શીતળા: ચેપી રોગ

શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ (વાઇરસ)ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે.

આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓકટોબર ૧૯૭૭માં જોવા મળેલો અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ૧૯૮૦માં રોગને વૈશ્વિક ધોરણે નાબૂદ જાહેર કરવામાં આવેલો. આ રોગથી મૃત્યુ થવાની શક્યતા ૩૦% હતી અને મહદઅંશે બાળકોમાં તેનું પ્રમાણ ઊંચું રહેતું. જે લોકો રોગમાંથી બચી જતા તેમના શરીરે ચાઠા રહી જતા અને કેટલાક અંધ બનતા.

શીતળા: ચેપી રોગ
શીતળા થયેલ બાંગ્લાદેશના એક બાળકની ૧૯૭૩માં લેવાયેલ તસ્વીર. પાણી ભરેલા પરપોટા જેવા ચાઠા જેના કેન્દ્રમાં ખાડા જેવું હોતું તે જોઈ શકાય છે.

રોગની શરૂઆતના લક્ષણો તાવ અને ઉલટી હતા. ત્યારબાદ મોઢામાં ચાંદા અને ચામડી પર લાલ ચાઠા પડતા. થોડા દિવસો પછી એ ચાઠા પાણી ભરેલા પરપોટા જેવામાં પરિવર્તિત થતા જેના કેન્દ્રમાં ખાડા જેવું હોતું. ત્યારબાદ એ પરપોટા ડાઘ છોડી ખરી પડતા. આ રોગ લોકો વચ્ચે રોગીએ સ્પર્શ કરેલી વસ્તુ બીજો વ્યક્તિ સ્પર્શ કરે તેનાથી ફેલાતો. શીતળાની રસીથી આ રોગ ફેલાતો અટકાવી શકાય છે. એકવાર રોગ થાય પછી એન્ટીવાયરલ દવાઓ કદાચ મદદરૂપ બને.

શીતળાના ઉદ્ભવ અંગે જાણકારી નથી. આ રોગ અંગેના સૌથી જુના પુરાવા ઇ.સ. પૂર્વે ૩૦૦ વર્ષની ઇજિપ્તની મમીમાં મળેલ છે. ભૂતકાળમાં આ રોગ ઉત્પાત સ્વરૂપે થતો જેમાં ટૂંકા ગાળામાં એક વિસ્તારના લોકોમાં થાય. ૧૮મી સદીના યુરોપમાં આ રોગથી વર્ષે ૪ લાખ લોકો મૃત્યુ પામતા અને જેમને ચેપ લાગતો એ પૈકી ત્રીજા ભાગના અંધ બની જતા. આ મૃત્યુઓમાં ચાર રાજાઓ અને એક રાણીનો સમાવેશ પણ થાય છે. વીસમી સદીમાં અંદાજે ૩૦ કરોડ લોકો શીતળાથી મૃત્યુ પામેલા. શીતળાની નાબુદી પૂર્વેના ૧૦૦ વર્ષમાં ૫૦ કરોડ લોકો તેનાથી મૃત્યુ પામેલા. છેક ૧૯૬૭ સુધી દર વર્ષે દોઢ કરોડ લોકોને શીતળા થતો.

એડવર્ડ જેનરે ૧૭૯૮માં રસીકરણ વડે રોગ અટકાવી શકાય છે તેની શોધ કરી. ૧૯૬૭માં WHOએ રોગ નાબુદી માટે પ્રયત્ન આદર્યા. નાબુદી કરી શકાયેલા માત્ર બે ચેપી રોગો પૈકી એક શીતળા છે (બીજો રીંગરપેસ્ટ છે જે ૨૦૧૧માં નાબૂદ થયો). તેના અંગ્રેજી નામ સ્મોલપોક્સનો ઉપયોગ ૧૬મી સદીના બ્રિટનમાં શરૂ થયેલ જ્યારે સિફિલિસને ગ્રેટપોક્સ કહેવાતો. અન્ય અંગ્રેજી નામોમાં પોક્સ, સ્પેકલ્ડ મોન્સ્ટર અને રેડ પ્લેગનો સમાવેશ થાય છે.

હિંદુ ધર્મમાં આ રોગ સંલગ્ન શીતળા માતા નામે એક દેવી છે.

સંદર્ભ

Tags:

અંધાપોવિશ્વ આરોગ્ય સંસ્થાવિષાણુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિક્ષકમટકું (જુગાર)વસ્તીગર્ભાવસ્થાગામવિશ્વ બેંકઅલ્પ વિરામગુજરાત સમાચારગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકમ્પ્યુટર નેટવર્કરાશીબોટાદ જિલ્લોરુદ્રમહાલય (સિદ્ધપુર)માઇક્રોસોફ્ટરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાતલાટી-કમ-મંત્રીબૌદ્ધ ધર્મરાજેન્દ્ર શાહપદ્મશ્રીપાણીપૂર્ણ વિરામભારતીય સિનેમાકૃષ્ણકુમારસિંહ ગોહીલઉત્તરવાહિની નર્મદા પરિક્રમાભજનઅડાલજની વાવગાંઠિયો વાઉત્તર પ્રદેશબારડોલી લોક સભા મતવિસ્તારએપ્રિલ ૨૩લોકશાહીપુરાણપાણી (અણુ)ભરૂચતિથિવાઘેલા વંશકલ્પના ચાવલાહેમચંદ્રાચાર્યગૌતમ અદાણીનરેન્દ્ર મોદી સ્ટેડિયમચાંદીમૌર્ય સામ્રાજ્યઅબ્દુલ કલામયજ્ઞોપવીતગુજરાતના શક્તિપીઠોશામળ ભટ્ટજંડ હનુમાનગ્રહસિક્કિમઆર્યભટ્ટઘોરખોદિયુંપ્રત્યાયનકાલિદાસઅમરસિંહ ચૌધરીવિધાન સભાલિપ વર્ષવિજ્ઞાનમહાલક્ષ્મી મંદિર, દહાણુરિસાયક્લિંગવિશ્વની અજાયબીઓનોબૅલ પારિતોષિકભારતના રાષ્ટ્રપતિયજુર્વેદસંસ્કૃત વ્યાકરણરા' નવઘણજ્ઞાનપીઠ એવોર્ડઔદિચ્ય બ્રાહ્મણરામનારાયણ પાઠકજય શ્રી રામખાખરોપવનચક્કીહાજીપીરપાવાગઢપ્રમુખ સ્વામી મહારાજવિકિપીડિયાવાતાવરણચોઘડિયાં🡆 More