડ અસરો ધરાવે છે. અને તેઓ ગંધ રહીત હોય છે. પોલીયુરીથેન કોન્ડોમને યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિષ્ટ્રેશને વેચાણ માટે પરવાનગી આપી છે. અને તેઓ રોદ સમ્ક્રમણ અને ગર્ભ જનોઇરોધમાટે લેટેક્સ જેટલા જ કાર્યક્ષમ હોવાનું જણયું છે.

પરંતુ પોલીયુરીથેન કોન્ડોમ લેટેક્સ કરતાં ઓછા લચકદાર હોય છે અને તે લેટેક્સ કરતાં ફાટી કે સરકી જવાની વધુ શક્યતા ધરાવે છે. વળી તે લેટેક્સ કરતાં વધુ મોંઘા છે.

પોલીઆઈસોપ્રીન એ પ્રાકૃતીક રબ્બર લેટેક્સનું કૃત્રીમ સંસ્કરણ છે. આમ જોતાં તે વધુ મોંઘુ છે, પણ તે લેટેક્સના ગુણો ધરાવે છે (પોલીયુરીથેન કરતાં નરમ અને લચકદાર ) અને તેમાં ત્વચને આડ અસર કરનાર પ્રોટીન નો પણ અભાવ હોય છે.

ઘેટાંના ચામડામાંથી બનતા કોન્ડોમ

ઘેટાંના આંતરડાની ચામડાંમાંથેએ બનતા કોન્ડોમને "લેમ્બસ્કીન" કોન્ડોમ કહે છે. આ પદાર્થમાંથેએ બનતાં કોન્ડોમ છીદ્રાળુ હોવાને કારણે ગુપ્ત રોગોના સંસર્ગથી બચાવ નથી કરતાં. તેમના છીદ્રો વીર્યને રોકવા સમર્થ હોય છે પણ રોગ કારક પદાર્થો તેમાંથી પસાર થઈ શકે છે. તેઓ ત્વાચાને વધુ સંવેદના આપે છે અને લેટેક્સ કરતાં ઓછા આડઅસર કારક હોય છે. પણ તેમાં મળતા ઓછા સંરક્ષણને પરીણામે લોટેક્ષ પ્રતેય્ સંવેદન શીલ વપરાશ કરતા કે સાથી હોય તેમને લેમ્બસ્કીન કરતાં કૃત્રીમ પોલીયુરીથેન જેવા પદાર્થથી બનેલા કોન્ડોઅમની ભલઆમણ કરાય છે. આ કોન્ડોઅમ અન્ય પ્રકારના કોન્ડોમ કરતાં વધુ મોંઘા હોય છે.

વીર્યહારક/ વીર્યનાશક

અમુક લેટેક્સ કોન્ડોમમાં આંશિક ર્માણમાં નોનોક્સીનોલ-૯ નામનું વીર્ય નાશક ઉમેરવામાં આવે છે. વપરાશકર્તા અહેવાલ મુજબ વીર્યનાશક લગાડેલા કોન્ડોમનો ગર્ભાધાન રોકવામાં કોઈ ખાસ ફાયદો નથી. આવા કોન્ડોમનો આયુષ્યકાળ ઓછો હોય છે અને ઘણી સ્ત્રીઓમાં આને કારણે મૂત્રમાર્ગમાં આડ અસરો પેદા કરે છે. . આ નાથી વિપરીત કોન્ડોમ પર વપ્રાશ પહેલા વીર્યનાશકો લગાડતા તે ગર્ભાધાન રોકવામાં વધુ કાર્યક્ષમ જણાયા છે.

નોનોક્સીનોલ-૯ ને ગુપ્ત રોગો (એચ આય વી સહીત) ની રોકથામ માં સહાયભૂત માનવામાં આવતું હતું પણ અભ્યાસમાં જણાયું છે કે નોનોક્સીનોલ-૯ નો વારંવાર થતો ઉપયોગ એચ આઈ વી સંક્રમણનું જોખમ વધારી દે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠએ જણાવ્યું છે કે વીર્યનાશક પદાર્થ લગાડેલા કોન્ડોમનો પ્રાચાર થવો જોઈએ નહીં. પણ કોન્ડોમ ન વાપરવા કરતાં નોનોક્સીનોલ-૯ લગાડેલા કોન્ડોમ વાપરવાની તેઓ સલાહ આપે છે. ૨૦૦૫થી નવ કોન્ડોમ નિર્માતાઓ નોનોક્સીનોલ-૯ લગડેલા કોન્ડોમનું ઉત્પાદન બંધ કર્યું છે. પ્લાન્ડ પેરેન્ટહુડ નામની સંસ્થાએ પણ આવા કોન્ડોમનું વિતરણ બંધ કર્યું છે.

વિવિધ સપાટી ધરાવતા કોન્ડોમ

વિવિધ પ્રકારની સપાટીઓ ધરાવતા કોન્ડોમ બજારમાં મળે છે. ટેઓ ઉપસેલા ટીપકાં કે લહેર જેવી પટીઓ ધરાવે છે. આ વા કોન્ડોમ બંને સાથીઓ ને વધુ સંવેદના આપે છે. આવી સપાટીઓ કોન્ડોમની અંડરની , બહરની કે બંને બાજુએએ આવેલી હોય છે. અથવા તો એ કોન્ડોમના ખાસ ક્ષેત્રોમાં મૂકેલી હોય છે જેથી તેઓ જી સ્પોટને કે ફ્રેનુલને વધુ ઉત્તેજીત કરી શકે. પારસ્પરીક આનંદ નામથી વેચાતા કોન્ડોમ તોચ પ્ર બલ્બ જેવો આકાર ધરાવે છે જેથી પોરિષોને વધુ સંવેદના મળે છે. . ટીપકાંધરઅવતઅ કોન્ડોમ દ્વારા અમુક મહિલાઓને યોનિમાં સંક્રમણ કે આડ અસર થઈ શકે છે.

ઉત્તેજનાર્થ કોન્ડોમ

સ્તંભનમાં અભિ વૃદ્ધિ કરે તેવા કોન્ડોમ યુરોપીય યુનિયનની સંસ્થાની માન્યતા માટે મોકલાવાયા છે. બમણા અંધ પરીક્ષણમાં જણાયું છે કે આવા કોન્ડોમ સાધારણ કોન્ડોમ કરતાં વધુ ફાયદાકારક હતાં. આ વાપરવાથેએ લિંગના કદમાં વધારો અને સ્તંભન લાંબા સુધી ટકતું હોવાનું જણાયું હતું. આ પ્રકરના કોન્ડોમ તેની અણીયાળા ભાગ પર્ એક ખાસ પ્રકારનું જેલ વાપરે છે. આ જેલ લિંગમાંની નસોને વધુ પહોળી કરે છે અને તેથી તેમાં વધારે પ્રમાણમાં થયેલો રક્ત સંચાર વધુ મોટું અને લાંબુ સ્તંભન આપે છે.

ઓછી ઉંમરના કે કુમાર વયના માટે કોન્ડોમ

બાલિકોમાં વધતાં જતા ગર્ભ ધારણના કિસ્સાઓને ધ્યાનમાં લઈને સ્વીસ સરકારે માર્ચ ૨૦૧૦માં ઘોષણા કરી કે તો ૧૨-૧૪ વર્ષના કુમારો માટે નાના કદના કોન્ડોમનો પ્રચાર પ્રસાર કરશે. આ સાથે આવા કોન્ડોમ આ વય જૂથના લોકોમામ્ એઈડ્સના પ્રસાર રોકવામાં પણ મદદ કરશે. આ વસ્તુ શરૂ કરવાનું એક કારણ એ પણ હતું કે સામાન્ય કોન્ડોમ ઘણાં પહોળા હતાં અને યોનિ કે ગુદા મૈથુન દરમ્યાન સરકી જતાં ઓછુ સંરક્ષણ આપતાં. સ્વીસ એઈડ્સ ફેડરેશન અને સ્વીસ સરકારે હાથ ધરેલા અભ્યાસ પરથી જાણ્યું હતું કે વધુ પડતી પહોળાઈને કારણે આ વય જૂથના કુમારો તેનો સફળ ઉપયોગ ન કરી શકતા કે આને પસંદ જ કરતાં ન હતાં. આ અભાસને ધ્યાનમાં રાખીને ૧૨-૧૪ વર્ષના કુમરો માટે નાન કોન્ડોમ બનાવવાનું શરૂ થયુ, આજે તે સ્વીટ્ઝર લેંડ અને અમુક અન્ય દેશો માં ઉપલબ્ધ છે. સેયલર નામની કંપની દ્વારા બનાવાતા આ કોન્ડોમ હોટસ્પ્ટ નામે વેચાય છે. આ કોન્ડોમ ટોચ પર ટોટી ધરાવતા કોન્ડોમ છે. આ કોન્ડોમ સાંકડા હોય છે અને તેના બીજે છેડે ખુલ્લા છેડે વધુ ચુસ્ત કડી હોય છે જેથી સંભોગ સમયે તે નીકળી ન જાય. સામાન્ય કોન્ડોમ ૨ ઈંચ કે ૫.૨ સેમી વ્યાસ ધરાવે છે. જ્યારે હોટશોટ ૧.૭ ઈંચ (૪.૫ સેમી નો વ્યાસ ધરાવે છે. જોકે બંનેની લંબાઈ સમાન (૭.૪ ઈંચ, ૧૯ સેમી) હોય છે.

