હિપોપોટેમસ

હિપોપોટેમસને ભારતીય અન્ય ભાષાઓમાં દરિયાઈ ઘોડો અથવા જળઘોડો (અંગ્રેજી:Hippopotamus) પણ કહેવામાં આવે છે.

તે એક વિશાળ તથા ગોળમટોળ સસ્તન પ્રાણી છે જે આફ્રિકા ખંડનું મૂળ નિવાસી પ્રાણી છે. દરિયાઈ ઘોડો નામ સાથે ઘોડો શબ્દ જોડાયેલ છે તેમજ "હિપ્પોપોટેમસ" શબ્દનો અર્થ "વોટર હોર્સ" એટલે કે "જળમાં રહેતો ઘોડો" એવો થાય છે પરંતુ તેનો ઘોડા સાથે કોઈ સંબંધ નથી. પ્રાણીવિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં તે ડુક્કર સાથે દૂરનો સંબંધ ધરાવે છે. તે શાકાહારી પ્રાણી છે અને નદીઓ તેમજ સરોવરના કિનારે તથા એના મીઠા જળમાં સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.

હિપોપોટેમસ
આફ્રિકાનું વિશાળ પ્રાણી- જળ ઘોડો

તેને સહેલાઇથી વિશ્વનું બીજા ક્રમે આવતું સૌથી ભારે સ્થૂળજીવી સસ્તન પ્રાણી કહી શકાય છે. તે ૧૪ ફુટ જેટલી લંબાઇ, ૫ ફુટ જેટલી ઊંચાઇ અને ૪ ટન જેટલું વજન ધરાવતું હોય છે. તેનું વિશાળ શરીર થાંભલા જેવા અને ઠિંગણા કદના પગ પર ટકેલું હોય છે. પગના છેડા પર હાથીના પગમાં હોય છે તેવાં પહોળાં નખ હોય છે. આંખો સપાટ માથા પર ઊપરની તરફ અને ઉભરેલી રહેતી હોય છે. કાન નાના હોય છે. શરીર પર વાળ ખુબજ ઓછા પ્રમાણમાં હોય છે, કેવળ પૂંછડીના છેડા પર અને હોંઠો અને કાનની આસપાસ વાળ ઉગેલા હોય છે. તેની ચામડી નીચે ચરબીનું એક મોટું સ્તર હોય છે જે ચામડી પર આવેલ રંધ્રોથી ગુલાબી રંગના ચરબીયુક્ત પ્રવાહી રૂપે ચળકતી હોય છે. આને કારણે તેની ચામડી ભીની તેમજ સ્વસ્થ રહેતી હોય છે. જળઘોડાની ચામડી ખૂબજ સખત હોય છે. પારંપરિક વિધિઓ વડે આ ચામડાંને કમાવવા માટે છ વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોય છે. સારી રીતે તૈયાર કરવામાં આવ્યા પછી આ ચામડું ૨ ઇંચ જેટલું જાડું અને પથ્થરની જેમ મજબૂત થઇ જાય છે. હીરાને ચમકાવવા માટે આ ચામડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

સંદર્ભો

Tags:

આફ્રિકાઘોડો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માઉન્ટ આબુસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીમદ્યપાનસિવિલ હોસ્પિટલ, અમદાવાદક્ષેત્રફળસંયુક્ત રાષ્ટ્રસંઘનવરોઝભારતવિક્રમ સંવતમાર્ચમૂળરાજ સોલંકીઉપનિષદઆદિવાસીસ્વાદુપિંડગણિતલોહીકારડીયાખાંટ રાજપૂતકરીના કપૂરગરમાળો (વૃક્ષ)મુકેશ અંબાણીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોહિસાબી ધોરણોખંભાતનો અખાતચાવડા વંશમહાત્મા ગાંધીનું કુટુંબઅર્જુનગુજરાતના લોકસભા મતવિસ્તારોસુંદરવનલોથલરામેશ્વરમઅશ્વગંધા (વનસ્પતિ)મોઢેરારાધાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઔદિચ્ય બ્રાહ્મણલીચી (ફળ)જંડ હનુમાનસમાનતાની મૂર્તિમાનવીની ભવાઇકનિષ્કગુજરાતી સાહિત્યકારોની યાદીપવનચક્કીલોક સભાપુ્ષ્ટિમાર્ગ બેઠકકેનેડાજ્યોતિર્લિંગમોરબી રજવાડુંબારડોલી સત્યાગ્રહબગદાણા (તા.મહુવા)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમકર રાશિમુસલમાનપારસીગુજરાતીભાવનગર રજવાડુંઅંબાજીએપ્રિલ ૧૮સિદ્ધિદાત્રીઅમરનાથ (તીર્થધામ)શક્તિસિંહ ગોહિલકચ્છ જિલ્લોવસુદેવજાહેરાતનડીઆદઇન્સ્ટાગ્રામવિરામચિહ્નોલોકનૃત્યવિશ્વની અજાયબીઓખીજડોચંદ્રયાન-૩દ્વારકાઘીકચ્છ રજવાડુંગુજરાત યુનિવર્સિટીગૂગલગુજરાતી સિનેમા🡆 More