ક્ષય રોગ

ક્ષયરોગ, જેને ઘાસણી તરીકે પણ ઓળખાય (અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ, TB (TUBERCAL BESILAS ટૂંકું લખાણ) એ દંડાકારના માયકોબેક્ટેરિયા (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે.

તેને પ્રાચીન કાળમાં યક્ષ્મા તરીકે જાણીતું હતું. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂંકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા એસિમ્પટમેટિક અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.

આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

દુનિયાની ત્રીજા ભાગની વસતી એમ. ટ્યુબરક્યુલોસિસ થી પીડાતી હોવાનું માનવામાં આવે છે અને દર બીજી સેકન્ડે વધુ એક વ્યક્તિને તેનો ચેપ લાગે છે. ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે સ્થિર થઇ રહી છે અથવા ઘટી રહી છે પરંતુ વસતી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુ પણ વધી રહી છે. 2007માં ક્ષયરોગના અંદાજે 1.37 કરોડ ગંભીર કેસ હતા અને 93 લાખ કેસ નવા નોંધાયા હતા તેમજ 18 લાખ દર્દીઓના મોત થયા હતા. આમાંથી મોટા ભાગના કિસ્સા વિકાસશીલ દેશોમાં નોંધાયા હતા. વધુમાં વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કારણકે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ (immunosuppressive drug), પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઇડ્સને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યા સમાન નથી. એશિયા અને આફ્રિકાના ઘણા દેશોની 80 ટકા વસતી ટ્યુબરક્યુલિન ટેસ્ટમાં પોઝિટીવ આવે છે જ્યારે અમેરિકાની માત્ર 5-10 ટકા વસતીનો જ ટેસ્ટ પોઝિટિવ આવે છે.

વર્ગીકરણ

ક્ષય રોગ માટે અત્યારની તબીબી વર્ગીકરણ પદ્ધતિ રોગના ઉત્પતિ સ્થાન પેથોજીનેસિસ (pathogenesis) આધારિત છે.[સંદર્ભ આપો]

ક્ષય રોગ માટે વર્ગીકરણ પદ્ધતિ
પ્રકાર વર્ણન
0 ક્ષયના રોગના સંપર્કમાં ન આવવું
ચેપ ન હોવો
સંપર્કનો કોઇ ઇતિહાસ ન હોવો
ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર નકારાત્કમ પ્રતિભાવ
1 ક્ષય રોગના સંપર્કમાં આવવું
ચેપ હોવાના કોઇ પુરાવા ન હોવા
સંપર્કમાં આવ્યા હોવાનો ઇતિહાસ
ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર નકારાત્મક પ્રતિભાવ
ક્ષય રોગ ચેપ
બિમારી નહીં
ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર હકારાત્મક પ્રતિભાવ
નકારાત્મક જીવાણુ વિજ્ઞાન વિષયક અભ્યાસ (જો કરાયો હોય તો)


ક્ષય રોગના કોઇ તબીબી, જીવાણુ વિજ્ઞાન અથવા રેડિયોલોજીક પુરાવાની ગેરહાજરી

3 ક્ષય રોગ, તબીબી રીતે સક્રિય એમ ટ્યુબરક્યુલોસિસ કલ્ચર્ડ (જો કરાવ્યું હોય તો)
વર્તમાન રોગના તબીબી, જીવાણુ વિજ્ઞાન અથવા રેડીયોલોજીકલ પુરાવા
4 ક્ષય રોગ
તબીબી રીતે સક્રિય નહીં
ક્ષય રોગના ભાગનો ઇતિહાસ
અથવા
અસામાન્ય પરંતુ સ્થિર રેડિયોગ્રાફિક તારણ
ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ પર હકારાત્મક પ્રતિભાવ
જીવાણુ વિજ્ઞાન વિષયક અભ્યાસ પર નકારાત્મક પ્રતિભાવ (જો કરાયો હોય તો)
અને
વર્તમાન રોગના કોઇ તબીબી અથવા રેડિયોગ્રાફિક પુરાવાની ગેરહાજરી
5 ક્ષય રોગની શંકા રોગ નિદાન બાકી
3 માસની અંદર ક્ષય રોગ છે કે નહીં તે સ્પષ્ટ કરવું

સંકેતો અને લક્ષણો

ક્ષય રોગ 
Main symptoms of variants and stages of tuberculosis, ઘણા ચિહ્નો અન્ય સાથે મળતા આવે છે જ્યારે અન્ય ચિહ્નો (બધા જ નહીં) ચોક્કસ જાત માટે ચોક્કસ છે. એક કરતા વધુ જાતો એક સાથે હાજર હોઇ શકે છે.
ક્ષય રોગ 
માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ સ્કેનિંગ
ક્ષય રોગ 
જીનસ માયકોબેક્ટેરિયમનું ફાયલોજિનેટિક વૃક્ષ.

રોગ જ્યારે સક્રિય થાય છે ત્યારે 75 ટકા કેસ ફેફસાના ટીબીના હોય છે. તેના લક્ષણોમાં છાતીમાં દુખાવો, ગળફામાં લોહી પડવું અને ત્રણ સપ્તાહથી વધુ સમય માટે ખાંસી અને કફનો સમાવેશ થાય છે. પદ્ધતિસરના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, રાત્રે પસીનો વળવો, ભૂખ ના લાગવી, વજન ઘટી જવું, ફીકાશ અને ઘણી વાર નબળાઇ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય 25 ટકા સક્રિય કેસમાં ચેપ ફેફસાથી આગળ વધીને અન્ય અવયવોમાં ફેલાય છે અને અન્ય પ્રકારનો ક્ષય રોગ થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને નાના બાળકોમાં તે બહુ સામાન્ય રીતે થાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ચેપના સ્થળોમાં ફેફસાની અંતઃત્વચામાં સોજામાં ફેફસાની અંતઃત્વચા, મગજના તાવમાં કેન્દ્રીય ચેતાતંત્ર, કંઠમાળમાં લસિકાવાહિની તંત્ર, યુરોજેનિટલ ટ્યુબરક્યુલોસિસમાં જેનિટોયુરિનરી સિસ્ટમ અને કરોડની પોટ્સ બિમારીમાં હાડકા અને સાંધાનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર રૂપ ડિસસેમિનેટેડ ટીબી છે જે મિલિયરી ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી પલ્મોનરી ટીબીની સાથે પણ થઇ શકે છે.

કારણો

ક્ષય રોગના મુખ્ય કારણ દંડ આકારના બેક્ટેરિયા માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નાના, ઓક્સિજન પર જીવતા, હલનચલન ન કરી શકે તેવા જીવાણુ છે. આ રોગ પેદા કરતા જીવાણુનું લિપિડનું ઊંચું પ્રમાણ તેની ઘણી વિશેષ તબીબી લાક્ષણિકતા માટે જવાબદાર છે. તેનું પ્રત્યેક 16થી 20 કલાકે વિભાજન થાય છે. આ વિભાજન દર અન્ય બેક્ટેરિયાની તુલનાએ ઘણો ધીમો છે. બેક્ટેરિયા સામાન્ય રીતે એક કલાકથી ઓછા સમયમાં વિભાજિત થતા હોય છે. (દાખલા કરીકે, ઇ. કોલી સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા બેક્ટેરિયામાંના એક છે જે પ્રત્યેક 20 મિનીટમાં વિભાજિત થાય છે.) એમટીબીને કોશિકા થર હોય છે પરંતુ તેમાં ફોસ્ફોલિપિડ બાહ્ય આવરણનો અભાવ હોય છે. તેને ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયમ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પરંતુ જો ગ્રામ સ્ટેન હાથ ધરવામાં આવે તો એમટીબી ઘણું નબળું ગ્રામ-પોઝિટીવ આપે છે અથવા તેની કોશિકા થરના ઊંચા લિપિડ અને માયકોલિક એસિડ તત્વને કારણે રંગ જાળવી શકતી નથી. એમટીબી નબળા બિનચેપી તત્વો સામે લડે છે અને સપ્તાહો સુધી સુકા સ્વરૂપમાં જીવી શકે છે. કુદરતમાં, બેક્ટેરિયમ માત્ર યજમાન અયવવના કોશિકાની અંદર વિકસી શકે છે પરંતુ એમ. ટ્યુબરક્યુલોસિસ ને અવયવની બહાર બનાવટી વાતાવરણ માં વિકસાવી શકાય છે.

ગળફાના નમૂના પર હિસ્ટોલોજીકલ સ્ટેનનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો સામાન્ય માઇક્રોસ્કોપ હેઠળ એમટીબી ઓળખી શકે છે. એસિડિક દ્વાવણો સાથે પ્રક્રિયા કરાવ્યા બાદ પણ એમટીબી ચોક્કસ સ્ટેન જાળવી રાખતું હોવાથી તેને એસિડ-ફાસ્ટ બેસિલસ (AFB) તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. સૌથી સામાન્ય એસિડ ફાસ્ટ સ્ટેનિંગ ટેકનિક ઝીલ-નીલસન સ્ટેન એસિડ ફાસ્ટ બેસિલસને ચમકતા લાલ રંગમાં રંગે છે જે વાદળી બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ દેખાય છે. એએફબીને દેખી શકાય તેવા કરવાની અન્ય પદ્ધતિઓમાં ઓરેમાઇન-રોડામાઇન સ્ટેન અને ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપીનો સમાવેશ થાય છે.

એમ. ટ્યુબરક્યુલોસિસ માળખામાં અન્ય ચાર ટીબીજનક માયકોબેક્ટેરિયા: એ. બોવિસ , એમ. આફ્રિકેનમ , એમ. કનેટી અને એમ. માઇક્રોટી નો સમાવેશ થાય છે. એમ. આફ્રિકેનમ વ્યાપક નથી પરંતુ આફ્રિકાના કેટલાક ભાગોમાં ટીબી માટે તે મુક્ય કારક છે. એક સમયે એમ. બોવિસ ક્ષય રોગ માટે મુખ્ય કારક હતું પરંતુ પેશ્ચ્યુરાઇઝ્ડ દૂધ આવતા વિકસિત દેશોમાં જાહેર આરોગ્ય સમસ્યા તરીકે તેનો મોટે ભાગે નાશ થયો હતો. એમ. કનેટી દુર્લભ અને આફ્રિકા સુધી જ મર્યાદિત હોય તેમ જણાય છે જો કે કેટલાક આફ્રિકન ઇમિગ્રન્ટ્સમાં કેટલાક કેસ નોંધાયા છે. એમ. માઇક્રોટી મુખ્યત્વે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં જોવા મળે છે. જો કે આ રોગ પેદા કરતા એજન્ટની હાજરીને ઓછી આંકવામાં આવી હોય તેવું શક્ય છે.