જર્મનીમાં ૧૩થી ૧૯ વર્ષના ૧૨,૯૭૦ કુમારોના કરેલા સર્વેક્ષણમાં પણ જણાયું કે સામાન્ય કોન્ડોમનું માપ ઘણું મોટું હતું. ડ્યુરેક્સ જેવા અન્ય ઉત્પાદકો પન નાના કોન્ડોમ બનાવે છે તેઓ ડ્યુરેક્સ લવ ના નામે તે વેચે છે.

અન્ય

બળાત્કાર રોધી કોન્ડોમ મહિલાઓ દ્વારા વપ્રાતા કોન્ડોમ છે. આ કોન્ડોમ ની રચના એવી હોય છે કે તેઓ અત્યારીને પીડા ઉત્પન્ન કરાવે છે જેથી કદાચ પીડિત વ્યક્તિને છટકવાનો સમય મળે.

સંગ્રાહક કોન્ડોમ એ પ્રજનન સંબંધી તપાસના વીર્ય નમૂના એકત્રિત કરવા માટે વપરાય છે. આ કોન્ડોમની રચના વીર્યનું આયુષ્ય લંબાવે તેવી રીતે કરેલી હોય છે.

આનંદ પ્રમોદ માટે પ ન અમુક કોન્ડોમ જેવા સાધનો આવે છે જો કે તેઓ ગર્ભ ધારણ કે સંક્રામક રોગ સામે કોઈ રક્ષણ આપતા નથી.

સ્ત્રી કોન્ડોમ

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
સ્રી કોન્ડોમ

મણસો દ્વારા વપરાતા કોન્ડોમ લિંગ પર જડબેસલાક બેસી હાય છે જેઠી તે વીર્યને બહાર નીકળી જતા રોકી શકે. આનાથી વિપરીત સ્ત્રી કોન્ડોમમાં મોટી કડક કડીએ હોય છે જેથી તે શરીરના છીદ્રમાં અંદર ન ચાલ્યો જાય. શરુઆતમાં બનેલ સ્ત્રી કોન્ડોમ પોલીયુરેથીનમાંથેએ બનેલા હતાં પન નવા સમ્સ્કરણો નાઈટ્રાઈલ રબ્બર માંથી બનાવવામાં આવે છે. મેડતેક નામની કંપની લેટેક્સમાંથી સ્ત્રી કોન્ડોમ બનાવે છે.

અસરકારકતા

ગર્ભધારણ રોકવામાં

ગર્ભધારણ રોકવામાં કોન્ડોમની અસરકારકતઅ બે પદ્ધતિઓ દ્વારા માપવામાં આવે છે. "ચોકસાઈ ભર્યો વપરાશ" અને "સામાન્ય વપરાશ". છોકસાઈ ભર્યા વપ્રાઅશમાં માત્ર તેવા જ વ્યક્તિઓને ગણવામાં આવે છે જેઓ વિધી પૂર્વક , ચોકસાઈ થી અને સતત કોન્ડોમ વાપરતા હોય. સામાન્ય કે ચીલાચાલુ વપરાશ પદ્ધતિમાં સર્વ કોન્ડોમ વપરાશ કર્તાને શામિલ કરવામાં આવે છે. આમાં કોન્ડોમને ખોટી પદ્ધતિથી વાપરનારા અને નિયમિત ન વાપરનાર લોકો પણ શામિલ હોય છે. આની ગણતરી પ્રથમ વર્ષ ના વપરાશની જ કરાય છે. Most commonly the Pearl Index is used to calculate effectiveness rates, but some studies use decrement tables.:141

અભ્યાસ હેઠળના વસતિ અનુસાર "સામાન્ય વપરાશ"માં કોન્ડોમની અસરકારતા કે ગર્ભધારણ રોકવાની નિષ્ફળતાનો દર પ્રતિ વર્ષે ૧૦-૧૮% જેટલો હોય છે. "ચોકસાઈ ભર્યા વપરાશ" કરતાં કોન્ડોમની નિષ્ફળતાનો દર પ્રતિ વર્ષ્હે ૨% જેટલો હોય છે. વધુ પડતી સફળતા માટે કોન્ડોમ સાથે અન્ય ગર્ભ રોધકો જેમજે વીર્ય નાશક આદિનો ઉપયોગ પણ કરી શકાય છે.

ગુપ્ત રોગના પ્રસાર રોકવા

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
આર્જેન્ટિનાના બ્યુએસ નોસ એરિસ નામન શહેરમાં આવેલો મહાકાય કોન્ડોમની પ્રતિકૃતિ, જે ૨૦૦૫ના વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી માટે જન જાગૃતિમાટે ઉભો કરાયોઇ હતો.

ગુપ્ત રોગોનો ચેપન લાગે કે તેનો ફેલાવો ન થાય માટે કોન્ડોમ વાપરવાની સલાહ આપવામાં આવે છે. કોન્ડોમનો વપરાશ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં ચેપલાગવાની શક્યામાં ઘટાડો કરે છે. કોન્ડોમ ભલે સંપૂર્ણ પણે અસરકારક ન હોય પણ તે એઈડ્સ, લૈંગિક હર્પિસ, સર્વીકલ કેન્સર, લૈગિક મસા (કે વૉર્ટ),સિફીલીસ, કેલ્મિડિયા, ગોનોરિયા આદિ રોગોનો ચેપ અટકાવવામાં મદદ કરે છે. આઈયુડી જેવી અસરકારક ગર્ભ નિરોધક પદ્ધતિ સાથે પણ ગુપ્ત રોગ સંક્ર્મણની સંનભાવના ઘટાડવા કોન્ડૉમ વાપરવાની ભલામણ કરાય છે.

૨૦૦૦ની સાલમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ ના રિપોર્ટ અનુસાર ચોકસાઈ પૂર્વક કરેલ કોન્ડોમનો ઉપયોઅ એચ. આઈ . વી કે એઈડ્સનું સંક્રમણ લાગવની શક્યતા ૮૫% જેટલી ઘટાડી દે છે. સન ૨૦૦૦ના એન આઈ એચના એક અભ્યાસ અનુસાર લેટેક્સ કોન્ડોમના ચોકસાઈ પૂર્વકના વપરાશથી એચ.આઈ.વી /એઈડ્સ સંક્ર્મણની શક્યતા ૮૫% સુધી ઘટી જાય છે. ૨૦૦૭માં ટેક્સાસ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ એક અભ્યાસમાં અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ પણ જણાવ્યું કે કોન્ડોમના વપરાશથ્ઐ અઈડ્સ સાંક્ર્મણની શક્યતા ૮૦-૯૫% સુધીએ ઘટી જાય છે.

એન. આઈ. એચ. એ. તેના સન ૨૦૦૦ના અહેવાલમાં જણાવ્યું કે કોન્ડોમનો વપરાશ પુરુષોમાં ગોનોરિયાના સંક્રમણની શક્યતાને ઘણી હદે ઘટાડી દે છે. ૨૦૦૬ના એક અભ્યાસમાં જણયું છે કે કોન્ડોમનો વપરાશ સ્ત્રીઓને લાગતા માનવ પોપીલોમા વિષાણુના ચેપની શક્યતા ૭૦% ઘટાડી દે છે. તે વર્ષ્હે થયેલા એક અન્ય અભ્યાસમાં જણાયું કે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં કોન્ડોમના વપરાશ દ્વારા જાતીય હર્પીસના સંક્રમણને રોકવામાં મદદ કરે છે.

કોન્ડોમ ભલે યૌન અંગોને સંક્ર્મણ સામે ઘતા થતા રોકે છે પણ અમુક રોગોના સંક્રમણને તેઓ રોકી શકતાં નથી. રોગ દ્વારા સંક્રમિત ભાગો ને કોન્ડોમ દ્વારા ઢાંકી શકાતા નથી આવા સમયે સીધા સંપર્કમાં આવતાં રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. ગુપ્ત રોગોના સંક્ર્મણ પ્રત્યે કોન્ડોમની અસરકારકતા સામે સૌથી અસંગત મુદ્દો છે તેનો અનિયમિત વપરાશ. .

