કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર

કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર અથવા ડી આર કોંગો, ડી આર સી, કોંગો-કીન્શાસા અથવા માત્ર ધ કોંગો, એ મધ્ય અફ્રિકાનો એક દેશ છે.

અમુક વખત આ દેશને તેના ૧૯૭૧થી ૧૯૯૭ સમયગાળાના નામ ઝૈરે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશની સીમા ઉત્તરમાં મધ્ય આફ્રિકન ગણતંત્ર તથા દક્ષીણ સુદાન; પૂર્વમાં યુગાન્ડા, બુરુન્ડી તથા ટાન્ઝાનીયા; દક્ષિણમાં ટાન્ઝાનિયા, નૈઋત્યમાં અંગોલા, પશ્ચિમમાં કોંગોનું ગણતંત્ર તથા એટલાંટિક સમુદ્રને સ્પર્શે છે.

કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર

રીપબ્લીક ડેમોક્રાતીક દુ કોંગો (ફ્રેંચ)
રીપબ્લિકા યા કોંગો યા દીમોકાલાસી (કોંગો)
રીપબ્લીકી યા કોંગો ડેમોક્રાટીકી (લિંગાલા)
જમ્હૂરી યા કીડેમોક્રાસિયા (સ્વાહિલી)
ડીટુહન્ગા ડિયા કોન્ગુ વા મુન્ગાલાટા (લુબા-કાટાન્ગા)
કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્રનો ધ્વજ
ધ્વજ
કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Justice – Paix – Travail" ()
"ન્યાય – શાંતિ – કાર્ય"
રાષ્ટ્રગીત: Debout Congolais  (French)
"જાગો, કોંગોલીઝ"
આફ્રિકામાં કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર (ઘેરા લીલા રંગમાં)
આફ્રિકામાં કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર (ઘેરા લીલા રંગમાં)
રાજધાની
and largest city
કિન્શાસા
4°19′S 15°19′E / 4.317°S 15.317°E / -4.317; 15.317
અધિકૃત ભાષાઓફ્રેંચ
માન્ય રાષ્ટ્રીય ભાષાઓ
  • લિંગાલા
  • કિકોંગો
  • સ્વાહીલી
  • ત્સીલુબા
લોકોની ઓળખકોંગોલીઝ
સરકારઐક્ય અર્ધ-પ્રમુખશાહી બંધારણીય પ્રજાસત્તાક
• રાષ્ટ્રપતિ
ફેલિક્સ શિસેકેડી
• વડા પ્રધાન
સિલ્વેસ્ટ્રે ઇલુંગા
• સેનેટના પ્રમુખ
એલેક્સી થામ્બવે મ્વામ્બા
• રાષ્ટ્રીય સંસદના પ્રમુખ
જેનેની માબુંડા
• બંધારણીય કોર્ટના પ્રમુખ
બેનોઆ લ્વામ્બા બિંડુ
સંસદસંસદ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
રાષ્ટ્રીય સંસદ
સ્થાપના
• સંસ્થાનીકરણ
૧૭ નવેમ્બર ૧૮૭૯
• કોંગો સ્વતંત્ર રાજ્ય
૧ જુલાઈ ૧૮૮૫
• બેલ્જીયન કોંગો
૧૫ નવેમ્બર ૧૯૦૮
• બેલ્જીયમથી કોંગોનું સ્વાતંત્ર્ય
૩૦ જૂન ૧૯૬૦
• નામ પરિવર્તન - કોંગોનું પ્રજાસત્તાક ગણરાજ્ય
૧ ઑગસ્ટ ૧૯૬૪
• ઝૈરે
૨૯ ઑક્ટોબર ૧૯૭૧
• પ્રથમ કોંગો યુદ્ધ - મુટુબુની પડતી
૧૯ મે ૧૯૯૭
• હાલનું બંધારણ સ્થપાયું
૧૮ ફેબ્રુઆરી ૨૦૦૬
વિસ્તાર
• કુલ
2,345,409 km2 (905,567 sq mi) (૧૧મો)
• જળ (%)
3.32
વસ્તી
• અંદાજીત
101,780,263 (July 2020 est.) (૧૪મો)
• ગીચતા
39.19/km2 (101.5/sq mi)
GDP (PPP)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $77.486 બિલિયન
• Per capita
Increase $843
GDP (nominal)૨૦૧૯ અંદાજીત
• કુલ
Increase $46.117 બિલિયન
• Per capita
Increase $501
જીની (૨૦૦૬)negative increase 44.4
medium
માનવ વિકાસ દર (HDI) (2018)Decrease 0.459
low · 179th
ચલણકોંગોલીઝ ફ્રાન્ક (CDF)
સમય વિસ્તારUTC+૧ થી +૨ (પશ્ચિમ આફ્રિકા સમય અને મધ્ય આફિક્રા સમય)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+૨૪૪
ISO 3166 કોડCD
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cd