અન્ય જાણીતા પેથોજેનિક માયકોબેક્ટેરિયામાં માયકોબેક્ટેરિયમ લેપ્રે , માયકોબેક્ટેરિયમ એવિયમ અને એમ કાન્સાસી નો સમાવેશ થાય છે. છેલ્લા બે બેક્ટેરિયા નોનટ્યુબરક્યુલસ માયકોબેક્ટેરિયા (NTM) જૂથના ભાગ છે. નોનટ્યુબરક્યુલસ માયકોબેક્ટેરિયાથી ટીબી કે રક્તપિત્ત થતો નથી પરંતુ તે ટીબી જેવા અન્ય ફેફસાને લગતા રોગ ચોક્કસ પેદા કરે છે.

જોખમી પરિબળો

જે લોકો સિલિકોસિસથી પીડાઇ રહ્યાં છે તેમનામાં ક્ષય રોગ થવાનો 30 ગણો ભય હોય છે. સિલિકાના કણ શ્વસનતંત્રમાં તકલીફ ઉભી કરે છે જેને કારણે ફેગોસાયટોસિસ જેવો ઇમ્યુનોજેનિક પ્રતિભાવ ઉભો થાય છે અને લસિકા વાહિનીઓમાં જમા થાય છે. આ વિક્ષેપ અને મેક્રોફેજ કાર્યમાં અવરોધને કારણે ક્ષય રોગનું જોખમ વધી જાય છે. જે લોકોના મૂત્રપિંડ નકામા થઇ ગયા છે અને હિમોડાયાલિસિસ પર છે તેમનામાં ક્ષય રોગ થવાનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતા 10-25 ગણુ વધું છે. ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જોખમ વધુ હોય છે અને તે ડાયાબિટીસ વગરના વ્યક્તિની તુલનાએ ચાર ગણુ વધુ હોય છે. તેમાં પણ જે દર્દીઓને ઇન્શ્યુલિન પર આધાર રાખવો પડે છે અથવા જેમનો ડાયાબિટીસ પર કાબુ નથી તેમનામાં જોખમ વધી જાય છે. સક્રિય ટીબી સાથે સંકળાયેલી અન્ય તબીબી સ્થિતિઓમાં ગેસ્ટ્રેક્ટોમી અને માલએબસોર્પશ્ન, જેજુનોઇલીય બાયપાસ, રેનલ અને કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટેશન, માથા અથવા ગળાનું કાર્સિનોમા અને અન્ય નિયોપ્લાઝમા (દાખલા તરીકે, ફેફસાનું કેન્સર, લિમ્ફોમા અને લ્યુકેમીયા)નો સમાવેશ થાય છે[૨].

સિલિકોસિસ ટ્યુબરક્યુલોસિસનું જોખમ વધારતું હોવાથી વિવિધ (ઇનડોર) વાયુ પ્રદુષકોની રોગ પર અસર પર વધુ સંશોધન કરવું વધુ જરૂરી બનશે. સિલિકાના કેટલાક ઇનડોર ઉદભવ સ્થાનોમાં પેઇન્ટ, કોન્ક્રીટ અને પોર્ટલેન્ડ સિમેન્ટનો સમાવેશ થાય છે.

ઓછું વજન પણ ક્ષય રોગના જોખમ સાથે સંકળાયેલું છે. 18.5થી નીચો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 2-3 ગણુ જોખમ વધારે છે. જ્યારે બીજી બાજુ શરીરના વજનમાં વધારો ક્ષય રોગનું જોખમ ઘટાડે છે [૩], [૪]. ડાયાબિટીસના દર્દીઓ કોન્ટ્રાક્ટિંગ ટ્યુબરક્યુલોસિસ સામે વધુ અસુરક્ષિત હોય છે અને તેઓ સારવારને નબળો પ્રતિભાવ આપે છે, કદાચ નબળી દવા શોષણ ક્ષમતાને કારણે આમ થતું હશે.

અન્ય સ્થિતિઓ કે જે ક્ષય રોગનું જોખમ વધારે છે તેમાં IV ડ્રગનો વધુ પડતો ઉપયોગ, તાજેતરમાં ટીબીનો ચેપ લાગ્યો હોય અથવા ટીબીની આયોગ્ય સારવાર થઇ હોય તેવો ઇતિહાસ, અગાઉના ટીબીનું સૂચન કરતા હોય તેવા છાતીના એક્સરે કે જે લેઝન્સ અને નોબ્યુલ્સ દર્શાવે છે, કોર્ટિકોસ્ટિરોઇડ થેરાપીનો લાંબા સમયથી ઉપયોગ અને અન્ય રોગપ્રતિકારક શક્તિ વિરોધી થેરાપી, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ (એઇડ્સના 30-40 ટકા દર્દીઓને ક્ષય રોગ છે), હિમેટોલોજીક અને રેટિક્યુલોએન્ડોથેલિયલ રોગ જેમકે લ્યુકેમિયા અને હોડ્ગકિન્સ રોગ, કિડનીની અંતિમ તબક્કામાં બિમારી, આંતરડાની બાયપાસ સર્જરી, ક્રોનિક માલએબસોર્પશન સિન્ડ્રોમ, વિટામિન-ડીની ઊણપ અને શરીરનું ઓછું વજન વગેરેનો સમાવેશ થાય છે.

1940માં જોડીયા બાળકોમાં હાથ ધરાયેલા અભ્યાસે સૂચવ્યું હતું કે ક્ષય રોગની શંકા વારસા સાથે સંકળાયેલી છે. જોડીયા બાળકોમાં જો કોઇ એકને ક્ષય રોગ હોય તો બીજામાં ક્ષય રોગની શક્યતા વધુ હોય છે. આ તારણને દક્ષિણ આફ્રિકામાં હાથ ધરાયેલા અભ્યાસો દ્વારા તાજેતરમાં સમર્થન આપવામાં આવ્યું હતું. IL12B માં ચોક્કસ જીન પોલિમોર્ફિમિઝમ ક્ષય રોગની શક્યતા સાથે સંકળાયેલી છે.

ટ્યુમર નેક્રોસિ ફેક્ટર આલ્ફા (સાયટોકિન સર્જતો સોજો)ને બ્લોક કરતી સંધિવાની સારવાર સહિતની કેટલીક દવાઓ ટીબી સામેની પ્રતિકારક શક્તિમાં આ સાયટોકિનના મહત્વને કારણે સુપ્ત ચેપને સક્રિય કરવાનું જોખમ વધારે છે.

વ્યવસ્થાતંત્ર

ચેપ ફેલાવવો

પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે, બોલે છે અથવા બોલે છે ત્યારે તેઓ હવામાં તરી શકે તેવા ૦.5થી 5 µmવ્યાસવાળા નાના ટીપાઓ બહાર ફેંકે છે. એક જ છીંકમાં આવા 40,000 જેટલા ટીપાઓ બહાર ફેંકાય છે. આ પ્રત્યેક ટીપું બિમારીનું વહન કરી શકે છે. જો કે ટ્યુબરક્યુલોસિસની ચેપી માત્રા ઘણી ઓછી હોય છે અને દસથી ઓછા બેક્ટેરિયા શ્વાસમાં લેવાથી ચેપ લાગી શકે છે.

જે લોકો ક્ષય રોગના દર્દીના સંપર્કમાં લાંબા સમય સુધી, અવારનવાર અથવા સતત આવે છે તેમને ચેપ લાગવાનું જોખવ વધુ હોય છે અને તેનો ચેપ લાગવાનો દર અંદાજે 22% હોય છે. સક્રિય પરંતુ ઇલાજ ના થયેલો હોય તેવો ટ્યુબરક્યુલોસિસનો દર્દી દર વર્ષે 10-15 અન્ય લોકોને ચેપ લગાડે છે. જેમના પર ક્ષય રોગનું જોખમ છે તેવા લોકોમાં, ક્ષય રોગની બિમારી વ્યાપક છે તેવા વિસ્તાર સતત હાજરી ધરાવતા લોકો, સ્વચ્છ કર્યા વગરની સોંય વડે દવા લેતા લોકો, વધુ જોખમ ધરાવતા રહેવાસીઓ અને કર્મચારીઓ ભેગા થતા હોય તેવા લોકો, તબીબી સારવાર ન લઇ શકતા હોય તેમજ ઓછી આવક ધરાવતા લોકો, ક્ષય રોગનું જોખમ ધરાવતા હોય તેવા વંશમાંથી આવતા લોકો અથવા વંશીય લઘુમતિ વસતી, ક્ષય રોગનું ઊંચું જોખમ ધરાવતા હોય તેવા લોકોના સંપર્કમાં આવતા બાળકો, HIV/AIDS જેવી બિમારીને કારણે રોગ પ્રતિકારકશક્તિ ગુમાવેલા લોકો, રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતી હોય તેવી દવા લેતા લોકો અને ઊંચું જોખમ ધરાવતા દર્દીઓને સેવા આપતા આરોગ્ય સંભાળ કામદારોનો સમાવેશ થાય છે.

માત્ર સક્રિય ટીબી ધરાવતા હોય તેવા લોકો દ્વારા જ ચેપ ફેલાય છે સુપ્ત ટીબી ધરાવતા લોકો દ્વારા નહીં. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ચેપ લાગવાની શક્યતાનો આધાર વાહક દ્વારા બહાર ફેંકવામાં આવેલા ચેપી ટીપાઓની સંખ્યા, વાતાવાત વ્યવસ્થાની અસરકારકતા, સંપર્કનો સમયગાળો અને એમ. ટ્યુબરક્યુલોસિસ સ્ટ્રેનની ઘાતકતા પર રહેલો છે. આ ચેપ લાગવાની શૃંખલા સક્રિય રોગ ધરાવતા દર્દીને એકલો રાખવાથી અને તેને ક્ષય રોગ વિરોધી અસરકારક એન્ટિ-ટ્યુબરક્યુલસ થેરાપી શરૂ કરીને તોડી શકાય છે. આવી સારવારના બે સપ્તાહ બાદ બિનપ્રતિકારક સક્રિય ટીબી ધરાવતા લોકો સામાન્ય રીતે ચેપ ફેલાવતા અટકે છે. જો કોઇ વ્યક્તિને ચેપ લાગે તો આ ચેપ લાગેલો નવો વ્યક્તિ ઓછામાં ઓછા 21 દિવસ અથવા ચાર સપ્તાહના સમય બાદ જ અન્ય કોઇ વ્યક્તિને ચેપ લગાડી શકે છે. ક્ષય રોગ ધરાવતું માસ ખાવાથી પણ ક્ષય રોગનો ચેપ લાગી શકે છે. માયકોબેક્ટેરિયમ બોવિસ પ્રાણીઓમાં ક્ષય રોગ કરે છે. (નીચ દર્શાવેલી માહિતી જુઓ.)

રોગનો ઉદભવ અને વિકાસ

માયકોબેક્ટેરિયમ ટ્યુબર ક્યુલોસિસ નો ચેપ ધરાવતા લગભગ 90 ટકા લોકો એસિમ્પટમેટિક, સુપ્ત ટીબી ચેપ ધરાવે છે. સુપ્ત ચેપ ક્ષય રોગની બિમારીમાં ફેરવાય તેવી માત્ર 10 ટકા શક્યતા હોય છે. જો કે જો તેની સારવાર ન કરવામાં આવે તો આવા સક્રિય ટીબી કેસોનો મૃત્યુ દર 50 ટકાથી વધુ છે.