કોન્ડોમનો વપરાશ સંભવિત પૂર્વ કેસરકારક સવીકલ બદલાવના ઈલાજમાં મદદ કરે છે. માનવ પેપીલોમા વિષાણુ નું સંક્રમણ (પહેલા થઈ ચૂક્યું હોય તો પણ) પૂર્વ કેંસરકારક બદલવોની શક્યતા અને જોખમને વધારી દે છે. કોન્ડોમનો વપરાશ આ બદલાવોને પ્રતિક્રમિત કરવામાં મદદ કરે છે. આ સિવાય યુ.કેના સંશિધન કર્તાએ ધોધ્યું છે કે વીર્યમાં કે ધાતુમાં રહેલ અમુક જીવરસાયણો (હોર્મોન) વિહરમાન સર્વીકલ કેન્સરને વકરે છે. સંભોગ દરમ્યાન કોન્ડોમનો વપરાશ આ શક્યત ઘટાડે છે.

નિષ્ફળ જવાના કારણો

વીર્ય સ્ખલન પછી કોન્ડોમ લિંગ પરથી સરકી જઈ શકે છે, અયોગ્ય રીતે વાપરતા ફાટી (કદાચ પાકીટ ફોડતા પણ) જઈ શકે છે, અથવા લેટેક્સના ક્ષીણ થવાથી ( અંતિમ તારીખ પછી કે તૈલી પદાર્થો સાથે વપરાય તો) તે તૂટી ફાટી શકે છે. આનો તૂટવાનો દર ૦.૪% થી૨.૩% જ્ટ્આલો અને સરકી જવાનો દર ૦૬% થી ૧.૩% જેટલો છે. કોન્ડોમ તૂટી કે સરકી ન જાય તો પણ રહી ગયેલા શુક્રાણુઓ પ્રતિ ૧-૨% સ્ત્રીઓ સંવેદન શીલ રહે છે. "ડબલ બેગીંગ," એક સાથે ઉપરા ઉપરી બે ક્ન્ડોમ વાપ્રતાં પણ નિષ્ફળતા ની શક્યતા વધી જાય છે.

વિવિધ સ્તરે થતી કોન્ડોમની નિષ્ફળતા વિવિધ સ્તરે વીર્ય સામનાનું જોખમ ધરાવે છે. જો કોન્ડોમ પહેરતી વખતેજ નિષ્ફળ નીવડે તો સંભોગ પહેલાં બીજું કોન્ડોમ વાપરી શકાય છે. આવી નિષ્ફળતા વપરાશકર્તા માટૅ કોઈ જોખમ ઊભું કરતી નથી. કોન્ડોમ ફટવાથી વીર્ય સંપર્કનું જોખમ બિન કોન્ડોમ સંભોગ ની સરખાણી અડધું હોય છે અને કોન્ડોમના સરકવાથેએ આ જોખમ પાંચમા ભાગ જેટલું હોય છે.

પ્રમાણભૂત માપ ધરાવતા કોન્ડોમ લગભગ દરેક લિંગ પર બેસી શકે છે કો કે આરામ અને સરકી જવાની શક્યતનો સ્તર બદલાય છે. ઘણા કોન્દોમ ઉત્પાદકો "સ્નગ" (સાંકડા) કે "મેગ્નમ" (પહોળા) કોન્ડોમ પણ બનાવે છે. અમુક ઉત્પાદકો ખાસ વપરાશકર્તાની જરૂરીયત મુજબના માપના કોન્ડોમ બનાવે છે. તેમનો દાવો છે કે તે વધુ આરામ/સંવેદના આપે છે અને વધુ ભરોસાપાત્ર હોય છે. અમુક અભ્યાસ જણાવે છે કે લિંગના મોટા કદ અને કોન્ડોમના નાના કદને પરિણામે કોન્ડોમ તૂટવાની શક્યતા વધે છે અને સરકવાની શક્યતા ઘટે છે. તેજ પ્રમાણે નાના લિંગના કદ અને મોટા કોન્ડોમના કદ ને લીધે તૂટવાની શક્યતા ઘટે છે પણ સરકી જવાની શક્યતા વધે છે. જો કે અન્ય સઅભાસ આવા કોઈ તારણો પર આવ્યાં નથી.

કોન્ડોમની જાડાઈ સાથે તેના તૂત્આવાનો કોઈ સંબંધ જણાયો નથી. પાતળા કોન્ડોમ પણ તેટલાજ અસરકારક અને ટકાઉ જણયા છે. તેમ છતાં કોન્ડોમ નિર્માતાને વધુ જાડાં કે વધુ પાતળા કોન્ડોમ ન બનાવવાની સલાહ અપાય છે કેમકે તે બંને તેટલા અસરકારક નથી જણાયા. અમુક લોખકો લોકોને વધુ સંવેદના, આરામ અને ટકાઉ પણામાટૅ પાતળા કોન્ડોમ વાપરવાની સલાહ આપે છે, પણ અન્ય લેખઓ ચેતવણી આપે છે કે કે પાતળા કોન્ડોમ ને ટોતવા કે ફાટવા ઓછું બળ જોઈએ છે. કોન્ડોમ વપરાશના અનુભવી લોકો કરતાં પ્રથમ વખત વાપરનારામાં કોન્ડોમ ફાટ્આવા કે સરકી જવાની શક્યતા વધુ હોય છે. એમ પણ જણાયુણં છે કે એક કે વધુ ટૂત્આવા કે સરકવાનો અનુભવ કરનાર વ્યક્તિને આવા બીજો પણ અનુભવ થતો હોય છે. પોપ્યુલેશન રિપોર્ટ નામના લેખમાં જણાવયું છે કે કોન્ડોમ વપરાશની તાલિમ આપતાં તેના ફાટ્આવા કે સરકવાથી થતી નિષ્ફળતા ઓછી કરી શકાય છે. ફેમીલી હેલ્થ ઈંટરનેશનલ સંસ્થા ના પ્રકાશનો પણ એવો મત દર્શાવે છે કે તાલિમ દ્વારા ફાટવાનો કે સરકી જવાની શક્યતા ઘટી જાય છે. આસિવાય પણ ફાટવાની અને સરકવાની નિષ્ળતા રોકવા માટે વધુ સંશોધન અપ્ર તેમણે જોર મૂક્યું હતું.

જ્યારે કોન્ડોમનો ઉપયોગ ગર્ભધારણના નિયંત્રણ માટે કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ ન કરતાં ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. વપરાશ કારો કદાચ બહારગામ ગયાં હોય અને તેમને પાસે કોન્ડોમ ન હોય અથવા કદાચ વધુ સંવેદના માટે કોન્ડોમનો ઉપયોગ ટાળી " જોખમ" વહોરવાનું વિચારે. આવા પ્રકારનું વર્તન કોન્ડોમ સામન્ય ને ચીલાચાલુ વપરાશની નિષ્ફળતા માટે જવાબદાર હોય છે.

કોન્ડોમની નિષ્ફળતાનું એક બીજું મુખ્ય કરણ હોય છે કોન્ડોમ સાથે જાણે કરીને કરાતી છેડતી. તેનો એક ઉદ્દેશ્ય સાથીની ઈચ્છા વિરુદ્ધ બાળક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોઈ શકે છે. નાઈજીરીયાના અમુક દેહ વિક્રય કરનારાઓએ કહ્યું હતું કે તેમના ગ્રાહકો કોન્ડોમ પહેરવાને તેમની ઈચ્છા ન હોવાથી કોન્ડોમ સાથે છેડતી કરતાં રહેતાં. કોન્ડોમના ટોટી પરના છેડા પર સોય દ્વારા કાણાં અક્રતા કોન્ડોમની અસરકારકતઅં અત્યંત ઓછી થઈ જતી હોય છે.:306-307

ફેલાવો

કોન્ડોમ વપરાશનો પ્રસાર વિવિધ દેશો પ્રમાણે બદલાય છે. ગર્ભનિરોધકોના મોટા ભાગના સર્વેક્ષણો પરિણિત કે અનૌપચારિક સંબંધો ધરાવતી સ્ત્રીઓમાં જ કરવામાં આઅવ્યાં છે. જાપાનમાં જોન્ડોમ વપરાશનો દર વિશ્વમાં સૌથી વધુ છે. આ દેશમાં ૮૦% ગર્ભનિરોધ માટે પરિણિત સ્ત્રીઓ કોન્ડોમનો આશરો લે છે. સરેરાશ વિકસિત દેશોમાં કોન્ડોમ એ પ્રચલિત ગર્ભનિરોધનું સાધન છે. ૨૮ પરિણિત યુગલો કોન્ડોમ પર આધાર રાખે છે. મધ્યમ કે અલ્પ વિકસિત દેશોમાં કોન્ડોમનો વપરાશ ઓછો પ્રચલિત છે ત્યાં ૬-૮% જેટલા પરિણિત યુગલો કોન્ડોમ વાપરે છે.