આ દેશ અલ્જીરિયા પછી આફ્રિકાનો બીજો સૌથી મોટો દેશ છે અને સહારા નીચેના આફ્રિકાનો એ સૌથી મોટો દેશ છે. આ વિશ્વનો ૧૦મો સૌથી મોટો દેશ છે. ૭.૮૦ કરોડની વસતી સાથે આ દેશ વસતીને દ્રષ્ટિએ ફ્રાન્કોફોન દેશોમાં પ્રથમ ક્રમાંકે, આફ્રિકામાં ચોથા ક્રમાંકે અને વિશ્વમાં ૧૬મા ક્રમાંકે આવે છે.

કોંગો નદીના ખીણ પ્રદેશની મધ્યમાં વિસ્તાર ધરાવતા આ દેશમાં આશરે ૯૦,૦૦ વર્ષ પહેલા આફ્રિકન પિગ્મી લોકો રહેતા હતા અને લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં બાન્ટુ લોકો ફેલાતા ફેલાતા અહીં આવી વસ્યા. ૧૪મી થી ૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ દિશામાં, કોંગોના મુખ પ્રદેશમાં કોંગોના બાન્ટુ સલતનતનું રાજ હતું. મધ્ય અને પૂર્વી ક્ષેત્રો પર ૧૬મી અને ૧૭મીથી ૧૯મી સદી સુધી લુબા અને લુન્ડા સલતનતનું રાજ હતું.

આફ્રિકાના વિભાજનનો કાળ શરૂ થયો તેની શરૂઆત પહેલાં જ ૧૮૭૦માં કોંગો નદીના ખીણ પ્રદેશનો યુરોપીયાભિયાન કરવામાં આવ્યું. આ અભિયાન બેલ્જીયમના રાજા લીયોલ્ડ બીજા દ્વારા પ્રાયોજીત કરાયું હતું અને તેના આગેવાન હેન્રી મોર્ટન સ્ટેનલી હતા. ૧૮૫૫ની બર્લીન કોન્ફરેન્સમાં બેલ્જીયમે કોંગો ક્ષેત્રના ઔપચારીક હક્કો મેળવ્યા અને આ ક્ષેત્રની પોતાની નિજી સંપત્તિમાં જોડી તેને કોંગો ફ્રી સ્ટેટ એવું નામ આપ્યું.

ફ્રી સ્ટેટ કાળ દરમ્યાન, "ફોર્સ પબ્લીક" નામે ઓળખાતી સંસ્થાન સેનાએ લોકોને રબરનું વાવેતર કરવા ફરજ પાડતી હતી. ઈ.સ. ૧૮૮૫થી ૧૯૦૮ દરમ્યાન રોગ અને શોષણને કારણે લાખો કોંગોનીઝ લોકો મૃત્યુ પામ્યા. શરૂઆતના અણગમા છતાં ૧૯૦૮માં બેલ્જીયમે કોંગેને પોતાનામાં ભેળવી તેને બેલ્જીયન કોંગો નામ આપ્યું.