માયકોબેક્ટેરિયા જ્યારે પલ્મોનરી એલવીઇઓલીમાં પહોંચે છે ત્યારે ક્ષય રોગનો ચેપ શરૂ થાય છે અહીં તેઓ એલવિયોલર મેક્રોફેજિસના એન્ડોસોમ્સમાં ઘૂસ મારે છે અને પોતાની સંખ્યા વધારે છે. ફેફસામાં ચેપ લાગવાના પ્રારંભિક સ્થાનને ઘોન ફોકસ કહેવાય છે અને સામાન્ય રીતે તે ફેફસાની નીચેની બુટના ઉપરના ભાગમાં અથવા ઉપલી બુટના નીચેના ભાગમાં આવેલું હોય છે. બેક્ટેરિયા ડેન્ડ્રિટિક કોશિકા દ્વારા એકત્ર થાય છે જે રેપ્લિકેશન થવા દેતા નથી જો કે આ કોશિકા બેસિલીને સ્થાનિક મેડિયાસ્ટિનલ લિમ્ફ નોડ સુધી પરિવહન કરી શકે છે. ચેપનો વધુ વ્યાપ અન્ય માંસપેશી અને અવયવોમાં લોહીના પ્રવાહ દ્વારા થાય છે જેમાં ફેફસાના અન્ય ભાગ (ખાસ કરીને ફેફસાની બુટના ટોચના ભાગમાં),પેરિફેરલ લિમ્ફ નોડ્સ, કિડની, મગજ અને હાડકા સુધી સેકન્ડરી ટીબી લેઝન વિકસી શકે છે. શરીરના તમામ ભાગને ક્ષય રોગનો ચેપ લાગી શકે છે પરંતુ તે હૃદય, હાડપિંજરના સ્નાયુ, સ્વાદુપિંડ અને થાયરોઇડને ભાગેજ અસર કરી શકે છે.

ટ્યુબરક્યુલોસિસનું સોજાને કારણે ગાંઠ થઇ ગયેલી સ્થિતિ તરીકે વર્ગીકરણ થયેલું છે. મેક્રોફેજ, ટી લિમ્ફોસાઇટ્સ, બી લિમ્ફોસાઇટ્સ અને ફાઇબરોબ્લાસ્ટનો ચેપી મેક્રોફેજને ફરતે લિમ્ફોસાઇટ્સ દ્વારા ગાંઠ રચવા માટે ભેગા થતા કોશિકાઓમાં સમાવેશ થાય છે. ગાંઠ માયકોબેક્ટેરિયાના ફેલાવાને અટકાવવા ઉપરાંત રોગ પ્રતિકારક તંત્રના કોશિકાના પ્રત્યાયન માટે સ્થાનિક વાતાવરણ પુરું પાડે છે. ગાંઠની અંદર ટી લિમ્ફોસાઇટ્સ ઇન્ટરફેરોન ગેમા જેવા સાયટોકાઇન્સનો સ્ત્રાવ કરે છે જે મેક્રોફેજીસને તે બેક્ટેરિયાનો નાશ કરવા સક્રિય કરે છે કે જેનો તેમને ચેપ લાગ્યો છે. સાયટોટોક્સિક ટી કોશિકાઓ પણ પર્ફોરિન અને ગ્રેન્યુલોસિનનો સ્ત્રાવ કરીને ચેપી કોશિકાઓનો સીધો નાશ કરી શકે છે.

મહત્તની વાત છે કે, બેક્ટેરિયાનો ગાંઠમાં હંમેશા નાશ નથી કરી શકાતો પરંતુ તેને નિષ્ક્રિય બનાવી શકાય છે જે આખરે સુપ્ત ચેપમાં પરિણમે છે. માનવ ટ્યુબરક્યુલોસિસના ગ્રેન્યુલોમાસના અન્ય લક્ષણોમાં કોષિકાનું મૃત્યુ થવાની શરૂઆત થાય છે જેને નેક્રોસિસ કહેવાય છે, જે ટ્યુબરકલ્સનું કેન્દ્ર છે. ખુલ્લી આંખે તે નરમ સફેદ ચીઝ જેવી ભાત ધરાવે છે અને તેને કેસીયસ નેક્રોસિસ કહેવાય છે.

જો ટીબીના બેક્ટેરિયા નુક્શાન પામેલી પેશીમાંથી લોહીના પ્રવાહમાં પ્રવેશ મેળવે તો તે સમગ્ર શરીરમાં ફેલાઇ શકે છે અને ચેપના ઘણા કેન્દ્રો રચી શકે છે જે પેસીમાં નાના સપેદ ટ્યુબરકલ્સ જેવા દેખાય છે. ક્ષય રોગનું આ ગંભીર સ્વરૂપ બાળકો અને મોટાઓમાં સૌથી સામાન્ય છે અને તેને મિલિયરી ટ્યુબરક્યુલોસિસ કહેવામાં આવે છે. આવા ડિસસેમિનેટેડ ટીબીના દર્દીને જો સારવાર ન આપવામાં આવે તો તેનો મૃત્યુ દર લગભગ 100 ટકા છે. પરંતુ જો વહેલી સારવાર આપવામાં આવે તો તે ઘટીને લગભગ 10 ટકા થઇ શકે છે.

ઘણા દર્દીઓમાં ચેપની વધ ઘટ થાય છે. પેશીનો નાશ અને નેક્રોસિસને સારવાર અને ફાઇબ્રોસિસ દ્વારા સંતુલિત કરી શકાય છે. અસરગ્રસ્ત પેશીના સ્થાને ડાઘો પડી જાય છે અને પોલાણમાં ચીઝ જેવું સફેદ નેક્રોટિક તત્વ ભરાય છે. સક્રિય બિમારી દરમિયાન આમાંના કેટલાક પોલાણ શ્વસન નળીની શાખાઓ સાથે જોડાય છે અને આ તત્વને ગળફા દ્વારા બહાર ફેંકી શકાય છે. તે જીવતા બેક્ટેરિયા ધરાવે છે અને માટે તે ચેપ ફેલાવી શકે છે. યોગ્ય એન્ટિબાયોટિક દ્વારા સારવારથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને રૂઝ આવે છે. સારવાર દરિમયાન અસરગ્રસ્ત વિસ્તારને સ્થાને ડાઘાવાળી પેશીઓ આવે છે.

જો સારવાર ન કરવામાં આવે તો માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નો ચેપ લોબર ન્યુમોનિયા બની શકે છે.

નિદાન

ક્ષય રોગ 
ગળફામાં માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (સ્ટેઇન્ડ રેડ)

તબીબી નમૂના (ગળફો અથવા પરુ )માં ક્ષય રોગના પ્રેરણાત્મક અંગ (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ )ને ઓળખી કાઢીને ક્ષય રોગનું નિદાન ચોક્કસ થઇ શકે છે. જ્યારે આ શક્ય ન હોય ત્યારે ઇમેજિંગ (એક્સ-રે અથવા સ્કેન) અને અથવા ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ (મેન્ટોક્સ ટેસ્ટ)નો ઉપયોગ કરીને સંભવિત નિદાન કરી શકાય છે.

ક્ષય રોગ નિદાનની મુખ્ય સમસ્યા તે છે કે આ ધીમે વૃદ્ધિ પામતા જીવાણુઓનું પ્રયોગશાળામાં કલ્ચરિંગ કરવું મુશ્કેલ છે. લોહી અથવા ગળફાને કલ્ચર થતા 4થી 12 સપ્તાહનો સમય લાગે છે. ક્ષય રોગના સંપૂર્ણ તબીબી મૂલ્યાંકનમાં તબીબી ઇતિહાસ, શારીરિક તપાસ, છાતીનો એક્સ-રે, માઇક્રોબાયોલોજીકર સ્મીયર્સ અને કલ્ચરનો સમાવેશ થાય છે. તેમાં સેરોલોજીકલ ટેસ્ટ, ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણનો પણ સમાવેશ થાય છે. ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણના અર્થઘટનનો આધાર વ્યક્તિના ચેપ માટે જોખમ પરિબળ અને અન્ય ક્ષય રોગના દર્દી સાથે સંપર્ક અથવા નબળીરોગ પ્રતિકારક શક્તિ જેવા ક્ષય રોગના કારક પર રહે છે.

અત્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિમાં સુપ્ત ચેપનું નિદાન ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ દ્વારા કરવામં આવે છે જે એમ. ટ્યુબરક્યુલોસિસ માંથી બનાવેલા અર્ક પર વિલંબિત અતિસંવેદનશીલ પ્રકારનો પ્રતિભાવ આપે છે. ક્ષય રોગ સામે પ્રતિકારકતા ધરાવતા લોકો અથવા ભૂતકાળમાં ચેપ મટેલા લોકો અત્યારે જે લોકો ચેપ ધરાવે છે તેવી રીતે જ અતિસંવેદનશીલ પ્રતિભાવ આપશે માટે આ પરિક્ષણને અત્યંત સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઇએ તેમાં પણ જ્યાં ક્ષય રોગ પ્રતિકારક સામાન્ય છે તેવા દેશમાં રહેતા લોકોના પરિક્ષણમાં ખાસ. ટ્યુબરક્યુલિન પરિક્ષણમાં પરિણામ ખોટી રીતે નકારાત્મક મળવાનો ગેરલાભ છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે દર્દી સાર્કિયોડોસિસ, હોડ્ગકિન્સ લિમ્ફોમા, કુપોષણ સાથે કો-મોર્બિડ હોય અથવા સક્રિય ટ્યુબરક્યુલોસિસ બિમારી ધરાવતો હોય ત્યારે વિશેષ. નવી ઇન્ટરફેરોન રિલીઝ એસે (IGRAs) પદ્ધતિ આમાંની ઘણી સમસ્યાઓનો હલ લાવે છે. IGRAs એ કૃત્રિમ વાતાવરણમાં કરવામાં આવતું લોહીનું પરિક્ષણ છે જે ત્વચા પરિક્ષણ કરતા વધુ ચોક્કસ હોય છે. IGRAs ESAT-6 જેવા માયકોબેક્ટેરિયલ પ્રોટીનના પ્રતિભાવમાં મુક્ત થયેલા ઇન્ટરફેરોન ગેમાને શોધે છે. તેના પર રોગપ્રતિકારકતા અથવા પર્યાવરણીય માયકોબેક્ટેરિયાની અસર થતી નથી માટે તે ઓછા પ્રમાણમાં ખોટા હકારાત્મક પરિણામ આપે છે.એવો પણ પુરાવો છે કે ટીસ્પોટ ટીબી આઇજીઆરએ (T-SPOT TB IGRA)ત્વચા પરિક્ષણ કરતા વધુ સંવેદનશીલ છે.

