વાઈ: ચેતાતંત્રીય ખામી

વાઈ, ખેંચ, આંચકી, ફેફરું કે અપસ્માર (અંગ્રેજી: એપીલેપ્સી) એ એક ચેતાતંત્રીય ખામી છે.

આ આંચકી જાણી ન શકાય તેવા ટૂંકા સમયથી લઈને જોરદાર આંચકા સાથેની લાંબા સમયની હોઈ શકે છે. તેના કારણે શારીરિક ઈજા પહોંચી શકે છે જેમકે ક્યારેક હાડકાં તૂટી જવા. આંચકી કોઈ દેખીતા કારણ વગર ફરી ફરીને આવી શકે છે. કોઈ ખાસ કારણથી જેમકે ઝેરના કારણે આવતી આંચકીઓ અલગ છે અને તે વાઈ નથી. દુનિયાના કેટલાક ભાગોમાં વાઈના દર્દીઓ સામાજિક તિરસ્કાર પામે છે.

વાઈ: ચેતાતંત્રીય ખામી
સામાન્ય આંચકીના કિસ્સાનો ફોટો
વાઈ: ચેતાતંત્રીય ખામી
આંચકીમાં જીભનો આગળનો ભાગ ચવાઈ જાય તે.

મોટા ભાગના કિસ્સામાં આંચકીનું કારણ અજાણ્યું હોય છે. કેટલાક કિસ્સામાં મગજને ઈજા, મગજની ગાંઠ, પક્ષઘાત, મગજના ચેપ, જન્મજાત ખામીઓથી આંચકીઓ આવી શકે છે. આ પ્રક્રિયાને એપીલેપ્ટોજીનેસીસ કહે છે. થોડાક કિસ્સામાં જનીનિક કારણો પણ જોવા મળેલ છે. મગજના આંતરિક ભાગની ચેતાઓની વધુ પડતી અથવા બિનજરૂરી પ્રવૃત્તિઓના કારણે પણ આંચકી આવે છે. નિદાન સમયે અન્ય ખામીઓ જોવામાં આવે છે જે સમાન પરિસ્થિતિ પેદા કરી શકે છે જેમકે બેભાન થવું, નશામુક્તિ, ક્ષારનું પ્રમાણ શરીરમાં ખામીયુક્ત હોવું. તેમાં મગજના ફોટા પાડવા અને લોહીની તપાસ સામેલ હોય છે. સામાન્ય તપાસ ઉપરાંત મગજના ઇલેક્ટ્રોસીફેલોગ્રામ (EEG) દ્વારા આ ખામી છે તેમ સ્થાપિત કરાય છે.

ચોક્કસ કારણોથી આંચકી આવતી હોય તો તેને અટકાવી શકાય છે. ૭૦% કિસ્સામાં દવાઓથી તેને અંકુશિત કરી શકાય છે. તેના સસ્તા વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જેઓને દવા અસર ન કરે તેમને શસ્ત્રક્રિયા, ચેતાઉત્તેજનની ક્રિયા અને ભોજનમાં ફેરફારની સલાહ પણ આપવામાં આવે છે. આંચકીના તમામ કિસ્સા જીવનપર્યત નથી હોતા. ઘણા લોકો એટલા સાજા થઇ જાય છે કે એમને કોઈ સારવારની જરૂરિયાત નથી રહેતી.

૨૦૧૫ના આંકડાઓ મુજબ દુનિયામાં ૩ કરોડ ૯૦ લાખ લોકોને વાઈ છે. તે પૈકી ૮૦% કિસ્સા વિકાસશીલ દેશોમાં છે. ૧૯૯૦માં ૧,૧૨,૦૦૦ લોકો વાઈના લીધે મૃત્યુ પામેલ જે આંકડો ૨૦૧૫માં વધીને ૧,૨૫,૦૦૦ થયેલ છે. વાઈ ઘરડા લોકોમાં સામાન્ય છે. વિકસિત દેશોમાં વાઈ નવા કિસ્સા બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં મોટા બાળકો અને તરુણોમાં આ ખામીની શરૂઆત જોવામાં આવે છે. ૫થી ૧૦% લોકોમાં કોઈ કારણ વગર ૮૦ વર્ષે આંચકી આવે છે, અને તેમાં જ બીજી આંચકીની સંભાવના ૪૦થી ૫૦% છે. ઘણા દેશોમાં વાઈ આવતી હોય તેમના પર વાહન ચલાવવા પર પ્રતિબંધ છે અથવા ચોક્કસ સમય સુધી વાઈ ન આવે તો ફરી ચલાવવા દેવાય છે. તેનું અંગ્રેજી નામ એપીલેપ્સી છે જે પ્રાચીન ગ્રીક શબ્દ આધારિત છે જેનો અર્થ "ખેંચી લેવું, ઝડપી લેવું" થાય છે.

સંદર્ભ

વધુ માહિતી

  • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  • Scheffer, Ingrid E.; Berkovic, Samuel; Capovilla, Giuseppe; Connolly, Mary B.; French, Jacqueline; Guilhoto, Laura; Hirsch, Edouard; Jain, Satish; Mathern, Gary W. (માર્ચ ૨૦૧૭). "ILAE classification of the epilepsies: Position paper of the ILAE Commission for Classification and Terminology". Epilepsia. doi:10.1111/epi.13709.
  • "અપસ્માર", ગુજરાતી વિશ્વકોશ, પાનાં. ૨૭૫-૨૭૭

બાહ્ય કડીઓ

Tags:

ઝેર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પર્યાવરણીય શિક્ષણજાપાનપાળીયાદ (તા. ભાવનગર)અહિંસાઅડાલજની વાવવનસ્પતિવલ્લભી વિશ્વવિદ્યાલયઆયંબિલ ઓળીભાવનગર રજવાડુંબૌદ્ધકલાઈન્દિરા ગાંધીકાલરાત્રિતાજ મહેલઇસ્લામસંગણકજન્માષ્ટમીબોટાદ જિલ્લોક્ષેત્રફળસત્યવતીકિશનસિંહ ચાવડાદિલ્હીખોડિયારહાઈકુસત્યના પ્રયોગો અથવા આત્મકથાબજરંગદાસબાપાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગ્રેગોરીયન પંચાંગસૂર્યમંડળઑસ્ટ્રેલિયાલોહીભારતના ઉપરાષ્ટ્રપતિશુક્ર (ગ્રહ)રાજ્ય સભાસ્નેહલતાકડીગીર કેસર કેરીકસૂંબોપારસીવલ્લભાચાર્યઅટલ બિહારી વાજપેયીસૂર્યમંદિર, મોઢેરાસૌરાષ્ટ્રગુજરાતના તાલુકાઓચાંપાનેરસ્ટીફન હોકિંગસ્વામી વિવેકાનંદરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપ્રતિક ગાંધીC (પ્રોગ્રામિંગ ભાષા)ભરતનાટ્યમલેઉવા પટેલયુગસામાજિક પરિવર્તનતાનસેનરાશીતુલા રાશિરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઉંઝાયુટ્યુબરાજીવ ગાંધીલોથલકેનેડાભરવાડભારતનો ઇતિહાસસમાજશાસ્ત્રરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવિક્રમ સંવતજલિયાંવાલા બાગ હત્યાકાંડપુ્ષ્ટિમાર્ગ બેઠકભારતમાં પરિવહનગ્રીસમંગલ પાંડેનવસારી જિલ્લોવસ્તુપાળનળ સરોવરરાણકી વાવ🡆 More