૩૦ જૂન ૧૯૬૦માં બેલ્જીયન કોંગો સ્વતંત્ર બન્યું અને તેનું નામ રિપબ્લીક ઑફ કોંગો રખાયું. કોંગોના રાષ્ટવાદી પેટ્રીસ લુમુમ્બા દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા જ્યારે જોસેફ કાસા-વુબુ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ક્ષેત્રના વહીવટ સંબંધે અહીં મતભેદ નિર્માણ થયો જે કોંગો સંકટ તરીખે ઓળખાય છે. કાટન્ગા, મોઈસે ત્સોમ્બે અને દક્ષિણ કાસાઈએ વિભાજીત થવાનો પ્રયત્ન કર્યો. આ સંકટમાં સહાય માટે લુમુમ્બાએ સોવિયેત યુનિયનની મદદ માંગી તેથી યુ.એસ. અને બેલ્જિયમે સાવધ બની ૫ સપ્ટેમ્બરે તેમને કસ-બુબુ દ્વારા પદભ્રષ્ટ કરાવ્યા અને છેવટે બેલ્જીયમની આગેવાની વાળી કાતન્ગી સેના એ ૧૭ જાન્યુઆરી ૧૯૬૧ના દિવસે તેમને મારી નખાયા.

૨૬ નવેમ્બર ૧૯૬૫ના દિવસે સેનાના વડા જોસેફ ડિસાયર મોબુટુ (પાછળથી મોબુટુ સેસે સેકો)એ બંદ કર્યો અને દેશના પ્રમુખ બન્યા. ૧૯૭૧માં તેમણે દેશનું નામ બદલીને "ઝૈરે" કર્યું. ત્યાર બાદ દેશ સરમુખત્યાર એક પાર્ટી રાજ્ય તરીકે ચલાવા લાગ્યો. શીત યુદ્ધ દરમ્યાન મોબુટુના સામ્યવાદ વિરોધી વલણ બદલ અમેરિકાએ તેમને નોંધનીય ટેકો આપ્યો. ૧૯૯૦ની શરૂઆતમાં મોબુટુની સરકાર નબળી પડવા લાગી. ૧૯૯૪ના રવાંડાના નરસંહાર અને પૂર્વી બન્યામુલુન્ગેની જનતા (કોંગોલીય તુત્સી) દ્વારા વિભાજનની માગણીને પરિણામે અસ્થિરતા નિર્માણ થઈ અને ૧૯૯૬માં તુત્સી એફ પી આર શાસિત રવાંડાએ આક્રમણ કર્યું, જેથી પ્રથમ કોંગો યુદ્ધની શરૂઆત થઈ.

૧૭ મે ૧૯૯૭ના દિવસે મુબુટુના મોરોક્કો ભાગી ગયા પછી દક્ષિણ કેવુ પ્રાંતના તુત્સી નેતા લોરેન્ટ ડીઝાયર કબીલા રાષ્ટ્રપ્તિ બન્યા. તેમણે દેશનું નામ ઝૈરેથી બદલીને કોંગોનું પ્રજાસત્તાક ગણતંત્ર કર્યું. રાષ્ટ્રપેતિ કબીલા અને દેશમાં રહેલી રવાંડન અને તુત્સી વચ્ચે તણાવ ને કારણે ૧૯૯૮થી દ્વિતીય કોંગો યુદ્ધની શરૂઆત થઈ. આ યુદ્ધ ૨૦૦૩ સુધી ચાલ્યું. છેવટે આફ્રિકાના નવ દેશો અને ૨૪ સશસ્ત્ર જૂથોએ યુદ્ધમાં ભાગ લીધો, અને તેમાં ૫૪ લાખ લોકો માર્યા ગયા . આ બે લડાઈઓને કારણે દેશ ખેદાન મેદાન થઈ ગયો. ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે રાષ્ટ્રપ્તિ કબીલાના એક અંગરક્ષકે જ તેમની હત્યા કરી. તેના આઠ દિવસે પછી તેમના પુત્ર જોસેફ રાષ્ટ્રપતિ બન્યા.