ક્ષય રોગ માટે નવા પરિક્ષણો વિકસાવાઇ રહ્યાં છે જે સસ્તા, ઝડપી અને વધુ ચોક્કસ ટીબી ટેસ્ટિંગ હોવાની આશા છે. તેમાં બેક્ટેરિયલ ડીએનએની ઓળખ માટે પોલિમરેઝ ચેન રિએક્શન એસેનો સમાવેશ થાય છે. ઝડપી અને સસ્તા ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો વિકાસ વિકાસશિલ દેશો માટે વધુ મૂલ્યવાન સાબિત થશે.

અવરોધકતા

ક્ષયરોગની અટકાયત અને અંકુશ બે સમાંતર અભિગમ અપનાવે છે. પ્રથમ અભિગમમાં, ક્ષય રોગના દર્દી અને તેના સંપર્કમાં આવતા લોકોને ઓળખવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. ચેપની ઓળખમાં ઘણીવાર ક્ષય રોગ માટે વધુ જોખમ ધરાવતા સમુદાયોનો સમાવેશ થાય છે. બીજા અભિગમમાં ટીબી સામે રક્ષણ આપવા માટે બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. પુખ્ત લોકોને વિશ્વાસપાત્ર રક્ષણ આપી શકે તેવી કોઇ રસી ઉપલબ્ધ નથી. જો કે ઉષ્મકટીબંધીય વિસ્તારો કે જ્યાં માયકોબેક્ટેરિયાની અન્ય જાતનું સ્તર ઊંચું હોય છે ત્યાં નોનટ્યુબરક્યુલોસિસ માયકોબેક્ટેરિયા સાથેનો સંપર્ક ઘણીવાર ક્ષય રોગ સામે રક્ષણ આપે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ક્ષય રોગને 1993માં વૈશ્વિક આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યો હતો અને સ્ટોપ ટીબી પાર્ટનરશિપ નામની સંસ્થાએ ગ્લોબલ પ્લાન ટુ સ્ટોપ ટ્યુબરક્યુલોસિસ નામનો કાર્યક્રમ વિકસાવ્યો હતો જેણે 2006થી 2015ની વચ્ચે 1.4 કરોડ લોકોને ક્ષય રોગથી બચાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એક માત્ર માનવીમાં જ જોવા મળતા હોવાથી તેનો નાશ શક્ય છે. આ ઉદેશને અસરકારક રસી દ્વારા મદદ મળશે.

રસીઓ

ઘણા દેશો તેમના ક્ષય રોગ અંકુશ કાર્યક્રમના ભાગ રૂપે બેસિલસ કોલમેટ ગ્યુરિન (બીસીજી) રસીનો ઉપયોગ કરે છે તેમાં પણ ખાસ કરીને બાળકોમાં વિશેષ. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, આ દુનિયાભરમાં મોટે ભાગે વપરાત રસી છે 1993માં 172 દેશોના 85 ટકા શિશુઓને બીસીજીની રસી અપાઇ હતી. આ ક્ષય રોગ માટેની સૌપ્રથમ રસી હતી અને તે 1905 અને 1921ની વચ્ચે ફ્રાન્સમાં પેશ્ચર ઇન્સ્ટિટ્યુટ ખાતે વિકસાવાઇ હતી. જો કે બીજા વિશ્વ યુદ્ધ સુધી બીસીજીનું મોટા પાયે રસીકરણ શરૂ કરાયું ન હતું. બાળકોમાં ટીબીના ગંભીર સ્વરૂપો (દાખલા તરીકે મેનિન્જાઇટિસ)ને અટકાવવામાં બીસીજીની રક્ષણાત્મક કાર્યક્ષમતા 80 ટકાથી વધુ છે. યુવકો અને પુખ્ત લોકામાં પલ્મોનરી ટીબી અટકાવવાની તેની રક્ષણાત્મક કાર્યક્ષમતા બદલાતી રહે છે. તે 0થી 80 ટકાની રેન્જમાં છે.

ક્ષય રોગનો સૌથી વધુ વ્યાપ ધરાવતા દક્ષિણ આફ્રિકામાં ત્રણ વર્ષથી નીચેની ઉંમરના દરેક બાળકને બીસીજીની રસી આપવામાં આવે છે. જો કે જ્યાં માયકોબેક્ટેરિયાનો વ્યાપ ઓછો છે ત્યાં બીસીજી ઓછી અસરકારક છે માટે આ દેશોમાં સમગ્ર વસતીને બીસીજીની રસી અપાતી નથી. દાખલા તરીકે અમેરિકામાં ચોક્કસ માપદંડ સંતોષતા હોય તેમના સિવાયના લોકો માટે બીસીજીની રસીની ભલામણ કરવામાં આવતી નથી.

  • નકારાત્મક ત્વચા પરિણામ સાથેના બાળકો કે જેઓ ઇલાજ નહીં કરાયેલા અથવા બિનઅસરકારક સારવાર લીધેલા દર્દીના સતત સપર્કમાં આવેલા હોય અથવા તેઓ મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીના સતત સંપર્કમાં આવવાના હોય.
  • વ્યક્તિગત વાતાવરણને આધારે આરોગ્યસંભાળ કાર્યકર ધ્યાનમાં લેવામાં આવતા હતા જેમાં એમડીઆર-ટીબી દર્દીઓની ઊંચી ટકાવારી જોવા મળતી હોય, એમડીઆર-ટીબીના ટ્રાન્સમિશનની શક્યતા, અને ક્ષય રોગ અંકુશની તકેદારીઓ લેવાઇ છે પરંતુ સફળ રહી ન હતી.

બીસીજી પેડિયાટ્રીક ટીબીના ગંભીર સ્વરૂપ સામે થોડું રક્ષણ આપે છે પરંતુ પુખ્ત પલ્મોનરી ટીબી સામે તે અવિશ્વસનીય જોવા મળી છે. દુનિયાભરના રોગોમાં પુખ્ત પલ્મોનરી ટીબીનું ભારણ સૌથી વધુ છે. દુનિયામાં અત્યારે ટીબીના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન નોંધાયા હોય તેટલા કેસ છે અને મોટા ભાગના લોકો તમામ વયજૂથના લોકો અને એચઆઇવીના દર્દી સહિત તમામ લોકોમાં રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇન સહિત ટીબીના તમામ સ્વરૂપને અટકાવી શકે તેવી નવી, વધુ અસરકારક રસી શોધવાની તાત્કાલિક જરૂરિયાત સાથે સહમત છે.

ક્ષય રોગના ચેપને અટકાવાવ માટે કેટલીક નવી રસીઓ વિકસાવાઇ છે. પ્રથમ રિકોમ્બિનન્ટ ટ્યુબરક્યુલોસિસ રસી આરબીસીજી30 (rBCG30) 2004માં અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ તબક્કે પ્રવેશી હતી. તેને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ દ્વારા પ્રયોજિત કરાઇ છે.

2005ના એક અભ્યાસે દશાવ્યું હતું કે, ઉંદરોમાં પરંપરાગત કેમોથેરાપી સાથે આપવામાં આવેલી ડીએનએ ટીબી રસી બેક્ટેરિયા દૂર થવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે તેમજ ફરીથી ચેપ લાગવાની શક્યતા સામે રક્ષણ આપે છે. માનવી માટે આ રસી ઉપલબ્ધ થવા માટે હજુ ચારથી પાંચ વર્ષનો સમય લાગશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક જૂથની આગેવાનીવાળી ક્ષય રોગ માટે ઘણી અસરકારક રસી MVA85A દક્ષિણ આફ્રિકામાં અત્યારે બીજા તબક્કાના ટ્રાયલમાં છે અને તે જિનેટિકલી મોડીફાઇડ વેક્સિનિયા વાયરસ આધારિત છે. નવીન રસી વિકસાવવા માટે અન્ય ઘણી વ્યૂહરચનાઓનો ઉપયોગ થઇ રહ્યો છે જેમાં હાયબ્રિડ-1 (Hybrid-1), હાયવેક4 (HyVac4) અથવા એમ72 જેવી સ્યુબ્યુનિટ રસી (બે રિકોમ્બિનન્ટ પ્રોટીનના ફ્યુઝન પરમાણુને એડજ્યુવાન્ટમાં છોડવામાં આવે છે.) અને એડી35 જેવી રિકોમ્બિનન્ટ એડિનોવાયરસિસનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રસી સોંય વગર આપી શકાય છે જેને કારણે જ્યાં એચઆઇવી ઘણો સામાન્ય છે ત્યાં રસી માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.

આ તમામ રસીઓ માનવીમાં સફળ રીતે પરિક્ષણ કરાઇ છે અને ટીબી એન્ડિક ક્ષેત્રોમાં તે અત્યારે વધારાના પરિક્ષણ હેઠળ છે. વધુ સંશોધન કરવા માટે સંશોધકો અને નીતી ઘડવૈયાઓ રસી વિકસાવવાના નવા આર્થિક મોડલને પ્રોત્સાહન આપી રહ્યાં છે જેમાં ઇનામો, કર રાહત અને એડવાન્સ માર્કેટ ખાતરીઓનો સમાવેશ થાય છે.

ક્ષય રોગની નવી રસી વિકસાવવાની ઝુંબેશને ધ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જોરદાર સમર્થન આપી રહ્યું છે. તાજેતરમાં તેણે છ વિવિધ રસીઓના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે એરાસ ગ્લોબલ ટીબી વેક્સિન ફાઉન્ડેશનને ૨૦ કરોડ ડોલરની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.

સ્ક્રિનિંગ

ક્ષય રોગ 
મેનટોક્સ ટ્યુબરસ્યુલિન ત્વચા પરિક્ષણ

મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ ઊંચું જોખમ ધરાવતા લોકોની નિયમિત તપાસ માટે કરવામાં આવે છે.

ઇન્ટરફેરનો-વાય રિલીઝ એસે એ કેટલીક ચેપી બિમારીઓના નિદાનમાં ઉપયોગમાં લેવાતું લોહીનું પરિક્ષણ છે. ક્ષય રોગના નિદાન માટે અત્યારે બે ઇન્ટરફેરોન-વાય રિલીઝ એસે ઉપલબ્ધ છેઃ

  • ક્વાન્ટીફેરોન-ટીબી ગોલ્ડ (જેને અમેરિકા, યુરોપ અને જાપાનમાં પરવાનો મળેલો છે); અને
  • ટી-સ્પોટ.ટીબી, એલિસ્પોટનું એક સ્વરૂપે (જેને યુરોપમાં પરવાનો મળેલો છે).

ચેસ્ટ ફોટોફ્લોરોગ્રાફીનો ક્ષય રોગના મોટા પાયે સ્ક્રિનીંગ માટે ઉપયોગ થાય છે.

