લંડન: ઈંગ્લેન્ડનું પાટનગર

લંડન (અંગ્રેજી: London) ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હતુ. કલા, વાણિજ્ય, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફાઇનાન્સ, હેલ્થકેર, મીડિયા, વ્યાવસાયિક સેવાઓ, સંશોધન અને વિકાસ, પ્રવાસન અને પરિવહનમાં લંડન વિશ્વનું અગ્રણી શહેર છે. તે વિશ્વનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર છે.

લંડન: ભૂગોળ, સ્થાનિક પરિવહન, સંદર્ભો
થેમ્સ નદીના સામેના કીનારેથી દેખાતું બ્રિટિશ સંસદ ભવન (પેલેસ ઓફ્ વેસ્ટમિન્સ્ટર)નું દૃશ્ય

ભૂગોળ

લંડન, જેને ગ્રેટર લંડન તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇંગ્લેન્ડના નવ પ્રદેશોમાંનું એક છે. અને કુલ ૧,૫૮૩ ચોરસ કિલોમીટર (૬૧૧ ચો માઈલ)ના વિસ્તારમાં પથરાયેલું છે. થેમ્સ નદી શહેરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

ગ્રેટર લંડનનો ચાળીસ ટકા હિસ્સો લંડન પોસ્ટ ટાઉન દ્વારા આવરી લેવામાં આવ્યો છે, જેમાં 'લંડન' પોસ્ટલ એડ્રેસનો એક ભાગ છે. લંડન ટેલિફોન એરિયા કોડ (૦૨૦) માં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે, જો કે કેટલાક બાહ્ય જીલ્લાઓને બાકાત રાખવામાં આવે છે અને બહારના કેટલાક સ્થળો પણ સમાવવામાં આવેલ છે. ગ્રેટર લંડનની સીમા M25 મોટર વેને તય કરવામાં આવી છે.

સ્થાનિક પરિવહન

લંડનમાં ભારતની જેમ જ અને બાકીના યુરોપના દેશોથી વિપરિત એવું રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવવાનું ચલણ છે. લંડનની જાહેર યાતાયાત સેવાઓ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પૂરી પાડે છે, જેમાં ભૂગર્ભિય રેલ્વે, સ્તરિય રેલ્વે, બસ અને ટ્રામ સેવાઓનો સમાવેશ થાય છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ


Tags:

લંડન ભૂગોળલંડન સ્થાનિક પરિવહનલંડન સંદર્ભોલંડન બાહ્ય કડીઓલંડનબ્રિટીશ એશિયનયુનાઇટેડ કિંગડમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરેશ જોષીગુજરાતી ફિલ્મોની યાદીસિંહ રાશીભાવનગર જિલ્લોચોટીલાહાર્દિક પંડ્યાગોગા મહારાજવિષ્ણુ સહસ્રનામમંગલ પાંડેસમાજઅમૂલગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ડોંગરેજી મહારાજઅમદાવાદના દરવાજાસૂર્યનમસ્કારમાંડવી (કચ્છ)શાકભાજીલોક સભાગણેશપંચાયતી રાજમાધ્યમિક શાળાલોહીપોલિયોપ્રિયામણિપાંડુરંગ શાસ્ત્રી આઠવલેઅંજીરઉમાશંકર જોશીજલિયાંવાલા બાગ હત્યાકાંડગુજરાતના તાલુકાઓગિરનારસંસ્કારઉધઈસંયુક્ત રાષ્ટ્રસંઘમોરિશિયસમેડમ કામાઆદિવાસીગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયજન ગણ મનઆઠમમહાવીર જન્મ કલ્યાણકરઘુવીર ચૌધરીબીજું વિશ્વ યુદ્ધનરેન્દ્ર મોદી સ્ટેડિયમગુજરાતી સાહિત્યશૂદ્રરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘશક્તિસિંહ ગોહિલનરેન્દ્ર મોદીઔદ્યોગિક ક્રાંતિદશાવતારકોળુંજશોદાબેનપરેશ ધાનાણીઆર્યભટ્ટક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કટોકટી કાળ (ભારત)કુપોષણગરમાળો (વૃક્ષ)દત્તાત્રેયઆઇઝેક ન્યૂટનસમાનતાની મૂર્તિપક્ષીપિત્તાશયમહાવીર સ્વામીનિવસન તંત્રઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનચાણક્યવેદવાતાવરણહોલોચિત્તોડગઢગોખરુ (વનસ્પતિ)મુઘલ સામ્રાજ્યકેનેડાકોળીભારતીય રૂપિયોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો🡆 More