આ દેશ પ્રાકૃતિક સંસાધનોમાં અત્યંત સમૃદ્ધ છે પરંતુ રાજનૈતિક અસ્થિરતા, માળખાગત સુવિધાઓનો અભાવ, ભ્રષ્ટાચાર અને સદીઓ જુના વાણિજ્યિક અને સંસ્થાનીય શોષણને કારણે તે વિકાસ પામ્યો નથી. રાજધાની કિન્શાસા ને બાદ કરતા લુબુમ્બાશી અને મ્બુજિ-માયી એ મોટા શહેર છે, આ બન્ને શહેર ખાણ ઉધોગ આધારિત છે. આ દેશ કાચા માલનો પ્રમુખ નિકાસકાર છે. ૨૦૧૨માં તેની ૫૦% નિકાસ ચીનને કરતો હતો. માનવ વિકાસ માનાંકમાં ૨૦૧૬માં ૧૮૭માંથી આ દેશનો ક્રમ ૧૭૬મો છે. મધ્ય અને પૂર્વ ડી.આર.સી.ના સંઘર્ષને કારણે ઘણાં લોકો દેશ છોડી પાડોશી દેશમાં સ્થળાંતર કરી ગયા છે. ૨૦ લાખ બાળકો ભૂખમરાનો શિકાર છે અને ૪૫ લાખ લોકો સ્થળાંતર કરી ગયા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ટાન્ઝાનિયાબુરુન્ડીયુગાન્ડા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાજશાસ્ત્રપક્ષીદલપતરામપોલીસશબ્દકોશહમીરજી ગોહિલદત્તાત્રેયલોકમાન્ય ટિળકસૂર્ય (દેવ)સીદીસૈયદની જાળીયુટ્યુબકચ્છ રજવાડુંગરબાકમળોકામદા એકાદશીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારલક્ષ્મી વિલાસ મહેલચિત્રવિચિત્રનો મેળોભારતીય રૂપિયા ચિહ્નકુમારપાળહિંદી ભાષાશ્રીલંકાસમાનાર્થી શબ્દોમાઉન્ટ આબુકાશ્મીરભારતીય રેલમહાભારતગંગાસતીરાજકોટ તાલુકોપાવાગઢજીરુંબજરંગદાસબાપાહોળીવીણાગળતેશ્વર મંદિરવિનાયક દામોદર સાવરકરરહીમવૃષભ રાશીઝારખંડનવદુર્ગાભારતના રજવાડાઓની યાદીઝંડા (તા. કપડવંજ)સુરેશ જોષીનારાયણ સ્વામી (ભજનીક)આણંદ જિલ્લોસોમનાથચુનીલાલ મડિયાડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનભારતના રાજ્ય વૃક્ષોની યાદીમકરંદ દવેરમણભાઈ નીલકંઠઉંચા કોટડાઇન્દ્રજમ્મુ અને કાશ્મીરગુજરાત સાહિત્ય અકાદમીગંગા નદીદર્શનગણિતબીજોરામહારાણા પ્રતાપજાડેજા વંશવાયુ પ્રદૂષણસુંદરવનદ્રૌપદીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧તિથિપૃથ્વી દિવસગુજરાતના મુખ્યમંત્રીઓપાણીઆહીરમ્યુચ્યુઅલ ફંડસમય માપવાનાં સાધનોનો ઇતિહાસહોલોખાખરોમેષ રાશીતત્ત્વઆંતરરાષ્ટ્રીય મહિલા દિનભારતમાં આવક વેરો🡆 More