સારવાર

ક્ષય રોગની સારવારમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. માયકોબેક્ટેરિયલ કોશિકા થરનું અસામાન્ય માળખા અને રસાયણિક બંધારણને કારણે અસરકારક ક્ષય રોગની સારવાર મુશ્કેલ છે કારણકે આવી કોશિકા દિવલા ઘણા એન્ટિબાયોટિક્સને બિનઅસરકારક બનાવી દે છે અને દવાઓના પ્રવેશમાં અવરોધ ઉભો કરે છે. ક્ષય રોગની સારવારમાં વ્યાપકપણે વપરાતા બે એન્ટિબાયોટિક્સમાં રિફામ્પિસિન અનેઆઇસોનિયાઝિડનો સમાવેશ થાય છે. જો કે, અન્ય બેક્ટેરિયલ ચેપના ઉપચાર માટે એન્ટિબાયોટિકનો ટૂંકા ગાળા માટે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ક્ષય રોગની સારવામાં શરીરમાંથી માયકોબેક્ટેરિયાને સંપૂર્ણપણે દૂર કરવા માટે લાંબા ગાળાની (લગભગ 6થી ૨૪ મહિનાની) સારવાર આપવી પડે છે. સુપ્ત ટીબીની સારવારમાં સામાન્ય રીતે એક જ એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સક્રિય ક્ષય રોગની શ્રેષ્ઠ સારવારમાં બેક્ટેરિયામાં એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ વિકસાવવાનું જોખમ ઘટાડવા કેટલાક એન્ટિબાયોટિક્સના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. સુપ્ત ચેપ ધરાવતા લોકોને જીવનના પાછળના તબક્કે સક્રિય ક્ષય રોગ ના થાય તે માટે સારવાર આપવામાં આવે છે.

દવા પ્રતિકારક ટ્યુબરક્યુલોસિસ સામાન્ય ક્ષય રોગની જેમ જ ફેલાય છે. જે લોકોને ક્ષય રોગના રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇનથી ચેપ લાગ્યો છે તેમનામાં પ્રાથમિક પ્રતિકારક વિકસે છે. સંપૂર્ણપણે શંકાસ્પદ ક્ષય રોગ દર્દી ક્ષય રોગની થેરાપી દરમિયાન બીજા સ્તરની પ્રતિકારક શક્તિ વિકસાવે છે (જેમાં તે પ્રતિકારક શક્તિ હાંસલ કરી લે છે).દર્દીએ યોગ્ય સારવાર લીધી ના હોય, દવાઓને યોગ્ય રીતે લીધી ના હોય અથવા હલકી ગુણવત્તાવાળી દવાઓ લીધી હોય તો આમ થાય છે. ઘણા વિકાસશીલ દેશોમાં ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી જાહેર આરોગ્યની સમસ્યા છે કારણકે તેની સારવાર માટે લાંબો સમય જોઇએ છે અને તેની દવાઓ ઘણી મોંઘી હોય છે. મલ્ટિ-ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (MDR-TB)માં બેક્ટેરિયા સૌથી અસરકારક પ્રથમ હરોળના બે એન્ટિબાયોટિક રિફામ્પિસિન અને આઇસોનિયાઝિડ સામે પ્રતિકારક શક્તિ હાંસલ કરી લે છે. એક્સટેન્સિવ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) પણ બીજી હરોળની ત્રણથી છ વર્ગની દવાઓ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ક્ષય રોગની સારવાર માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરાતા ડોટ્સ (ડાયરેક્ટ ઓબ્ઝર્વ્ડ ટ્રીટમેન્ટ શોર્ટ-કોર્સ) ભારતના ચેન્નાઇ સ્થિત ટ્યુબરક્યુલોસિસ રિસર્ચ સેન્ટર દ્વારા 1970માં હાથ ધરાયેલા તબીબી પરિક્ષણને આધારિત છે. ક્ષય રોગનો દર્દી ક્યા દેશમાં રહે છે તેના આધારે તેની સારવાર પદ્ધતિ નક્કી થાય છે. કારણકે મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ પ્રથમ હરોળની તમામ દવાઓ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આવી સ્થિતિમાં દર્દીને સાજો કરવા માટે વૈકલ્પિક સારવાર પદ્ધતિ કે જેને ઘણીવાર સેકન્ડ-લાઇન એન્ટિટ્યુબરક્યુલોસિસ મેડિકેશન કહેવાય છે તેનો ઉપયોગ કરવો જરૂરી બને છે. જો કે આવી ઉપચાર પદ્ધતિનો ખર્ચ ઘણો ઊંચો છે, આમ વિકાસશીલ દેશોમાં ગરીબ લોકો આવી સારવારનો નહીવત અથવા મર્યાદિત ઉપયોગ ધરાવે છે.

આવર્તન

એમ. ટ્યુબરક્યુલોસિસ સ્ટ્રેઇની ડીએનએ ફિન્ગરપ્રિન્ટનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવેલા અભ્યાસ સૂચવે છે કે રિકરન્ટ ટીબીમાં ફરીથી ચેપ લાગવાની પ્રક્રિયા અગાઉ વિચારવામાં આવી હતી તેના કરતા ઘણી નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન આપે છે. 12થી 77 ટકા કેસો ફેરચેપને કારણે થયેલા હોય છે.

રોગના વલણનું પૂર્વાનુમાન

ટીબીના ચેપથી ક્ષય રોગની બિમારીમાં વિકાસ ત્યારે થાય છે જ્યારે ટીબી બેસિલી પ્રતિકારક વ્યવસ્થાની સંરક્ષણ શક્તિને ખતમ કરી નાંખે અને પોતાની સંખ્યા વધારવાનું શરૂ કરી દે છે. પ્રાથમિક ક્ષય રોગના 1-5 ટકા કેસ હોય છે અને તે ચેપ લાગ્યાના તુરંત બાદ થાય છે. જો કે મોટા ભાગના કેસોમાં સુપ્ત ચેપ લાગે છે જે કોઇ ચોક્કસ લક્ષણો ધરાવતો નથી. આ સુપ્ત બેસિલી ઘણા વર્ષોના ચેપ બાદ આવા સુપ્ત કેસોના 2-23 ટકા કેસોમાં ક્ષય રોગ પેદા કરી શકે છે. એચઆઇવીના ચેપની જેમ ક્ષય રોગમાં પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટવાની સાથે ચેપ ફરીથી સક્રિય થવાનું જોખમ વધે છે. એમ. ટ્યુબરક્યુલોસિસ અને એચઆઇવી બંનેનો ચેપ ધરાવતા દર્દીમાં ફેર સક્રિયનું જોખમ દર વર્ષે 10 ટકા વધે છે.

રોગચાળાનું શાસ્ત્ર

ક્ષય રોગ 
ટ્યુબરક્યુલોસિસ માટે પ્રત્યેક 100,000 રહેવાસી દીઠ ડિસએબિલિટી-એડજસ્ટેડ લાઇફ યર.[186][187][188][189][190][191][192][193][194][195][196][197][198]
ક્ષય રોગ 
2007માં સબ-સહારન આફ્રિકામાં પ્રત્યેક એક લાખ વ્યક્તિ દીઠ ક્ષયો રોગનો વ્યાપ સૌથી વધુ હતો અને એશિયાની પ્રમાણમાં પણ પ્રમાણમાં ઊંચો હતો.
ક્ષય રોગ 
ક્ષય રોગના નવા નોંધાયેલા કેસોની વાર્ષિક સંખ્યા.વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા.

દુનિયાની લગભગ ત્રીજા ભાગની વસતીને એમ. ટ્યુબરક્યુલોસિસ નો ચેપ છે અને પ્રત્યેક સેકન્ડે એક નવી વ્યક્તિને ચેપ લાઘી રહ્યો છે. જો કે એમ. ટ્યુબરક્યુલોસિસ ના તમામ ચેપ ક્ષય રોગમાં નથી ફેરવાતા અને કેટલાક ચેપ એસિમ્પટમેટિક હોય છે. 2007માં અંદાજે 1.37 કરોડ લોકોને સક્રિય ક્ષય રોગ હતો જેમાં 93 લાખ નવા કેસ અને 18 લાખ મૃત્યુનો સમાવેશ થાય છે. વાષિક ચેપ દર આફ્રિકામાં પ્રત્યેક 1,00,000 વ્યક્તિએ 363 અને અમેરિકામાં પ્રત્યેક 1,00,000 વ્યક્તિએ 32નો રહ્યો હતો. ટ્યુબરક્યુલોસિસ પ્રજનન કરી શકે તેવી ઊંમરવાળી મહિલાઓનો સૌથી મોટો ચેપી હત્યારો છે અને એચઆઇવી અને એઇડ્ઝના દર્દીઓના મૃત્યુનું કારણ બને છે.

એચઆઇવી ચેપમાં વધારો અને ક્ષય રોગ અંકુશ કાર્યક્રમોની ઉપેક્ષાથી ક્ષય રોગ ફરી સક્રિય થયો છે. ડ્રગ રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇનનો ઉદભ પણ નવા રોગચાળામાં યોગદાન આપી રહ્યો છે. 2000થી 2004 દરમિયાન ટીબીના 20 ટકા કેસ પ્રમાણભૂત સારવાર સામે અને 2 ટકા કેસ બીજી હરોળની દવાઓ સામે પ્રતિકારક શક્તિ મેળવી ચૂક્યા હતા. ક્ષય રોગના નવા કેસ ઉભા થવાનો દર અલગ અલગ છે. આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં તફાવતને કારણે બે પડોશી દેશોમાં પણ આ દર અલગ હોઇ શકે છે.

2007માં સ્વિત્ઝર્લેન્ડમાં સૌથી ઉંચો અંદાજિત ચેપ દર હતો. ત્યાં પ્રત્યેક 1,00,000 વ્યક્તિએ 1,200 લોકોને ચેપ હતો. ભારતમાં કુલ સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં અંદાજે 20 લાખ નવા કેસ નોંધાયા હતા. ફિલિપાઇન્સ ક્ષય રોગના કેસની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયામાં ચોથા ક્રમે અને તે દક્ષિણ એશિયામાં વ્યક્તિ દીઠ કેસની મહત્તમ સંખ્યા ધરાવે છે. ફિલિપાઇન્સના બે તૃત્યાંશ ભાગના લોકોને ક્ષય રોગ છે અને દર વર્ષે વધુ 50 લાખ લોકોને ચેપ લાગે છે. વિકસિત રાષ્ટ્રોમાં ક્ષય રોગ ઓછો દેખાય છે અને તે મોટે ભાગે શહેરી રોગ છે. 2007માં, યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય સરેરાશ પ્રત્યેક એક લાખ વ્યક્તિએ 15ની હતી અને પશ્ચિમ યુરોપમાં સૌથી વધુ ચેપ દર પોર્ટુગલ અને સ્પેનમાં પ્રત્યેક લાખ વ્યક્તિએ 30નો હતો. ચીનમાં આ દર પ્રત્યેક લાખ વ્યક્તિએ 98 અને બ્રાઝિલમાં પ્રત્યેક લાખ વ્યક્તિએ 48 હતો. અમેરિકામાં 2007માં ક્ષય રોગના કેસનો કુલ દર પ્રત્યેક લાખ વ્યક્તિએ 4નો હતો. કેનેડામાં અમૂક ગ્રામીણ વિસ્તારોમાં ક્ષય રોગ હજુ પણ હંમેશા મળી આવતો રોગ (endemic) છે.