જાતીય રોગ સંક્રમણના અપ્રસાર માટે કોન્ડોમનો વપરાશ પન વધઘટ થાય છે. યુનાયટેડ સ્ટેટ્સના એક સર્વેક્ષણ અનુસાર ૩૫ % સમલિંગકામી અર્થાત્ત ગે પુરુષોએ બે કોન્ડોમ (ડબલ બેગીંગ) વાપર્યા હતાં. While intended to provide extra protection, double bagging actually increases the risk of condom failure.

વપરાશ

પુરુષોના કોન્ડોમ પ્રાયઃ જળપોશના કાગળમાં સીલ બંધ કરેલા હોય છે. તેમને વાળીને બંધ કરાય છે. કોન્ડોમને તેની ટોટીને પકડીને લિંગની ટોચે ગોઠવીને તેના વળણને પાછળ તરફ ખોલીને ઉત્તેજીત લિંગ પર પહેરી શકાય છે. કોન્ડોમ પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ટોટીનો ભાગ મુક્ત રાકહ્વામામ્ આવે જેમાં ઉત્સર્જિત વીર્યને ગ્રહણ કરી શકાય. તે જગ્યા નહોય તો કોન્ડોમના ખુલ્લા છેડેથી બહાર નીકળી આવવાની શક્યતા રહે છે. વપરાશ પછી કોન્ડોમને કાગળીયામાં વાળીને કે તેની ગાંઠવાળીને નિષ્કાશીત કરાય તે ઈચ્છનીય છે.

અમુક યુગલોને લાગે છે કે કોન્ડોમ પહેરવાની પળોજણને લીધે સંભોગમાં બાધા પડે છે. જ્યારે અમુક યુગલો કોન્ડોમ પહેરવાની વિધીને તેમની સંભોગ પૂર્વ ક્રીડા (ફોર પ્લે) નો જ એક ભાગ બનાવી તેનો આનંદ લે છે. અમુક પુરુષો અને સ્ત્રીઓ માને છે કે કોન્ડોમના અવરોધને કારણે તેમના સંભોગ સંવેદનાને મંદ કરી દે છે. આ મંદ સંવેદનાના ફાયદા પણ થાય છે જેમકે લાંબા સમયની ઉત્તેજના અને લંબાયેલ વીર્ય સ્ખલન; અને તેના ગેરફાયદા પણ છે જેમકે મૈથુનિક ઉત્તેજનામાં તીવ્રતામાં કમી. કોન્ડોમ વપરાહના સમ્ર્થકો કોન્ડોમના અન્ય ફાયદાઓ પણ જણાવે છે જેમકે સસ્તા, વાપરવામાં સરળ અને ઘણી ઓછી આડાસરો

જાતીય શિક્ષણ કોન્ડોમનું સ્થાન

જાતીય શિક્ષણ અભિયાનમાં પ્રાયઃ કોન્ડોમને શામિલ કરવામાં આવે છે કારણ કે તેને ચોકસાઈ પૂર્વક વાપરતાં તેઓ ગર્ભ નિરોધક સાથે જાતીય રોગ કે ગુપ્ત રોગોના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. અમેરિકન સાયકોલોજીકલ સેસિશિએશનએ તેના તાજેતરના લેખમાં કોન્ડોમની માહિતી જાતીય શિક્ષણમાં ઉમેરવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે," જાતીય શિક્ષણના સંપૂર્ણ આયોજનો કોન્ડોમના ઉચોત વપરાશ વિષે ચર્ચા જરૂર કરે છે. " અને "જાતીય રીતે સક્રિય વર્ગોમાં કોન્ડોમ વપારાશનો પ્રચાર કરે છે"

યુ.એસ.એ માં અમુક જાઅહેર શાળાઓમાં કોન્ડોમના ઉપયોગ વિષેના શિક્ષણ સામે અમુક ધાર્મિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. પ્લાન્ડ પેરેન્ટહુડ નામની સંસ્થા જે પરિવાર નિયોજન અને જાતીય શિક્ષણનું સમર્થન કરે છે તેઓ જણાવે છે કે કોઈ પણ સર્વેક્ષણોમાં જાતીય શિક્ષણમાં બ્રહ્મચાર્યનું પાલન કરવા પર જોર મુકતા નથી માત્ર સંભોગમાં મોડેથી જોડાવું તેવું સૂચવે છે. ૭૬% અમેરિકી માતા-પિતાઓ તેમના બાળકોને કોન્ડોમ ના ઉપયોગ સહિતનું સંપૂર્ણ જાતીય શિક્ષણ મળે એવી ઈચ્છા રાખે છે.

વંધત્વ ઈલાજ

વીર્ય કે ધાતુની ચકાસણી અને કૃત્રીમ વીર્ય સેચન (રોપણ) આદિ વંધત્વના ઈલાજનો એક ભાગ હોય છે. આ ઈલાજમાં વીર્યના નમૂના લેવાની જરૂર પડે છે. આ નમૂના પ્રાયઃ હસ્તમૈથુન દ્વારા મેળવવામાં આવે છે. આ સિવાય પણ કલેક્શન કોન્ડોમ તરીકે ઓળખાતા અમુક ખાસ પ્રકારના કોન્ડોમ વાપરતાં સંભોગ સમયે પણ નમૂનો એકત્રીત કરી શકય છે.

કલેક્શન કોન્ડોમ સિલિકોન કે પોલીયુરેથીનમાંથી બનાવવામાં આવે છે કેમકે લેટેક્સ વીર્ય માટે નુકશાન કારક હોય છે. ઘણા લોકો હસ્તમૈથુન કરતાં કલેક્શન કોન્ડોમ પસંદ કરે છે અને અમુક ધર્મોમાં હસ્ત મૈથુન પ્રત્યે સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી પણ કલેશન કોન્ડોમ પસંદ કરાય છે. એમ પણ જણાયું છે કે હસ્તમૈથુન દ્વારા મેળવેલા કોન્ડોમ કરતાં કલેક્શન કોન્ડોમ માં જમા થયેલા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા વધુ હોય છે, તેમની સક્રીયતા વધુ હોય છે, અને બળવાન શુક્રાણુનું પ્રમાણ પણ વધુ હોય છે. આ બધા કારણોને લીધે વીર્ય પરીક્ષણમાં તે વધુ ચોક્કસ પરિણામ આપે છે અને કૃત્રીમ ગર્ભાધાનની પદ્ધતિઓમાં પણ ગર્ભ ધારણની શક્યતાઓ વધારી દે છે. ચુસ્ત કેથોલીક ધર્મ જે ગર્ભનિરોધકોનો પ્રખર વિરોધી છે તેને માનનારા લોકો કલેક્શન કોન્ડોમમાં કાણા પાડીને વીર્ય નમૂના એકત્રિત કરે છે. :306-307

વંધત્વના ઈલાજમાં , કલેક્શન કોન્ડોમનો ઉપયોગ સંભોગ દરમ્યાન ઉત્સર્જિત વીર્યના નમૂનાને લેવા માટૅ વપરાઅય છે. જેમાં સ્ત્રીના સાથી દ્વારા ઉત્સર્જીત વીર્ય લેવાય છે. વીર્ય દાતાઓ પણ હસ્ત મૈથુન દ્વારા કે સંભોગ દ્વારા કલેક્શન કોન્ડોમમાં જમા થયેલા વીર્યને ખાસ શીશીમાં નાખી સંગ્રહે શકે છે. આ રીતે દાતા દ્વારા મળેલા વીર્યને જરૂરીયાત મંદ સ્ત્રીને દાન કરી કૃત્રીમ વીર્ય સેચન કરાય છે. અને તે સ્ત્રીના સાથીના વીર્ય મળે તો ફર્ટીલીટી પ્રયોગશાળામાં વધુ પ્રક્રીયા કરવા મોકલાય છે. જોકે સ્થળાંતર દરમ્યાન લાગેલા સમયમાં વીર્યની ફળદ્રુપતા ઓછી કરે છે. જ્યારે વીર્ય વીર્ય બેંક કે ફર્ટીલીટી ક્લિનીકમાં મેઆળ્વાય છે ત્યારે કલેક્શન કોન્ડોમની જરૂર રહેતી નથી.

