ટોય સ્ટોરી

ટોય સ્ટોરી  (ગુજરાતી : રમકડાની વાર્તા) એ ૧૯૯૫ની કોમ્યુટર એનીમેટેડ, યારી-દોસ્તી દર્શાવતી, રમુજી, સાહસ ફીલ્મ છે. આ ફીલ્મ વોલ્ટ ડિઝની પીક્ચર્સ અને પીક્સાર એનીમેશન સ્ટુડિયોઝ દ્વારા નિર્માણ કરવામાં આવી હતી.

આ ફીલ્મ ફીચર-લંબાઈ દર્શાવતી સર્વ પ્રથમ કોમ્પ્યુટર એનીમેશન ફીલ્મ હતી. આ ફીલ્મદિગ્દર્શન તરીકે જ્હોન લેસેટરની પ્રથમ ફીલ્મ અને નિર્માતા તરીકે પીક્સારની પ્રથમ ફીચર ફીલ્મ હતી. આ ફીલ્મ એવા વિશ્વની કથા વર્ણવે છે જેમાં રમકડાં માણાસોની હાજરીમાં નિર્જીવ હોવાનો દેખાવ કરે છે અને તેમની ગેરહાજરીમાં જીવંત   છે. આ ફીલ્મ એક રૂઢિગત કાઊબોય (અમેરિકાના ભરવાડ) વુડી (અવાજ ટોમ હેન્ક્સ), અવકાશ-વીર બઝ લાઈટઈયર ( અવાજ ટીએમ એલન)ની મિત્રાચારીની  કથા વર્ણવે છે.  આમતોબંને એક બીજાના વિરોધીઓ છે પણ તેમના માલિક, ઍન્ડી, પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ એકબીજાની નજીક આવે છે અને મિત્રો બને છે. ફીલ્મની પટકથા જોસ વ્હેડન, એન્ડ્રુ સ્ટેન્ટન, જોએલ કોહેન અને એલેક સોકોલોવે લખી છે. તેની કથા જ્હોન લેસેટર, પીટ ડોક્ટર, એન્ડ્રુ સ્ટેન્ટન અને જો રેન્ફ્ટે લખી છે. તેમાં સંગીત રેન્ડી ન્યુમેનનું છે અને તેના કાર્ય કારી નિર્માતા સ્ટીવ જોબ્સ અને એડવીન કેટમલ છે.

ટોય સ્ટોરી
દિગ્દર્શકજ્હોન લેસેટર
પટકથા લેખક
  • જોસ વ્હેડન
  • એન્ડ્રુ સ્ટેન્ટન
  • જોએલ કોહેન
  • એલેક સોકોલોવ
કથા
  • જ્હોન લેસેટર
  • પીટા ડોક્ટર
  • એન્ડ્રુ સ્ટેન્ટન
  • જો રેન્ફ્ટ
નિર્માતા
  • બોની આર્નોલ્ડ
  • રાલ્ફ ગુગનહેઈમ
કલાકારો
  • ટોમ હેન્સ
  • ટીમ એલન
  • ડોન રીકલ્સ
  • જીમ વર્ની
  • વૉલેસ શૉન
  • જ્હોન તેટઝેનબર્ગર
  • ઍની પોટ્સ
  • જ્હોન
  • જ્હોન મોરીસ
  • એરીક વોન ડેટ્ટેન
સંપાદન
  • Robert Gordon
  • Lee Unkrich
સંગીતRandy Newman
નિર્માણ
* વોલ્ટ ડિઝની પીક્ચર્સ
  • પીક્સાર એનીમેશન સ્ટુડિયોઝ
વિતરણBuena Vista Pictures Distribution
રજૂઆત તારીખો
સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "૮" નો ઉપયોગ.
  • November 19, 1995 (1995-11-19) (El Capitan Theatre)
  • November 22, 1995 (1995-11-22) (United States)
અવધિ
81 minutes
દેશUnited States
ભાષાઅંગ્રેજી
બજેટ$30 million
બોક્સ ઓફિસ$373.5 million