ટીબીનો ચેપ લાગવાનો દર ઊંમર સાથે બદલાય છે. આફ્રિકામાં ક્ષય રોગ મુખ્યત્વે તરૂણ અને નાના પુખ્ત લોકોને જ અસર કરે છે. પરંતુ અમેરિકા જેવા દેશોમાં કે જ્યાં ક્ષય રોગના ચેપનો દર ઊંચીથી ઘટીને નીચો થયો છે ત્યાં ક્ષય રોગ મુખ્યત્વે ઘરડા લોકોમાં અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં જોવા મળતી બિમારી છે.

ક્ષય રોગ ચેપ પ્રત્યે લોકોને વધુ શંકાસ્પદ બનાવે તેવા ઘણા જાણીતા પરિબળો છે. વૈશ્વિક સ્તરે આમાંનું એક એચઆઇવી છે. એચઆઇવી સાથેનો ચેપ આફ્રિકાના પેટા સહારાના દેશોમાં મોટી સમસ્યા છે કારણકે આ દેશોમાં એચઆઇવીના ચેપનો દર ઘણો ઊંચો છે. રોજની 20 સિગરેટ પિવાથી પણ ક્ષયો રોગના જોખમમાં બેથી ચાર ગણો વધારો થાય છે. ડાયાબિટીસ પણ એક મહત્ત્વનું જોખમ પરીબળ છે જે વિકાસશીલ દેશોમાં ઝડપથી વધી રહ્યું છે. અન્ય રોગો કે જેનાથી ક્ષય રોગ થવાનું જોખમ વધે છે તેમાં હોડ્ગકિન લિમ્ફોમા, એન્ડ-સ્ટેજ રેનલ ડિસીઝ, લાંબા ગાળાની ફેફસાની બિમારી, કુપોષણ, અનેદારૂ પિવાની આદતનો સમાવેશ થાય છે.

ખોરાકની આદતથી પણ જોખમ વધી શકે છે. દાખલા તરીકે ભારતીય ઉપખંડમાંથી લંડનમાં આવીને વસેલા શાકાહારી હિંદુ એશિયનમાં, દરરોજની એક માછલી ખાતા અને માસાહારી મુસ્લિમોની તુલનાએ 8.5 ગણુ જોખમ વધુ છે. આ માટેના તર્કને આંકડાકીય સમર્થન મળ્યું નથી તેમ છતાં આ ઊંચું જોખમ માઇક્રોન્યુટ્રીયન્ટની ઉણપને કારણે હોઇ શકે છે જેમાં ખાસ કરીને લોહ તત્વ, વિટામીન B12 અથવા વિટામિન Dનો સમાવેશ થાય છે. વધુ અભ્યાસે વિટામિન-ડીની ઉણપ અને ચેપી ક્ષય રોગના વધતા જોખમ વચ્ચેના સંબંધ અંગે વધુ પુરાવા આપ્યાં હતા. વિકાસશીલ વિશ્વના અમુક ભાગમાં જોવા મળતી ગંભીર કુપોષણની સમસ્યા તેની રોગ પ્રતિકારક વ્યવસ્થા પર નુક્શાનકારક અસરને કારણે સક્રિય ટ્યુબરક્યુલોસિસ વિકસાવવાનું જોખમ વધારે છે. ભીડભાડ અને નબળું પોષણ ક્ષય રોગ અને ગરીબી વચ્ચે જોવા મળેલા સંબંધને યોગદાન પુરુ પાડે છે.

ઇતિહાસ

ક્ષય રોગ છેક પ્રાચિનકાળથી માનવીમાં હાજર છે. માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની સૌપ્રથમ સ્પષ્ટ ઓળખ આજથી 18,000 વર્ષ પહેલાની જંગલી ભેંસના અવશેષોમાં થઇ હતી. ક્ષય રોગ પ્રથમ પશુઓમાં ઉદભવ્યો અને બાદમાં માનવીમાં પ્રવેશ્યો હતો કે સમાન પૂર્વજો ધરાવતી વિવિધ જાતમાં ઉતર્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. જો કે તે સ્પષ્ટ છે કે એમ. ટ્યુબરક્યુલોસિસ એમ. બોવિસ થી જૂનો નથી જે પ્રમાણમાં તાજેતરમાં વિકસ્યો હોય તેમ જણાય છે.

ક્ષય રોગ 
ઇજિપ્તના મમીની કરોડ રજ્જૂમાં ટ્યુબરક્યુલર ક્ષય જોવા મળ્યો હતો.તસવીર: બ્રિટીશ મ્યુઝિયમમાં ઇજિપ્તનું મમી

ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમી વિસ્તારમાં આવેલા નિયોલિથિક સેટલમેન્ટમાંથી મળેલા હાડપિંજરના અવશેષો સૂચવે છે કે પ્રાગૈતિહાસિક (ઇ.સ. પૂર્વે 7,000 વર્ષ) માનવીમાં પણ ક્ષય રોગ હતો. ઇ.સ. 3,000-2,400 પૂર્વેના મળી આવેલા મમીમાં કરોડ રજ્જૂમાં ક્ષય રોગની હાજરી જોવા મળી હતી. થિસિસ ક્ષય રોગ માટે ગ્રીક શબ્દ છે ઇ.સ. 460 વર્ષ પૂર્વે તબીબી સારવાર આપતા લોકો (હિપોક્રેટક્સ)એ થિસિસને તે સમયની સૌથી વ્યાપક બિમારી તરીકે ઓળખી હતી. આ બિમારીમાં કફમાં લોહી પડવું, તાવ આવવો વગેરે લક્ષણોનો સમાવેશ થતો હતો જે હમેશા ઘાતક હતા. દક્ષિણ અમેરિકામાં ક્ષય રોગના સૌથી જૂના પુરાવા પેરાકાસ-કેવર્ના સંસ્કૃતિ (ઇ.સ. 750 વર્ષ પૂર્વેથી ઇ.સ. 100 સુધી) સાથે સંકળાયેલા છે.

અન્ય નામો

ભૂતકાળમાં ટ્યુબરક્યુલોસિસને વપરાશ (consumption) કહેવામાં આવતો હતો કારણકે તે કફમાં લોહી, તાવ, ફિકાશ અને અશક્તિ મારફતે શરીરને અંદરથી કોરી ખાતો હોય તેમ લાગતું હતું. અન્ય નામમાં થિસિસ (વપરાશ માટે ગ્રીક શબ્દ) અને થિસિસ પલ્મોનાલિસ , સ્ક્રોફ્યુલા (પુખ્તમાં) જે લસિકા તંત્રને અસરક કરે છે અને ગળાની ગ્રંથીઓ પર સોજો આવે છે ટેબસ મેસનટેરિકા પેટનો ટીબી અને લ્યુપસ વલ્ગરિસ , ચામડીનો ટીબી, અશક્તિ આવવી, શ્વેત પ્લેગ કારણકે પીડિત ફિક્કો પડી જાય છે. કિંગ્સ એવિલ કારણકે એવું માનવામાં આવતું હતું કે રાજાનો સ્પર્ષ સ્ક્રોફ્યુલાનું રૂઝ લાવશે અને પોટ્સ બિમારી અથવા કરોડ રજ્જુ અથવા સાંધાના ગિબ્સનો સમાવેશ થાય છે.

ક્ષય રોગ 
ડો. રોબર્ટ કોચે ટ્યુબરક્યુલોસિસ બેસિલસની શોધ કરી.

મિલિયરી ટ્યુબરક્યુલોસિસ - કે જે અત્યારે ડિસસેમિનેટેડ ટીબી તરીકે ઓળખાય છે તે ત્યારે થાય છે કે જ્યારે ચેપ રૂધિરાભિષણ તંત્રમાં ઘુસે છે જેને પગલે છાતીમાં બાજરી જેવી ટીબી બેસિલીની ગાંઠો થાય છે. ક્ષય રોગને વૈજ્ઞાનિક રોબર્ટ કોચ પાછળ કોચની બિમારી પણ કહેવામાં આવે છે.

ફોકલોર

ઔદ્યોગિક ક્રાંતિ પહેલા ક્ષય રોગને ઘણીવાર વેમ્પાયરવાદ તરીકે ગણવામાં આવતો હતો. પરિવારના એક સભ્યનું ક્ષય રોગને કારણે મૃત્યુ થાય એટલે અન્ય ચેપી સભ્યોનું આરોગ્ય પણ ધીમે ધીમે બગડવા માંડે છે. લોકો માનતા હતા કે મૂળ પીડિત પરિવારના અન્ય સભ્યોમાંથી જીવન ખેચે છે એટલે આમ થાય છે. વધુમાં ક્ષય રોગના દદીર્ના લક્ષણો લોકો જેને વેમ્પાયર માનતા હતા તેને મળતા આવતા હતા. ક્ષય રોગના દર્દીઓ જે લક્ષણો ધરાવે છે તેમાં લાલ, સૂજી ગયેલી આંખો(જે તેજસ્વી પ્રકાશ સામે સંવેદનશીલ પણ પેદા કરે છે), ફિક્કી પડી ગયેલી ચામડી, ઠંડું પડી ગયેલું શરીર, નબળું હૃદય અને ગળફામાં લોહી પડવું વગેરેનો સમાવેશ થાય છે. જે એવો વિચાર સૂચવતા હતા કે ચેપી દર્દીને ગુમાવેલું લોહી પાછુ મેળવવાનો એકમાત્ર રસ્તો લોહી ચુસવાનો છે. અન્ય લોક માન્યતા કહે છે કે ચેપી દર્દીને સમલેંગિક રાત્રી ઉજવણીમાં ભાગ લેવા ફરજ પાડવામાં આવતી હતી. પીડિત આરામ ન મળવાને કારણે ફિક્કો પડી જતો હતો. સમલેંગિક અને મૃતક વચ્ચે મજબૂત સંબંધ જોવા મળતો હોય તે સમયે આ માન્યતા સૌથી પ્રબળ બનતી હતી. તેવી જ રીતે અન્ય એક લોક માન્યતા મુજબ, ડાકણો તેમની રાત્રી બેઠકોમાં મુસાફરી કરવા પીડિતને ઘોડામાં ફેરવતી હતી જેને પગલે પીડિતને આરામ ન મળતા તેને ક્ષય રોગ થતો હતો.

ઓગણીસમી સદીમાં ક્ષય રોગને રોમાન્ટિક બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકો માનતા હતા કે ક્ષય રોગ ક્ષેમ કુશળની ભાવના પેદા કરે છે જેને સ્પેસ થિસિકા કહેવાય છે. એવું માનવામાં આવતું હતું કે ક્ષય રોગથી પીડાતા કલાકારો જેમ બિમારી ગંભીર બનતી જાય તેમ તેનામાં સર્જનાત્મકતા વધતી જાય છે. એવું પણ માનવામાં આવતું હતું કે ક્ષય રોગ પીડિત તેના મૃત્યુ પહેલા ઊર્જાનો અંતિમ વિસ્ફોટ હાંસલ કરે છે જે મહિલાને વધુ સુંદર અને પુરૂષને વધુ સર્જનાત્મક બનાવે છે. 20મી સદીની શરૂઆતમાં કેટલાક લોકો માનતા હતા કે ક્ષય રોગ હસ્ત મૈથુનને કારણે થાય છે.