અમુક સ્ત્રીઓમાં વીર્ય વિરોધી પ્રતિદ્રવ્યોનું પ્રમાણ અત્યંત વધુ હોય છે. આવા યુગલોને "કોન્ડોમ થેરેપી" ની સલાહ અપાય છે. એમ માનવામાં આવે છે કે સાથીના વીર્ય સાથેનો ઓછો સંપર્ક સ્ત્રીના શરીરમાં વીર્ય પ્રતિ રોધી દ્રવ્યના ઉત્પાદનમાં ઘટાડો કરે છે અને કોન્ડોમ થેરેપીનો ઉપયોગ બણ્ધ કરતાં તેના ગર્ભાધાનની શક્યતા વધી જાય છે. જોકે કોન્ડોમ થેરેપી પહેલાં ગર્ભાધાન પાછળના ગર્ભધાનમઅં એટલી સફળ પૂરવાર થઈ નથી.

અન્ય ઉપયોગ

કોન્ડોમ એ પાણીરોધી, લચકદાર, ટકાઉ અને મળી આવે તો પણ કોઈને શંકાનું કારણ ન બનતા હોવાથી તેનો ઉપયોગ વિવિધલક્ષી પાત્ર કે થેલી તરીકે વપરાય છે. બીજા વિશ્વ યૂદ્ધ દરમ્યાન કોન્ડોમના આવા વપરાશની શરૂઆત થઈ, જેમ કે:

  • લ્યુબ્રીકંટ કે ચીકણા દ્રવ્ય ધરાવતા કોન્ડોમને રાઈફલ બેરલ ને ધૂળ કણો આદિથી સૂરક્ષિત રાખવા માટે.
  • ઓફીસ ઓફ સ્ટ્રેટેજીક સર્વિસેસએ આના અનેક વિધ ઉપાયો શોધ્યાં, જેમાં ઈંધણમાં ઉમેરાતા સાંદ્ર પદાર્થો સંગ્રહવા કે ગળા ગાંસો આપી મારી નાખવા વપરાતા તાર (ગેર્રોટ)ને સાચવવા, કે પોતે ફાટતી ફીલ્મ ડબ્બી , અને સુધારેલા સ્ફોટકો સંગ્રહવા માટે.
  • નેવી સીલના લડવૈયાઓએ બે કોન્ડોમ ને નીઓપ્રીન સિમેંટ દ્વારા જોડી જલ સ્ફોટકો તૈયાર કર્યાં. — જેને કારણે "બમણી જળરોધી Dual સ્ફોટ પ્રણાલી ("WaterproofFiring Assemblies.") શબ્દ નો જન્મ થયો.

કોન્ડોમના અન્ય ઉપયોગો:

  • યોનિની અલ્ટ્રાસાઉન્ડ તપાસ કરવા વપરાતા સળીયા પર આવરણ તરીકે. આવા સળીયાને કોન્ડોમ વળે આવરીત કરાતાં તે સળીયાને યોનિમાંથી વહેલા સ્ત્રવો કે લોહીથી ખરડાતા બચાવી શકાય છે અને તેની સફાઈ સરળ થઈ પડે છે.
  • અસ્તિત્વ માટેની કપરી પરીસ્થિતીમાં કોન્ડોમમાં પાણી સંગ્રહી શકાય છે.
  • કોકેન, હેરોઈન કે અન્ય નશીલા પદાર્થોની સીમા પારે કે જેલની અંદર દાણચોરી માટે પણ કોન્ડોમનો ઉપયોગ થતો આવ્યો છે. કોન્ડોમમાં આ વસ્તુઓ ભરી ગાંઠ વાળીને ગળે જવામાં આવે છે કે તેને ગુદામાં ઠોંસી દેવાય છે. આ વિધીઓ ઘણી ભયંકર અને જાનલેવા પણ સાબિત થઈ શકે છે. જો કોન્ડોમ ફાટી જાયતો આ નશીલા પદાર્થ સીધા રક્તમાં શોષાઈ જઈ અણધારી તકલીફો આપી શકે છે.
  • સોવિયેત યુનિયનના ગુલાગમાં કોન્ડોમમાં દારૂ ભરીને કેદીઓ સુધી પહોંચાડવામાં આવતો હતો. જ્યારે કોઈ કેદી બહાર કામ કરવા જતો ત્યારે ત્ કોન્ડોઅ ગળી જતો. જેના છેડે એક પાતળી રબ્બરની નળે એ જોડેલી હોતી. આ નળીનો એક છેડો દાંત વડે દાબી રખાતો. દાણચોર આ સિરિંજ મારફતે આ નળી અને કોન્ડોમમાં ત્રણ લિટર જેટલો દારુ ભરતો. આવો દારુ ભરેલા કોન્ડોમ શરીરમાં ભરી કેદી કારાવાસમાં લઈ જતો. ત્યાં તેને ઉલટો લટકવી મોંની નળી મારફતે તે દારુ કઢાવતાં. ૩ લિટર વોડકામાં પાણી ઉમેરી સાત લિટર સામાન્ય વોડકા બનાવવામાં આવતી. કોન્ડોમ ફાટતાં કેદી માટે જીવનું જોખમ હતું પણ તેને કારાવાસમાં એટલી સારી રકમ મળતી કે કેદીઓ જીવ જોખમમાં નાખવા તૈયાર થતાં.
  • ડગ્લસ એડમ્સ નામના શોધકરતઅ એ પોતાઅના પુસ્તક લાસ્ટ ચાન્સ ટુ સી માં એવું લખ્યું છે કે માઈક્રો ફોનને કોન્ડોમમાં નાખી તેઓ પાણીની અંદર જઈ નોંધ કાર્ય કરતાં. જ્યારે પાણી રોધી માઈક્રોફોન ન મળે ત્યારે બીબીસી પ્રાયઃ કોન્ડોમમાં માઈક્રોફોન ભરીને કાર્ય ચલાવતી.
  • માટીની તપાસની દરમ્યાન માટીને સૂકી રાખવા એંજીનીયરો કોન્ડોમનો ઉપયોગ કરતાં.
  • કોન પેનીટ્રેશન ટેસ્ટમાં એંજીનીયરો ખોદનાર સ્ટીલ પ્રોબમાં સંવેદકોને કોન્ડોમમામ્ ભરીને મુકતાં જેથી તેને નુકશાન ન થાય.
  • હોસ્પીટલેની બહાર ચેસ્ટ ડીકંપ્ર્શન કરવા માટે કોન્ડોમનો ઉપયોગ એક માર્ગી વાલ્વ બનાવવા થાય છે.

વિવાદ અને નિંદા

કોન્ડોમના ફાયદાઓ વિષે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ ફાયદા છતાંપણ નૈતિક અને વૈજ્ઞાનિક વર્તુળોમાં તેની ટિકા થતી રહી છે. આ ટીકા ખાસ કરીને છેલ્લા દાયકામાં થયેલાં સંશોધનને વધી ગઈ.

સંભોગની અવસ્થા દરમ્યાન નિંદા

કોન્ડોમનો વિરોધ માટ્ર તેના વિરોધકો જ નહીં સ્વયં કોન્ડોમ વાપરનાર લોકો પણ કરતાં હોય છે. તેમાંની અમુક મુખ્ય ટીકાઓ આપ્રમાને ની છે:

  • "કોન્ડોમ ઘનં વજનદાર હોય છે", એટલેકે કોન્ડોમનું કાપડ ઘણે હદે લિંગને અને યોનિ બંનેને મળતી સ્પર્શ સંવેદનાને ઘણે હદે ઓછી કરી નાખે છે કેમકે તેમાં કાપડનો અવરોધ હોય છે. આ સમસ્યાનું નિકારણ લાવવાઅ કોન્ડોમ ઉત્પાદકો પાતળા અને અત્યંત પાતળા કાપડ ધરાવતાં કોન્ડોમ નિર્માણ કરે છે. અત્યંત પાતળું કાપડ હોવા છતાં પણ અમુક સ્ત્રીઓ અને પુરુષો ફરિયાદ કરે છે તેનાથી મુક્ત સંભોઅ જેવો આનંદ નથી મળતો.
  • અમુક મણસો કોન્ડોમ વાપરતાં ખરેખર સ્તંભન જાળવી નથી શકતાં. અમુક લોકો એવી શિખામણ આપે છે કે કોન્ડોમ પહેરતી વખતે હસ્ત મૈથુન કે અન્ય વિકલ્પ લી આવા લોકોએ સ્તંભન જાળવી રાખવું જોઈએ. જોકે અમુક માણસો તો પન ફરિયાદ કરે છે ક્ તેઓ કોન્ડૉમ સાથે કઈમ્ પન કરે તેમ છતાં સ્તંભન જાળવી શકતાં નથી.
  • અમુક માણસો કોન્ડોમ પહેરી સ્તંભન જાળવી શકે છે પણ સ્ખલન પામી શતાં નથી. આમ કરતાં કોન્ડોમનો વીર્યને યોનિમાં પ્રવેશતા અટકાવવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે જ નાશ પામે છે. આનાથી વિપરીત રતિક્ષણ સુધી લિંગને ઉત્તેજીત કરીને સ્ખલનનઐ ઘડી પહેલાં જ કોન્ડોમ પહેરવું એ પ્રાયોગિક રીતે શક્ય નથી