પિક્સારે, પોતાના કોમ્પ્યુટરના વેચાણ માટે ૧૯૮૮માં ટીન ટોય નામની રમકડા પર આધારિત એક ટૂંકી કોમ્પ્યુટર-એનિમેશન ફીલ્મ બનાવી હતી. આ ફીલ્મ ઘણી લોકપ્રિય બની હતી. ત્યાર બાદ ડિઝનીવાળાઓએ એક પૂર્ણ લંબાઈની એનિમેશન ફીલ્મ બનાવવા માટે પિક્સારનો સંપર્ક કર્યો. પહેલા સેલેટર, સ્ટેન્ટન અને કૉક્ટેરે એક વાર્તા લખી ડિઝની વાળાઓને જણાવી પણ તે નાપાસ થઈ, ડિઝનીવાળાઓને વધુ સાહસિક તોફાની વાર્તા જોઈતી હતી. "દરેક રમકડું તેનો બાલમાલિક પોતાની સાથે રમે એમ ઈચ્છે છે અને તેને આધારે તે રમકડામાં આશા, ભય અને પ્રતિક્રિયાઓ વિકસે છે"  એવી કલ્પના પર વાર્તાનો આધાર હતો. તે સમયે બહુ થોડા કર્મચારીઓની મદદ અને અલ્પ અર્થસહાય વડે આ ફીલ્મ પૂરી થઈ.

આ ફીલ્મ ૨૨ નવેમ્બર ૧૯૯૫ના દિવસે રજૂ થઈ અને પહેલા અઠવાડિયામાં તે સૌથી વધુ કમાણી કરનાર ફીલ્મ બની રહી. પહેલા અઠવાડિયે તેણે ૩૭.૩૦ લાખ ડોલરની કમાણી કરી. લોકો અને વિવેચકોએ એનિમેશની ટેકનીક,પટકથાની ચાતુરી અને નાજુકતા, ટોમ હેન્ક્સ અને ટીમ એલનના ધ્વનિ પ્રસ્તુતિના વખાણ કર્યા, ઘણા વિવેચકો આને આજસુધી બનેલી સર્વશ્રેષ્ઠ ફીલ્મ માને છે.

આ ફીલ્મને ઑસ્કર ઍવોર્ડના ૩ શ્રેણીમાં નમનિયુક્તિ મળી, સર્વશ્રેષ્ઠ મૂળ પટકથા, સર્વશ્રેષ્ઠ સંગીત અને સર્વશ્રેષ્ઠ ગીત - "યુ હેવ ગોટ ફ્રેન્ડ ઈન મી". આ ફીલ્મને સ્પેશલ અચીવમેન્ટ ઍવોર્ડ મળ્યો.  આ ફીલ્મને સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સુરુચિના પરિમાણોમાં એક નોંધપાત્ર ફીલ્મ તરીકેનો નેશનલ ફીલ્મ રેજીસ્ટરીનો ખિતાબ ૨૦૦૫માં મળ્યો.  આ ફીલ્મ આધારિત હોમ વિડિયો, ગેમો, રમકડા, થીમ પાર્ક આકર્ષણો, વગેરે બન્યા હતા. આ ફીલ્મ પછી તેના અનુગામી ટોય સ્ટોરી ૨ (૧૯૯૯) અને ટોય સ્ટોરી ૩ (૨૦૧૦)બની. આ બંને ફીલ્મોએ પણ ખુબજ સફળ વકરો કર્યો. તેનો ત્રીજો ભાગ ટોય સ્ટોરી ૪ ૨૦૧૯માં આવશે.

પટકથા

આ વાર્તા એવા વિશ્વની છે કે જેમાં રમકડાં સજીવ હોય છે અને માણસોની હાજરીમાં તે નિર્જીવ હોવાનો ડોળ કરે છે. આ એક ૬ વર્ષના બાળક ઍન્ડી ડેવીસના બાળકના રમકડાઓની વાર્તા છે. ઍન્ડી તેની મા અને બહેન અન્ય ઘરમાં સ્થળાંતર કરવાના હોય છે આથી તેના જન્મ દિવસની ઉજવણી એક અઠવાડિયું આગળ કરવામાં આવે છે.

શેરીફ વુડી નમનો ઍન્ડીના રમકડાઓનો નાયક (એન્ડીનું સૌથી પ્રિય રમકડું) અન્ય રમકડાઓ જેવા કે બૉ પીપ (ભરવાડણ), પોટેટો હેડ, રેક્સ (ડાયનોસોર) હેમ (પીગી બેંક) સ્કિન્કી કૂતરો વગેરે સાથે મળી એક સાહસિક યાત્રાની રમતનું આયોજન કરે છે. જન્મ દિવસ પાર્ટી પૂરી થતા રમકડા પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. તે દિવસે ઍન્ડીને જન્મદિવસની ભેટ તરીકે એક ઈલેક્ટ્રોનિક અવકાશ વીરનું રમકડું મળે છે જેનું નામ બઝ લાઈટ ઈયર છે. જે પોતાને ખરેખરો અવકાશી સૈનિક સમજે છે.