અભ્યાસ અને સારવાર

ક્ષય રોગનો અભ્યાસ કે જે ઘણીવાર થિશિયાટ્રી તરીકે ઓળખાય છે તે 1020માં ઇબ્ન સિના લિખિત કેનન ઓફ મેડિસિન જેટલો જૂનો છે. પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસને ચેપી રોગ તરીકે ઓળખનાર તે પ્રથમ ફિઝિશિયન હતો. ક્ષય રોગના ડાયાબિટીસ સાથેના સંબંધને ઓળખનાર અને ક્ષય રોગ જમીન અને પાણીના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે તેવું સૂચન કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા. ક્ષય રોગનો ફેલાવો અટકાવવા માટે તેમણે ક્વેરેન્ટાઇનની એટલે કે દર્દીને બધાથી અલગ અલાયદી જગ્યાએ રાખવાની પદ્ધતિ વિકસાવી હતી. પ્રાચિન સમયમાં સારવારમાં પીડિતના ખોરાક પર ધ્યાન આપવામાં આવતું હતું. પ્લિની ધ એલ્ડરે તેની નેચરલ હિસ્ટરી માં કેટલીક પદ્ધતિઓ વર્ણવી છેઃ શિયાળના યકૃતને પાતળા વાઇન સાથે લેવું અથવા ગધેડીના માસનો સૂપ બનાવીને પિવો વગેરે.

ક્ષય રોગનું પલ્મોનરી સ્વરૂપ ટ્યુબરકલ્સ સાથે સંકળાયેલું છે તેવું ડો. રિચાર્ડ મોર્ટન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું તેમ છતાં તેના વિવિધ લક્ષણોને કારણે 1820 સુધી ક્ષય રોગ એક જ રોગ તરીકે ઓળખી શકાયો ન હતો અને 1839 સુધી તેને ટ્યુબરક્યુલોસિસ નામ આપવામાં આવ્યું ન હતું. જે એલ સ્કોનલીન દ્વારા તેને ટ્યુબરક્યુલોસિસ નામ આપવામાં આવ્યું હતું. મેમથ કેવના માલિક ડો. જોહન ક્રોઘને 1838થી 1845 દરમિયાન ક્ષય રોગથી પીડાતા અનેક દર્દીઓને એક ગુફામાં ભેગા કર્યા હતા. તેને આશા હતી કે તે સતત તાપમાન અને ગુફાની શુદ્ધ હવાથી દર્દીઓની સારવાર કરી શકશે પરંતુ એક વર્ષની અંદર તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સૌપ્રથમ ટીબી સેનેટોરિયમ 1854માં ગોર્બર્સડ્રોફ, જર્મની (Görbersdorf, Germany)(અત્યારનું સોકોલોવસ્કો, પોલેન્ડ (Sokołowsko, Poland))ખાતે હર્મન બ્રેહમર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

ટ્યુબરક્યુલોસિસ પેદા કરતા બેસિલસ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ની 24 માર્ચ 1882ના રોજ રોબર્ટ કોચ દ્વારા ઓખળ થઇ હતી અને તેનું વર્ણન કરાયું હતું. તેમને આ શોધ બદલ 1905માં ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબલ પ્રાઇઝ મળ્યું હતું. પશુ અને માનવીના ટ્યુબરક્યુલોસિસ સમાન છે તેમ કોચ માનતા ન હતા જેને પગલે ચેપી દૂધને કારણે પણ ચેપ ફેલાઇ શકે છે તેવી ધારણાને માન્યતા મળવામાં મોડું થયું હતું. બાદમાં આ સ્ત્રોતને પેશ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. કોચે 1890માં ટ્યુબરકલ બેસિલીના ગ્લિસરીન અર્કને ટ્યુબરક્યુલોસિસના ઉપચાર તરીકે જાહેરાત કરી હતી. કોચે તેને ટ્યુબરસ્યુલિન એમ નામ આપ્યું હતું. તે અસરકારક ન હતું પરંતુ બાદમાં તેનો પ્રિ-સિમ્પટમેટિક ટ્યુબરક્યુલોસિસના પરિક્ષણ માટે ઉપયોગ શરૂ થયો હતો.

ક્ષય રોગ સામે સૌપ્રથમ પ્રતિકારક શક્તિ 1906માં એલબર્ટ કાલમેટ અને કમિલ ગૌરિને એટેન્યુએટેડ બોવાઇન સ્ટ્રેઇન ટ્યુબરક્યુલોસિસમાંથી વિકસાવી હતી. તેને બીસીજી "BCG" (Bacillus of Calmette and Guérin) કહેવાઇ હતી. માનવી પર બીસીજી રસીનો સોપ્રથમ ઉપયોગ 1921માં ફ્રાન્સમાં થયો હતો પરંતુ બીજા વિશ્વ યુદ્ધ બાદ જ તેને અમેરિકા, ગ્રેટ બ્રિટન અને જર્મનીમાં વ્યાપક સ્વીકૃતિ મળી હતી.

19મી સદી અને 20મી સદીની શરૂઆતમાં ક્ષય રોગ અથવા કન્ઝમ્પ્શન શહેરી ગરીબોની સ્થાનિક બિમારી તરીકે જાહેર આરોગ્ય માટે મોટો ચિંતાનો વિષય હતો. 1815માં ઇંગ્લેન્ડમાં દર ચાર મૃત્યુમાંથી એક મૃત્યુ ક્ષય રોગને કારણે થતી હતી, 1918 સુધીમાં ફ્રાન્સમાં દર છ મૃત્યુમાંથી એક મૃત્યુ ક્ષય રોગથી થતું હતું. 20મી સદીમાં ક્ષય રોગે 10 કરોલ લોકોનો ભોગ લીધો હતો. બિમારી ચેપી છે એવું 1880માં સ્થાપિત થયા બાદ બ્રિટનમાં ક્ષય રોગને સરકારને નોંધ કરાવવી પડે તેવી બિમારી જાહેર કરાઇ હતી. જાહેર સ્થળો પર લોકોને થૂંકતા અટકાવવા માટે ઘણી ઝુંબેશો ચલાવવામાં આવી હતી અને ચેપી ગરીબ દર્દીઓને જેલ જેવા લાગતા સેનેટોરિયામાં રહેવા ફરજ પડાતી હતી. મધ્યમ અને ઉપલા વર્ગ માટેના સેનેટોરિયામં દર્દીને શ્રેષ્ઠ સારવાર અને સતત તબીબી માર્ગદર્શન અપાતું હતું. સેનેટોરિયાના તાજી હવા અને સમૂહજીવનના કથિત જે પણ લાભ હોય તેમ છતાં શ્રેષ્ઠ સ્થિતિમાં પણ ત્યાં રહેલા 50 ટકા લોકો પાંચ વર્ષની અંદર (1916) મૃત્યુ પામ્યા હતા.

ક્ષય રોગ 
જાહેર આરોગ્ય આંદોલનોએ ક્ષય રોગને ફેલાતો અટકાવવા માટે પ્રયાસ કર્યા

ટ્યુબરક્યુલોસિસ કાર્યક્રમો માટે ભંડોળ ઉભું કરવાના રસ્તા તરીકે 1904માં ડેનમાર્કમાં ક્રિસમસ સીલ્સનું પ્રમોશન શરૂ થયું હતું. નેશનલ ટ્યુબરક્યુલોસિસ એસોસિયેશન (જેને બાદમાં અમેરિકન લન્ગ એસોસિયેશન કહેવામાં આવતું હતું)ને મદદ કરવા 1907-1908માં તેનું અમેરિકા અને કેનેડા સુધી વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં ક્ષય રોગ ફેલાવવાની ચિંતાએ લોકોને થૂકદાની સિવાય થૂંકતા અટકાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

યુરોપમાં ક્ષય રોગનો મૃત્યુ દર 1850ના પ્રત્યેક લાખ વ્યક્તિએ 500થી ઘટીને 1950માં પ્રત્યેક લાખ વ્યક્તિએ 50 થયો હતો. એન્ટિબાયોટિક્સ આવ્યા ન હતા તે પહેલા જાહેર આરોગ્યમાં સુધારો આવવાને કારણે ટ્યુબરક્યુલોસિસના કેસ ઘટી રહ્યાં હતા. આ બિમારી જાહેર આરોગ્ય માટે એટલી ખતરનાક હતી કે 1913માં બ્રિટનમાં જ્યારે મેડિકલ રિસર્ચ કાઉન્સિલની સ્થાપના થઇ ત્યારે તેની પ્રારંભિક કામગીરી ક્ષયો રોગ અંગે સંશોધન કરવાની હતી.

1946માં એન્ટિબાયોટિક સ્ટ્રોપ્ટોમાયસિન વિકસ્યા ન હતા ત્યાં સુધી આમ જ ચાલતું હતું. પરંતુ એન્ટી બાયોટિક્સની શોધ બાદ સારવાર અસરકારક અને શક્ય બની હતી. આ દવાની શોધ પહેલા સેનેટોરિયા સિવાયની એક માત્ર સારવાર સર્જિકલ ઇન્ટરવેન્શન હતી જેમાં ન્યુમોથોરેક્સ અથવા પ્લોમ્બેજ ટેકનિકનો સમાવેશ થાય છે આ ટેકનિકમાં ચેપી ફેફસાને આરામ કરવા દઇને ઘાને રૂઝ આવવા દેવાતું હતું. આ ટેકનિકથી થોડો લાભ થતો હતો પરંતુ 1950 બાદ તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો. મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબીના ઉદભવે આ ચેપની સારવારના ભાગ રૂપે ફરીથી સર્જરી દાખલ કરી હતી. તેમાં, છાતીનું પોલાણ તબીબી રીતે દૂર કરતા ફેફસામાં બેક્ટોરિયાની સંખ્યા ઘટશે તેમજ બાકીના બેક્ટોરિયાનો લોહીના પ્રવાહમાં રહેલી દવાઓનો સંપર્ક વધારશે. તેનાથી કેમોથેરાપીની અસરકારકતા વધે છે એમ માનવામાં આવે છે.