ધાર્મિક

રોમન કેતોલિક ચર્ચ (સંપ્રદાય) લગ્ન બહારના સર્વ જાતીય કર્મોની નિંદા કરે છે. આ સાથે એવા જતીય સંભોગ કે જેમાં જાણે કરીને ગર્ભાધાનને રોકવાના પ્રયાસ કરવામં આવ્યાં હોય (નસબંદી આદિ) કે બાહ્ય અવરોધ વપરાયા (દા.ત કોન્ડોમ વાપરીને) હોય તેવા દરેક સંભોગને તેઓ વર્જ્ય ગણે છે.

જાતીય રોગના સંક્રમણને રોકવા માટે વપરાયેલા કોન્ડોમ પ્રત્યે કેથોલિક સંઘને કોઈ છોછ જણાતી નથી, જોકે આ મુદ્દો અત્યારે કેથોલિક સંપ્રદાય ના વડેરાઓમાં ચર્ચાનો વિષય છે. બેલ્જીયન કાર્ડિનલ ચર્ચ જેવા અમુક સંપ્રદાયો મને છે કે એઈડ્સ જેવા રોગને પ્રસરતો રોકવા માટે કોન્ડોમના ઉપયોગને ટેકો આપવો જોઈએ. જોકે, વેટિકનના સત્તાવાર મત સહિત બહુમત એવો છે કે— કોન્ડોમને કારણે અમર્યાદિત કામભોગ વૃત્તિને પોષણ મળે છે જેને કારણ્ ગુપ્ત રોગ સંક્રમણમાં વધારો થાય છે. This view was most recently reiterated in 2009 by Pope Benedict XVI.

રોમન કેથોલિક એ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સંગઠન છે. આ ચર્ચ દ્વારા આફીકન દેશોમાં ફેલાયેલા એઈડ્સના ફેલાવાને રોકવાના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. પણ આ કાર્યક્રમોમાં તેમનો કોન્ડોમના વપરાશ પ્રત્યેનો વિરોધ એક મોટા વિવાદનો વિષય રહ્યો છે.

હાલમાં અપાયેલ મુલાકાતમાં પ્રથમ વખત તેમણે જાતીય રોગના સંક્રમણ રોકવા પર ચર્ચા કરી હતી. અમુક જૂજ વ્યક્તિઓમામ્ કોન્ડોમના વપરાશને યોગ્ય ગણી શકાય જ્યારે વાત એચાઅઈવી જેવા સંક્રમણેને અટકાવવાની હોય.

વૈજ્ઞાનિક અને પર્યાવરણ

સામાન્ય રીતે વૈજ્ઞાનિક સંશોધન કર્તાઓએ કોન્ડોમની બનાવટમાં વપરાતા પદાર્થો જેમકે ટેલ્ક અને નાઈટ્રોસેમાઈન ના ઉપયોગ વિષે ચિંતા વ્યક્ત કરે છે. કોન્ડોમના લેટેક્સના વળણો ચીટકી ન જાય તેમાટે તેના પર સુક્કા પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે. પહેલાના વખતમાં તેલ્કમ પાઉડર વપરાતો પણ આજકાલ મકાઈની સ્ટાર્ચ નો પાઊડર વપરાય છે. જો ટેલ્ક પેટના પોલાણમાં પ્રવેશેતો ઝેરી સાબિત થઈ શકે છે (યોનિ માર્ગે). કોર્ન સ્ટાર્ચને તેના મુકાબલે સલામત માનવામં આવે છે જોકે અમુક સંશોધન કર્તાઓએ તેના વપરાશ અપ્ર પણ પ્રશ્નો ઊભા કર્યાં છે.

નિરોધ: ઇતિહાસ, નામની વ્યૂત્પતિ અને અન્ય નામો, વિવિધરૂપો 
રસ્તા પર પડેલો વપરાયેલો કોન્ડોમ

નાઈટ્રોસેમાઈન એ માણસોમાટે એક કેન્સરકારક પદાર્થ છે,આ પદાર્થ લેટેક્સની તણાઈ શકવાની ક્ષમતાને વધારવા માટે વપરાય છે. ૨૦૦૧માં એક સંશોધનમઅં એવું તારણ નીકળ્યું હતું કે કોન્ડોમના ઉપયોગની અપેક્ષાએ મણસોને ખોરાક અને તંબાકુ ધરાવત પદાર્થો થકી નાઈટ્રોસેમાઈનના જોખમનો ૧૦૦૦ થી ૧૦,૦૦૦ ગણો વધુ સામનો કરવો પડે છે તથા કોન્ડોમના વપરાશ થકી કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. જોકે ૨૦૦૪ના જર્મનીમાં થયેલા અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે કે ચકાસાયેલી ૩૨ બ્રાંડ માંથી ૨૯માં નાઈટ્રોસેમાઈનના અંશ મળી આવ્યાં હતં અને આવા કોન્ડોમ વાપરવથી ખોરાકની દ્વારા નઈટ્રોસેમાઈનની અસરનું જોખમ ૧.૫ થી ૩ ગણું વધી જાય છે.

આ સિવાય એક વખનો ઉપયોગ કરી ફેંકી દેવાતા કોન્ડોમના મોટા પ્રમાણમાં વપરાશથી પર્યાવરણ સામે જોખમ ઊભું થયું છે. જોઆ કોન્ડોમને સંપૂર્ણ રીતે બાળીને કે અન્ય રીતે નષ્ટ કરવામાં ન આવે તો કચરા સ્વરૂપે આ વપરાયેલ કોન્ડોમ વન્ય જીવન ના પર્યાવરણ સુધી પહોંચી જવાની શક્યતા રહેલી છે. પોલીયુરીથેનના કોન્ડોમ પ્લાસ્ટીકનો એક પ્રકાર હોવાથી તેનું જૈવિક વિધટન થતું નથી અને લેટેક્સનું અપઘટન થતા ઘણો લાંબો સમય લાગે છે. એવર્ટ નામની સંસ્થા કોન્ડોમને ફ્લશ કરવાને બદલે કચરાના ડબ્બામાં ફેંકવાની સલાહ આપે છે. કોન્ડોમને ફ્લશ કરતાં તે પાઈપ આદિમાં ભરાઈને વહેણ રોકી દે છે. પ્લાસ્ટીક કે ફોઈલ્ના કાગળો કે જેમાં કોન્ડૉમને વેચવામાં આવે છે તે પણ જૈવિક વિઘટન શીલ નથી હોતાં. જોકે કોન્ડોમ દ્વારા થતાં ફાયદાઓની સરખમણીમાં તેમના દ્વારા રોકાતી જમીન ભરણીની જગ્યા ખૂબ નજીવી હોઈ તેને અવગણી શકાય છે. કોન્ડોમ કે તેના પડીકાને જાહેર બગીચા આદિ સ્થળોએ ફેંકી દેતા કચરાની સમસ્યા આજે દરેક સ્થળે પ્રવર્તમાન છે.

જૈવિક વિઘટનશીલ લેટેક્સના કોન્ડોમને જો અયોગ્ય રીતે નિષ્કાસીત કરવામાં આવે આવે તો તે પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. . સમુદ્રી સંવર્ધન અનુસાર, કોન્ડોમ, અન્ય પ્રકારના કચરાઓની સાથે મળી તે કોરલ રીફ (વાદળી)ને ઢાંકી દે છે અને અને દરિયાઈ ઘાસ અને સમુદ્ર પટના અન્ય સજીવોને અન્યને ગૂંગળાવી દે છે. પ્રાણીઓ આને પોતનો આહાર સમજીને આરોગી જવાનો ભય યુનાયટેડ સ્ટેટ્સની પર્યાવરણ સંસ્થાએ વ્યક્ત કર્યો છે.

