જૂન ૨૩: તારીખ

૨૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૫૭ – પ્લાસીનું યુદ્ધ: બંગાળના નવાબ સિરાજ ઉદ્‌ દૌલા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લૉર્ડ ક્લાઈવ વચ્ચે પ્લાસીનું યુદ્ધ લડાયું.
  • ૧૮૬૮ – 'ક્રિસ્ટોફર લેથામ સોલ્સ' (Christopher Latham Sholes)એ ટાઇપરાઇટર (Typewriter)ના પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
  • ૧૮૯૪ – પેરિસના સોરબોન ખાતે પિયર ડી કુબર્ટિનની પહેલ પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૨૩ – માલપુરના છેલ્લા શાસક રાવલ શ્રી ગંભીરસિંહજી હિંમતસિંહજીએ રાજગાદી સંભાળી.
  • ૧૯૪૦ – હેનરી લાર્સને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વેનકુવરથી નોર્થવેસ્ટ પેસેજનું પશ્ચિમથી પૂર્વ તરફનું પ્રથમ સફળ નૌસંચાલન શરૂ કર્યું.
  • ૧૯૮૫ – આતંકવાદીઓ દ્વારા આયર્લેન્ડના આકાશમાં એટલાન્ટિક સમુદ્ર પરથી પસાર થઇ રહેલી એર ઈન્ડિયા ફ્લાઇટ ૧૮૨ને બોમ્બ વડે ઊડાવી દેવામાં આવતાં તેમાં પ્રવાસ કરી રહેલા ૩૨૯ પ્રવાસીઓ માર્યા ગયા.
  • ૨૦૧૨ – એશ્ટન ઇટને યુનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં ડેકેથ્લોન વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
  • ૨૦૧૩ – નિક વાલેન્ડા તંગ દોરડા પર ગ્રાન્ડ કેન્યોન સફળતાપૂર્વક પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

જન્મ

  • ૧૯૧૨ – ઍલન ટ્યુરિંગ, અંગ્રેજી ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી,સંકેતલિપિના વિશ્લેષક અને કમ્પ્યૂટર વૈજ્ઞાનિક (અ. ૧૯૫૪)
  • ૧૯૨૩ – પ્રબોધ પંડિત, ગુજરાતના ભાષાવિજ્ઞાની (અ. ૧૯૭૫)
  • ૧૯૩૪ – રમેશ મહેતા, ગુજરાતી ચલચિત્ર જગતના જાણીતા હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા (અ. ૨૦૧૨)
  • ૧૯૩૮ – ઇલા આરબ મહેતા, ગુજરાતી સાહિત્યકાર
  • ૧૯૫૨ – રાજ બબ્બર, ભારતીય ફિલ્મ કલાકાર અને રાજકારણી

અવસાન

  • ૧૭૬૧ – બાળાજી બાજીરાવ, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા (જ. ૧૭૨૦)
  • ૧૯૧૪ – ભક્તિવિનોદ ઠાકુર, ગૌદિયા વૈષ્ણવ ધર્મના હિન્દુ દાર્શનિક, ગુરુ અને આધ્યાત્મિક સુધારક (જ. ૧૮૩૮)
  • ૧૯૩૯ – ગિજુભાઈ બધેકા, ગુજરાતી બાળ સાહિત્યકાર, (મૂછાળી મા) (જ.૧૮૮૫)
  • ૧૯૫૩ – શ્યામાપ્રસાદ મુખર્જી, ભારતીય જનસંઘના સ્થાપક (જ. ૧૯૦૧)
  • ૧૯૮૦ – સંજય ગાંધી, ભારતીય ઇજનેર અને રાજકારણી (જ. ૧૯૪૬)
  • ૧૯૮૮ – હેન્રી મરે,અમેરિકન મનોવૈજ્ઞાનિક અને જીવરસાયણજ્ઞ (જ. ૧૮૯૩)
  • ૧૯૯૦ – હરિન્દ્રનાથ ચટોપાધ્યાય, ભારતીય અંગ્રેજી કવિ, નાટ્યકાર, અભિનેતા, સંગીતકાર અને પ્રથમ લોકસભાના સભ્ય (જ. ૧૮૯૮)
  • ૨૦૧૫ – નિર્મલા જોશી, ભારતીય સાધ્વી, વકીલ અને સામાજિક કાર્યકર (જ. ૧૯૩૪)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૩ મહત્વની ઘટનાઓજૂન ૨૩ જન્મજૂન ૨૩ અવસાનજૂન ૨૩ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૩ બાહ્ય કડીઓજૂન ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લક્ષ્મીસમાજશાસ્ત્રજર્મનીદિલ્હી સલ્તનતનરસિંહ મહેતાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભારતના ચારધામજાપાનસિતાંશુ યશશ્ચન્દ્રદલિતવૈદ્યનાથ જ્યોતિર્લિંગભાવનગર જિલ્લોલાખલોક સભાપ્રજાસત્તાક દિન (ભારત)વિકિપીડિયાબ્રાહ્મણગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)આંખકટોસણ રજવાડુંસાર્વભૌમત્વસુરેન્દ્રનગર જિલ્લોતક્ષશિલાસીતાઆયુર્વેદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ગુપ્તરોગકડવા પટેલસમાનાર્થી શબ્દોબદ્રીનાથજુવારગુણવંત શાહરણછોડદાસ પગીખેડા જિલ્લોદિવ્ય ભાસ્કરબીજું વિશ્વ યુદ્ધમૌર્ય સામ્રાજ્યભચાઉઅમિત શાહદ્વારકાધીશ મંદિરરસીકરણરાષ્ટ્રવાદક્ષત્રિયદાંડી સત્યાગ્રહસ્ટેચ્યુ ઓફ યુનિટીહિંદુ ધર્મભવાઇમોરબીનર્મદગુજરાતની ભૂગોળકલાપીલાલ કિલ્લોઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગુજરાતની નદીઓની યાદીખાવાનો સોડાબજરંગદાસબાપાક્રિકેટનો ઈતિહાસદશાવતારસુનામીઆયંબિલ ઓળીગાયકવાડ રાજવંશપટેલઅગિયાર મહાવ્રતહોકાયંત્રહિંગલાજ ભવાની શક્તિપીઠભારત છોડો આંદોલનરશિયાતાલુકા વિકાસ અધિકારીવસ્તી-વિષયક માહિતીઓકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સોલંકી વંશમહાત્મા ગાંધીનું કુટુંબરતન તાતામહીસાગર જિલ્લોવૈકલ્પિક શિક્ષણસ્વામી સચ્ચિદાનંદસ્વામિનારાયણ મંદિર, અમદાવાદ🡆 More