આ બિમારી સંપૂર્ણપણે દૂર થઇ જશે તેવી આશા 1980માં ડ્રગ રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇનના ઉદભવ સાથે ભાંગી પડી હતી. દાખલા તરીકે, બ્રિટનમા 1913માં ક્ષય રોગના દર્દીઓની સંખ્યા 1,17,000 હતી જે 1987માં ઘટીને 5,000 થઇ હતી પરંતુ 2000માં ફરીથી વધીને 6,300 અને 2005માં 7,600 થઇ હતી. ન્યૂ યોર્કમાં જાહેર આરોગ્ય સુવિધા દૂર કરવાથી તેમજ એચઆઇવીનો વ્યાપ વધવાથી 1980માં ક્ષય રોગનું ફરીથી જોર વધ્યું હતું. દવાનો કોર્ષ પુરો કરવામાં નિષ્ફળ રહ્યાં હોય તેવા દર્દીઓની સંખ્યા ઊંચી છે. ન્યૂ યોર્કને મલ્ટિડ્રગ- રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇન (જેમાં રિફામ્પિન અને આઇસોનિયાઝીડ બંનેની સામે પ્રતિકારક શક્તિ) ધરાવતા 20,000 ક્ષય રોગના દર્દીઓનો સામનો કરવો પડ્યો હતો.

ક્ષય રોગે ફરીથી માથુ ઉચકતા વિશ્વ આરોગ્ય સંસ્થાને 1993માં તેને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવી પડી હતી. દર વર્ષે સમગ્ર વિશ્વમાં લગભગ 5 લાખ જેટલા નવા કેસ મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસના નોંધાય છે.

ઉત્ક્રાંતિ

ક્ષય રોગની વર્ષોથી માનવ જાત સાથે સહ-ઉત્ક્રાંતિ થઇ રહી છે.આ સંબંધ કદાચ કેટલાક લાખો વર્ષ જૂનો પણ હોઇ શકે છે. ક્ષય રોગના ચિહ્નો ધરાવતા માનવીના સૌથી જૂના અવશેષ 9,000 વર્ષ જૂના છે. ઉત્ક્રાંતિ દરમિયાન એમ. ટ્યુબરક્યુલોસિસે તેના જીનોમમાં અસંખ્ય કોડિંગ અને નોનકોડિંગ રિજન ગુમાવ્યા હતા. આ નુક્શાનનો બેક્ટોરિયાના સ્ટ્રેઇન્સ વચ્ચે તફાવત પાડવા માટે ઉપયોગ થઇ શકે છે. તેની અસર તે છે કે એમ ટ્યુબરક્યુલોસિસ સ્ટ્રેઇન ભૌગોલિક રીતે બદલાય છે માટે તેમનો જીનેટિક તફાવતનો તેનું મૂળ શોધવા તેમજ પ્રત્યેક સ્ટ્રેઇનની હિલચાલ શોધવા માટે ઉપયોગ થઇ શકે છે.

સમાજ અને સંસ્કૃતિ

તેની મહત્વની ઐતિહાસિક વ્યક્તિઓને અસર કરવાની ક્ષમતા મારફતે ક્ષય રોગનો યુરોપના ઇતિહાસ પર પ્રભાવ જોવા મળ્યો હતો અને કળાની થીમનો એક ભાગ બન્યો હતો તેમાં ખાસ કરીને સાહિત્ય, સંગીત અને ફિલ્મનો સમાવેશ થાય છે.

જાહેર આરોગ્ય

ક્ષય રોગ એ એઇડ્ઝ અને મેલેરિયા બાદ ગરીબી સાથે સંકળાયેલો ત્રીજો મુખ્ય રોગ છે. ગ્લોબલ ફંડ ટુ ફાઇટ એઇડ્ઝ, ટ્યુબરક્યુલોસિસ એન્ડ મેલેરિયાની આ ચેપી રોગોની સમસ્યા હલ કરવા માટે જરૂરી ભંડોળ ઉભું કરવા માટે 2002માં શરૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિકરણને કારણે પણ આ રોગોને ફેલાવવામાં મદદ મળી છે. 2007માં ક્ષય રોગનો ભય ફરી ફેલાયો હતો કે જ્યારે એન્ડ્રૂ સ્પીકર મલ્ટિ-ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ સાથે ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટમાં પ્રવાસ કર્યો હતો.

અમેરિકામાં, સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)નો એક ભાગ નેશનલ સેન્ટર ફોર એચઆઇવી, એસટીડી એન્ડ ટીબી પ્રિવેન્શન જાહેર આરોગ્ય સર્વેલન્સ અને અટકાયત સંશોધન માટે જવાબદાર છે.

સંશોધન

માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ સ્ટ્રકચરલ જીનોમિક્સ કન્સોર્ટિયમએ ક્ષય રોગનું નિદાન અને સારવારને લગતા સંશોધન કરતા વૈજ્ઞાનિકોનું એક વૈશ્વિક કન્સોર્ટિયમ છે. તેઓ એમ. ટ્યુબરક્યુલોસિસ માંથી પ્રોટીનનું ત્રી-પારિમાણીય માળખું તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.[સંદર્ભ આપો]

અન્ય પ્રાણીઓનો ચેપ

ટ્યુબરક્યુલોસિસનો ચેપ સ્તનધારી પ્રાણીઓ દ્વારા ફેલાઇ શકે છે. જોકે બિલાડી અને કુતરા જેવા પાળતું પ્રાણીઓ ક્ષય રોગમાંથી મુક્ત છે પરંતુ જંગલી પ્રાણીઓ ચેપ ફેલાવી શકે છે.

માયકોબેક્ટેરિયમ બોવાઇસ પશુઓમાં ક્ષય રોગ કરે છે. પ્રાણીઓ અને ન્યૂ ઝીલેન્ડના હરણના ઝૂંડમાંથી ક્ષય રોગ નાબુદ કરવા માટે હાલ પ્રયત્નો થઇ રહ્યાં છે. પ્રાણીઓના ઝૂંડમાં એવા વિસ્તારોમાં ચેપ જોવા મળ્યો છે કે જ્યાં પીંછી જેવી પૂંછડી ધરાવતા પોસમ જેવા પ્રાકૃતિક તળાવો સ્થાનિક પશુધનના સંપર્કમાં આવતા હોય. પશુઓમાં ક્ષય રોગથી ઘેરાયેલું ન્યૂ ઝીલેન્ડ પોસમ નાબૂદી અને પશુધનમાં રોગના સ્તર પર નિયમિત સતત નજર દ્વારા રોગ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આયર્લેન્ડ ગણરાજ્ય અને યુનાઇટેડ કિંગડમમાં બેઝરને બોવાઇન ટ્યુબરક્યુલોસિસનો ચેપ ફેલાવતી જાતીમાંની એક તરીકે ઓળખવામાં આવી છે. પરિણામે, કેટલાક સમુદાયો, તેમાં પણ ખાસ કરીને ડેરી ખેડૂતો તરફથી સરકાર પર બોવાઇન ટુબીના કેસ ઘટાડવાના ઉદેશ સાથે ચોક્કસ વિસ્તારોમાં બેઝરને નાબૂદ કરવા સક્રિય ઝુંબેશ ચલાવવા દબાણ આવ્યું છે. ક્ષય રોગનો ચેપ ધરાવતા પશુની કતલ મુદ્દે તેની તરફેણ કરનારા અને વિરોધ કરનારા લોકો તેમના વલણના સમર્થનમાં તેમના અભ્યાસ રજૂ કરી રહ્યાં છે ત્યારે પશુની કતલની અસરકારકતા તે એક ચર્ચાસ્પદ મુદ્દો છે. દાખલા તરીકે, 18 જૂન 2007ના રોજ બેઝરની કરાયેલી કતલ પર ઇનડિપેન્ડન્ટ સ્ટડી ગ્રૂપના એક અભ્યાસમાં જણાવ્યા મુજબ કતલ અસરકારક રહે તેવી શક્યતા નથી અને તે ક્ષય રોગને ફેલાતો અટકાવવા માટે બહુ જ ઓછું યોગદાન આપી શકશે અને બેઝરની કતલથી ભવિષ્યમાં પશુઓમાં ક્ષય રોગ પર અંકુશ લાવી શકાશે નહીં. તેનાથી વિપરિત અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે ચેપ ગ્રસ્ત પશુની કતલની નીતિની નોંધપાત્ર અસર છે. 4 જુલાઇ 2008ના રોજ યુકે સરકારે કતલની સૂચિત નીતિનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ક્ષય રોગ વર્ગીકરણક્ષય રોગ સંકેતો અને લક્ષણોક્ષય રોગ કારણોક્ષય રોગ વ્યવસ્થાતંત્રક્ષય રોગ નિદાનક્ષય રોગ અવરોધકતાક્ષય રોગ સ્ક્રિનિંગક્ષય રોગ સારવારક્ષય રોગ આવર્તનક્ષય રોગ રોગના વલણનું પૂર્વાનુમાનક્ષય રોગ રોગચાળાનું શાસ્ત્રક્ષય રોગ ઇતિહાસક્ષય રોગ સમાજ અને સંસ્કૃતિક્ષય રોગ સંશોધનક્ષય રોગ અન્ય પ્રાણીઓનો ચેપક્ષય રોગ સંદર્ભોક્ષય રોગ બીજા વાંચનોક્ષય રોગ બાહ્ય કડીઓક્ષય રોગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નવકાર મંત્રજય જિનેન્દ્રરુક્મિણીભારતના રાજ્ય વૃક્ષોની યાદીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકરસનભાઇ પટેલભારતીય જનતા પાર્ટીગુજરાત મેટ્રો૧૮૫૭ની ભારતીય ક્રાંતિસોલર પાવર પ્લાન્ટસૂર્યસાયલાભારતની નદીઓની યાદીઅમૂલહનુમાન ચાલીસાલિંગ ઉત્થાનસાપુતારાઅખા ભગતઉમાશંકર જોશીશુક્ર (ગ્રહ)રવીન્દ્ર જાડેજાકામસૂત્રઅસહયોગ આંદોલનકાજલ ઓઝા-વૈદ્યમોટરગાડીચંદ્રવંશીમોહેં-જો-દડોજાહેરાતઠાકોરઅટલ બિહારી વાજપેયીવિશ્વ વેપાર સંગઠનઘઉંભારતમાં નાણાકીય નિયમનપરશુરામહરે કૃષ્ણ મંત્રનિતા અંબાણીસુરેન્દ્રનગર જિલ્લોઔરંગઝેબભારતનું બંધારણચુનીલાલ મડિયાકર્કરોગ (કેન્સર)ગુજરાતી ફિલ્મોની યાદીસમાજકુબેરકરાટેમતદાનમુખ મૈથુનઉપગ્રહ પ્રક્ષેપણ યાનસચિન તેંડુલકરગુજરાતી સાહિત્યકારોની યાદીઓઝોન અવક્ષયએઇડ્સમહંત સ્વામી મહારાજયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામહાવીર સ્વામીલોક સભામેઘહાફુસ (કેરી)ગુપ્ત સામ્રાજ્યગરબાઇ-કોમર્સવૃશ્ચિક રાશીનળાખ્યાન (પ્રેમાનંદ)અમરેલીઅમદાવાદના દરવાજારઘુપતિ રાઘવ રાજા રામલોથલનવરોઝઅમદાવાદફણસમુનમુન દત્તાકળથીભારતીય રૂપિયોગાંધીનગર લોક સભા મતવિસ્તારચુડાસમાઆયોજન પંચ🡆 More