સ્વાસ્થ્ય સંબંધી તકલીફો

પેટેર્નલ ટોલેરન્સ પ્રણાલીમાં હસ્તક્ષેપ કરી કોન્ડોમ ગર્ભાધાનમાં પ્રી-ઈક્લેમ્પ્સીઆ અને ગર્ભપાત જેવી તકલીફો સર્જી શકે છે.

લેટેક્સ પ્રત્યે એલર્જી ધરાવતા લોકોમાં કોન્ડોમ ત્વચા સંબંધી તકલીફો ઉત્પન્ન કરી શકે છે. લેટેક્સ પ્રત્યે અત્યંત સંવેદન શીલ લોકોમાં કોન્ડોમ જીવન માટૅ જોખમી પણ હોઈ શકે છે. લેટેક્સ કોન્ડોમનો વારંવાર થતો ઉપયોગ પણ અમુક માણસોને તેના પ્રત્યે સંવેદન શીલ બનાવે છે.

કોન્ડોમ વપરાશ સામેના સાંસ્કૃતિક અવરોધ

૧૯૬૦માં જ્યારે સૌ પ્રથમ વખત ગર્ભનિરોધમાટે મોં વાટે લેવાતી ગોળીઓ બજારમાં આવી ત્યારથે પશ્ચિમ વિશ્વમાં કોન્ડોમના વપરાશમાં ગટાડો થયો છે. :267-9,272-5 જાપનમાં ૧૯૯૯ સુધી મોંવાટે લેવાતા ગર્ભ નીરોધકોને મંજૂરી મળી નહતી. ત્યાર બાદ પણ અન્ય ઔદ્યોગિક રાષ્ટ્રોની સરખામણીએ અહીં તેની ઉપલબ્ધતા મર્યાદિત હતી. કદાચ આ જ કારણે જાપનમાં ગર્ભનીરોધ કરીકે કોન્ડોમનો સૌથી વધુ વપરાશ થાય છે. ૨૦૦૮માં , ૮૦% ગર્ભનીરોધ કોન્ડોમ દ્વારા થતો હતો.

લિંગભેદ અનુસાર સામાજિક કાર્યો, ગર્ભનીરોધન અને સંભોગ પ્રત્યે આ અભિગમો જુદા જુદા સમાજમાં હોય છે. અમુક સમજમાં અત્યંત ચુસ્તતા તો અમુક સમજમાં અત્યંત સ્વતંત્રતા જોવા મળે છે. અમુક સમાજો કે સંસ્કૃતિઓમાં કોન્ડોમના વપરાશ પ્રત્યે ગેરસમજો પ્રવર્તે છે તેમાં કોન્ડોમને અનૈતિક અને દાનવી સાધન માનવામાં આવે છે અને તેને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. આવા કારકો તે સમાજ -સંસ્કૃતિમાં કોન્ડોમના વપરાશના પ્રમાણ પર સીધી અસર અક્રે છે. અવિકસીત અને અલ્પ શિક્ષીત સ્થળોએ ગુપ્ત રોગના ફેલાવા વિષે અને ગર્ભ નીરોધ પ્રવર્તતી ગેરસમજોને કારણે કોન્ડોમના વપરાસહ પર અસર પડે છે. અમુક સમજમાં સામાજીક સ્તરને કારણે અમુક સ્ત્રીઓ દ્વારા તેમના પુરુષ સાથી કોન્ડોમ વાપરે તેવી માંગણી કરવી પણ અયોગ્ય લાગતી હોય છે.

દા.ત. યુનાયટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયેલા લેટિન લોકોને કોન્ડોમ વાપરવા સામે સાંસ્કૃતિક બંધનો નડે છે. લેટિન સમાજમાં સ્ત્રીઓના દરજ્જાને કારણે કોન્ડોમ વાપરવાનો વિષય કઢતાં પણ સ્ત્રીઓ ગભરાય છે એમ જર્નલ ઓફ સેક્સ હેલ્થ રિસર્ચમાં જણાવાયું છે. સ્ત્રીઓએ જણાવ્યું હતું કે લેટિન સંસ્કૃતિ પર જનરલ મેચિશ્મોનો પ્રભાવ હોવાથી જ્યારે સ્ત્રીઓ તેમના પુરુષ સાથીઓને કોન્ડોમ વાપરવા જણાવતી ત્યારે પુરુષો ગુસ્સે થતાં કે હિંસક બનતાં. આવો જ પ્રતિભાવ અમેરિકન શ્યાવર્ણી મહિલાઓએ પણ આપ્યો. કોન્ડોમ વાપરવાની સલાહ આપતાં જ તેમના પુરુષ સાથીઓ હિંસા પર ઉતારુ થઈ જતાં.

રેન્ડ કોર્પોરેશન અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સીટીએ કર્લા એક ટેલિફોન સર્વે માં જણાયું કે અમેરિકાના શ્યામ વર્ણી પુરુષોમાં એઈડ્સ પ્રસારનું ષડયંત્ર અને કોન્ડોમના વપરાશ વચ્ચે સંબંધ હતો. સર્વેક્ષણ કરાયેલા જે નર સમૂહમાં એઈડ્સના કાવતરાની વાત ફેલાઈ હતી તેમનામાં કોન્ડોમ વપરાશનો દર ઘટી ગયો હતો. જો કે સ્ત્રીઓ દ્વારા કોન્ડોમનો વપરાશ ઘટ્યો નહતો.

આફ્રીકા ખંડમાં અમુક મુસ્લીમ અને ખ્રીસ્તી પાદરીઓ દ્વારા કરાતાં કોન્ડૉમ વિરોધી પ્રચારને કારણે કોન્ડોમ વપરાશ ના પ્રસારમાં અડચણો આવે છે. મસાઈ જતિના લોકોમાં વીર્યને પ્રજનનથી પણ વધારે સામાજીક અને સાંસ્કૃતિક મહત્વ મળે છે તેને કારણે કોન્ડોમના વપરાશ દ્વારા વીર્યને વ્યર્થ જવાઅ દેવા પર સામજિક બંધન છે. આ સમાજમં વીર્યને સ્ત્રીઓમાટેનું અમૃત ગણવામાં આવે છે અને તેના દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે એમ માનવામાં આવે છે. મસાઈ સ્ત્રીઓ માને છે કે એક વખત ગર્ભ ધારણ પછી તેમણે વારંવાર સંભોગ કરવો જોઈએ જેથી વધારાનું વીર્ય તેમના બાળકના વિકાસમાં મદદ કરતું રહે. અમુક મસાઈ લોકો એમ પણ માને છે કે વધુ પડતા કોન્ડોમ વાપરવાથેએ નપુંસકતા આવે છે. આફ્રીકાની અમુક સ્ત્રીઓ માને છે કે કોન્ડોમ એ દેહ વિક્રય કરનાર મહિલાઓ માટે હોય છે અને સમાજની સન્નારીઓએ તેમને ન વાપરવા જોઈએ. અમુક ધર્મગુરુઓ એવો પણ પ્રચાર કરે છે કે કોન્ડોમને ખાસ એચ. આઈ. વી. લગાડવામાં આવે છે.

પ્રમુખ ઉત્પાદકો

એક વિવેચકે એવું જણાવ્યું છે કે કોન્ડોમ બજારનું કદ જોઈ મગજ ચકરાવો મારી જાય છે. ઘંણાં બધા નાના ઉત્પાદકો, બિનધંધાદારી સંગઠનો અને સરકાર દ્વારા ચાલનરાઅ ઉદ્યમો સમગ્ર વિશ્વમાં ફ્લાયેલા છે. :322,328 કોન્ડોમ બજારમાં અમુક ઘણાં મોટા ખેલાડીઓ છે, તેમાં ધંધાદારી અને ધર્માદા સંગઠનો પણ છે. મોટા ઉત્પાદકોના મૂળ આ ધંધામાં ૧૯મી સદીથી જોડાયેલા છે. ડ્યુરેક્સ