બઝ તેની વિશેષતાઓને લીધે અન્ય રમકડાંઓને પ્રભાવિત કરવા લાગ્યો, અને ઍન્ડીને પણ પ્રિય થઈ પડ્યો હતો. આને લીધે વુડીને એકલું લાગવા માંડ્યું. તે સાંજે ઍન્ડી તેના પરિવાર સાથે પ્લેનેટ પીઝા નામની હોટેલમાં જાય છે, તે સમયે તેની મા તેને એક રમકડું સાથે લઈ જવાની પરવાનગી આપે છે. ઍન્ડી પોતાને છોડી, બઝને લઈ જશે એવા ભય હેઠળ વુડી, બઝને મેજ પાછળ ફસાવવાનો પ્રયત્ન કરે છે અને તેમ કરતા બઝ બારી બહાર પડી જાય છે.  વુડીને ઈર્ષ્યાળુ માની  બાકીના રમકડાઓએ તેનો બહિષ્કાર કરે છે. બાકીના રમકડાં વુડી વિરુદ્ધ બદલો લઈ શકે તે પહેલાં ઍન્ડી વુડીને પીઝા પ્લેનેટ લઈ ગયો.

રસ્તામાં પરિવાર ગાડીમાં ગૅસ ભરવા રોકાયું ત્યારે વુડીએ જાણ્યું કે બઝ પણ ગાડીમાં આવી ચડ્યો છે. તે બંને વચ્ચે ઝઘડો ટંટો થાય છે. આ ઝઘડામાં અને ઝઘડામાં પરિવાર નીકળી ગયો અને રમકડા પાછળ છૂટી ગયા. તે બંને પીઝા પહોંચાડનારી ટ્રક પર ચડી હોટલ સુધી પહોંચ્યા. આ દરમ્યાન વુડીએ બઝને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે કે તે ખરો સ્પેસ રેન્જર (સૈનિક) નથી પણ બઝ નથી માનતો અને બહાદુરી બતાવતા એ ક્રેન (ઊંટડો)ની હુક  ફસાઈ જાય છે. પરંતુ ત્યાંથી તેને ઍન્ડીના તોફાની પાડોશી સીડ ફીલીપ્સ તેમને બચાવે છે.

વુડી સીડના ઘરમાંથી  ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે તે દરમ્યાન ટી.વી. પર બઝ લાઈટ ઈયર રમકડાંની જાહેરાત જોતા બઝ ને સમજાય છે તે એક રમકડું માત્ર છે અને હતાશ બની જાય છે. આ તરફ તોફાની સીડ બઝને ફટાકડા સાથે બાંધી  અવકાશમાં છોડવાની યોજના બનાવે છે પણ વંટોળિયા કારણે તે યોજના મુલતવી રાખે છે.  એક રમકડા તરીકે પણ બઝ, ઍન્ડીને કેવી રીતે ખુશ કરી શકે છે એ વાત વુડી બઝને સમજાવે છે, અને તેનો આત્મવિશ્વાસ પાછો લાવે છે. બીજે દિવસે સીડ જ્યારે બઝને તેના ફટાકડાના રોકેટ વડે આકાશમાં છોડવાનો હોય છે, તે જ સમયે વુડી સીડ સામે સજીવ બનીને પ્રકટ થાય છે અને ષીડને ડરાવી બઝને બચાવી લે છે તથા રમકડાંને સતાવવાનો ખો ભુલવી દે છે. વુડી અને  બઝ સીડનું  ઘર છોડી બહાર આવે છે અને જુએ છે કે ઍન્ડી તના પરિવાર સાથે જુનું ઘર છોડી નવા ઘર તરફ જવા નીકળી રહ્યો છે.