  • જ્યુલિયસ સ્કીંડ, ઈન્ક. ની સ્થાપના ૧૮૨૨ માં થઈ હતી તેઓ શૈક અને રામ્સેસ બ્રાંડના કોન્ડોમ બનાવતાં.:154-6 ધ લંડન રબ્બર કંપની એ ૧૯૩૨માં ડ્યુરેક્સ બ્રાંડ હેઠળ કોન્ડોમ નું ઉત્પાદન શરુ કર્યું.:199,201,218 આ બંને કંપની ઓ હવે એસ.એસ.એલ ઈંટરનેશનલ (સેટન સ્કોલ લિમિટેડ)નો ભાગ છે..:327
  • ૧૯મી સદીમાં મેર્લે યંગ્સએ અમેરિકામાં ટ્રોજન બ્રાંડના કોન્ડોમ નો ઉદ્યોગ શરુ કર્યો. :191 અત્યારે તેઓ ચર્ચ એન્ડ ડ્વાઈટનો ભાગ છે.:323-4
  • ૧૮૯૦માં ડનલોપ રબ્બરે કોન્ડોમ બનાવવાના શરુ કર્યાં. ૧૯૦૫માં ડનલોપે તેમનું કોન્ડોમ બનાવવાનું યંત્ર તેમના એરીક એસ્નેલ નામના એક કામદારને વેંચી દીધું. તેમને એસનેલ રબ્બરની સ્થાપના કરી. ૧૯૬૯મામ્ અએસનેલ ફરીથી ડનલોપને વેંચી દેવાઈ. .:327 ૧૯૮૭માં બ્રિટેશ વ્યવસાયી રીચાર્ડ બેન્સને એસનેલને એચ આઈ વી અને એઈડ્સ વિરોધી ઝુંબેસમાં સહાય કરવાની વાત કરી. એસનેલએ ઓછા નફાથી કે નફા વગર મેટ નામના કોન્ડોમ બનાવવાની હા પાડી જે થી કોન્ડોમ વપરાશનો પ્રસાર થાય. બ્રેન્સને મેટ્સ બ્રાંડ એન્સેલને વેંચી દીધી અને તેની રોયલ્ટી વર્જીન યુનાઈટ નામની સંસ્થાને લખી આપી. :309,311 મેટ્સ બ્રાંડ સાથે આજકાલે તેઓ અમેરિકાની બજાર માટે લાઈફષ્તાઈલ નામે કોન્ડોમ બનાવે છે. :333
  • ૧૯૩૪માં જાપાનમાં કોકુસિયા રબ્બર નામે કંપની શરૂ કરવામાં આવી. આજે તે ઓકામોટો રબ્બર મેન્યુફેક્ચરીંગ કંપની તરીકે ઓળખાય છે. :257
  • ૧૯૭૦માં તીમ બ્લેક અને ફીલીપ હાર્વીએ પોપ્યુલેશન પ્લાનીંગ એસોસીયેટ્સ નામનું જૂથ શરુ કર્યું આજ કાલે તેને આદમ એન્ડ ઈવ્સ ના નામે ઓળખાય છે. આ સંસ્થાઅ ટપાલ મારફતે કોન્ડોમ પહોંચાડતી અને તેમણૅ પોતાના કોન્ડોમનો અમેરિકી કોલેજના છાત્રોમાં પ્રચાર કર્યો. આ કંપની તેના નફાનો ઉપયોગ પોપ્યુલેશન સર્વિસેસ ઈંટરનેશનલ નામની સંસ્થા ચલાવતા,:286-7,337-9 ત્યાર બાદ તેમણે એક અન્ય બિનધંધાદારી સંસ્થા ખોલી ડી.કે.ટી. ઈંટરનેશનલ, આ સંસ્થા દર વર્ષે વિકાસશીલ દેશોમાં કરોડો કોન્ડોમ સસ્તા ભાવે વેચે છે .:286-7,337-9

સંશોધન

લેટેક્સના સ્પ્રે-ઓન કોન્ડોમ પર અમુક તૈલી પદાર્થનો લેપ કરાય છે જેથી તે વાપરવામાં અને ગુપ્ત રોગોના પ્રસારને અટકાવવામાં વધુ અસરકારક રહે. ૨૦૦૯ સુધી આવા કોન્ડોમને બજર સુધી ન પહોંચાડી શકાતાં કેમકે તેના સુકાવવાનો સમય બેકે ત્રણ મિનિટથી વધુ ઘટાડી શકાયો ન હતો.

ક્યુબેક , કેનેડાના લવાલ વિશ્વ વિદ્યાલયએ એક અદ્રશ્ય કોન્ડોમ શોધ્યા છે, જે એક જેલ સ્વરૂપે હોય છે અને યોનિ કે ગુદામાં ઘૂસાડતા વધુ તાપમાન મળવાથી તે જેલ સુકાઈને કડક થઈ જાય છે. પર્યોગ શાળાન પરીક્ષણોમાં જણાયું છે કેતે અસરકારક રીતે એચ.આઈ.વી. અને માનવ હર્પીસના વિષાણુને સફળતા પૂર્વક રોકી શકે છે. અમુક કલકો પછી આ સુકાયેલો લેપ આપોઆપ પેગળી જાય છે. ૨૦૦૫ સુધી આ કોન્ડોમ પર ચિકિત્સા પ્રયોગો ચાલુ હતાં, પણ હજી સુધી તેના વપરાશને માન્યતા નથી મળી.

૨૦૦૫માં એક ઈલેક્ટ્રોજેનેટિક સંયોજન સાથે પ્રક્રીયા કરાયેલ કોન્ડોમનો પણ વિકાસ થયો. દવા લગાડાયેલા આવા કોન્ડોમ વપરાશ કરનારને તેના સ્તંભનને જાળવી રાખવામાં અને કોન્ડોમને સરકી જતો અટકાવવામાં સહાય કરે છે. જો માન્યતા મળશે તો આવા કોન્ડૉમ ડ્યુરેક્સ બ્રાંડ હેઠળ બહાર પાડવામાં આવશે. ૨૦૦૭ સુધી આ કોન્ડોમ પ્રાયોગિક ધોરણે ચકાસણી હેઠળ હતું. :345 ૨૦૦૯માં એન્સેલ હેલથ કેરે દ્વારા X2 નામના કોન્ડૉમ બહાર પાડવામાં આવ્યાં આ કોન્ડોમ પર એમિનો એસિડ-૧ આર્જીનાઈન નો લેપ લગાડેલો હતો જેને એક્સાઅઈટ જેલ નામ અપાયું. આ જેલ સ્તંભન શક્તિ મજબૂત બનાવવામાં સહય કરશે એમ મનાય છે.

સંદર્ભ

ઢાંચો:Condom ઢાંચો:Birth control methods ઢાંચો:Sex

Tags:

નિરોધ ઇતિહાસનિરોધ નામની વ્યૂત્પતિ અને અન્ય નામોનિરોધ વિવિધરૂપોનિરોધ સ્ત્રી કોન્ડોમનિરોધ અસરકારકતાનિરોધ ફેલાવોનિરોધ વપરાશનિરોધ વિવાદ અને નિંદાનિરોધ કોન્ડોમ વપરાશ સામેના સાંસ્કૃતિક અવરોધનિરોધ પ્રમુખ ઉત્પાદકોનિરોધ સંશોધનનિરોધ સંદર્ભનિરોધ વધુ વાંચનનિરોધ બાહ્ય કડીઓનિરોધગર્ભાવસ્થાગોનોરિયાજાતીય સંભોગલિંગ ઉત્થાનવીર્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાઘતાજ મહેલવેદજૈન ધર્મરામલીલાએપ્રિલ ૧૭ખલીલ ધનતેજવીમ્યુચ્યુઅલ ફંડક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમહાવીર સ્વામીપ્રીટિ ઝિન્ટાચુનીલાલ મડિયાભજનગંગા નદીચોરસવલ્લભાચાર્યઝારખંડકેનેડાસંગીત વાદ્યઓઝોન અવક્ષયગુપ્તરોગમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ત્રિકોણહિંમતનગરબ્રહ્માંડશાસ્ત્રીજી મહારાજમહમદ બેગડોપોલિયોકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીતીર્થંકરપાણીસૂર્ય (દેવ)વડોદરા રાજ્યપિત્તાશયદમણમૂળરાજ સોલંકીગુજરાતના રાજ્યપાલોભારતમાં આવક વેરોપૃથ્વી દિવસઇતિહાસઉદ્યોગ સાહસિકતાકોસંબાહિંદુ ધર્મના ઉત્સવોમોગલ માસંયુક્ત આરબ અમીરાતચોઘડિયાંએશિયાઇ સિંહનવલખા મંદિર, ઘુમલીપ્રવીણ દરજીધનુ રાશીબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીભારતનું બંધારણજામનગરબહુચરાજીબ્રહ્માત્રિકમ સાહેબસલમાન ખાનખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)આવર્ત કોષ્ટકદરિયાઈ પ્રદૂષણગુજરાતના તાલુકાઓઅકબરડીસાઆયંબિલ ઓળીમાતાનો મઢ (તા. લખપત)ભારતના રજવાડાઓની યાદીસ્વામી સચ્ચિદાનંદશૂદ્રબ્રાહ્મણગાંધીનગર લોક સભા મતવિસ્તારકેરીભારતનો રાષ્ટ્રધ્વજજય શ્રી રામખંભાતનો અખાતમોરિશિયસકરીના કપૂરખરીફ પાકરામ🡆 More