બંને રમકડાં તેમની ટ્રકનો પીછો પકડે છે. તે સમયે સીડનો કૂતરો (સ્કડ) તેમનો જોઈ લે છે અને તેમની પાછળ પડે છે. સ્કડથી વુડીને બચાવવાના પ્રયત્નમાં બઝ પાછળ રહી જાય છે અને વુડી ટ્રક પર હોંચી જાય છે. વુડી ઍન્ડીની રેડિયો કંટ્રોલ્ડ કાર (RC કાર) ફેંકીને બઝ બચાવવા પ્રયત્ન કરે છે. પણ બીજા રમકડાઓ એમ સમજે છે કે ઈર્ષ્યાથી વુડી RC કારનો નાશ કરી રહ્યો છે અને ગુસ્સે થઈ વુડીને ટ્રક બહાર ફેંકી દે છે.  RC કાર અને બઝ સ્કડથી બચે છે અને વુડીને પણ બચાવી લઈ ટ્રકનો પીછો કરે છે. વુડી અને બઝને RC કાર પર એક સાથે જોઈ અન્ય રમકડાંઓને પોતાની ભૂલ સમજાય છે અને તેઓ આ ત્રણેને ફરી ટ્રક પર ફરી ચડવામાં મદદ કરે છે. પણ દુર્ભાગ્યે RC કારની બૅટરી ખુટી પડે છે અને તે પાછળ રહી જાય છે.  વુડી બઝની પીઠ પર બાંધેલું રોકેટ સળગાવે છે જેના ધક્કાથી RC કાર ટ્રકમાં જઈ પડે છે. બઝ પોતાની પાંખ ફેલાવી રોકેટ ફાટે તે પહેલાં છૂટો પડવા પ્રયત્ન કરે છે અને વુડીની સાથે હવામાં વિહરતો વિહરતો છેવટે ઍન્ડીની બાજુમાં પડેલા ખોખામાં આવી પડે છે.

વુડી અને બઝ ક્રિસમસના દિવસે નવા ઘરમાં આવનારા નવા રમકડાના આગમનની ખાનગી તપાસની શરૂઆત કરે છે.  વુડી રમુજમાં બોલે છે કે બઝ કરતાં ભયંકર રમકડું કયું હોઈ શકે છે તેટલામાં  જ તેમની નવાઈ વચ્ચે ઍન્ડીને એક ગલુડિયું ભેંટમાં મળે છે અને બંને ચિંતાભર્યા હાસ્ય સાથે એક બીજાને જુએ છે.

ધ્વની

  • ટોમ હેન્ક્સ - વુડી.
  • ટીમ એલન - બઝ લાઈટ ઈયર
  • ડિન રીકલ્સ - મિ પોટેટો હેડ
  • જીમ વાર્ની  - સ્લીંકી ડોગ
  • વોલેસ શૉન - રેક્સ
  • જ્હોન મોરિસ - ઍન્ડી

નોંધ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજસ્થાનશિવજીવવિજ્ઞાનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળતુલસીદાસભવાઇચંદ્રયાન-૩રામનારાયણ પાઠકદયારામસૂર્યનમસ્કારબાબાસાહેબ આંબેડકરસંસ્થાભારતના વડાપ્રધાનઐશ્વર્યા રાયમાનવ શરીરશ્રીનિવાસ રામાનુજનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનધ્યાનસુનીતા વિલિયમ્સફ્રાન્સવિકિપીડિયાહિતોપદેશદીનદયાલ ઉપાધ્યાયરાની મુખર્જીભારતીય સ્વતંત્રતા ચળવળવ્યાસસ્વામી વિવેકાનંદભરવાડભારતના રાષ્ટ્રપતિઓની યાદીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારમહારાષ્ટ્રલોથલતરબૂચરુપાલ (તા. ગાંધીનગર)ચેન્નઈરેવા (ચલચિત્ર)ગુજરાતી વિશ્વકોશમહાગુજરાત આંદોલનગોળ ગધેડાનો મેળોસંસ્કૃતિગુજરાતી સાહિત્ય પરિષદખેડા જિલ્લોવિશ્વ રંગમંચ દિવસઘુડખર અભયારણ્યભાવનગર રજવાડુંજય જય ગરવી ગુજરાતજેસોર રીંછ અભયારણ્યદ્વારકાધીશ મંદિરગાંધીનગરગુલાબમાધવપુર ઘેડજામનગર જિલ્લોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકેન્દ્રશાસિત પ્રદેશરશિયાગોગા મહારાજશ્યામજી કૃષ્ણ વર્માઅજંતાની ગુફાઓકાળકા માતા મંદિર, પાવાગઢભારતીય ભૂમિસેનાબ્લૉગશ્વેત ક્રાંતિઝૂલતા મિનારાગુજરાતના જિલ્લાઓગુજરાતી અંકઇલોરાની ગુફાઓસિતારશંખપુષ્પીવૌઠાનો મેળોબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસિકલસેલ એનીમિયા રોગસિદ્ધરાજ જયસિંહજળ શુદ્ધિકરણસમય માપવાનાં સાધનોનો ઇતિહાસરવિ પાક🡆 More